<font face="mangal" size="3px">સુવર્ણ મુદ્રીકરણ યોજના, 2015 – વ્યાજનો દર</font> - આરબીઆઈ - Reserve Bank of India
સુવર્ણ મુદ્રીકરણ યોજના, 2015 – વ્યાજનો દર
આરબીઆઇ/2015-16/220 03 નવેમ્બર 2015 સર્વે અનુસૂચિત વ્યાપારી બેંકો (પ્રાદેશિક ગ્રામિણ બેંકોને બાદ કરતા) પ્રિય મહોદય/મહોદયા, સુવર્ણ મુદ્રીકરણ યોજના, 2015 – વ્યાજનો દર કૃપા કરીને ભારતીય રિઝર્વ બેંકનો સુવર્ણ મુદ્રીકરણ યોજના (જીએમએસ), 2015 ઉપરનો તારીખ 22 ઓક્ટોબર 2015 નો માસ્ટર નિર્દેશ સં.ડીબીઆર.આઈબીડી.સં.45/23.67.003/2015-16 જુઓ. 2. આ સંદર્ભમાં, ઉક્ત માસ્ટર નિર્દેશના પેરા 2.2.2 (iv) ની જોગવાઈ અનુસાર એમ અધિસૂચિત કરવામાં આવે છે કે કેન્દ્ર સરકારે મધ્યમ તેમજ લાંબા ગાળાની સરકારી થાપણો (એમએલટીજીડી) માટે નીચે પ્રમાણે વ્યાજનો દર નક્કી કર્યો છે. i. મધ્યમ ગાળાની થાપણો - વાર્ષિક 2.25% ii. લાંબા ગાળાની થાપણો - વાર્ષિક 2.50% 3. કેનદ્ર સરકાર દ્વારા સુવર્ણ મુદ્રીકરણ યોજના (જીએમએસ)માં સહભાગી થનાર જે સંગ્રહ તેમજ શુદ્ધિ પરીક્ષણ કેન્દ્રો (સીપીટીસીસ) તેમજ રિફાઈનર્સ અધિસૂચિત કરવામાં આવ્યા છે તેની એક સૂચિ આ સાથેના અનુબંધમાં દર્શાવેલ છે. રાજિન્દર કુમાર અનુલગ્નક: ઉપર પ્રમાણે સુવર્ણ મુદ્રીકરણ યોજના સીપીટીસ તરીકે યોગ્યતા પ્રાપ્ત કરનાર એસેઇંગ અને હોલમાર્કીંગ (એ એન્ડ એચ) કેન્દ્રો (તારીખ 02.11.2015 ના રોજ)
સુવર્ણ મુદ્રીકરણ યોજના રિફાઇનરી્સ ની સૂચી જેમને તારીખ 02.11.2015 ના રોજ લાઇસંસ આપવામાં આવ્યું
|