<font face="mangal" size="3">MSME ક્ષેત્ર ના ઔપચારિકરણ ને પ્રોત્સાહન</font> - આરબીઆઈ - Reserve Bank of India
MSME ક્ષેત્ર ના ઔપચારિકરણ ને પ્રોત્સાહન
આરબીઆઇ/2017-18/186 જૂન 06, 2018 રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા નિયંત્રિત તમામ બૅન્કો અને એનબીએફસીઓ મહોદયા / પ્રિય મહોદય MSME ક્ષેત્ર ના ઔપચારિકરણ ને પ્રોત્સાહન કૃપા કરીને તારીખ ફેબ્રુઆરી 07, 2018 ના અમારા પરિપત્ર સં. ડીબીઆર નં. બીપી.બીસી.100/21.04.048/2017-18 નો સંદર્ભ લો. 2. ઇનપુટ ક્રેડિટ લિન્કેજીસ અને આનુષંગિક જોડાણો ધ્યાનમાં રાખીને, હવે અસ્થાયી રૂપે જીએસટી હેઠળ રજિસ્ટર્ડ ન હોય તે સહિત બધા MSMEને આગળના ‘180 દિવસોની બાકી માપદંડ’ (180 days past due criterion) મુજબ નીચેની શરતોને આધીન બેંકો અને એનબીએફસીને તેમના એક્સપોઝરને 'પ્રમાણભૂત (standard)' અસ્કયામત તરીકે વર્ગીકૃત કરવા માટે પરવાનગી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. (i) 31 મે, 2018 ના રોજ બિન-ફંડ આધારિત સવલતો સહિત બોરોઅરને બેન્કો અને એનબીએફસી નું કુલ એક્સપોઝર, ₹250 મિલિયન કરતાં વધારે નથી. (ii) 31 ઓગસ્ટ, 2017 ના રોજ બોરોઅરનું ખાતું પ્રમાણભૂત (standard) હતું. (iii) સપ્ટેમ્બર 1, 2017 ના રોજ બોરોઅરની ચુકવણીની બાકી રકમ તથા ત્યાર પછી 31 ડિસેમ્બર 2018 સુધી બાકી નીકળતી રકમની તેમની જે તે મૂળ મુદતી તારીખોથી 180 દિવસો કરતાં મોડી ચૂકવણી કરવામાં આવી નથી/ આવતી નથી. (iv) જાન્યુઆરી 01, 2019 પછીથી GST-રજીસ્ટર્ડ MSME દ્વારા બાકી ચુકવણીના સંદર્ભમાં ‘180 દિવસોના બાકી માપદંડ’ને હાલના IRAC ધોરણો સાથે અનુબંધમાં બતાવ્યા મુજબ તબક્કાવાર જોડવામાં આવશે. જોકે જે MSME ડિસેમ્બર 31, 2018 ના રોજ GST હેઠળ રજીસ્ટરર્ડ થયેલ નથી, તેમના માટે 1 જાન્યુઆરી 2019 થી ચૂકવવાપાત્ર બાકી રકમના સંદર્ભમાં અસ્કયામત વર્ગીકરણ (asset classification) ને તુરંત જ હાલના IRAC ધોરણો પ્રમાણે ઉલ્ટાવવામાં આવશે. (v) તારીખ ફેબ્રુઆરી 07, 2018 ના પરિપત્રની અન્ય શરતો અને ધોરણો યથાવત રહેશે. આપનો વિશ્વાસુ, (સૌરવ સિન્હા) પ્રભારી-મુખ્ય મહા પ્રબંધક
|