<font face="mangal" size="3">સુવર્ણ મુદ્રીકરણ યોજના, 2015</font> - આરબીઆઈ - Reserve Bank of India
સુવર્ણ મુદ્રીકરણ યોજના, 2015
આરબીઆઇ/2017-18/79 ઓક્ટોબર 17, 2017 તમામ એજન્સી બૅંકો પ્રિય સાહેબ શ્રી/ મેડમ સુવર્ણ મુદ્રીકરણ યોજના, 2015 કૃપા કરીને DGBA તારીખ માર્ચ 6, 2017 ના પરિપત્ર DGBA.GAD.No.2294/15.04.001/2016-17 નો સંદર્ભ લો અને ઉપરોક્ત વિષય પર આરબીઆઇ ના તારીખ ઓક્ટોબર 22, 2015 ના મુખ્ય માર્ગ-દર્શક નિર્દેશ નં. ડીબીઆર.આઇબીડી નં .45/23.67.003/2015-16 (માર્ચ 31, 2016 સુધી અપડેટ કરેલ) ને તેની સાથે વાંચન માં લો 2. એવું નક્કી કરવામાં આવ્યું છે કે બેન્કો દ્વારા કરવામાં આવેલી મધ્યમ અને લાંબા ગાળા ની સરકારી ડિપોઝિટ (એમએલટીજીડી) ની ચુકવણીની ભરપાઇ, કેન્દ્રીય એકાઉન્ટ વિભાગ (સી.એ.એસ.), નાગપુર, આરબીઆઈ દ્વારા કરવામાં આવશે. 3. તે મુજબ, બેન્કોને સલાહ આપવામાં આવે છે કે થાપણદારોને અત્યાર સુધીમાં આપવા ના થતા વ્યાજની રકમ તરત જ ચૂકવી દેવી અને નોંધ લેવી કે ભવિષ્યમાં, વ્યાજની ચૂકવણી થાપણદારો ને નિયત તારીખે કરી દેવી. ચૂકવણી કર્યા પછી, બેન્કો આરબીઆઇ (સી.એ.એસ., નાગપુર) મારફત સરકાર પાસે થી ક્લેઇમ કરી શકશે. તમારો વિશ્વાસુ (ડી જે બાબુ) |