<font face="mangal" size="3">રૂપિયા 2000 ની બેન્કનોટો જારી કરવી: RBI રૂપિયા 2000 ની બે&# - આરબીઆઈ - Reserve Bank of India
રૂપિયા 2000 ની બેન્કનોટો જારી કરવી: RBI રૂપિયા 2000 ની બેન્કનોટો ઇસ્યુ કરે છે
તારીખ: 08 નવેમ્બર 2016 રૂપિયા 2000 ની બેન્કનોટો જારી કરવી: RBI રૂપિયા 2000 ની બેન્કનોટો ઇસ્યુ કરે છે. ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં રૂપિયા 2000 ના મૂલ્ય વર્ગની બેન્કનોટો મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં બહાર પાડશે જે અંદર મૂકેલા અક્ષર સિવાયની, ડૉ. ઉર્જિત આર. પટેલ, ગવર્નર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સહી ધરાવતી તથા બેન્કનોટની પાછળ છપામણીનું વર્ષ “2016” છપાયેલી હશે. નવા મૂલ્ય વર્ગની પાછળની બાજુ દેશના આંતરગ્રહીય અન્તરિક્ષમાંના પ્રથમ સાહસને દર્શાવતા મંગળયાન ની થીમ છે. નોટ નો આધાર રંગ કીરમજી (magenta) છે. નોટની આગળ અને પાછળ બંને બાજુએ સમગ્ર રંગયોજના સાથે ગોઠવણી કરીને અન્ય ડીઝાઇન, ભૌમિતિક રચનાઓ છે. બેન્કનોટોના વિશેષ લક્ષણો નીચે પ્રમાણે હશે:
બેન્કનોટ નું પરિમાણ / કદ 66 mm x 166 mm રહેશે. અલ્પના કીલાવાલા પ્રેસ પ્રકાશન: 2016 – 2017/1144 |