RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78524554

એમએસએમઈ માટે વ્યાજ સબવેંશન યોજના

RBI/2018-19/125
FIDD.CO.FSD.BC.13/05.05.10/2018-19

21 ફેબ્રુઆરી, 2019

ચેરમેન / મેનેજીંગ ડારેક્ટર / સી ઈ ઓ
સમગ્ર અનુસુચિત વાણિજ્ય બેંકો
(રીજીયોનલ રૂરલ બેંક સહિત)

પ્રિય મહોદય/મહોદયા

એમએસએમઈ માટે વ્યાજ સબવેંશન યોજના

તમારી જાણ માં જ હશે કે ભારત સરકારે તારીખ 2 નવેમ્બર, 2018 ના રોજ ‘ઈંટરેસ્ટ સબવેંશન સ્કીમ ફોર એમએસએમઈ 2018‘ જાહેર કરી છે.

2. ભારત સરકારની ‘મીનીસ્ટ્રી ઓફ માઈક્રો, સ્મોલ એન્ડ મીડીયમ એન્ટરપ્રાઈઝ (એમએસએમઈ) એ પ્રકાશિત કરેલા ઉપરોક્ત યોજના ના મુખ્ય લક્ષણ તથા ઓપરેશનલ માર્ગદર્શિકા આ સાથે શમેલ છે. આ યોજના માટે રાષ્ટ્રીય સ્તરની સિંગલ નોડલ અમલીકરણ એજન્સી ‘સ્મોલ ઇન્ડસ્ટ્રીસ ડેવલોપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા (સીડબી)‘ છે.

3. આ ઓપરેશનલ માર્ગદર્શિકા માં બેંકો પાસે થી રાખેલી અપેક્ષા મુજબ યોગ્ય કાર્યવાહી કરવા અને આ યોજના નો સફળતા થી અમલ થાય તે માટે તમારી શાખાઓ / નિયંત્રણ કચેરીઓ ને જરૂરી નિર્દેશો આપવા માટે આપને વિનતી છે

4. પરિપત્ર મળ્યા ની પહોચ મોકલશો.

આપની વિશ્વાસુ,

(સોનાલી સેન ગુપ્તા)
ચીફ જનરલ મેનેજર

બીડાણ : ઉપર મુજબ


એમએસએમઈ માટે વ્યાજ સબવેંશન યોજના 2018

1. પૃષ્ઠભૂમિ :

મજબુત અને સ્થિર રાષ્ટ્રીય અર્થતંત્ર બનાવવા માટે માઈક્રો,સ્મોલ એન્ડ મીડીયમ એન્ટરપ્રાઈઝ (એમએસએમઈ) ક્ષેત્ર નો મહત્વ નો ફાળો છે, તારીખ 2 નવેમ્બર, 2018 ના રોજ એમએસએમઈ ક્ષેત્ર માટે ‘આઉટરીચ ઈનીશીએટીવ લોન્ચિંગ’ વખતે માનનીય પ્રધાન મંત્રી એ એમએસએમઈ ક્ષેત્ર ની સહાયતા માટે ક્રેડીટ ઍક્સેસ, માર્કેટ ઍક્સેસ,,તકનીકી સુધારા, ધંધો કરવાની સરળતા અને કર્મચારી માં સલામતી ની ભાવના, આ પાંચ પાસાઓ હાઈ લાઈટ કરેલા.. દરેક શ્રેણી ને સંબોધવા બાર જાહેરાટ/ઘોષણા કરવામાં આવેલી.. પ્રધાન મંત્રી એ ક્રેડીટ ઍક્સેસ ના ભાગ રૂપે, જીએસટી માં નોંધાયેલ તમામ એમએસએમઈ માટે નવી અથવા વધતી લોન માટે બે ટકા વ્યાજ સબવેંશન ની જાહેરાત કરેલી.

એમએસએમઈ મંત્રાલયે (એમ ઓ એમએસએમઈ) નિર્ણય લીધો છે કે નવી યોજના એટલેકે ‘ઈંટરેસ્ટ સબવેંશન સ્કીમ ફોર ઇન્કરીમેન્ટલ ક્રેડીટ ટુ એમએસએમઈ 2018‘ નો અમલ 2018-19 અને 2019-20 દરમ્યાન થશે.

2. યોજના ની મુખ્ય વિશેષતાઓ :

2.1 હેતુ,અવકાશ અને અવધી :

યોજના નો હેતુ ઉત્પાદક અને સેવા આપતાં એકમો બન્નેની ની ઉત્પાદકતા વધારવા પ્રોત્સાહન આપવાનો છે અને ક્રેડીટ નો ખર્ચ ઘટાડતી વખતે, અર્થતંત્રના ઔપચારિકરણ ને મદદરૂપ બનવા માટે જીએસટી પ્લેટફોર્મ પર ઓન બોર્ડીંગ માટે એમએસએમઈ ને પ્રોત્સાહન પૂરું પાડવાનો છે. આ યોજના નાણાકીય વર્ષ 2018 અને 2019 એમ બે વર્ષ સુધી ઓપરેટ થશે.

2.2 કવરેજ માટે પાત્રતા:

i. આ યોજના અંતર્ગત નીચેના બે માપદંડ પુરા કરનાર સમગ્ર એમએસએમઈ તેના લાભાર્થી થવા પાત્ર બનશે.

a. માન્ય ઉદ્યોગ આધાર નમ્બર (યુએએન)

b. માન્ય જીએસટીએન નમ્બર

ii. ચાલુ નાણાકીય વર્ષ એટલેકે તારીખ 2 નવેમ્બર, 2018 થી અને પછી ના નાણાકીય વર્ષ દરમ્યાન આપેલી ઇન્ક્રીમેન્ટલ ટર્મ લોન અથવા નવી ટર્મ લોન અથવા ઇન્ક્રીમેન્ટલઅથવા નવી કાર્યકારી મૂડી ની લોન કવરેજ પાત્ર બનશે

iii. ટર્મ લોન અથવા કાર્યકારી મૂડી ની લોન અનુસુચિત વાણિજ્ય બેંકો દ્વારા અપાયેલ હોવી જોઈએ.

iv. મહત્તમ કવરેજ અને આઉટરીચ ની ખાતરી કરવા માટે યોજના ની અવધી દરમ્યાન સમગ્ર કાર્યકારી મૂડી અને ટર્મ લોન રૂપિયા 100 લાખ સુધી કવરેજ પાત્ર બનશે.

v. જયારે જયારે લાયકાત ધરાવતી સંસ્થા દ્વારા કાર્યકારી મૂડી અને ટર્મ લોન બન્ને ની સવલત એમએસએમઈ ને આપવામાં આવી હોય ત્યારે ઈંટરેસ્ટ સબવેંશન વધુમાં વધુ રૂપિયા 100 લાખ સુધી ની આર્થીક સહાય સુધીજ મળી શકશે.

vi. વાણીજ્ય ખાતા દ્વારા પ્રી શિપમેન્ટ અથવા પોસ્ટ શિપમેન્ટ ક્રેડીટ મેળવનારા એમએસએમઈ નિકાસકારો ‘ઈંટરેસ્ટ સબવેંશન સ્કીમ ફોર ઇન્કરીમેન્ટલ ક્રેડીટ ટુ એમએસએમઈ 2018‘ યોજના અંતર્ગત સહાય મેળવવા માટે લાયક ગણાશે નહિ.

vii. રાજ્ય સરકાર / કેન્દ્ર સરકાર ની કોઈ પણ ઈંટરેસ્ટ સબવેંશન સ્કીમ નો લાભ લેનારા એમએસએમઈ, સૂચિત યોજના અંતર્ગત લાભ મેળવવા માટે લાયક ગણાશે નહિ.

2.3 કાર્યકારી ઔપચારિકતાઓ :

1. લાયકાત ધરાવતી સંસ્થા દ્વારા મંજુર કરેલ કાર્યકારી મૂડી ની ઇન્કરીમેન્ટલ અથવા નવી લોન અથવા ઇન્કરીમેન્ટલ અથવા ટર્મ લોન લોન ઉપર, ચુકવણી ની તારીખ / ઉપાડ અથવા આ યોજના ની જાહેરાત ની તારીખ પૈકી, જે મોડું હોય ત્યારથી વખતો વખત લોન ની બાકી રકમ ઉપર વાર્ષિક 2 % લેખે વ્યાજ માં રાહત ની ગણતરી કરવામાં આવશે.

2. એમએસએમઈ પાસેથી ચાર્જ કરવામાં આવતો વ્યાજ દર જે તે સંસ્થાએ (આરબીઆઈ ની પ્રવર્તમાન માર્ગદર્શિકા મુજબ) પ્રકાશિત કરેલા ‘કોડ ઓફ કન્ડકટ’ અને ‘ફેર પ્રેક્ટીસ કોડ‘ સાથે મેળ ખાતો રહેશે અને સંસ્થાની વ્યાજ દર ની લાગુ પડતી માર્ગદર્શિકા મુજબ એમએસએમઈ ના સંબંધિત આંતરિક / બાહ્ય રેટિંગ સાથે લીંક થશે.

3. પ્રવર્તમાન લાગુપડતી માર્ગદર્શિકા મુજબ દાવો કરવાની તારીખ વખતે લોન ખાતું એનપીએ તરીકે જાહેર થયું ન હોવું જોઈએ. જે સમય ગાળા દરમ્યાન, ખાતું એનપીએ રહ્યું હોય, તે સમય દરમ્યાન ઈંટરેસ્ટ સબવેંશન સ્વીકાર્ય નહી ગણાય.

2.4 દાવા ની રજૂઆત :

1. લાયકાત ધરાવતી સંસ્થાઓના નોડલ ઓફિસરે તેમનો છ માસિક દાવો પરિશિષ્ઠ I માં દર્શાવેલા ફોર્મેટ માં સીડબી સમક્ષ રજુ કરવાનો રહેશે. ચૂકવેલ લોન અને (શાખા મુજબ)વ્યાજ રાહત ના દાવા ની માહિતી ની સોફ્ટ કોપી એક્ષેલ માં પરિશિષ્ઠ II માં દર્શાવેલા ફોર્મેટ માં રજુ કરવાની રહેશે.

2. લાયકાત ધરાવતી સંસ્થાઓ ની શાખાઓ એ કરેલ સંકલિત નું માહિતી નું ફોર્મેટ પરિશિષ્ઠ IIII માં આપેલ છે. શાખાઓ એ તેમની નિયંત્રણ ઓફિસ / મુખ્ય ઓફિસ ને તે માહિતી મોકલવાની રહેશે.

3. બધા દાવાઓ લાયકાત ધરાવતી સંસ્થાઓના ઓડીટર દ્વારા પ્રમાણિત હોવા જોઈએ. આ પ્રમાણપત્ર માં વ્યક્તિગત ખાતા ની રકમ, ઇન્કરીમેન્ટલ / નવી લોન,,ચાર્જ કરેલ વ્યાજ ની રકમ અને દાવા ની રકમ ની ચકાસણી પર નિવેદન નો સમાવેશ થવો જોઈએ.ધિરાણ કર્તા સંસ્થાએ ખાત્રી કરવાની રહેશે કે પરિશિષ્ઠ I, II, અને III માં દર્શાવેલી કુલ દાવા ની રકમ નો મેળ ખાય છે કે કેમ.

4. છ માસિક દાવો ચીફ જનરલ મેનેજર, ઇન્સ્ટીટ્યુશનલ ફાયનાન્સ વર્ટીકલ, સીડબી મુંબઈ ને મોકલવાનો રહેશે.

5. વ્યક્તિગત સંસ્થાના દરેક દાવા ની ચુકવણી એમઓએમએસએમઈ દ્વારા ફંડ રીલીઝ કર્યા બાદ થશે.

2.5 અન્ય કરાર :

1. જુદા જુદા ધિરાણ કર્તા ઓ ને તેમના નોડલ ઓફિસર દ્વારા વ્યાજ સબવેંશન ની ચેનલિંગ ના હેતુ માટે સીડબી નોડલ એજન્સી તરીકે કાર્ય કરશે.

2. ચોક્કસ માહિતી અને યોજના ને દેખરેખ માટે બધી ધિરાણ કર્તા સંસ્થાઓ જવાબદાર રહેશે.

3. લાયકાત ધરાવતી સંસ્થાઓ ના ઓડીટર પ્રમાણિત દાવા ના આધારે જ વ્યાજ સબવેંશન રીલીઝ કરવામાં આવશે. ધિરાણ કર્તા સંસ્થાઓ દ્વારા મોકલાવેલ અચોક્કસ માહિતી માટે સીડબી ની જવાબદારી રહેશે નહિ.

4. જીઓઆઈ પાસેથી મળતા ફંડ ની પ્રાપ્યતા ના આધારે સીડબી દ્વારા વ્યાજ સબવેંશન ની રકમ રીલીઝ કરવામાં આવશે. વ્યાજ સબવેશન ની દરેક બાબત માટે એમઓએમએસએમઈ અને જીઓઆઈ ને અંતિમ સત્તા રહેશે અને તેમનો નિર્ણય આખરી અને બંધન કર્તા રહેશે. લાયકાત ધરાવતી સંસ્થાઓ ની રસીદ ને જ ફંડ ના ઉપયોગ નું પ્રમાણપત્ર ગણવામાં આવશે.

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?