<font face="mangal" size="3px">રવિ પાક ની ઋતુ માટે રોકડ ઉપલબ્ધ કરાવવી-બેંકો ન - આરબીઆઈ - Reserve Bank of India
રવિ પાક ની ઋતુ માટે રોકડ ઉપલબ્ધ કરાવવી-બેંકો ને સલાહ
RBI/2016-17/148 22 નવેમ્બર 2016 ચેરમન/ મેનેજીંગ ડાયરેક્ટર / મુખ્ય વહીવટી અધિકારી પ્રિય મહોદય, રવિ પાક ની ઋતુ માટે રોકડ ઉપલબ્ધ કરાવવી-બેંકો ને સલાહ આપ જાણો છો કે રવિ પાકની ઋતુનો ક્યારનોય પ્રારંભ થઇ ચૂક્યો છે અને તે હિતાવહ છે કે ખેડૂતોને વિના અવરોધે કૃષિ કામગીરી સુનિશ્ચિત કરવા માટે પૂરતી નાણાંકીય મદદ કરવામાં આવે. 2. એવો અંદાજ મૂકવામાં આવે છે કે ડીસીસીબી (DCCBs) ને, પ્રતિ સપ્તાહ રૂપિયા 10,000/- કરોડના દરે, ખેડૂતોને પાક ધિરાણ મંજૂર કરવા અને વિતરણ કરવા રૂપિયા 35,000/- કરોડની જરૂર પડશે. નાબાર્ડ, ડીસીસીબી (DCCBs) ને પીએસીએસ (PACS) અને ખેડૂતોને જરૂરી પાક ધિરાણનું વિતરણ કરવા સક્ષમ બનાવવા માટે, તેની પોતાની લગભગ રૂપિયા 23,000/- કરોડની કેશ ક્રેડીટ લીમીટનો ઉપયોગ કરશે. 3. કૃષિ વિષયક ખર્ચાઓની ચૂકવણી માટે આમાંની ઘણીબધી લોનો રોકડમાં વિતરિત કરવામાં આવશે, તેથી આ સંબંધમાં અમે જણાવીએ છીએ કે કરન્સી ચેસ્ટો ધરાવતી બેન્કોએ ડીસીસીબી અને આર. આર. બી. માટે પર્યાપ્ત રોકડ પુરવઠો સુનિશ્ચિત કરવો જોઈએ. તમામ વાણિજ્ય બેન્કોની (પ્રાદેશિક ગ્રામીણ બેંકો સહિત) ગ્રામીણ શાખાઓને પણ પર્યાપ્ત રોકડ પુરવઠો સુનિશ્ચિત કરવો જોઈએ. વધુમાં, એ. પી. એમ. સી. માં આવેલી બેંક શાખાઓને પણ સરળ પ્રાપ્તિની સવલત માટે પર્યાપ્ત રોકડ આપવી જોઈએ. આપનો વિશ્વાસુ, (પી. વિજયકુમાર) |