<font face="mangal" size="3">નાની બચત યોજના ઉપર વ્યાજનાદર</font> - આરબીઆઈ - Reserve Bank of India
નાની બચત યોજના ઉપર વ્યાજનાદર
RBI/2016-17/225 9 ફેબ્રુઆરી 2017 ચેરમેન/મુખ્ય વહીવટી અધિકારી પ્રિય મહોદય/મહોદયા નાની બચત યોજના ઉપર વ્યાજનાદર કૃપયા ઉપરોક્ત વિષય બાબતમાં અમારા તારીખ 13 ઓક્ટોબર, 2016 ના પરિપત્ર નં. DGBA,GAD.881/15-02-2005/2016–17 નુ અવલોકન કરો. ભારત સરકારે તેમના તારીખ 30 મી ડિસેમ્બર 2016 ના ઓફીસ મેમોરેન્ડમ No. F. No.1/04/2016 – NS.11 દ્વારા જુદા જુદા પ્રકારની નાની બચત યોજનાઓ માટે નાણાકીય વર્ષ 2016-17 ના ચતુર્થ ક્વાર્ટર માટે વ્યાજના દરો જણાવ્યા છે (તેની કોપી સામેલ છે). ૨. આ પરિપત્રની વિગતો, આપની જે શાખાઓ સરકારી નાની બચત યોજનાઓ નું કામ કરતી હોય તેવી શાખાઓને જરૂરી કાર્યવાહી કરવા માટે ધ્યાન દોરવા માટે મોકલશો. આ વિગતો આવી યોજનામાં નાણા રોકનાર થાપણદારો ની માહિતી માટે જે તે શાખાના નોટિસબોર્ડ ઉપર પ્રદર્શીત કરાવશો. આપનો વિશ્વાસુ, વી.એસ.પ્રજીશ |