ભારત સરકારે શ્રી નટરાજન ચંદ્રશેખરન, શ્રી ભારત નરોતમ દોશી તથા શ્રી સુધીર માંકડને ભારતીય રિઝર્વ બેંકના કેન્દ્રીય બોર્ડમાં નામિત (nominate) કર્યા
4 માર્ચ 2016 ભારત સરકારે શ્રી નટરાજન ચંદ્રશેખરન, શ્રી ભારત નરોતમ દોશી તથા શ્રી સુધીર માંકડને ભારતીય રિઝર્વ બેંકના કેન્દ્રીય બોર્ડમાં નામિત (nominate) કર્યા. ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 8 ની પેટા-કલમ (1) ના ખંડ (ગ) દ્વારા પ્રદત્ત સત્તાનો પ્રયોગ કરીને કેન્દ્ર સરકારે શ્રી નટરાજન ચંદ્રશેખરન, શ્રી ભારત નરોતમ દોશી અને શ્રી સુધીર માંકડને 4 માર્ચ 2016 થી ચાર વર્ષની અવધિ માટે અથવા આગળ આદેશ આવે ત્યાં સુધી, બેમાંથી જે પ્રથમ હોય તે, ભારતીય રિઝર્વ બેંકના કેન્દ્રીય બોર્ડ પર નિર્દેશકના રૂપમાં નામિત કરેલ છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2015-2016/2093 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: