<font face="mangal" size="3">રૂ. 100/ ની બેક્નોટ અંદર મુકેલા અક્ષર R સાથે ઇસ્યુ ક&# - આરબીઆઈ - Reserve Bank of India
રૂ. 100/ ની બેક્નોટ અંદર મુકેલા અક્ષર R સાથે ઇસ્યુ કરવી
તારીખ: 03 ફેબ્રુઆરી 2017 રૂ. 100/ ની બેક્નોટ અંદર મુકેલા અક્ષર R સાથે ઇસ્યુ કરવી. ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં રૂપિયા 100 ના મૂલ્ય વર્ગ ની, મહાત્મા ગાંધી સીરીઝ – 2005 માં, બંને નંબર પેનલોમાં અંદર મુકેલા અક્ષર R સાથે, ડૉ. ઉર્જિત આર. પટેલ, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક ની સહી ધરાવતી અને બેન્કનોટની પાછળ છપામણી નું વર્ષ ‘2017’ છપાયેલ હોય તેવી બેન્કનોટો જારી કરશે. આ ઇસ્યુ થનાર બેન્કનોટોની ડીઝાઇન, નંબર પેનલોમાં આંકડાઓ ના ચડતા કદ, બ્લીડ લાઇન્સ તથા આગળ ના ભાગ માં વિસ્તારેલા ઓળખ ચિન્હ સાથે દરેક બાબતમાં તાજેતરમાં મહાત્મા ગાંધી સીરીઝ – 2005 માં ઇસ્યુ કરેલ રૂપિયા 100/- ની બેન્કનોટ જેવા છે. બેંક દ્વારા ભૂતકાળમાં જારી કરવામાં આવેલ રૂપિયા 100/- ના મૂલ્યવર્ગની તમામ બેન્કનોટો કાયદેસરના ચલણ તરીકે ચાલુ રહેશે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2016 – 2017/2086 |