<font face="mangal" size="3">કુદરતી આફતોથી પ્રભાવિત ક્ષેત્રોમાં બેકો દ્Ē - આરબીઆઈ - Reserve Bank of India
કુદરતી આફતોથી પ્રભાવિત ક્ષેત્રોમાં બેકો દ્વારા રાહત ઉપાયો માટે માર્ગદર્શિકાઓ – વીમા રકમનો ઉપયોગ
ભારિબેં/2015-2016/436 30 જુન 2016 અધ્યક્ષ / પ્રબંધક નિર્દેશક / મુખ્ય કાર્યપાલક અધિકારી મહોદય / મહોદયા, કુદરતી આફતોથી પ્રભાવિત ક્ષેત્રોમાં બેકો દ્વારા રાહત ઉપાયો માટે માર્ગદર્શિકાઓ – તારીખ 01 જુલાઈ 2015 નો માસ્ટર પરિપત્ર નાસવિવિ.સં.એફએસડી.બીસી. 01/05.10.001/2015-16 નો પેરા 6.13 અનુસાર બેંકોથી એમ અપેક્ષિત છે કે તેઓ કુદરતી આફતોથી પ્રભાવિત ક્ષેત્રોમાં ઋણોની પુન:સંરચના કરતી વખતે જે કિસ્સાઓમાં તેમને ઉધારકર્તાઓને નવા ઋણ પ્રદાન કરેલા છે, તે ‘પુન:સંરચિત ખાતાઓ (restructured accounts)’ ના કિસ્સામાં વીમા કંપનીથી પ્રાપ્ત, વીમાની રકમ, જો કોઈ હોય, તો તેને સમાયોજિત (adjust) કરે. 2. કુદરતી આફતોથી પ્રભાવિત ક્ષેત્રોમાં ખેડૂતો દ્વારા અનુભવવામાં આવતી કઠિનાઈઓને જોતા બેંકોને સૂચિત કરવામાં આવે છે કે તેઓ ખેડૂતોની સાથે સહાનુભૂતી સાથે કામ કરે અને જે કિસ્સાઓમાં દાવા પ્રાપ્ત થવાનું નિશ્ચિત છે તે કિસ્સાઓમાં વીમા દાવાઓની પ્રાપ્તિની પ્રતીક્ષા કર્યા વગર ઋણની પુન:સંરચના કરવા માટે અને નવું ઋણ પ્રદાન કરવા પર વિચાર કરે. ભવદીયા (ઉમા શંકર) |