RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78478424

FLC (ફાઈનાશ્યલ લીટરસી સેન્ટર) દ્વારા નાણાકીય સાક્ષરતા અને ગ્રામ્ય શાખાઓ –નીતિની સમિક્ષા

RBI/2016-17/236
FIDD. FLC.BC.No.22/12.01.018/2016-17

02 માર્ચ, 2017

ચેરમેન, એમડી અને સી ઈ ઓ
અનુસુચિત વાણીજ્ય બેંકો
(ક્ષેત્રિય ગ્રામીણ બેંકો સહિત)

પ્રિય મહોદય/મહોદયા

FLC (ફાઈનાશ્યલ લીટરસી સેન્ટર) દ્વારા નાણાકીય સાક્ષરતા અને ગ્રામ્ય શાખાઓ –નીતિની સમિક્ષા

કૃપયા 14 જાન્યુઆરી, 2016 22 ના અમારા FLC ની માર્ગદર્શિકા અને ગ્રામ્ય શાખાઓ અંગે ના પરિપત્ર નંબર FIDD. FLC.BC.No.18/12.01.018/2015-16 નું અવલોકન કરો. આ પરિપત્ર ના પરીક્ષેપમાં , FLC અને ગ્રામ્ય શાખાઓ ને બે પ્રકાર ની શિબિરો યોજવા ની સલાહ આપવામાં આવેલી, જેમાં એક વર્ષ માટે નાણાકીય સીસ્ટમ માં નવા ફેમ માં આવતા લોકો માટે પ્રતિ માસ એક લેખે ખાસ શિબિર તથા ખેડૂતો,નાના ઉદ્યોગ સાહસીકો,શાળા ના બાળકો ,વરિષ્ટ નાગરિકો અને SHGs એમ પાંચ લક્ષ્ય જૂથો માટે દરેક જૂથ માટે એક ચોક્કસ શિબિર યોજવા ની સલાહ આપવામાં આવેલી. નાણાકીય સીસ્ટમ માં નવા ફેમ માં આવતા લોકો ખાસ શિબિરો યોજવાનું એક વર્ષ જાન્યુઆરી, 2017 માં પૂરું થયેલ છે.

2. તાજેતર માં સ્પેસીફાઈડ બેંક નોટો નું લીગલ ટેન્ડર સ્ટેટ્સ પાછું ખેંચતા અને ડીજીટલ તરફ ધ્યાન કેન્દ્રિત કરવાના કારણે FLC અને બેંકો ની ગ્રામ્ય શાખાઓ દ્વારા શિબિરો યોજવાની નીતિ માં નીચે મુજબ સુધારણા કરવામાં આવી છે.

ફાઈનાશ્યલ લીટરસી સેન્ટર (FLCs): FLCs ને 1 એપ્રિલ, 2017 થી એક વર્ષ માટે UPI અને *99#(USDD) દ્વારા “ગોઇંગ ડીજીટલ” ઉપર ખાસ શિબિર યોજવાની સલાહ આપવામાં આવી છે. ટ્રેઈનરો અને શ્રોતાઓ ના લાભાર્થે UPI અને *99#(USDD) દરેક માટે બે પોસ્ટરો તૈયાર કરવામાં આવ્યા છે. ડાઉનલોડ કરવામાટે તથા છપાવવા માટે અંગ્રેજી,હિન્દી અને સ્થાનિક ભાષા ની આવૃત્તિ માં પોસ્ટરો બેંક ના financial education webpage ઉપર ઉપ્લબ્ધ છે. ટ્રેઈનરો A2 અને A3 સાઈઝ નો ઉપયોગ કરી શકે છે જયારે શિબિરો માં સામાન્ય જનતા ને વિતરણ માટે A4 અને A5 સાઈઝ નો ઉપયોગ કરી શકે છે .

“ગોઇંગ ડીજીટલ” ઉપર ખાસ શિબિર ઉપરાંત , અમારા તારીખ 14 જાન્યુઆરી, 2016 ના પરિપત્ર માં નિયત કર્યા મુજબ FLCs જુદા જુદા લક્ષ્ય જૂથો માટે બંધ બેસતી શિબિરો યોજશે . દરેક લક્ષ્ય જૂથો માટેની બંધ બેસતી શિબિરો નું વિષયવસ્તુ હાલમાં તૈયાર થઇ રહ્યું છે અને તે યોગ્ય સમયે બેંકો / FLC ને આપવામાં આવશે. FLC નો સૂચિત અભિગમ અને શિબિરો યોજવાની ઓપરેશનલ માર્ગદર્શિકા પરીશિષ્ટ I માં આપેલ છે.

બેંકો ની ગ્રામ્ય શાખાઓ : બેંકો ની ગ્રામ્ય શાખાઓએ અત્યારથી ( દરેક મહિના ના ત્રીજા શુક્રવારે શાખાના સમય બાદ) દર મહીને માત્ર એક શિબિર યોજવાની છે. આ શિબિર માં નાણાકીય જાણકારી ના સંદેશ (Financial Awareness Messages booklet) (FAME) ની પુસ્તિકા માં શામેલ દરેક સંદેશ નો અને બે ડીજીટલ પ્લેટફોર્મ UPI અને *99#(USDD) નો સમાવેશ કરાશે. ગ્રામ્ય શાખાઓએ નો સૂચિત અભિગમ પરીશિષ્ટ I માં આપેલ છે. જો કોઈ ગામ માં એક થી વધુ ગ્રામ્ય શાખા હોય તો LDM એ ખાત્રી કરવી કે આ ગ્રામ્ય શાખાઓ દર મહીને વારાફરથી શિબિરો યોજે.

FIF તરફથી ભંડોળ નો આધાર : FLCs અને બેંકો ની ગ્રામ્ય શાખાઓ ને નાણાંકીય સાક્ષરતા શિબિર યોજવાના ખર્ચા પેટે શિબિર ખર્ચ ના 60% લેખે , વધુમાં વધુ શિબિર દીઠ રૂપિયા 15000/- સુધી ભંડોળ મળવા પાત્ર બનશે. ભંડોળ બાબત ની વધુ વિગત માટે તારીખ 13 નવેમ્બર, 2015 ના NABARD ના પરિપત્ર No. 240 / DFIB-33 / 2015 નું અવલોકન કરો .

રીપોર્ટીંગ મીકેનીઝમ : તારીખ 25 ઓગસ્ટ , 2016 ના પરિપત્ર FIDD. FLC.BC.No.12/12.01.018/2016-17 માં નિયત કરેલ રીપોર્ટીંગ નું ફોરમેટ બદલવામાં આવેલ છે અને FLC માટેનું રીપોર્ટીંગ નું સુધારેલ ફોરમેટ પરીશિષ્ટ II માં ( ભાગ A, B. અને C) અને ગ્રામ્ય શાખાઓ માટે પરીશિષ્ટ III મુજબ છે. SLBCs / UTLBCs એ પરીશિષ્ટ II માં FLCs અંગે નો ત્રીમાસિક રીપોર્ટ જે તે ક્વાર્ટર ના અંત થી 20 દિવસમાં અને પરીશિષ્ટ III માં ગ્રામ્ય શાખાઓ અંગે નો ત્રીમાસિક રીપોર્ટ જે તે ક્વાર્ટર ના અંત થી 30 દિવસમાં , RBI ની જે તે પ્રાદેશિક કચેરીએ મોકલવાનો રહેશે .

ઉપરની માર્ગદર્શિકા 01 માર્ચ , 2017 થી અમલ માં આવશે અને રીપોર્ટીંગ નું સુધારેલ ફોરમેટ 30 જુન, 2017 ના રોજ પુરા થતા ક્વાર્ટર થી અમલ માં આવશે. માર્ચ 2017 ના અંતે પુરા થતા ક્વાર્ટર નો ત્રિમાસિક રીપોર્ટ તારીખ 25 ઓગસ્ટ , 2016 ના પરિપત્ર FIDD. FLC.BC.No.12/12.01.018/2016-17 માં નિયત કરેલ રીપોર્ટીંગ ના ફોરમેટ મુજબ મોકલવાનો રહેશે.

નાણાકીય સાક્ષરતા શિબિરો ની અસર નું મૂલ્યાંકન /આકારણી ભારતીય રીઝર્વ બેંક ના લીડ ડીસટ્રીકટ ઓફિસર (LDOs) દ્વારા ચાલુ આધારે (ongoing basis) કરવામાં આવશે.

આપની વિશ્વાસુ,

વતી,

(ઉમા શંકર)
મુખ્ય મહા પ્રબંધક ઇન ચાર્જ
બિડાણ: ઉપર મુજબ

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?