<font face="mangal" size="3">અલ્લાહાબાદ હાઈ કોર્ટની “૧૫૦” મી જયંતિ નાં ઉજ - આરબીઆઈ - Reserve Bank of India
અલ્લાહાબાદ હાઈ કોર્ટની “૧૫૦” મી જયંતિ નાં ઉજવણી પ્રસંગે ₹. ૫ નાં સિક્કા બહાર પાડવા અંગે
26 એપ્રિલ 2017 અલ્લાહાબાદ હાઈ કોર્ટની “૧૫૦” મી જયંતિ નાં ઉજવણી પ્રસંગે ₹. ૫ નાં સિક્કા બહાર પાડવા અંગે ભારત સરકારે ઉપર ઉલ્લેખ કરેલ સિક્કા બહાર પાડેલ છે જેને ટૂંક સમયમાં રિઝર્વ બેંક દ્વારા ચલણમાં મુકવામાં આવશે. ફેબ્રુઆરી 23, 2016 ના રોજ આર્થિક બાબત વિભાગ, નાણા મંત્રાલય, નવી દિલ્હી દ્વારા જારી થયેલ ભારતના ગેઝેટમાં નિર્દિષ્ટ અસાધારણ- ભાગ 2- વિભાગ 3-પેટા કલમ (i) – જીએસઆર. 191 (ઇ), મુજબ આ સિક્કાની ડિઝાઈન ની વિગતો નીચે મુજબ છે- ઉપરની બાજુ સિક્કાના મુખ ભાગની વચ્ચે , અશોક સ્તંભનો મુખ્ય સિંહ હશે જેની નીચે અંકિત થયેલ મુદ્રાલેખ “सत्य मेव जयते“, ડાબી બાજુના પરિઘમાં દેવનાગરી લિપિમાં “भारत“ શબ્દ અને જમણી બાજુના પરિઘમાં અંગ્રેજીમાં લખેલ “ INDIA “ શબ્દ હશે અને તેમાં રૂપિયાનું પ્રતિક “₹” તથા મુખ્ય સિંહ ની નીચે આંતર રાષ્ટ્રીય અંકમાં અંકિત મૂલ્ય “ 5 “ હશે. પાછલી બાજુ સિક્કાનાં મુખ ભાગમાં “Centre façade of Allahabad High Court Building emerging from the book“ લખાણ દર્શાવતી છબી હશે. સિક્કાના આ ભાગમાં ઉપર અને નીચેનાં પરિઘમાં ક્રમશઃ દેવનાગરી લિપિમાં “ इलाहाबाद उच्च न्यायालय का १५० वां वार्षिकोत्सव ” તથા “ 150th ANNIVERSARY OF ALLAHABAD HIGH COURT “ લખાણ હશે. છબીની નીચેના ભાગમાં અંગ્રેજી આંકડામાં વર્ષ ૧૮૬૬-૨૦૧૬ લખેલ હશે. ધ કોઈનેજ એક્ટ , ૨૦૧૧ ની જોગવાઈ મુજબ આ સિક્કા કાનૂની ચલણ છે. આ અંકિત મૂલ્યના પ્રવર્તમાન સિક્કા પણ કાયદેસર ચલણ તરીકે ચાલુ રહેશે. અજીત પ્રસાદ પ્રેસ જાહેરાત : ૨૦૧૬-૨૦૧૭/૨૯૦૩ |