<font face="mangal" size="3">જના સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમિટેડે કામગીરી શ - આરબીઆઈ - Reserve Bank of India
જના સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમિટેડે કામગીરી શરૂ કરી છે
માર્ચ 28, 2018 જના સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમિટેડે કામગીરી શરૂ કરી છે જના સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમિટેડ દ્વારા 28 મી માર્ચ, 2018 થી અમલમાં આવે તે રીતે નાની નાણાંકીય બેન્ક (small finance bank) તરીકેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભારતમાં નાની નાણાંકીય બેન્ક (સ્મોલ ફાઇનાન્સ બેન્ક) નો વ્યવસાય હાથ ધરવા માટે રિઝર્વ બૅંકે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 22 (1) હેઠળ બેંકને લાઇસેંસ જારી કર્યું છે. જનાલક્ષ્મી ફાઈનાન્સિયલ સર્વિસીઝ પ્રાઇવેટ લિમિટેડ, બેંગલુરુ, એ 10 અરજદારો પૈકીની એક હતી, કે જેમને સપ્ટેમ્બર 16, 2015 ના રોજ પ્રેસ પ્રકાશનમાં થયેલી જાહેરાત મુજબ સ્મોલ ફાઇનાન્સ બેન્કની સ્થાપના માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. જોસ જે. કટ્ટુર પ્રેસ પ્રકાશન: 2017-2018/2592 |