<font face="mangal" size="3">સૂવર્ણ મુદ્રીકરણ યોજના (ગોલ્ડ મોનીટાઈઝે શન સ - આરબીઆઈ - Reserve Bank of India
સૂવર્ણ મુદ્રીકરણ યોજના (ગોલ્ડ મોનીટાઈઝે શન સ્કીમ), 2015
RBI/2015-16/353 31 માર્ચ, 2016 સમગ્ર અનુસુચિત વાણીજ્ય બેંકો (ક્ષેત્રિય ગ્રામીણ બેંકો સિવાય) પ્રિય મહોદય/મહોદયા સૂવર્ણ મુદ્રીકરણ યોજના (ગોલ્ડ મોનીટાઈઝે શન સ્કીમ), 2015 બેન્કિંગ રેગ્યુલેશન એકટ, 1949 ની કલમ 35A હેઠળ આપવામાં આવેલ અધિકારો અંતર્ગત ભારતીય રીઝર્વ બેંકે તારીખ 22 ઓકટોબર, 2015 ના ગોલ્ડ મોનીટાઈઝેશન સ્કીમ, 2015 ના માસ્ટર ડાયરેકશન નં. DBR.IBD.No.45/23.67.003/2015-16 માં નીચે મુજબ સુધારણા કરવાનો નિર્દેશ આપેલ છે. પ્રવર્તમાન પેટા ફકરા નંબર 2.2.2.(V) ને સુધારી ને નીચે મુજબ વાંચનમાં લેવું. MLTGP ના કેસ માં પાકતી મુદતે મુદ્દલ ને થાપણદાર ની ઈચ્છા મુજબ યા તો તેમણે મુકેલ સોના જેટલી રકમ રૂપિયા માં અથવા સોના માં પરત કરવામાં આવે ત્યારે થાપણદાર પાસેથી INR અન્વયે નોશનલ રીડમ્શન ના ૨ % લેખે વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવશે. અલબત્ત MLTGP ઉપર ચડેલું વ્યાજ સોના ની થાપણ મુક્તિ વખતે તેનું રૂપિયામાં મુલ્ય ઉપર ગણવામાં આવશે અને તે માત્ર રોકડ માં ચુકવવામાં આવશે. આપનો વિશ્વાસુ (રાજેન્દ્ર કુમાર) |