<font face="mangal" size="3">હરદોઇ જિલ્લા સહકારી બેંક લિ., હરદોઇ, ઉત્તર પ્રદ& - આરબીઆઈ - Reserve Bank of India
હરદોઇ જિલ્લા સહકારી બેંક લિ., હરદોઇ, ઉત્તર પ્રદેશ પર નાણાકીય પેનલ્ટી લગાવાઇ
૧૧ ઓક્ટોબર ૨૦૧૮ હરદોઇ જિલ્લા સહકારી બેંક લિ., હરદોઇ, ઉત્તર પ્રદેશ પર નાણાકીય પેનલ્ટી લગાવાઇ. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ,૧૯૪૯ (સહકારી સોસા.ને લાગુ પડતા) ની ધારા 46(4), તેમજ ધારા 47(1)(c) ની જોગવાઈ હેઠળ સેકશન 19 મુજબ, ભારતીય રિઝર્વ બેંકે, બીજી સહકારી મંડળીઓમાં ભાગ/રોકાણ ઉપર પ્રતિબંધ બાબત અને સેકશન 31 મુજબ ઓડિટર રિપોર્ટ સાથે એકાઉન્ટ અને બેલેન્સશીટ રજુ ન કરવા બદલ, ભારતીય રિઝર્વ બેંક દ્વારા નિર્દેશ કરાયેલ નિયમો/માર્ગદર્શનનું ઉલ્લંઘન કરવા બદલ, હરદોઇ જિલ્લા સહકારી બેંક લી., હરદોઇ ને રૂ.1,00,000/- (એક લાખ રૂ. માત્ર) ની પેનલ્ટી લગાવી છે. ભારતીય રિઝર્વ બેંકે ઉપરોક્ત બેંકને કારણ દર્શક નોટીસ આપી હતી જેનો બેંકે લેખિતમાં જવાબ આપ્યો હતો. આ બાબતમાં તથ્યો ઉપર વિચાર કર્યા બાદ, ભારતીય રિઝર્વ બેંક એ નિષ્કર્ષ ઉપર પંહોંચી હતી કે ઉલ્લઘંન સાબિત થાય છે અને નાણાંકીય પેનલ્ટી લગાવવી જરૂરી છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2018-2019/857 |