RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78511873

મોટા કોર્પોરેટ દેવાદારો માટે લીગલ એન્ટીટી આઇડેન્ટીફાયર ની શરૂઆત

RBI/2017-18/82
DBR.No.BP.BC.92/21.04.048/2017-18

નવેમ્બર 02, 2017

તમામ શીડ્યુલ્ડ વાણિજ્ય બેંકો (પ્રાદેશિક ગ્રામિણ બેંકો સિવાય),
તમામ ભારતીય નાણાકીય સંસ્થાઓ (એક્ઝીમ બેન્ક, સીડબી, એનએચબી, નાબાર્ડ)
લોકલ એરિયા બેંકો, સ્મોલ ફાઈનાન્સ બેંકો

મહોદયા / પ્રિય મહોદય,

મોટા કોર્પોરેટ દેવાદારો માટે લીગલ એન્ટીટી આઇડેન્ટીફાયર ની શરૂઆત

વૈશ્વિક નાણાકીય કટોકટી બાદ, વધુ સારા જોખમ પ્રબંધન માટે નાણાકીય ડેટા સીસ્ટમ ની ગુણવત્તા અને ચોક્કસાઈમાં સુધારો કરવા માટે ના એક ચાવીરૂપ પગલા તરીકે લીગલ એન્ટીટી આઈડેન્ટીફાયર (LEI) કોડ ની પરિકલ્પના કરવામાં આવેલી છે. LEI એ વૈશ્વિકસ્તરે નાણાકીય વ્યવહારોના પક્ષકારોને ઓળખવા માટેનો એક 20 આંકડાનો યુનીક કોડ છે.

2. ઓટીસી ડેરીવેટીવ્ઝ માર્કેટ ના સહભાગીતાઓ માટેના LEI નો તારીખ 01 જૂન 2017 ના પરિપત્ર RBI/2016-17/314 FMRD.FMID No.14/11.01.007/2-16-17 દ્વારા તબક્કાવાર રીતે અમલ કરવામાં આવેલો છે.

3. વિકાસલક્ષી અને વિનિયમનકારી નિતિઓ પરના તારીખ 04 ઓક્ટોબર 2017 ના નિવેદનમાં દર્શાવવામાં આવેલું હતું કે LEI સીસ્ટમ રૂપિયા 5 કરોડ કે તેથી વધુ ફંડ આધારિત કે નોન-ફંડ આધારિત ધિરાણ લેનાર બેન્કોના ઋણકર્તાઓ/દેવાદારો માટે તબક્કાવાર રીતે શરુ કરવામાં આવશે (ઉદ્ધરણ સંલગ્ન). તદનુસાર, એવું નક્કી કરવામાં આવેલું છે કે બેંકો તેમના વર્તમાન રૂપિયા 50 કરોડ કે તેથી વધુ ધિરાણ લેનાર મોટા કોર્પોરેટ દેવાદારોને અનુબંધમાં આપેલ શીડ્યુલ્ડ અનુસાર LEI પ્રાપ્ત કરવા માટેની સલાહ આપશે. દેવાદારો કે જેઓ શીડ્યુલ્ડ પ્રમાણે LEI પ્રાપ્ત ન કરે તેમને ધિરાણ સવલતોનું નવીનીકરણ / વધારો મંજૂર કરવાનો નથી. દેવાદારો કે જેમનું ધિરાણ રૂપિયા 5 કરોડ અને રૂપિયા 50 કરોડ વચ્ચેનું છે તેમના માટે નો એક અલગ માર્ગનકશો યોગ્ય સમયે જારી કરવામાં આવશે.

4. બેંકોએ મોટા દેવાદારો/ઋણકર્તાઓ ને તેમની પૈતૃક સંસ્થા તથા પેટાકંપનીઓ અને સહયોગીઓ માટે LEI પ્રાપ્ત કરવા માટે પ્રોસ્તાહિત કરવા જોઈએ.

5. સંસ્થાઓ, ગ્લોબલ લીગલ એન્ટીટી આઈડેન્ટીફાયર ફાઉનડેશન (GLEIF)- જેને LEI ના ઉપયોગ અને અમલીકરણ ને મદદ પૂરી પાડવા માટેનું કાર્ય સોંપેલું છે-તેના દ્વારા અધિકૃત કોઇપણ લોકલ ઓપરેટીંગ યુનિટ (LOUs) પાસેથી LEI મેળવી શકે છે. ભારતમાં, LEI કોડ લીગલ એન્ટીટી આઈડેન્ટીફાયર ઇન્ડિયા લીમીટેડ(LEIIL) પાસેથી મેળવી શકાય છે કે જે ક્લીયરીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લીમીટેડ (CCIL) ની પેટાકંપની છે અને જેને ભારતીય રિઝર્વ બેન્કે પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ એક્ટ 2007 હેઠળ LEI જારી કરવા માટે અધિકૃત કરેલી છે તથા જેને ભારતમાં LEI ને જારી કરવા તથા સંચાલન માટે લોકલ ઓપરેટીંગ યુનિટ (LOU) તરીકે GLEIF દ્વારા અધિકૃત કરેલી છે.

6. આ અંગે ના નિયમો, પ્રક્રિયાઓ અને દસ્તાવેજીકરણ ની આવશ્યકતાઓ બાબતે LEIIL પાસેથી જાણકારી મેળવી શકાય.

7. LEI કોડ પ્રાપ્ત કર્યા બાદ, બેંકો એ પણ સુનિશ્ચિત કરશે કે દેવાદારો GLEIF ની માર્ગદર્શિકાઓ પ્રમાણે કોડ નું નવીનીકરણ કરે.

8. આ નિર્દેશો બેન્કીંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 21 અને કલમ 35 (A) હેઠળ જારી કરવામાં આવેલા છે.

આપનો વિશ્વાસુ,

(એસ.એસ.બારીક)
પ્રભારી મુખ્ય મહાપ્રબંધક


વિકાસલક્ષી અને વિનિયમનકારી નીતિઓ પરના તારીખ 04 ઓક્ટોબર 2017 ના નિવેદનમાંથી ઉદ્ધરણ

5. લીગલ એન્ટીટી આઈડેન્ટી ફાયર (LEI)- આથી નક્કી કરવામાં આવેલ છે કે બેંકો તેમના કોર્પોરેટ દેવાદારો કે જેમને કોઇપણ બેંક માંથી કુલ ફંડ આધારિત અને નોન-ફંડ આધારિત ધિરાણ રૂપિયા 5 કરોડ અને તેથી વધુ હોય તેમના માટે લીગલ એન્ટીટી આઈડેન્ટીફાયર ની નોધણી પ્રાપ્ત કરવાનું અને તેને સેન્ટ્રલ રીપોઝીટરી ઓફ ઇન્ફોર્મેશન ઓન લાર્જ ક્રેડીટ (CRICL) માં પ્રતિબિંબિત કરવાનું ફરજીયાત કરે. તે કોર્પોરેટ સમૂહો દ્વારા મેળવાયેલ કુલ ઋણના મૂલ્યાંકન અને કોઇપણ સંસ્થા / સમૂહ ના નાણાકીય પ્રોફાઈલના નિરીક્ષણ ને સરળ બનાવશે. આ આવશ્યકતા નો અમલ પ્રમાણબદ્ધ પરંતુ સમય બદ્ધ રીતે કરવામાં આવશે. ઓક્ટોબર 2017 ના અંત સુધી માં આવશ્યક સૂચનાઓ જારી કરવામાં આવશે.


અનુબંધ

LEI ના અમલીકરણ માટેનું શીડ્યુલ્ડ

SCBs દ્વારા કુલ ધિરાણ કાર્યવાહી પૂર્ણ કરવાની સમય મર્યાદા
રૂપિયા 1000 કરોડ અને તેથી વધુ 31 માર્ચ 2018
રૂપિયા 500 કરોડ અને રૂપિયા 1000 કરોડ વચ્ચે 30 જૂન 2018
રૂપિયા 100 કરોડ અને રૂપિયા 500 કરોડ વચ્ચે 31 માર્ચ 2019
રૂપિયા 50 કરોડ અને રૂપિયા 100 કરોડ વચ્ચે 31 ડીસેમ્બર 2019

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?