<font face="mangal" size="3">જાગૃતિ કો-ઓપરેટિવ અર્બન બેંક લિમિટેડ, હૈદરાબ - આરબીઆઈ - Reserve Bank of India
જાગૃતિ કો-ઓપરેટિવ અર્બન બેંક લિમિટેડ, હૈદરાબાદ, તેલંગણા - પર દંડ લાદવામાં આવ્યો
22 સપ્ટેમ્બર 2017 જાગૃતિ કો-ઓપરેટિવ અર્બન બેંક લિમિટેડ, હૈદરાબાદ, તેલંગણા - પર દંડ લાદવામાં આવ્યો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (સહકારી મંડળીઓને લાગુ પડતી હોય તે) ની કલમ 46 (4) સાથે કલમ 47A (1) (બી) ની જોગવાઈઓ હેઠળ તેની પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને, ડિરેક્ટર્સ અને તેમના સંબંધીઓને લોન અને એડવાન્સીસ આપવા અંગેના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનાં સૂચનો / દિશાનિર્દેશોનાં ઉલ્લંઘન કરવા માટે જાગૃતિ કો-ઓપરેટિવ અર્બન બેંક લિમિટેડ, હૈદરાબાદ, તેલંગણા પર રૂ.50,000/- (રૂપિયા પચાસ હજાર માત્ર) નો નાણાકીય દંડ લાદયો છે. ભારતીય રિઝર્વ બેંકે, બેંકને “કારણ દર્શાવો નોટિસ” જારી કરી હતી, જેના પ્રતિભાવમાં બેંકે લેખિત જવાબ આપ્યો હતો. કેસની હકીકતો પર વિચારણા કર્યા પછી બેન્કના એ અંગેના જવાબ અને વ્યક્તિગત સુનાવણી પછી રિઝર્વ બૅન્ક એ નિષ્કર્ષ પર આવી કે ઉલ્લંઘનો સિદ્ધ થાય છે અને નાણાકીય દંડ લાદવાની જરૂર છે. અજિત પ્રસાદ પ્રેસ્ પ્રકાશન: 2017-2018/816 |