<font face="mangal" size="3">એફ.એલ.સી (નાણાકીય સાક્ષરતા કેન્દ્રો) અને ગ્રામ& - આરબીઆઈ - Reserve Bank of India
એફ.એલ.સી (નાણાકીય સાક્ષરતા કેન્દ્રો) અને ગ્રામ્ય શાખાઓ દ્વારા નાણાકીય સાક્ષરતા - ભંડોળની મર્યાદામાં સુધારો, ઑડિઓ-વિઝ્યુઅલ સામગ્રી અને હેન્ડ હેલ્ડ પ્રોજેક્ટરોની જોગવાઈ
આર.બી.આઇ./2017-18/23 13 જુલાઇ, 2017 ચેરમેન / એમ.ડી. અને સી.ઇ.ઓ. એફ.એલ.સી (નાણાકીય સાક્ષરતા કેન્દ્રો) અને ગ્રામ્ય શાખાઓ દ્વારા નાણાકીય સાક્ષરતા - ભંડોળની મર્યાદામાં સુધારો, ઑડિઓ-વિઝ્યુઅલ સામગ્રી અને હેન્ડ હેલ્ડ પ્રોજેક્ટરોની જોગવાઈ એફએલસી અને બેંકોની ગ્રામીણ શાખાઓ માટેની માર્ગદર્શિકાની નીતિની સમીક્ષા માટે નો તારીખ 2 માર્ચ, 2017 અમારો પરિપત્ર સં.FIDD.FLC.BC.No.22/12.01.018/2016-17 જુઓ. આ પરિપત્ર અનુસાર બેન્કોને સલાહ આપવામાં આવી હતી કે એફએલસી અને ગ્રામીણ શાખાઓ, નાણાકીય શિક્ષા શિબિર માટે શિબિર દીઠ મહત્તમ ₹15,000/- કે શિબિરના ખર્ચના 60 ટકા જેટલા ખર્ચ સુધીની રકમ માટે નાણાંકીય સમાવેશ ફંડમાંથી સહાય માટે ભંડોળ મેળવવા માટે પાત્ર છે. 2. સમીક્ષા કર્યા પછી, એફ.આઈ.એફ.(F.I.F.) એડવાઇઝરી બોર્ડે શિબિરના ખર્ચના 60% સુધી બેન્કો ને ઉપલબ્ધ ભંડોળ સહાય મર્યાદાને સુધારીને શિબિર દીઠ મહત્તમ ₹5,000/- કરેલ છે. બેન્કો , ભંડોળની વિગતો માટે, નાબાર્ડ દ્વારા 4 મે, 2017 ના રોજ જારી થયેલ પરિપત્ર નં. 107/DFIBT-24/2017 ને જોઈ શકે છે. 3. ઑડિઓ વિઝ્યુઅલ સામગ્રી અને હેન્ડહેલ્ડ પ્રોજેક્ટરોની જોગવાઈ: નાણાકીય સાક્ષરતા કેમ્પની અસરકારકતામાં સુધારો કરવા માટે, એફએલસી અને ગ્રામીણ શાખાઓને પ્રોત્સાહન આપવા એવું નક્કી કરવામાં આવ્યું છે કે તેઓ નાણાકીય જાગરૂકતા પર ઑડિઓ-વિઝ્યુઅલ્સ અને પોસ્ટરો બતાવવા માટે હેન્ડ હેલ્ડ પ્રોજેક્ટરોનો ઉપયોગ કરે. હેન્ડહેલ્ડ પ્રોજેક્ટર અને સ્પીકર્સ માટે FIF માંથી હાથથી ચાલેલા પ્રોજેક્ટર અને પોર્ટેબલ સ્પીકર (બંને સાથે મૂકવામાં) ની ખરીદી પર થયેલા ખર્ચના 50% સુધી, પ્રતિ ગ્રામીણ શાખા / એફએલસી મહત્તમ ₹5000/- સુધી રીમ્બર્સ્મેન્ટ ના આધારે ભંડોળ પૂરું પાડવામાં આવશે. ભંડોળ અંગેની વિગતો માટે બેન્કો નાબાર્ડ દ્વારા 4 મે, 2017 ના રોજ જારી કરેલા પરિપત્ર નં. 105/DFIBT-22/2017 જોઈ શકે છે. 4. વધુમાં, નાણાકીય ક્ષેત્રના નિયમનકારો દ્વારાસમર્થિત નેશનલ સેંટર ફોર ફાયનાન્સિયલ એજ્યુકેશન (N.C.F.E) એ આર.બી.આઇ દ્વારા આપવામાં આવેલા નાણાકીય જાગરૂકતા સંદેશાઓ વિશે ઓડિયો વિઝ્યુઅલ્સ તૈયાર કર્યા છે. પ્રથમ ઑડિઓ-વિઝ્યુઅલ કે.વાય.સી ધોરણો, વ્યવાસાયિક ખબર પત્રીઓનો ઉપયોગ, ઇલેક્ટ્રોનિક ચુકવણી પદ્ધતિઓ એન.ઇ.એફ.ટી / આર.ટી.જી.એસ અને બનાવટી ઇમેઇલ્સ / કોલ્સ અને પોન્ઝી યોજનાઓનો શિકાર નહીં થવાના આધારે મૂળભૂત નાણાકીય જાગરૂકતા માટેના સંદેશાઓને આવરી લે છે. બીજો ઑડિઓ-વિઝ્યુઅલ B.H.I.M. દ્વારા યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસનો ઉપયોગ કરવાની પ્રક્રિયા સમજાવે છે અને ત્રીજો ઑડિઓ વિઝ્યુઅલ, ડિજિટલ અને કેશલેસ થવા ના વિવિધ માર્ગો સમજાવે છે. એફએલસી અને બેન્કોની ગ્રામીણ શાખાઓને નાણાકીય સાક્ષરતા કેમ્પ ચલાવતી વખતે ઑડિઓ વિઝ્યુઅલનો ઉપયોગ કરવા સૂચિત કરવામાં આવે છે. આપની વિશ્વાસુ, (ઉમા શંકર) |