<font face="mangal" size="3">વિદેશી નાગરિકો ને વિનિમય સવલત</font> - આરબીઆઈ - Reserve Bank of India
વિદેશી નાગરિકો ને વિનિમય સવલત
RBI/2016-17/186 16 ડીસેમ્બર 2016 પ્રતિ, તમામ અધિકૃત વ્યક્તિઓ મહોદયા / મહોદય, વિદેશી નાગરિકો ને વિનિમય સવલત વિદેશી નાગરિકો ને 15 ડીસેમ્બર 2016 સુધી વિદેશી હુંડીયામણ ને ભારતીય ચલણી નોટો સામે પ્રતિ સપ્તાહ રૂ. 5000 સુધી ની મર્યાદા સુધી વિનિમય કરવાની મંજુરી આપતા તારીખ 25 નવેમ્બર 2016 ના પરિપત્ર A.P. (DIR Series) Circular No. 20 તરફ અધિકૃત વ્યક્તિઓ (ઓથોરાઇઝડ પર્સન્સ) નું ધ્યાન દોરવામાં આવે છે. 2. સમીક્ષા ના અંતે, એવું નક્કી કરવામાં આવ્યું છે કે તારીખ 25 નવેમ્બર 2016 ના પરિપત્ર A.P. (DIR Series) Circular No. 20 માં સમાવિષ્ટ સૂચનાઓ 31 ડીસેમ્બર 2016 સુધી અમલમાં રહેશે. 3. અધિકૃત વ્યક્તિઓ ઉપર ની સૂચનાઓ નું પાલન કરે અને આ પરિપત્ર નું વિષયવસ્તુ તેમના ગ્રાહકો ના ધ્યાન પર લાવે. 4. આ પરિપત્ર માં સમાવિષ્ટ નિર્દેશો ફોરીન એક્ષ્ચેન્જ મેનેજમેન્ટ એક્ટ, 1999 (42 ઓફ 1999) ની કલમ 10(4) અને કલમ 11(1) હેઠળ અને અન્ય કોઈ કાયદા હેઠળ આવશ્યક હોય તેવી મંજૂરીઓ/ અનુમોદનો, જો હોય તો, પ્રત્યે પૂર્વગ્રહ સિવાય જારી કરવામાં આવેલ છે. આપનો વિશ્વાસુ, |