<font face="mangal" size="3">“શ્રીમદ રાજચંદ્રની ૧૫૦ મી જન્મ જયંતી” ઉજવણી &# - આરબીઆઈ - Reserve Bank of India
“શ્રીમદ રાજચંદ્રની ૧૫૦ મી જન્મ જયંતી” ઉજવણી પ્રસંગે ₹. ૧૦ નાં સિક્કા બહાર પાડવા અંગે
તારીખ: જુન ૨૯, ૨૦૧૭ “શ્રીમદ રાજચંદ્રની ૧૫૦ મી જન્મ જયંતી” ઉજવણી પ્રસંગે ₹. ૧૦ નાં સિક્કા બહાર પાડવા અંગે ભારત સરકારે ઉપર ઉલ્લેખ કરેલ સિક્કા બહાર પાડેલ છે જેને ટૂંક સમયમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા ચલણમાં મુકવામાં આવશે. સિક્કાનું વિમોચન ભારતના માનનીય વડા પ્રધાન દ્વારા થયેલ છે. ૨૩ જુન ૨૦૧૭ ના રોજ આર્થિક બાબત વિભાગ, નાણા મંત્રાલય, નવી દિલ્હી દ્વારા જારી થયેલ ભારતના ગેઝેટમાં નિર્દિષ્ટ અસાધારણ- ભાગ ૨- વિભાગ ૩-પેટા કલમ (i) – જી.એસ.આર. ૬૪૧(ઇ) મુજબ આ સિક્કાની ડિઝાઈન ની વિગતો નીચે મુજબ છે- ઉપરની બાજુ સિક્કાના મુખ ભાગની વચ્ચે અશોક સ્તંભનો મુખ્ય સિંહ હશે જેની નીચે અંકિત થયેલ મુદ્રાલેખ “સત્યમેવ જયતે“, ડાબી બાજુના પરિઘમાં દેવનાગરી લિપિમાં “ભારત“ શબ્દ અને જમણી બાજુના પરિઘમાં અંગ્રેજીમાં લખેલ “ઇન્ડિયા“ શબ્દ હશે અને તેમાં રૂપિયાનું પ્રતિક “₹” તથા મુખ્ય સિંહ ની નીચે આંતર રાષ્ટ્રીય અંકમાં અંકિત મૂલ્ય “૧૦“ હશે. પાછલી બાજુ સિક્કાનાં આ ભાગની વચ્ચે “શ્રીમદ રાજચંદ્ર“ ની છબી હશે. સિક્કાની ઉપર ડાબી બાજુએ અને નીચે પરિઘની ડાબી બાજુએ દેવનાગરી લિપિમાં “શ્રીમદ રાજચંદ્ર” અને “૧૫૦મી જયંતી“ અભિલીખીત હશે. સિક્કાની ઉપર જમણી બાજુએ અને નીચેનાં પરિઘમાં જમણી બાજુએ ક્રમશઃ “SHRIMAD RAJCHANDRA “અને“ 150TH Birth Anniversary“ અભિલીખીત હશે. શ્રીમદ રાજચંદ્ર ની છબીની ડાબી અને જમણી બાજુએ ક્રમશઃ “૧૮૬૭” અને “૧૯૦૧” નાં વર્ષ આંતરરાષ્ટ્રીય આંકડામાં લખેલ હશે. ધ કોઈનેજ એક્ટ ૨૦૧૧ ની જોગવાઈ મુજબ આ સિક્કા કાનૂની ચલણ છે. આ અંકિત મૂલ્યના પ્રવર્તમાન સિક્કા પણ કાયદેસર ચલણ તરીકે ચાલુ રહેશે. અજીત પ્રસાદ પ્રેસ જાહેરાત : ૨૦૧૬-૨૦૧૭/૩૫૧૭ |