<font face="mangal" size="3">નાણાકીય સાક્ષરતા સામગ્રી</font> - આરબીઆઈ - Reserve Bank of India
નાણાકીય સાક્ષરતા સામગ્રી
માર્ચ 10, 2017 નાણાકીય સાક્ષરતા સામગ્રી ભારતીય રિઝર્વ બેન્કે સામાન્ય જનતાને મૂળભૂત નાણાંકીય સાક્ષરતા સંદેશાઓ ની માહિતી પૂરી પાડવા માટે એફ.એ.એએમ.ઇ (FAME નાણાકીય જાગૃતિ સંદેશાઓ) શીર્ષક ધરાવતી પુસ્તિકાનું પ્રકાશન કર્યું છે. તે અગિયાર સંસ્થા / પ્રોડક્ટ તટસ્થ નાણાંકીય જાગૃતિ સંદેશાઓ, જેવા કે બેન્ક માં ખાતું ખોલવતી વખતે રજૂ કરવાના દસ્તાવેજ (KYC), બજેટિંગ નું મહત્વ, બચત અને જવાબદારી પૂર્વક ઋણ લેવું, સમય પર લોન ભરી ને સારો ક્રેડિટ સ્કોર જાળવવો, ઘરઆંગણે અથવા નજીક માં બેન્કિંગ, બેન્ક અને બેન્કિંગ ઓમ્બુડ્સમેન ખાતે ફરિયાદ કેવી રીતે કરવી તે જાણવું, ઇલેક્ટ્રોનિક પૈસા મોકલવા, માત્ર રજિસ્ટર્ડ કંપનીઓ માં રોકાણ વગેરે સમાવેલ છે. આ પહેલ નો હેતુ નાણાંકીય પ્રોડક્ટસ અને સેવાઓ, સારા નાણાંકીય વ્યવહાર, ગોઇંગ ડિજિટલ અને ગ્રાહક રક્ષણ અંગે જાગૃતિ કેળવવા નો છે. આ પુસ્તિકા સ્થાનિક ભાષા માં ડાઉનલોડ કરવા માટે (/en/web/rbi/financial-education/downloads/financial-awareness-messages) ઉપર ઉપલબધ્ધ છે. એકીકૃત ચુકવણી ઈન્ટરફેસ અને * 99 # અનૌપચારિક પૂરક માહિતી પર ના બે પોસ્ટરો પણ, સ્થાનિક ભાષા માં ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ્ધ છે. અજિત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2016-2017/2426 |