વર્ષ 2005 પૂર્વેની બેંકનોટોનો 1 જુલાઈ 2016 થી રિઝર્વ બેંકના પસંદ કરેલા કાર્યાલયોમાં વિનિમય
30 જૂન 2016 વર્ષ 2005 પૂર્વેની બેંકનોટોનો 1 જુલાઈ 2016 થી રિઝર્વ બેંકના ભારતીય રિઝર્વ બેંકેનું અવલોકન છે કે વર્ષ 2005 પહેલાની બેંકનોટોનો એક મોટો ભાગ પ્રસરણમાંથી પાછો ખેંચાઈ ગયો છે અને જૂજ પ્રતિશત નોટો હજી પણ પ્રસરણમાં રહેલી છે. આથી સમીક્ષા કરવા પર રિઝર્વ બેંકે એ નિર્ણય લીધો છે કે 1 જુલાઈ 2016થી વર્ષ 2005 પૂર્વેની બેંકનોટો ને બદલવાની સુવિધા કેવળ નીચે જણાવેલા રિઝર્વ બેંકના કાર્યાલયોમાં જ ઉપલબ્ધ થશે: અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મૂ, કાનપુર, કોલકાતા, લખનઉ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટણા, તિરુવનંતપુરમ તથા કોચ્ચી. ડિસેમ્બર, 2015 માં ભારતીય રિઝર્વ બેંકે નિર્ધારિત કરેલી બેંક શાખાઓ તથા ભારતીય રિઝર્વ બેંકના નિર્ગમ કાર્યાલયોમાં વર્ષ 2005 પૂર્વે જારી કરેવામાં આવેલી બેંકનોટો બદલાવવા માટે જનતાને માટે અંતિમ તારીખ 30 જૂન 2016 જાહેર કરી હતી. ભારતીય રિઝર્વ બેંકે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે વર્ષ 2005 પહેલાની બેંકનોટ વૈધ મુદ્રા બની રહેશે. ભારતીય રિઝર્વ બેંકે એમ જણાવ્યુ છે કે વિવિધ શૃંખલાઓની બેંકનોટોને એક સાથે પ્રસરણમાં રાખવામાં ન આવે, આ એક માન્યતા-પ્રાપ્ત આંતરરાષ્ટ્રીય પ્રથા છે. ભારતીય રિઝર્વ બેંકે આ બેંકનોટોને પ્રસરણમાંથી પાછી ખેંચવા માટે જનસાધારણને સહયોગ પ્રદાન કરવા માટે આગ્રહ કર્યો છે કે તેઓ વર્ષ 2005 પૂર્વેની બેંકનોટોને તેમની સુવિધા અનુસાર રિઝર્વ બેંકના ઉપરોક્ત કાર્યાલયોમાં બદલાવી શકે છે. રિઝર્વ બેંક આ પ્રક્રિયાની દેખરેખ તેમજ સમીક્ષા કરવાની ચાલુ રાખશે જેથી જનસાધારણને કોઈ અસુવિધા ન થાય. અલ્પના કિલ્લાવાલા પ્રેસ પ્રકાશન : 2015-2016/3051
|
પેજની છેલ્લી અપડેટની તારીખ: