નાની બચત યોજનાઓ માટે ના વ્યાજ દર
RBI/2017-18/22 13 જુલાઈ, 2017 ચેરમેનશ્રી, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (ની કામગીરી) સંભાળતી એજન્સી બૅન્કો, કિસાન વિકાસ પત્ર-2014, સુકન્યા સમૃદ્ધિ ખાતા, વરિષ્ઠ નાગરિક બચત યોજના-2004 શ્રીમાન, નાની બચત યોજનાઓ માટે ના વ્યાજ દર અમારા ઉપરોક્ત વિષય પર ના તારીખ 6 એપ્રિલ, 2017 ના પરિપત્ર કમાંક: ડી.જી.બી.એ.જી.એ.ડી. 2618/15.02.005/2016-17 નો સંદર્ભ લો. કેન્દ્ર સરકારે તેના તારીખ 30 જૂન. 2017 ના ઓફિસ મેમોરેન્ડમ ક્રમાંક: 01/04/2016-NS દ્વારા વિવિધ નાની બચત યોજના માટે નાણાંકીય વર્ષ 2017-18 ના બીજા ક્વાર્ટર (ત્રિમાસિક) માટે ના વ્યાજ દર સૂચવ્યા છે (નકલ બિડેલ છે). 2. પરિપત્ર ની વિગતો પર જરૂરી પગલાં લેવા માટે તમારી બેન્ક ની સરકારી નાની બચત યોજનાઓ સંભાળતી શાખાઓ ના ધ્યાન પર લાવવામાં આવે. આ યોજનાઓ માં ભાગ લેનારાઓ (subscribers) ની જાણકારી માટે આને તમારી શાખાઓ ના નોટિસ બોર્ડ ઉપર પ્રદર્શિત કરવામાં આવે. આપનો વિશ્વાસુ (વી. એસ. પ્રજીશ) |
પેજની છેલ્લી અપડેટની તારીખ: