<font face="mangal" size="3">નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (એન.ઇ.એફ.ટી) સ& - આરબીઆઈ - Reserve Bank of India
નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (એન.ઇ.એફ.ટી) સિસ્ટમમાં વધારાના પતાવટ જુથ ની શરુઆત
૮ મે, ૨૦૧૭ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (એન.ઇ.એફ.ટી) સિસ્ટમમાં વધારાના પતાવટ જુથ ની શરુઆત કાર્યક્ષમતા વધારવા અને ગ્રાહક સુવિધામાં વધારો કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેના ૨૦૧૭ -૨૦૧૮ ના પ્રથમ દ્વિ-માસિક નાણાકીય નીતિ નિવેદનમાં એનઇએફટી સિસ્ટમમાં વધારાની પતાવટોની શરુઆતની જાહેરાત કરી છે. ૧૦ જુલાઈ (સોમવાર)થી અમલમાં આવે એ રીતે વધારાની ૧૧ પતાવટો , અડધા કલાકનાં અંતરે, સવારે ૮.૩૦ કલાકે, ૯.૩૦ કલાકે, ૧૦.૩૦ કલાકે, ..... ૫.30 કલાકે સાંજે , અને ૬.૩૦ કલાકે સાંજે , એમ દિવસ દરમિયાન લઈને અડધો કલાકનાં કુલ ૨૩ જુથોની શરૂઆત કરવામાં આવશે. અત્યાર સુધી હતી એ મુજબ પ્રારંભિક બેચ સવારે ૮.00 વાગે અને અંતિમ બેચ સાંજે ૭.00 વાગ્યે જ રહેશે. વર્તમાન પ્રણાલી મુજબ રિટર્ન પ્રથા પણ એ મુજબ જ, અર્થાત B + ૨ કલાક (પતાવટ જુથ સમય વત્તા બે કલાક) રહેશે. અજિત પ્રસાદ પ્રેસ જાહેરાત : ૨૦૧૬-૨૦૧૭/૩૦૧૦ |