જીઓ પેમેન્ટસ બેન્ક લિમિટેડે કામગીરી શરૂ કરી છે
એપ્રિલ 03, 2018 જીઓ પેમેન્ટસ બેન્ક લિમિટેડે કામગીરી શરૂ કરી છે જીઓ પેમેન્ટસ બેન્ક લિમિટેડ દ્વારા 3 જી એપ્રિલ, 2018 થી અમલમાં આવે તે રીતે પેમેન્ટસ બેન્ક તરીકેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભારતમાં પેમેન્ટસ બેન્કનો વ્યવસાય હાથ ધરવા માટે રિઝર્વ બૅંકે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 22 (1) હેઠળ બેંકને લાઇસેંસ આપ્યું છે. રિલાયંસ ઇન્ડસ્ટ્રી લિમિટેડ, મુંબઈ, એ 11 અરજદારો પૈકીની એક હતી, જેને ઓગસ્ટ 19, 2015 ના રોજ પ્રેસ પ્રકાશનમાં થયેલી જાહેરાત મુજબ પેમેન્ટસ બેન્કની સ્થાપના માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. જોસ જે. કટ્ટુર પ્રેસ પ્રકાશન: 2017-2018/2617 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: