<font face="mangal" size="3px">ઇન્સેટ લેટર ‘L’ તથા રુપિયા ચિહ્ન “<span style="font-family:Arial;">₹</span>” સા - આરબીઆઈ - Reserve Bank of India
ઇન્સેટ લેટર ‘L’ તથા રુપિયા ચિહ્ન “₹” સાથે એક રુપિયાની ચલણી નોટ બહાર પાડવી
29 માર્ચ 2016 ઇન્સેટ લેટર ‘L’ તથા રુપિયા ચિહ્ન “₹” સાથે ભારતીય રિઝર્વ બેંક શીઘ્ર એક રુપિયાના મૂલ્યવર્ગની ચલણી નોટ પ્રસરણમાં મૂકશે. આ નોટ ભારત સરકાર દ્વારા મુદ્રિત કરવામાં આવેલ છે. આ ચલણી નોટ સિક્કા નિર્માણ અધિનિયમ, 2011 માં કરવામાં આવેલી જોગવાઈઓ અનુસાર વૈધ મુદ્રા છે. આ મૂલ્યવર્ગની પ્રવર્તમાન ચલણી નોટો પણ વૈધ મુદ્રા તરીકે ચાલુ રહેશે. ભારતનું રાજપત્ર – અસાધારણ – ભાગ II- ખંડ 3- ઉપ ખંડ(i) સં. 124 તારીખ 24 ફેબ્રુઆરી 2016 માં પ્રકાશિત, નાણા મંત્રાલય, આર્થિક બાબત વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ અધિસૂચના જી.એસ.આર.192 (ઈ) માં દર્શાવવમાં આવેલ એક રુપિયાની ચલણી નોટના પરિમાણ અને સંરચના નિચે મુજબના હશે:
એક રુપિયાની ચલણી નોટોની ડિઝાઇન નીચે મુજબ હશે: અગ્રભાગ: આ ભાગમાં શ્રી રતન પી. વાતલ, નાણા સચિવના દ્વિભાષીય હસ્તાક્ષરની સાથે “Government of India” શબ્દોની ઉપર “भारत सरकार” શબ્દ અને 'सत्यमेव जयते’ સહિત 2016 ના “₹” ના પ્રતિકની સાથે નવા એક રુપિયાના સિક્કાની પ્રતિકૃતિ અને સંખ્યા પેનલમાં મોટા અક્ષરમાં ‘L’ સમાવિષ્ટ હશે. નોટના નીચલા ભાગમાં જમણી બાજુ સંખ્યાકંન શ્યામ વર્ણનું હશે. પૃષ્ઠભાગ: આ ભાગમાં પુષ્પ ડિઝાઇનવાળા “₹” પ્રતિકની સાથે એક રુપિયાના સિક્કાના ચિત્રણ પર વર્ષ 2016ની સાથે “Government of India” શબ્દોની ઉપર “भारत सरकार“ શબ્દોનો સમાવેશ કરેલ હશે અને તેની ચારે બાજુની ડિઝાઇનમાં તેલ શોધ પ્લેટફૉર્મ, ‘સાગર સમ્રાટ’ નું ચિત્ર અને તેની સાથે જ ભાષા પેનલમાં પંદર ભારતીય ભાષાઓમાં પ્રાધિકૃત પ્રતિદાન મૂલ્યની સાથે નીચેની બાજુ વચમાં આંતરરાષ્ટ્રીય નંબરમાં વર્ષની સંખ્યા દર્શાવવામાં આવેલ હશે. સંપૂર્ણ વર્ણ યોજના: એક રુપિયાની ચલણી નોટનો વર્ણ અગ્રભાગમાં મોટાભાગે ગુલાબી લીલો અને પાછળના ભાગમાં અન્ય વર્ણોનું સંયોજન હશે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2015-2016/2282 |