નાની બચત યોજના ઉપર વ્યાજનાદર
RBI/2017-18/120 11 જાન્યુઆરી 2018 નાની બચત યોજના હેન્ડલ કરતી બધી એજન્સી બેંકો પ્રિય મહોદય નાની બચત યોજના ઉપર વ્યાજનાદર કૃપયા ઉપરોક્ત વિષય બાબતમાં અમારા તારીખ 12 ઓક્ટોબર, 2017 ના પરિપત્ર નં. DGBA,GBD.954/15-02-2005/2017–18 નુ અવલોકન કરો . ભારત સરકારે તેમના તારીખ 27 મી ડિસેમ્બર 2017 ના ઓફીસ મેમોરેન્ડમ (ઓએમ) No. F.No.1/04/2016 – NS દ્વારા જુદા જુદા પ્રકારની નાની બચત યોજનાઓ માટે નાણાકીય વર્ષ 2017-18 ના ચતુર્થ ક્વાર્ટર માટે વ્યાજના દરો જણાવ્યા છે (તેની કોપી સામેલ છે.) ૨. આ પરિપત્રની વિગતો, આપની જે શાખાઓ સરકારી નાની બચત યોજનાઓ નું કામ કરતી હોય તેવી શાખાઓને જરૃરી કાર્યવાહી કરવા માટે ધ્યાન દોરવા માટે મોકલશો. આ વિગતો આવી યોજનામાં નાણા રોકનાર થાપણદારો ની માહિતી માટે જે તે શાખાના નોટિસબોર્ડ ઉપર પ્રદર્શીત કરાવશો. આપનો વિશ્વાસુ, (હર્ષ વર્ધન) બીડાણ : ઉપર મુજબ |