<font face="mangal" size="3">કિસાન ક્રેડીટ કાર્ડ (કે સી સી) યોજના : પશુપાલન અન - આરબીઆઈ - Reserve Bank of India
કિસાન ક્રેડીટ કાર્ડ (કે સી સી) યોજના : પશુપાલન અને મત્સ્યોદ્યોગ માટે કાર્યકારી મૂડી
તારીખ : ફેબ્રુઆરી માર્ચ 04, 2019 કિસાન ક્રેડીટ કાર્ડ (કે સી સી) યોજના : પશુપાલન અને મત્સ્યોદ્યોગ માટે કાર્યકારી મૂડી કિસાન ક્રેડીટ કાર્ડ (કે સી સી) યોજના નો હેતુ ખેડૂતો ને પાક માટે બેન્કિંગ સીસ્ટમ ના સહયોગ થી પુરતી અને સમયસર ટૂંકા ગાળા ની લોન સિંગલ વિન્ડો અંતર્ગત ફ્લેક્ષિબ્લ અને સરળ પ્રક્રિયા થી મળે તે છે. આ ઓપરેશનલ ફ્લેક્ષિબિલિટી નો વ્યાપ પશુપાલન અને મત્સ્યોદ્યોગ કરતાં ખેડૂતો સુધી પહોંચે તે માટે ભારત સરકારે તેના 2018-19 ના બજેટ માં કેસીસી ની સવલતો નો લાભ આવા ખેડૂતો ને મળે તેવો નિર્ણય જાહેર કર્યો છે. આ બાબત ની ચકાસણી કરવામાં આવી છે અને બધા હિસ્સેદારો સાથે મસલત કર્યા બાદ નિર્ણય કરવામાં આવ્યો છે કે કાર્યકારી મૂડી ની જરૂરિયાત માટે, કિસાન ક્રેડીટ કાર્ડ (કે સી સી) અંતર્ગત અપાતી સવલત નો વ્યાપ પશુપાલન અને મત્સ્યોદ્યોગ કરતાં ખેડૂતો માટે પણ વધારવો. અનિરુદ્ધ ડી જાધવ પ્રેસ જાહેરાત : 2018-2019/1839 |