<font face="mangal" size="3px">નાણાકીય સમાવેશન નિધિ (એફઆઈએફ) – સંશોધિત માર્ગ - આરબીઆઈ - Reserve Bank of India
નાણાકીય સમાવેશન નિધિ (એફઆઈએફ) – સંશોધિત માર્ગદર્શિકાઓ
આરબીઆઇ/2015-16/206 15 ઓક્ટોબર 2015 મુખ્ય કાર્યપાલક અધિકારી મહોદયા / મહોદય, નાણાકીય સમાવેશન નિધિ (એફઆઈએફ) – સંશોધિત માર્ગદર્શિકાઓ જેવી રીતે આપ જાણો છો કે નાણાકીય સમાવેશન નિધિ (એફઆઈએફ) અને નાણાકીય સમાવેશન ટેકનોલોજી નિધિ (એફઆઈટીએફ) નું ગઠન વર્ષ 2007-08 માં પાંચ વર્ષ માટે ₹ 500 કરોડના કોરપસ સાથે કરવામાં આવ્યુ હતું. આ નિધિમાં ભારત સરકાર, રિઝર્વ બેંક અને નાબાર્ડ દ્વારા 40:40:20 પ્રમાણમાં ફાળો આપવામાં આવે છે. ભારત સરકારે આ બંને નિધિ માટેની માર્ગદર્શિકાઓ તૈયાર કરી હતી. આરબીઆઈએ એપ્રિલ, 2012 માં પ્રાથમિકતા પ્રાપ્ત ક્ષેત્રમાં ઓછું ધિરાણ થવાના કારણે આરઆઈડીએફ અને એસટીસીઆરસી થાપણો ઉપર 0.5% ઉપરાંત જમા થયેલ વ્યાજના તફાવતને એફઆઈએફ નિધિમાં તબદીલ કરવાનો નિર્ણય લીધો હતો. 2. આટલા વર્ષોમાં થયેલ વિભિન્ન ઉત્કર્ષોને ધ્યાનમાં રાખતા, ભારત સરકારે એઇઆઈએફ અને એફઆઈટીએફનું વિલિનીકરણ કરીને નાણાકીય સમાવેશન નિધિનું ગઠન કરેલ છે. રિઝર્વ બેંકે ભારત સરકાર સાથે પરામર્શ કરીને નવા એફઆઈએફની ઉપયોગિતા અંગેની માર્ગદર્શિકાઓ તેમજ પ્રવૃત્તિઓના નવા કાર્યક્ષેત્રોને અંતિમ રૂપ આપ્યું છે. ભારત સરકાર દ્વારા પુનર્ગઠિત આ નવા એફઆઈએફનું નિયંત્રણ સલાહકાર બોર્ડ દ્વારા કરવામાં આવશે તથા તેની જાળવણી નાબાર્ડ દ્વારા કરવામાં આવશે. 3. નવા નાણાકીય સમાવેશન નિધિ અંગેની સંશોધિત માર્ગદર્શિકાઓ આપની માહિતી માટે આ સાથે સંલગ્ન કરવામાં આવી છે. ભવદીયા, (સુમા વર્મા) નાણાકીય સમાવેશન નિધિ – માર્ગદર્શિકાઓ
|