એચ સી બી એલ કો ઓપરેટીવ બેંક લીમીટેડ, લખનૌ ,ઉત્તર પ્રદેશ ને ભારતીય રિઝર્વ બેંકે આપેલા નિર્દેશો પાછા ખેંચવા બાબત
તારીખ : એપ્રિલ 13, 2018 એચ સી બી એલ કો ઓપરેટીવ બેંક લીમીટેડ, લખનૌ ,ઉત્તર પ્રદેશ ને ભારતીય રિઝર્વ બેંકે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 35A અંતર્ગત ભારતીય રિઝર્વ બેંકે (આરબીઆઈ) એચ સી બી એલ કો ઓપરેટીવ બેંક લીમીટેડ, લખનૌ, ઉત્તર પ્રદેશ ને તારીખ 10 એપ્રિલ 2015 ના નિર્દેશ થી નિર્દેશો જારી કરેલા. આ નિર્દેશો ની મુદત વખતો વખત સુધારીને વધારવામાં આવેલી, છેલ્લે તારીખ 09 ઓક્ટોબર 2017 ના નિર્દેશ થી આ મુદત 15 એપ્રિલ 2018 સુધી વધારેલી . બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ ) ની કલમ 35A (2) થી મળેલી સત્તા અંતર્ગત ભારતીય રિઝર્વ બેંક ને જાહેર જનતા ના હિત માં યોગ્ય લાગતાં એચ સી બી એલ કો ઓપરેટીવ બેંક લીમીટેડ, લખનૌ, ઉત્તર પ્રદેશ ને આપેલા આ નિર્દેશો (અને વખતો વખત સુધારેલા) ને તારીખ 13 એપ્રિલ 2018 ની અસર થી પરત ખેંચવા માં આવેલ છે. રસ ધરાવતી જનતા ની જાણ માટે આ નિર્દેશોની નકલ બેંક ના કાર્યાલય ના મકાન માં પ્રદર્શિત કરેલી છે. આ પછી બેંક તેનો રેગ્યુલર બેન્કિંગ નો ધંધો ચાલુ રાખશે. અજીત પ્રસાદ પ્રેસ જાહેરાત : 2017-2018/2735 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: