ESAF સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમિટેડ કામગીરી શરૂ કરે છે
માર્ચ 10, 2017 ESAF સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમિટેડ કામગીરી શરૂ કરે છે ESAF સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમિટેડે માર્ચ 10, 2017 થી નાની ફાઇનાન્સ બેન્ક તરીકે કામગીરી ની શરૂઆત કરી છે. આર બી આઈ એ બેંકિંગ રેગુલશન એક્ટ 1949, ની કલમ 22(1) હેઠળ, બેંકને ભારત માં નાની ફાઇનાન્સ બેન્ક ની જેમ ધંધો કરવા માટે લાઇસન્સ જારી કર્યું છે. EASF માઇક્રોફાઇનાન્સ અને ઈન્વેસ્ટમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ, ચેન્નઈ, દસ અરજદારો માંના એક હતા જેમને સપ્ટેમ્બર 10, 2015 ના પ્રેસ પ્રકાશન માં જાહેર કર્યા પ્રમાણે સ્મોલ બેન્ક સ્થાપવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. અજિત પ્રાસાદ પ્રેસ પ્રકાશન: 2016-2017/2422 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: