<font face="mangal" size="3">“ ભારતના રાષ્ટ્રીય દફતર ભંડારનાં એકસો પચીસમ - આરબીઆઈ - Reserve Bank of India
“ ભારતના રાષ્ટ્રીય દફતર ભંડારનાં એકસો પચીસમાં વર્ષ “ ની જયંતિ નાં ઉજવણી પ્રસંગે ₹. ૧૦ નાં સિક્કા બહાર પાડવા અંગે
26 એપ્રિલ 2017 “ ભારતના રાષ્ટ્રીય દફતર ભંડારનાં એકસો પચીસમાં વર્ષ “ ની જયંતિ નાં ઉજવણી પ્રસંગે ₹. ૧૦ નાં સિક્કા બહાર પાડવા અંગે ભારત સરકારે ઉપર ઉલ્લેખ કરેલ સિક્કા બહાર પાડેલ છે જેને ટૂંક સમયમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા ચલણમાં મુકવામાં આવશે. ફેબ્રુઆરી ૨૬, ૨૦૧૬ ના રોજ આર્થિક બાબત વિભાગ, નાણા મંત્રાલય, નવી દિલ્હી દ્વારા જારી થયેલ ભારતના ગેઝેટમાં નિર્દિષ્ટ અસાધારણ- ભાગ 2- વિભાગ 3-પેટા કલમ (i) – જીએસઆર. 197 (ઇ), મુજબ આ સિક્કાની ડિઝાઈન ની વિગતો નીચે મુજબ છે- ઉપરની બાજુ સિક્કાના મુખ ભાગની વચ્ચે અશોક સ્તંભનો મુખ્ય સિંહ હશે જેની નીચે અંકિત થયેલ મુદ્રાલેખ “सत्य मेव जयते“, ડાબી બાજુના પરિઘમાં દેવનાગરી લિપિમાં “भारत“ શબ્દ અને જમણી બાજુના પરિઘમાં અંગ્રેજીમાં લખેલ “INDIA“ શબ્દ હશે અને તેમાં રૂપિયાનું પ્રતિક “₹” તથા મુખ્ય સિંહ ની નીચે આંતર રાષ્ટ્રીય અંકમાં અંકિત મૂલ્ય “૧૦“ હશે. પાછલી બાજુ સિક્કાનાં આ ભાગની વચ્ચે “National Archives Building“ ની છબી હશે અને છબીની નીચે “125 वर्ष / YEARS “અભિલીખીત હશે.“ National Archives Building“ ની છબીની ઉપર અને વચ્ચેના ભાગમાં 125 મી જયંતિ સમારોહ નું પ્રતિક ચિન્હ હશે. સિક્કાના આ ભાગમાં ઉપર અને નીચેનાં પરિઘમાં ક્રમશઃ દેવનાગરી લિપિમાં “राष्ट्रीय अभिलेखागार” તથા અંગ્રેજીમાં “NATIONAL ARCHIVES OF INDIA“ અભિલીખીત હશે. સિક્કાની ઉપર અને નીચેનાં પરિઘમાં ક્રમશઃ “ ૧૮૯૧ “ અને “ ૨૦૧૬ ” નાં વર્ષ અંગ્રેજીમાં લખેલ હશે. છબીની ઉપર ડાબી અને જમણી બાજુએ ક્રમશઃ “1916” અને “2016” નાં વર્ષ આંતરરાષ્ટ્રીય આંકડામાં લખેલ હશે. ધ કોઈનેજ એક્ટ , ૨૦૧૧ ની જોગવાઈ મુજબ આ સિક્કા કાનૂની ચલણ છે. આ અંકિત મૂલ્યના પ્રવર્તમાન સિક્કા પણ કાયદેસર ચલણ તરીકે ચાલુ રહેશે. અજીત પ્રસાદ પ્રેસ જાહેરાત : ૨૦૧૬-૨૦૧૭/૨૯૦૮ |