<font face="mangal" size="3">પ્રીથ્વી ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લીમીટેĐ - આરબીઆઈ - Reserve Bank of India
પ્રીથ્વી ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લીમીટેડ (મલ્ટી સ્ટેટ), લખનૌ દ્વારા વેબ સાઈટ ઉપર કરવામાં આવતા ખોટા અને ગેરમાર્ગે દોરતા નિવેદન બાબત
તારીખ : જુન ૧૪, 2017 પ્રીથ્વી ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લીમીટેડ (મલ્ટી સ્ટેટ), લખનૌ દ્વારા વેબ સાઈટ ઉપર ભારતીય રિઝર્વ બેંક ની જાણ માં આવેલ છે કે ઉપરોક્ત સોસાયટી તેની વેબ સાઈટ http://prithvisociety.com ઉપર ખોટા નિવેદન કરીને, રિઝર્વ બેંક ના તારીખ 08 ફેબ્રુઆરી 2017 ના પત્ર નં. LK.DCBS.1391/10.10.016/2016-17 ના વિષય વસ્તુ ને ખોટી રીતે ટાંકીને જનતાને ગેરમાર્ગે દોરી રહી છે કે આરબીઆઇએ તેને મલ્ટી સ્ટેટ પ્રીથ્વી ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લીમીટેડ માંથી મલ્ટી સ્ટેટ કો-ઓપરેટીવ બેંક માં કન્વર્ટ કરવા માટે NOC ઇસ્યુ કરેલ છે.આથી જાહેર જનતા ને જાણ કરવામાં આવેછે કે રિઝર્વ બેંકે મલ્ટી સ્ટેટ પ્રીથ્વી ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લીમીટેડ ને મલ્ટી સ્ટેટ કો-ઓપરેટીવ બેંક માં કન્વર્ટ કરવા માટે કોઈ NOC ઇસ્યુ કરેલ નથી. વધુમાં, ભારતીય રિઝર્વ બેંકે સદર સોસાયટી ને તેની વેબ સાઈટ ઉપરથી ખોટા તથા ગેરમાર્ગે દોરતી જાહેરાત /નિવેદનો ને તાત્કાલિક દુર કરી / ભૂંસી નાખી હકીકતલક્ષી અને સાચી સ્થિતિ ની સ્પસ્ટતા કરતા યોગ્ય કોરીજેન્ડમ ઇસ્યુ કરવા માટે સલાહ આપી છે. જનતા સોસાયટી ની વેબ સાઈટ માં દર્શાવેલા આવા ખોટા તથા ગેરમાર્ગે દોરતા વિષયવસ્તુ નો શિકાર ના બને તેની ચેતવણી માટે આ નોટીસ ભારતીય રિઝર્વ બેંક દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ છે. અનિરુદ્ધ ડી. જાદવ પ્રેસ જાહેરાત : 2016-2017/3376 |