વર્તમાન રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો ના કાયદેસરના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું- રોકડ ઉપાડ ની
મર્યાદા (limit)
RBI/2016-17/123 10 નવેમ્બર 2016 ચેરમન/ મેનેજીંગ ડાયરેક્ટર અને મુખ્ય વહીવટી અધિકારી પ્રિય મહોદય, વર્તમાન રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો ના કાયદેસરના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું- રોકડ ઉપાડ ની કૃપયા અમારા તારીખ 08 નવેમ્બર 2016 ના પરિપત્ર DCM (Plg) No.1226/10.27.00/2016-17 નો સંદર્ભ જુઓ. 2. ઉપરોક્ત પરિપત્ર ના ફકરા 3.c (iv) અન્વયે, બેંક ખાતા માંથી કાઉન્ટર પર નો રોકડ ઉપાડ, જાહેરનામાં ની તારીખ થી 24 નવેમ્બર 2016 ના કામકાજ ના અંત સુધી, સાપ્તાહિક રૂ. 20000 ની સમગ્ર મર્યાદા ને અધીન દૈનિક રૂ. 10000 સુધી પ્રતિબંધિત રહેશે, ત્યાર બાદ આ મર્યાદાઓ ની સમીક્ષા કરવામાં આવશે. એ બાબત ની સ્પષ્ટતા કરવામાં આવે છે કે ઉપરની મર્યાદાઓ (નીચેના) દ્વારા બેંક ખાતામાંથી રોકડ ઉપાડ ને લાગુ પડતી નથી i. એક બેંક દ્વારા અન્ય બેંક માંથી ii. પોસ્ટ ઓફીસ iii. આંતરાષ્ટ્રીય હવાઈ મથકો પર કાર્ય કરતા મની ચેન્જર્સ iv. વ્હાઈટ લેબલ ATMs ના ઓપરેટર્સ 3. કરન્સી ચેસ્ટ ધરાવતી શાખાઓ ને તેમના સાનિધ્ય માંની અન્ય શાખાઓ –લીન્કડ અથવા અન્ય- ની રોકડ આપૂર્તિ માટે ની વિનંતીઓ ને સમાવવાનું જણાવવામાં આવ્યું છે. 4. CTR/STR રીપોર્ટીંગ ને અધીન, Specified બેંક નોટો ને તમામ પ્રકાર ના ડીપોઝીટ/ લોન ખાતાઓમાં ડીપોઝીટ કરવા દેવામાં આવે છે. આપનો વિશ્વાસુ, (પી. વિજય કુમાર) |
પેજની છેલ્લી અપડેટની તારીખ: