RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78469720

સુવર્ણ મુદ્રીકરણ યોજના, 2015

આરબીઆઇ/2015-16/211
માસ્ટર નિર્દેશ.સં.ડીબીઆર.આઈબીડી.સં.45/23.67.003/2015-16

22 ઓક્ટોબર 2015

સુવર્ણ મુદ્રીકરણ યોજના, 2015

બેંકિંગ વિનિયમન અધિનિયમ, 1949ની કલમ 35એ માં ભારતીય રિઝર્વ બેંકને આપવામાં આવેલી સત્તાનો પ્રયોગ કરતા અને “સુવર્ણ મુદ્રીકરણ યોજના (જીએમએસ)” સંબંધિત તારીખ 15 સપ્ટેમ્બર 2015ના કાર્યાલય જ્ઞાપન એફ.સં.20/6/2015-એફટી થકી જારી કરવામાં આવેલ કેન્દ્ર સરકારની અધિસૂચનાને અનુસરતા, ભારતીય રિઝર્વ બેંકને જનહિતમાં તેમ કરવું એ બાબત અંગે સંતૃપ્તિ થતાં, આ દ્વારા, સર્વે અનુસૂચિત વ્યાપારી બેંકો (પ્રાદેશિક ગ્રામીણ બેંકોને બાદ કરતાં)ને આ નિર્દેશ જારી કરે છે.

પ્રકરણ – I

પ્રાસ્તાવિક

1.1 ઉદ્દેશ
  સુવર્ણ મુદ્રીકરણ યોજના (જીએમએસ), જે હાલમાં પ્રવર્તમાન એવી ‘સુવર્ણ થાપણ યોજના’ અને ‘સુવર્ણ ધાતુ લોન યોજના’ ને આશોધિત કરે છે, તેનો મુખ્ય ઉદ્દેશ દેશના ગૃહસ્થીઓ તેમજ સંસ્થાઓ પાસે રહેલું સુવર્ણ એકઠું કરીને તેનો રચનાત્મક હેતુ માટે ઉપયોગ કરવો અને લાંબા ગાળે, સુવર્ણની આયાત ઉપર દેશની પરાધીનતામાં ઘટાડો કરવાનો છે.
1.2 સંક્ષિપ્ત નામ અને પ્રારંભ
  i. આ નિર્દેશ ભારતીય રિઝર્વે બેંક (સુવર્ણ મુદ્રીકરણ યોજના) નિર્દેશ, 2015 તરીકે ઓળખવામાં આવશે.
  ii. પ્રાદેશિક ગ્રામીણ બેંકોને બાદ કરતા સર્વે અનુસૂચિત વ્યાપારી બેંકો આ યોજનાનો અમલ કરવા માટે પાત્ર ઠરશે.
  iii. જે બેંકો આ યોજનામાં સહભાગી થવા ઇચ્છા ધરાવતી હોય તે બેંકોએ તેમના બોર્ડની સંમતિથી એક વ્યાપક નીતિ ઘડવાની રહેશે.
1.3 વ્યાખ્યાઓ
  આ નિર્દેશમાં, જ્યાં અન્ય અર્થ જણાવ્યો હોય તેવા સંદર્ભને બાદ કરતાં, નીચે જણાવેલ પદો/શબ્દોનો અર્થ તેની સામે જણાવ્યા મુજબનો રહેશે.
  i. સંગ્રહ અને શુદ્ધતા પરીક્ષણ કેન્દ્ર (Collection and Purity Testing Centre – CPTC) – સંગ્રહ અને મૂલવણી કેન્દ્રો જે સુવર્ણ મુદ્રીકરણ યોજના હેઠળ જમા કરવામાં આવતા અને અદા કરવામાં આવતા સુવર્ણની વ્યવસ્થા કરવા માટે ભારતીય માનક બ્યુરો (Bureau of Indian Standards – BIS) દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યા હોય અને કેન્દ્ર સરકાર દ્વારા અધિસૂચિત કરવામાં આવ્યા હોય.
  ii. નિર્દિષ્ટ બેંકો (Designated Banks) – સર્વે અનુસૂચિત વ્યાપારી બેંકો (પ્રાદેશિક ગ્રામીણ બેંકોને બાદ કરતા) જે યોજનાનો અમલ કરવાનો નિર્ણય લે છે.
  iii. સુવર્ણ થાપણ ખાતુ (Gold Deposit Account) – યોજના હેઠળ નિર્દિષ્ટ બેંકમાં ખોલાવેલું ખાતુ અને જેનું સુવર્ણના ગ્રામમાં મૂલ્યવર્ગીકરણ કરવામાં આવ્યું હોય.
  iv. મધ્યમ અને લાંબા ગાળાની સરકારી થાપણ (Medium and Long Term Government Deposit – MLTGD) – સુવર્ણ મુદ્રીકરણ યોજના હેઠળ નિર્દિષ્ટ બેંકમાં કેન્દ્ર સરકારના ખાતામાં 5-7 વર્ષના મધ્યમ ગાળા માટે અથવા 12-15 વર્ષના લાંબા ગાળા માટે અથવા એવા સમયગાળા માટે જમા કરવામાં આવેલું સુવર્ણ જે સમયગાળો કેન્દ્ર સરકાર દ્વારા સમયે-સમયે નિર્ધારિત કરવામાં આવતો હોય.
  v. નામિત બેંક (Nominated bank) – એવી અનુસૂચિત વ્યાપારી બેંક જેને આરબીઆઈ દ્વારા પ્રવર્તમાન વિદેશ વ્યાપાર નીતિ હેઠળ સુવર્ણ આયાત કરવાની સત્તા આપવામાં આવી હોય.
  vi. રીફાઈનર્સ (Refiners) – આ યોજના હેઠળ જમા થતા અને અદા કરવામાં આવા સુવર્ણની વ્યવસ્થાના હેતુ માટે રાષ્ટ્રીય પરીક્ષણ અને અંશશોધન પ્રયોગશાળા પ્રત્યાયન બોર્ડ (National Accreditation Board for Testing and Calibration Laboratories) દ્વારા પ્રત્યાયિત કરવામાં આવેલી અને કેન્દ્ર સરકાર દ્વારા અધિસૂચિત કરવામાં આવેલી રીફાઈનરીઓ.
  vii. યોજના (Scheme) – સુવર્ણ મુદ્રીકરણ યોજના, 2015 જેમાં રીવેમ્પ્ડ સુવર્ણ થાપણ યોજના (Revamped Gold Deposit Scheme – R-GDS) અને રીવેમ્પ્ડ સુવર્ણ ધાતુ લોન યોજના (Revamped Gold Metal Loan Scheme – R-GML) નો સમાવેશ થાય છે.
  viii. ટૂંકા ગાળાની બેંક થાપણ (Short Term Bank Deposit) – નિર્દિષ્ટ બેંકમાં જીએમએસ હેઠળ 1-3 વર્ષના ટૂંકા ગાળા માટે મૂકવામાં આવેલી સુવર્ણની થાપણ.

પ્રકરણ II

રીવેમ્પ્ડ સુવર્ણ થાપણ યોજના (આર-જીડીએસ)

2.1 મૂળભૂત લાક્ષણિકતાઓ
2.1.1 સામાન્ય
  i. આ યોજના પ્રવર્તમાન સુવર્ણ થાપણ યોજના, 1999 નું સ્થાન લેશે. તેમ છતાં, જે થાપણો સુવર્ણ થાપણ યોજના હેઠળ ભરપાઈ કર્યા વગરની બાકી છે તે થાપણો જો પ્રવર્તમાન અનુદેશો હેઠળ થાપણદારો દ્વારા વહેલી ઉપાડી લેવામાં ન આવે તો, પરિપકવ થાય ત્યાં સુધી ચલાવવા દેવામાં આવશે.
  ii. બધી જ નિર્દિષ્ટ બેંકો યોજનાનું અમલીકરણ કરવા માટે પાત્ર છે.
  iii. યોજના હેઠળની થાપણોનું મુદ્દલ તેમજ વ્યાજનું મૂલ્યવર્ગીકરણ સુવર્ણમાં કરવામાં આવશે.
  iv. થાપણો મૂકવા માટેની પાત્રતા ધરાવતા વ્યક્તિઓ – રહીશ ભારતીયો (વ્યક્તિઓ, હિંદુ અવિભાજ્ય પરિવારો – એચયુએફ્સ, ટ્રસ્ટો જેમાં સેબી (મ્યુચ્યુઅલ ફ્ંડ્સ) વિનિયમનો હેઠળ નોંધાયેલા મ્યુચ્યુઅલ ફંડ્સ/એક્સચેંજ ટ્રેડેડ ફંડ્સનો પણ સમાવેશ થાય છે અને કંપનીઓ, આ યોજના હેઠળ થાપણો મૂકી શકે છે. આ યોજના હેઠળ બે કે તેથી વધુ પાત્ર થાપણદારો મૂકવામાં આવતી સંયુક્ત થાપણને પણ સ્વીકૃતિ આપવામાં આવી છે અને આવા કિસ્સાઓમાં થાપણો આવા થાપણદારોના નામમાં ખોલાવેલ સંયુક્ત ખાતામાં જમા આપવામાં આવશે. નામાંકનનો સમાવેશ કરતાં બેંક થાપણ ખાતાઓના સંયુક્ત પરિચાલનને લગતા પ્રવર્તમાન નિયમો આ સુવર્ણ થાપણોને પણ લાગુ પડશે.
  v. આ યોજના હેઠળની બધી જ થાપણો સીપીટીસીમાં મૂકવાની રહેશે. તેમ છતાં બેંકો, પોતાની મુન્સફીએ, આવી સુવર્ણની થાપણો, ખાસ કરીને મોટા થાપણદારોની કિસ્સામાં, તેમની નિર્દિષ્ટ શાખાઓ પર સ્વીકારી શકશે.
  vi. શુદ્ધિકરણ કર્યા બાદ સુવર્ણનું વ્યાપાર કરવા યોગ્ય સુવર્ણ બારમાં રૂપાંતર થાય તે તારીખથી અથવા સીટીપીસી અથવા નિર્દિષ્ટ શાખા દ્વારા સુવર્ણનો સ્વીકાર કર્યાના 30 દિવસ પછી, બેમાં થી જે દિવસ વહેલો હોય ત્યારથી યોજના હેઠળની થાપણો ઉપર વ્યાજની ઉપજ થવાની શરૂ થશે.
  vii. સીટીપીસી અથવા નિર્દિષ્ટ શાખા દ્વારા જે તારીખે સુવર્ણની સ્વીકૃતિ કરવામાં આવે ત્યારથી શરૂ કરીને સુવર્ણની તે થાપણ ઉપર વ્યાજની ઉપજ થવાની શરૂ થાય ત્યાં સુધીની તારીખ સુધીના વચ્ચેના સમયગાળા દરમ્યાન સીટીપીસી યા નિર્દિષ્ટ શાખા દ્વારા સ્વીકૃતિ કરવામાં આવેલી સુવર્ણની થાપણોને જે તે શાખાની સુરક્ષિત અભિરક્ષા (Safe Custody) હેઠળ રહેલી વસ્તુ તરીકે ગણના કરવામાં આવશે.
  viii. જે દિવસે યોજના હેઠળ થાપણ તરીકે મૂકવામાં આવેલા સુવર્ણ ઉપર વ્યાજની ઉપજ શરૂ થાય તે દિવસે નિર્દિષ્ટ બેંકો સુવર્ણ સંબંધિત જવાબદારીઓ અને મિલકતોનું, આરબીઆઈએ તે દિવસે જાહેર કરેલ લંડન એએમ ફિક્સીંગ ફોર ગોલ્ડ/યુએસડી રેટ(London AM fixing for Gold/USD Rate) ને રૂપી-યુએસ ડોલર રેફરન્સ રેટ (Rupee-US Dollar Reference Rate) સાથે ક્રોસીંગ કરીને, ભારતીય રૂપિયામાં રૂપાંતર કરશે. સુવર્ણનું આખરી મૂલ્ય ગણવા માટે તે દિવસે પ્રવર્તમાન સુવર્ણની આયાત ઉપર લાગતા સીમા શુલ્કને ઉપરોક્ત મૂલ્યમાં ઉમેરવામાં આવશે. તે પછીની કોઈ પણ મૂલ્યાંકનની તારીખે સુવર્ણનું મૂલ્યાંકન કરવા માટે તેમજ યોજના હેઠળ સુવર્ણનું ભારતીય રૂપિયામાં રૂપાંતર કરવા માટે આ જ પદ્ધતિ અનુસરવામાં આવશે.
  ix. અહેવાલની રજૂઆત – નિર્દિષ્ટ બેંકોએ ભારતીય રિઝર્વ બેંકને સુવર્ણ મુદ્રીકરણ યોજના અંગેનો માસિક અહેવાલ નિર્ધારિત કરેલ ફોર્મેટમાં રજૂ કરવાનો રહેશે.
2.1.2 થાપણોની સ્વીકૃતિ
  i. કોઈપણ એક સમયે લઘુત્તમ થાપણ 30 ગ્રામ જેટલા કાચા સુવર્ણની (બીજી ધાતુઓ અને પત્થરો બાકાત રાખતા બાર, સિક્કા તેમજ ઘરેણાં) રહેશે.
  ii. આ યોજના હેઠળની બધી જ સુવર્ણની થાપણો, ભલે તે પછી સીટીપીસી ઉપર જમા આપવામાં આવી હોય કે પછી નિર્દિષ્ટ શાખો ઉપર, તેના ટચનું પરીક્ષણ સીપીટીસી દ્વારા થશે.
એમ જોગવાઈ કરવામાં આવે છે કે નિર્દિષ્ટ બેંકો તેમની શાખાઓ દ્વારા સીધું જ સ્વીકારવામાં આવેલ સ્ટાન્ડર્ડ ગુડ ડીલીવરી સુવર્ણને સીપીટીસી દ્વારા ટચ પરીક્ષણ માટે નહીં મોકલવા માટે મુક્ત છે.
2.2 થાપણના પ્રકારો
  નીચે જણાવ્યા પ્રમાણે બે અલગ અલગ સુવર્ણ થાપણ યોજના રહેશે.
2.2.1 ટૂંકા ગાળાની બેંક થાપણ (Short Term Bank Deposit – STBD)
  i. ઉપર જણાવેલ પેરા 2.1 ની બધી જ જોગવાઈઓ આ થાપણને લાગુ પડશે.
  ii. નિર્દિષ્ટ બેંકોમાં થાપણો 1-3 વર્ષના ટૂંકા ગાળા માટે મૂકવામાં આવશે (એક વર્ષના ગુણાંકમાં રોલ ઓવર સાથે) અને પાકા સરવૈયામાં જવાબદારી તરીકે તેની ગણના કરવામાં આવશે.
  iii. થાપણ ખાતામાં રકમ જમા કર્યાની તારીખથી થાપણોને આરબીઆઈની લાગુ પડતી સૂચનાઓ મુજબ સીઆરઆર તેમજ એસએલઆરની જોગવાઈઓ લાગુ પડશે. તેમ છતાં, આરબીઆઈના માસ્ટર પરિપત્ર – નગદ નિધિ અનુપાત (Cash Reserve Ratio – CRR) અને વૈધાનિક ચલનિધિ અનુપાત (Statutory Liquidity Ratio – SLR) તારીખ 1 જુલાઈ 2015 મુજબ એસએલઆર જરૂરિયાતની પૂર્તિ અર્થે બેંકો દ્વારા તેમના રેકર્ડ મુજબ ધારણ કરવામાં આવેલા સુવર્ણના સ્ટોકની પાત્ર મિલકત તરીકે ગણના થઈ શકશે.
  iv. નિર્દિષ્ટ બેંકો, તેમની મુન્સફી મુજબ, જે પ્રમાણે તેમણે નક્કી કરેલ હોય તે મુજબની લઘુત્તમ લોક-ઇન સમયગાળો તેમજ દંડની જોગવાઈઓને આધીન થાપણોમાંથી પૂરેપૂરી થાપણ યા તેમાંનો અમુક હિસ્સો નિયત સમય પહેલા ઉપાડ કરવા દેવા માટે છૂટ આપી શકશે.
  v. નિર્દિષ્ટ બેંકો આ થાપણો ઉપર વ્યાજનો દર નક્કી કરવા માટે મુક્ત છે. આ થાપણ ખાતાઓમાં નિયત તારીખે વ્યાજ જમા આપવામાં આવશે અને થાપણની શરતો મુજબ આ વ્યાજ સમયાંતરે અથવા થાપણ પરિપકવ થાય ત્યારે ઉપાડી શકાશે.
  vi. થાપણ પરિપકવ થયે થાપણદારની પસંદગી મુજબ મુદ્દલ અને વ્યાજ ક્યાં તો સુવર્ણના સ્વરૂપમાં અથવા જમા કરવામાં આવેલા સુવર્ણ અને તે ઉપર ઉપજેલ વ્યાજને તે દિવસે પ્રવર્તમાન સુવર્ણની કિંમતના આધારે ગણી તેના જેટલા મૂલ્યને ભારતીય રૂપિયામાં અદા કરી શકાશે. આ અંગેનો વિકલ્પ થાપણદારે થાપણ મૂકતી વખતે લેખિતમાં આપવો પડશે અને તે પછી થી રદ નહીં કરી શકાય.
એમ જોગવાઈ કરવામાં આવે છે કે નિયત સમય પહેલા કરવામાં આવેલ ઉપાડ નિર્દિષ્ટ બેંકની મુન્સફી મુજબ ક્યાં તો એટલા જ મૂલ્યના ભારતીય રૂપિયામાં અથવા સુવર્ણમાં કરવામાં આવશે.
2.2.2 મધ્યમ અને લાંબા ગાળાની સરકારી થાપણ (Medium and Long Term Government Deposit - MLTGD)
  i. ઉપર જણાવેલ પેરા 2.1 ની બધી જ જોગવાઈઓ આ થાપણને લાગુ પડશે.
  ii. નિર્દિષ્ટ બેંકો દ્વારા આ વર્ગ હેઠળ થાપણોનો સ્વીકાર કેન્દ્ર સરકાર વતી કરવામાં આવશે. સીપીટીસી દ્વારા જારી કરવામાં આવેલી પહોંચો તેમજ નિર્દિષ્ટ બેંકો દ્વારા જારી કરવામાં આવેલા થાપણ પ્રમાણપત્રો આ હકીકતનો સ્પષ્ટપણે ઉલ્લેખ કરશે.
  iii. આ થાપણ નિર્દિષ્ટ બેંકોના પાકા સરવૈયામાં દર્શાવવામાં નહીં આવે. તે કેન્દ્ર સરકારની જવાબદારી તરીકે રહેશે અને નિર્દિષ્ટ બેંકો કેન્દ્ર સરકાર વતી આ સુવર્ણ થાપણો ત્યાં સુધી ધારણ કરશે જ્યાં સુધી તે કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલ કોઈ વ્યક્તિને તબદીલ કરવામાં નહીં આવે.
  iv. થાપણો 5-7 વર્ષના મધ્યમ સમયગાળા માટે અથવા 12-15 વર્ષના લાંબા સમયગાળા માટે અથવા કેન્દ્ર સરકાર દ્વારા સમયે-સમયે નક્કી થાય તેવા કોઈ પણ સમયગાળા માટે થઈ શકશે. આ થાપણો ઉપર વ્યાજનો દર કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે અને ભારતીય રિઝર્વ બેંક દ્વારા સમયે-સમયે અધિસૂચિત કરવામાં આવશે. નિર્દિષ્ટ બેંકો, કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ લઘુત્તમ લોક-ઇન સમયગાળો અને દંડને આધીન રહીને નિયત સમય પહેલા, સંપૂર્ણ અથવા તો અમુક હિસ્સામાં, થાપણોમાંથી ઉપાડ કરવાની છૂટ આપી શકશે.
  v. ઉપજેલ વ્યાજ સહિતનું થાપણોનું પ્રતિદાન, સુવર્ણ અને તેની ઉપર સંચિત વ્યાજના પ્રતિદાન વખતે પ્રવર્તમાન કિંમતે ગણેલા મૂલ્યની સમકક્ષ ફક્ત ભારતીય રૂપિયામાં જ થઈ શકશે.
  vi. એમએલટીજીડી હેઠળ મળેલા સુવર્ણની સરકાર દ્વારા અધિસૂચિત એજન્સીઓ દ્વારા હરાજી કરવામાં આવશે અને વેચાણની રકમને રિઝર્વ બેંક દ્વારા ધારણ કરવામાં આવતા કેન્દ્ર સરકારના ખાતામાં જમા કરવામાં આવશે.
  vii. ભારતીય રિઝર્વ બેંક, નિર્દિષ્ટ બેંકોના નામ ઉપર સુવર્ણમાં મૂલ્યવર્ગીકૃત કરેલા સુવર્ણ થાપણ ખાતાઓ જાળવશે અને નિર્દિષ્ટ બેંકો વ્યક્તિગત થાપણદારોના પેટા-ખાતાઓ ધારણ કરશે.
  viii. હરાજી અને એકાઉન્ટીંગ પ્રક્રિયા અંગેની વિગતો કેન્દ્ર સરકાર દ્વારા અધિસૂચિત કરવામાં આવશે.
2.3 સુવર્ણ થાપણ ખાતુ ખોલવુ
  અન્ય કોઈ થાપણ ખાતાને લાગુ પડતા જે ગ્રાહકની ઓળખાણને લગતા નિયમો છે તે જ નિયમો સુવર્ણ થાપણ ખાતાને પણ લાગુ પડશે. થાપણદારો કે જેઓ નિર્દિષ્ટ બેંકોમાં અગાઉ એક પણ ખાતું ધરાવતા નથી તેઓ, ભારતીય રિઝર્વ બેંક દ્વારા સૂચવવામાં આવેલ કેવાયસી માર્ગદર્શિકાઓનું પાલન કરીને સીપીટીસીને સુવર્ણ આપતા પહેલા ગમે ત્યારે, શૂન્ય બાકી સાથે સુવર્ણ થાપણ ખાતું નિર્દિષ્ટ બેંકમાં ખોલાવી શકશે.

થાપણદાર થાપણ પ્રમાણપત્ર જારી કરવા માટેની પહોંચ રજૂ કરે કે ન કરે, પણ નિર્દિષ્ટ બેંકો એસટીબીડી અથવા એમએલટીજીડી ખાતામાં, સીપીટીસી તરફથી મળેલ એડવાઈઝમાં દર્શાવ્યા મુજબની 995 ફીટનેસ સુવર્ણની રકમ, સીપીટીસી દ્વારા સુવર્ણની સ્વીકૃતિ કર્યાના 30 દિવસ બાદ જમા આપશે.
2.4 સંગ્રહ અને શુદ્ધિ પરીક્ષણ કેન્દ્રો
  i. આ યોજના હેઠળ ભારતીય માનક બ્યુરો દ્વારા પ્રમાણિત કરવામાં આવેલા સંગ્રહ અને શુદ્ધિ પરીક્ષણ કેન્દ્રો (CPTCs) ની એક સૂચિ કેન્દ્ર સરકાર દ્વારા અધિસૂચિત કરવામાં આવશે.
  ii. નિર્દિષ્ટ બેંકો, કેન્દ્ર સરકારે અધિસૂચિત કરેલ સૂચિમાં દર્શાવેલ કેન્દ્રોમાંથી, તેઓએ કરેલ શાખની આકારણીના આધારે, અમુક કેન્દ્રોને સુવર્ણની આપ-લે કરવા માટે પોતાના એજન્ટ તરીકે પસંદ કરવા અને અધિકૃત કરવા માટે મુક્ત રહેશે. (મહેરબાની કરીને બેંકો, રિફાઈનરીઓ અને સીપીટીસી વચ્ચેના ત્રિપક્ષીય કરાર માટે પેરા 2.6 જુઓ.)
  iii. સીપીટીસીને તેના વતી સુવર્ણનો સ્વીકાર કરવા માટે અધિકૃત કરતી દરેક નિર્દિષ્ટ બેંક એ બાબતની ખાત્રી કરશે કે સીટીપીસી દ્વારા દર્શાવવામાં આવેલી બેંકોની સૂચિમાં તેના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે.
  iv. સીટીપીસીસ દ્વારા ચાર્જ કરવામાં આવતી ફીનું પરિશિષ્ટ જે તે કેન્દ્રમાં મુ્ખ્ય જગ્યા ઉપર દર્શાવવામાં આવશે.
  v. સીપીટીસીને કાચુ સુવર્ણ આપતા પહેલા દરેક થાપણદાર જે નિર્દિષ્ટ બેંકમાં તેને થાપણ મૂકવી છે તે નિર્દિષ્ટ બેંકનું નામ જણાવશે.
  vi. સુવર્ણનું ટચ-પરીક્ષણ કર્યા બાદ સીપીટીસી, પોતાના કેન્દ્રના અધિકૃત હસ્તાક્ષરીતોના હસ્તાક્ષર સાથેની એક પહોંચ જારી કરશે જે, થાપણદારે જણાવેલ નિર્દિષ્ટ બેંક વતી સ્વીકારેલ 995 ફીટનેસ સહિતના સ્ટાન્ડર્ડ સુવર્ણની હકીકતને દર્શાવશે. સાથે ને સાથે સીપીટીસી પણ સુવર્ણનો સ્વીકાર કર્યાની હકીકતને દર્શાવતી એક એડવાઈસ નિર્દિષ્ટ બેંકને મોકલી આપશે.
  vii. સીપીટીસી દ્વારા નિર્ધારિત કરેલ 995 ફીટનેસ સમકક્ષ સુવર્ણનું પ્રમાણ અંતિમ ગણાશે અને સીપીટીસી દ્વારા પહોંચ જારી કરવામાં આવ્યા બાદ, રિફાઈનરી કક્ષાએ રિફાઈનમેન્ટના કારણે અથવા કોઈ અન્ય કારણે ઉદ્દભવેલા મતભેદો સહિત જથ્થા તેમજ ગુણવત્તા અંગેના કોઈ પણ મતભેદોનું સમાધાન ત્રણે પક્ષો એટલે કે સીપીટીસી, રિફાઈનર અને નિર્દિષ્ટ બેંક વચ્ચે ત્રીપક્ષીય કરારની શરતો મુજબ કરવામાં આવશે.
  viii. સીપીટીસી દ્વારા જારી કરવામાં આવેલી 995 ફીટનેસ સમકક્ષ સુવર્ણના પ્રમાણને દર્શાવતી પહોંચ થાપણદાર નિર્દિષ્ટ બેંકની શાખાને વ્યક્તિગત રીતે યા તો પોસ્ટથી રજૂ કરશે.
  ix. થાપણદાર દ્વારા થાપણ અંગેની પહોંચ સુપ્રત કરાયા બાદ, નિર્દિષ્ટ બેંક તે જ દિવસે યા સીપીટીસીને સુવર્ણ આપ્યાના 30 દિવસ બાદ, બેમાંથી જે દિવસ મોડો હોય તે દિવસે અંતિમ થાપણ પ્રમાણપત્ર જારી કરશે.
  x. સીપીટીસી દ્વારા કરવામાં આવતી ટચ-પરીક્ષણની પ્રક્રિયાનું વર્ણન અનુબંધ-1 માં કરવામાં આવ્યું છે.
2.5 રિફાઈનર્સને સુવર્ણનું હસ્તાંતર
  i. નિર્દિષ્ટ બેંકો તેમના દ્વારા કરવામાં આવેલી રિફાઇનરોની શાખની આકારણીને આધારે રિફાઈનરની પસંદગી કરવા મુક્ત રહેશે.
  ii. ત્રીપક્ષીય કરારમાં દર્શાવેલ શરતો મુજબ સીપીટીસીસ રિફાઈનર્સને સુવર્ણનું હસ્તાંતરણ કરશે.
  iii. નિર્દિષ્ટ બેંકે પસંદ કરેલ વિકલ્પ મુજબ રિફાઈન કરેલું સુવર્ણ રિફાઈનર્સ દ્વારા જાળવવામાં આવતા વોલ્ટમાં રહેશે યા તો શાખા પાસે રહેશે.
  iv. રિફાઈનર્સ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓના બદલામાં નિર્દિષ્ટ બેંક તેમની સાથે પરસ્પરમાં નક્કી થયા મુજબ ફી ચૂકવશે.
  v. રિફાઈનર્સ થાપણદારો પાસેથી કોઈ ચાર્જની વસુલાત નહીં કરે.
2.6 નિર્દિષ્ટ બેંક, રિફાઈનર્સ અને સીપીટીસીસ વચ્ચેનો ત્રિપક્ષીય કરાર
  i. દરેક નિર્દિષ્ટ બેંક આ યોજના હેઠળ જે રિફાઈનર્સ અને સીપીટીસીસ જોડે તેને જોડાણ કર્યું છે તેઓ સાથે કાયદેસર રીતે બંધનરૂપ એવો એક ત્રિપક્ષીય કરાર કરશે.
  ii. આ કરારમાં બધી જ વિગતો જેવી કે ફીની ચૂકવણી, પૂરી પાડવામાં આવનાર સેવાઓ, સેવાઓની કક્ષા, સુવર્ણની હેર-ફેર માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓ અને યોજનાના સંદર્ભમાં ત્રણેય પક્ષના હક્કો તેમજ જવાબદારીઓનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવશે.
2.7 જીએમએસ હેઠળ એકઠું કરવામાં આવેલા સુવર્ણનો ઉપયોગ
2.7.1 એસટીબીડી હેઠળ સ્વીકારવામાં આવેલ સુવર્ણ
  એસટીબીડી અંતર્ગત એકત્રિત કરેલા સુવર્ણના ઉપાયોના સર્વસાધારણપણા પ્રત્યે કોઈપણ પ્રકારનો પૂર્વગ્રહ રાખ્યા વગર નિર્દિષ્ટ બેંક
  i. એમએમટીસીને ભારત સુવર્ણ સિક્કા (India Gold Coins – IGC) બનાવવા માટે, ઝવેરીઓને અને જીએમએસમાં સહભાગી થનાર અન્ય નિર્દિષ્ટ બેંકોને સુવર્ણ વેચી શકે છે, અથવા
  ii. જીએમએલ યોજના હેઠળ એમએમટીસીને ભારત સુવર્ણ સિક્કા (India Gold Coins – IGC) બનાવવા માટે અને ઝવેરીઓને સુવર્ણ ધીરાણ કરી શકે છે.
2.7.2 એમએલટીજીડી હેઠળ સ્વીકારવામાં આવેલું સુવર્ણ
  i. એમએલટીજીડી હેઠળ થાપણ તરીકે મૂકવામાં આવેલા સુવર્ણની એમએમટીસી દ્વારા અથવા કેન્દ્ર સરકાર દ્વારા અધિકૃત કરવામાં આવેલી કોઈ એજન્સી દ્વારા હરાજી કરવામાં આવશે અને વેચાણની રકમ રિઝર્વ બેંક જોડે રહેલા કેન્દ્ર સરકારના ખાતામાં જમા કરવામાં આવશે.
  ii. હરાજીમાં ભાગ લેતા એકમોમાં રિઝર્વ બેંક, એમએમટીસી, બેંકો અથવા કેન્દ્ર સરકાર દ્વારા આ માટે અધિસૂચિત કરવામાં આવેલા બીજા કોઈ પણ એકમનો સમાવેશ થઈ શકે છે.
  iii. નિર્દિષ્ટ બેંકો દ્વારા હરાજીમાં ખરીદવામાં આવેલા સુવર્ણનો ઉપયોગ ઉપર પેરા 2.7.1 માં દર્શાવેલા કોઈ પણ હેતુ માટે કરી શકાય છે.
2.8 જોખમ સંચાલન
  i. આરબીઆઈની માર્ગદર્શિકાઓને આધીન રહીને નિર્દિષ્ટ બેંકોને, પોતાના બુલિયન કિંમતો પ્રત્યેના એક્સપોઝરને સુરક્ષિત કરવા માટે આંતરરાષ્ટ્રીય વિનિમયો (International Exchanges), લંડન બુલિયન માર્કેટ એસોશિયેશનને એક્સેસ કરવાની છૂટ છે.
  ii. નિર્દિષ્ટ બેંકોએ જોખમ સંચાલન માટેનુ યોગ્ય માળખું તૈયાર કરવું જોઈએ જેમાં તેમને સુવર્ણમાં કરેલા નેટ એક્સપોઝરના સંદર્ભમાં સુવર્ણની કિંમતમાં થતી વધઘટને પરિણામે ઉદભવતા જોખમની સંભાળ લેવા યોગ્ય મર્યાદાઓ નિર્ધારિત કરવાની બાબતનો પણ સમાવેશ થવો જોઈએ.
2.9 સીપીટીસીસ અને રિફાઈનરીસ ઉપર દેખરેખ
  i. સીપીટીસીસ અને રિફાઈનરીસ માટે સરકાર (બીઆઈએસ અને એનએબીએલ) દ્વારા નિર્ધારિત કરેલા સ્ટાન્ડર્ડ્સની સતત જાળવણી અર્થે કેન્દ્ર સરકાર, બીઆઈએસ, એનએબીએલ, આરબીઆઈ અને આઈબીએ જોડે પરામર્શ કરીને, સીપીટીસીસ અને રિફાઈનર્સ ઉપર દેખરેખ રાખવા માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરશે.
  ii. સરકાર (બીઆઈએસ અને એનએબીએલ) દ્વારા નિર્ધારિત કરેલા સ્ટાન્ડર્ડ્સની પૂર્તિ ન કરનાર સીપીટીસીસ અને રિફાઈનર્સ વિરુદ્ધ કેન્દ્ર સરકાર દંડ લાદવા સહિતના યોગ્ય પગલા લેશે.
­
  iii. સીપીટીસીસ સામેની કોઈ થાપણદારની ફરિયાદના નિવારણ માટે કેન્દ્ર સરકાર યોગ્ય ફરિયાદ નિવારણ તંત્રની પણ વ્યવસ્થા કરશે.
  iv. પહોંચ તથા થાપણ પ્રમાણપત્ર જારી કરવા, થાપણો પરત કરવી, વ્યાજની ચૂકવણી કરવી વિ. બાબતો અંગેની કોઈ અનિયમિતતા અંગેની નિર્દિષ્ટ બેંકો સામેની ફરીયાદો ઉપર કાર્યવાહી, પ્રથમ બેંકની ફરિયાદ નિવારણ વ્યવસ્થા દ્વારા કરવામાં આવશે અને ત્યારબાદ રિઝર્વ બેંકના બેંકિંગ લોકપાલ દ્વારા કરવામાં આવશે.

પ્રકરણ III

જીએમએસ સાથે જોડાયેલ સુવર્ણ ધાતુ લોન (જીએમએલ) યોજના

3.1.1 સામાન્ય
  i. એસટીબીડી હેઠળ એકત્રિત થયેલું સુવર્ણ જીએમએલ તરીકે ઝવેરીઓને પૂરું પાડવું. નિર્દિષ્ટ બેંકો પણ એમએલટીજીડી અંતર્ગત હરાજી કરવામાં આવેલા સુવર્ણને ખરીદી શકે છે અને ઝવેરીઓને જીએમએલ આપી શકે છે.
  ii. કઈ જગ્યાએ સુવર્ણનો સંગ્રહ રાખવામાં આવ્યો છે તે પ્રમાણે ઝવેરીઓ સુવર્ણની ફિઝીકલ ડીલિવરી રિફાઈનર્સ પાસેથી યા નિર્દિષ્ટ બેંક પાસેથી મેળવશે.
  iii. નામિત બેંકો દ્વારા, આરબીઆઈના લોનો અને ધિરાણો સંબંધિત તારીખ 1 જુલાઈ 2015ના માસ્ટર પરિપત્રના પેરા 2.3.12માં દર્શાવેલ શરતોને આધીન રહીને પરિચાલિત એવી પ્રવર્તમાન સુવર્ણ (ધાતુ) લોન (જીએમએલ) યોજના હવે પછી જીએમએસ સાથે સંકળાયેલ જીએમએલ યોજનાની સાથે જારી રહેશે. માસ્ટર પરિપત્રમાં નિર્ધારિત કરવામાં આવેલી અને સમયે-સમયે સુધારાવધારા કરવામાં આવતી પ્રવર્તમાન જીએમએલ યોજના માટેની બધી જ દૂરદર્શી માર્ગદર્શિકાઓ નવી યોજનાને પણ લાગુ પડશે.
  iv. એસટીબીડી અંતર્ગત એકત્રિત કરવામાં આવેલ સુવર્ણને પરત કરવા માટે નામિત બેંકો સિવાયની નિર્દિષ્ટ બેંકો સુવર્ણ આયાત કરવા માટે પાત્ર રહેશે.
3.1.2 લાગુ કરવાનું વ્યાજ
  નિર્દિષ્ટ બેંકો જીએમએસ સાથે જોડાયેલ જીએમએલ યોજના ઉપર લાગુ કરવાનો વ્યાજનો દર અંગેનો નિર્ણય લેવા મુક્ત છે.
3.1.3 સમયગાળો
  જીએમએસ સાથે જોડાયેલ જીએમએલ યોજનાનો સમયગાળો જીએમએલ યોજના જેટલો જ રહેશે.

રાજિન્દર કુમાર
મુખ્ય મહા પ્રબંધક


અનુબંધ 1

સીપીટીસીસ દ્વારા કરવામાં આવતી ટચ-પરીક્ષણ પ્રક્રિયા

I એક્સઆરએફ ટેસ્ટ કરતા પહેલા સીટીપીસી દ્વારા વસુલ કરવામાં આવનાર ફી અંગે ગ્રાહકને માહિતગાર કરવાનો રહેશે.
II સુવર્ણ જમા કરવાની તેમજ તેના શુદ્ધિ પરીક્ષણને સંબંધિત બધી જ પ્રક્રિયાઓ અને કાર્યપદ્ધતિઓના સર્વે તબક્કા નીચે મુજબ ભારતીય માનક બ્યુરો (બીઆઈએસ) દ્વારા પ્રમાણિત પ્રોટોકલ મુજબના રહેશે.
  i. એક્સઆરએફ મશીન-પરીક્ષણ અને બધા જ આર્ટીકલ્સનું વજન ગ્રાહકની હાજરીમાં કરવામાં આવશે અને સીસીટીવી કેમેરામાં રેકર્ડ કરવામાં આવશે.
  ii. એક્સઆરએફ પરીક્ષણ બાદ, ગ્રાહકને પ્રાથમિક પરીક્ષણ સાથે અસંમત થવાનો અથવા આપેલું સુવર્ણ પાછું લેવાનો વિકલ્પ આપવામાં આવશે અથવા તે મેલ્ટીંગ અ ફાયર એસે પરીક્ષણ માટે સંમતિ આપશે.
  iii. ગ્રાહકની સંમતિ પ્રાપ્ત થયા બાદ, સુવર્ણના દાગીનાને રજ, સ્ટડ, મીના વિ. દૂર કરી શુદ્ધ કરવામાં આવશે અને ગ્રાહકની હાજરીમાં ફાયર એસે પરીક્ષણ દ્વારા આપવામાં આવેલા સુવર્ણની શુદ્ધિની ચકાસણી કરવામાં આવશે.
  iv. જો ગ્રાહક ફાયર એસે પરીક્ષણના પરિણામ સાથે સંમત થાય તો તે બેંકમાં સુવર્ણ જમા કરાવવાના વિકલ્પનો અમલ કરશે અને એ કિસ્સામાં કેન્દ્ર દ્વારા લાદવામાં આવેલી ફીની ચૂકવણી બેંક દ્વારા કરવામાં આવશે. પણ, ફાયર એસે પરીક્ષણના પરિણામ સાથે અસંમતિ દર્શાવ્યાના કિસ્સામાં કેન્દ્રની મામૂલી ફી ચૂકવ્યા બાદ ગ્રાહકને પીગાળેલું સુવર્ણ પાછું લઈ જવા દેવાનો વિકલ્પ આપવામાં આવશે.
  v. ગ્રાહક સુવર્ણ જમા કરવાનો વિકલ્પ પસંદ કરે તેવા કિસ્સામાં સીપીટીસી દ્વારા તેને એક પ્રમાણપત્ર જારી કરવામાં આવશે જે આપેલા સુવર્ણનું 995 ફીટનેસના સમકક્ષ થયેલા વજનને પ્રમાણિત કરશે.
  vi. ગ્રાહક પાસેથી પ્રમાણપત્ર મળ્યા બાદ બેંક ગ્રાહકના ખાતામાં સ્ટાન્ડર્ડ સુવર્ણ 995 ફીટનેસના સમકક્ષ થયેલા વજન જેટલું સુવર્ણ જમા કરશે.
  vii. તેવી જ રીતે, સીપીટીસીએ પણ ગ્રાહક દ્વારા જમા કરવામાં આવેલા સુવર્ણ વિષેની માહિતી બેંકને પૂરી પાડવાની રહેશે.

ભવદીયા,

(સુમા વર્મા)
પ્રધાન મુખ્ય મહાપ્રબંધક

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?