<font face="mangal" size="3">માસ્ટર પરિપત્ર- લઘુમતી સમુદાયો માટે ક્રેડિટ  - આરબીઆઈ - Reserve Bank of India
માસ્ટર પરિપત્ર- લઘુમતી સમુદાયો માટે ક્રેડિટ સુવિધાઓ
આરબીઆઇ/2017-2018/6 જુલાઈ 01, 2017 ચેરમેન / મેનેજિંગ ડિરેક્ટર સાહેબશ્રી, માસ્ટર પરિપત્ર- લઘુમતી સમુદાયો માટે ક્રેડિટ સુવિધાઓ કૃપા કરીને જુલાઈ 01, 2016 નો, તે તારીખ સુધી લઘુમતી સમુદાયોને ક્રેડિટ સુવિધાઓ સંબંધિત સૂચનો/માર્ગદર્શિકા/નિર્દેશો એકત્રિત કરેલ અમારો માસ્ટર પરિપત્રસં.FIDD.GSSD.BC.No.01/09.10.01/2016-17, (સપ્ટેમ્બર 29, 2016 ના રોજ અપડેટ કરેલ) જુઓ. તા.30 જૂન, 2017 સુધીના નિર્દેશોનો સમાવેશ કરીને માસ્ટર પરિપત્રને યોગ્ય રીતે અપડેટ કરવામાં આવ્યો છે અને આરબીઆઈની વેબસાઇટ (/en/web/rbi) પર મુકેલ છે. આપનો વિશ્વાસુ, (અજય કુમાર મિશ્ર) સંલગ્ન: ઉપર પ્રમાણે માસ્ટર પરિપત્ર 1. લઘુમતી સમુદાયો માટે ક્રેડિટ સુવિધાઓ: ભારત સરકારે સૂચવ્યું છે કે લઘુમતી સમુદાયો માટે વાજબી અને પર્યાપ્ત માપમાં, વિવિધ સરકારી સ્પોન્સર્ડ યોજનાઓમાંથી અપાનારા લાભો સુરક્ષિત રખાય તે માટે કાળજી લેવાવી જોઇએ. તદનુસાર, લઘુમતી સમુદાયોમાં બેંક ધિરાણનો સરળ પ્રવાહ સુનિશ્ચિત કરવા માટે તમામ કોમર્શિયલ બેન્કોને સલાહ આપવામાં આવે છે. ભારત સરકારે ઓછામાં ઓછા 25 ટકા લઘુમતી વસ્તી ધરાવતા, જ્યાં આ લઘુમતીઓ ની બહુમતિ છે તે રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશો સિવાયના (જે એન્ડ કે, પંજાબ, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ અને લક્ષદ્વીપ) 121 લઘુમતી સાંદ્રતા ધરાવતા જિલ્લાઓની યાદી પણ અગાઉ મોકલી છે. તદનુસાર આ 121 જિલ્લાઓમાં લઘુમતીઓને ધિરાણના પ્રવાહ પર ખાસ દેખરેખ રાખવા માટે અને એ રીતે અગ્રતા ક્ષેત્રના એકંદર લક્ષ્યાંકની અંદર લઘુમતી સમુદાયોને ક્રેડિટનો વાજબી અને ન્યાયપૂર્ણ ભાગ પ્રાપ્ત થાય તેની ખાતરી કરવા તમામ અનુસૂચિત કોમર્શિયલ બેન્કોને વિનંતી કરવામાં આવે છે (અનુસૂચિ 1 માં લઘુમતી કેન્દ્રીકરણ જિલ્લાઓની યાદી). પ્રાધાન્યતા ક્ષેત્રને ધિરાણ પર રિઝર્વ બૅન્કની વર્તમાન માર્ગદર્શિકાના સંદર્ભમાં અગાઉના વર્ષમાં 31 મી માર્ચ સુધીના એડજસ્ટેડ નેટ બૅન્ક ક્રેડિટ (એ.એન.બી.સી) ના 40 ટકા અથવા ઓફ-બેલેન્સ શીટ એક્સપોઝર (ઓ.બી.ઇ.) ની ક્રેડિટ સમકક્ષ રકમ, જે વધારે હોય તે લક્ષ્યાંક રાખેલ છે. અને તે સ્થાનિક શેડ્યૂલ કોમર્શિયલ બેંકો અને વિદેશી બેન્કો (20 અને તેનાથી વધુ શાખાઓ ધરાવતી) દ્વારા અગ્રતા ક્ષેત્રને ધિરાણ આપવા માટે ફરજિયાત કરવામાં આવ્યું છે. આમાં, અગાઉના વર્ષના 31 માર્ચ સુધી એન.એન.બી.સી.ના 10 ટકા અથવા ઓ.બી.ઇ.ના ક્રેડિટ સમતુલ્ય રકમનો ઉપ-લક્ષ્ય, જે અગાઉના વર્ષે 31 માર્ચ સુધીમાં ઊંચો છે, તે નબળા વર્ગોમાં ધિરાણ માટે ફરજિયાત છે, જેમાં અન્ય લોકો સહિત લઘુમતી સમુદાયોના લોકોનો સમાવેશ થાય છે. 2. લઘુમતી સમુદાયોની વ્યાખ્યા 2.1 નીચેના સમુદાયોને લઘુમતી બાબતોના મંત્રાલય, ભારત સરકાર, દ્વારા લઘુમતી સમુદાયો તરીકે સૂચિત કરવામાં આવ્યા છે; (એ) શીખો (બી) મુસ્લિમો (સી) ખ્રિસ્તીઓ (ડી) ઝોરોસ્ટ્રિયનો (ઈ) બૌદ્ધો (એફ) જૈનો 2.2 ભાગીદારી પેઢીના કિસ્સામાં, જો મોટાભાગના ભાગીદારો એક કે બીજા ચોક્કસ લઘુમતી સમુદાયો સાથે સંકળાયેલા હોય, તો આવી ભાગીદારી કંપનીઓને આપવામાં આવેલ ધિરાણને લઘુમતી સમુદાયોને આપવામાં આવતા એડવાન્સ તરીકે ગણવામાં આવે છે. વધુમાં, જો ભાગીદારી પેઢીમાં બહુમતી લાભદાયી માલિકી લઘુમતી સમુદાયની હોય, તો પછી આવા ધિરાણને નિર્દિષ્ટ સમુદાયોને કરેલ ધિરાણ તરીકે વર્ગીકૃત કરી શકાય છે. કંપની પાસે એક અલગ કાનૂની એન્ટિટી છે અને તેથી તેને આપવામાં આવેલ એડવાન્સને સ્પષ્ટ લઘુમતી સમુદાયોને એડવાન્સ તરીકે વર્ગીકૃત કરી શકાતી નથી. 3. સ્પેશિયલ સેલનું નિર્માણ અને વિશિષ્ટ અધિકારીની નિયુક્તી કરવી 3.1 લઘુમતી સમુદાયોમાં ધિરાણ સરળ પ્રવાહ સુનિશ્ચિત કરવા દરેક બેંકમાં એક ખાસ સેલની સ્થાપના થવી જોઈએ અને તે નાયબ જનરલ મેનેજર / મદદનીશ જનરલ મેનેજર અથવા અન્ય કોઈ પણ સમાન ક્રમના હોદ્દા ધરાવતા અધિકારી ની આગેવાની હેઠળ હોવો જોઈએ જેણે 'નોડલ ઓફિસર' તરીકે કામ કરવું જોઈએ. 3.2 દરેક લઘુમતી સાંદ્રતા જિલ્લાઓમાં લીડ બેન્ક પાસે એક અધિકારી એવો હોવો જોઈએ કે જે સંપૂર્ણપણે લઘુમતી સમુદાયોને ધિરાણ પ્રવાહ સવલતો સંબંધિત કાર્ય સંભાળશે.લઘુમતી સમુદાયોમાં બૅન્ક ક્રેડિટના વિવિધ કાર્યક્રમોનો પ્રચાર કરવો અને શાખા મેનેજરો સાથે મળીને તેમના લાભ માટે યોગ્ય યોજનાઓ તૈયાર કરવી એ તેની જવાબદારી રહેશે. 3.3 નિયુક્ત અધિકારીએ સંબંધિત જિલ્લાઓમાં લઘુમતી સમુદાયોને ધિરાણ સહાય સંબંધિત પાસાઓ પર સંપૂર્ણપણે ધ્યાન આપવું જોઈએ. નિયુક્ત થયેલ અધિકારીને જિલ્લા કક્ષાએ સ્થાપિત લીડ બેંકની સાથે જોડી શકાય. આમ તે લીડ બેન્ક અધિકારી પાસેથી જરૂરી માર્ગદર્શન મેળવી શકશે, જે પર્યાપ્ત વરિષ્ઠ હશે અને તેને અન્ય ક્રેડિટ સંસ્થાઓ અને સરકારી એજન્સીઓ સાથે અસરકારક રીતે સાંકળવા માટે પર્યાપ્ત અનુભવ હશે અને તે જિલ્લાની અન્ય બેંકોના શાખા મેનેજરો સાથે પણ નજદીકી સહયોગમાં કામ કરશે. નિયુક્ત અધિકારી લઘુમતી સમુદાયોના સભ્યો માટે યોગ્ય યોજનાઓના નિર્માણ અને તેના માર્ગદર્શન માટે ગ્રુપ મીટિંગ્સની વ્યવસ્થા કરશે. નિયુક્ત અધિકારી / અધિકારીઓને સોંપવામાં આવેલી ભૂમિકા અસરકારક રીતે પૂર્ણ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવું એ માટે બૅન્કો માટે જરૂરી રહેશે. 3.4 જીલ્લા કન્સલ્ટિટેટિવ કમિટીઓ (ડી.સી.સી.) અને સ્ટેટ લેવલ બેન્કર્સ સમિતિઓ (એસ.એલ.બી.સી.) ની કન્વીનર બેન્કોએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે લઘુમતી સમુદાયોને ધિરાણના પ્રવાહને સરળ બનાવવા માટે લેવામાં આવતા પગલાં અને આ બાબતે કરવામાં આવેલી પ્રગતિની તેમની બેઠકોમાં નિયમિત સમીક્ષા કરવામાં આવે. 3.5 ડીએલઆરસી / એસએલઆરએમ / એસએલબીસીની કન્વીનર બેન્કો રાજ્ય લઘુમતી કમિશન / બોર્ડ અથવા રાજ્ય લઘુમતીઓ ફાઇનાન્સિયલ કોર્પોરેશનોના ચેરમેન / મેનેજિંગ ડિરેક્ટર અથવા તેમના પ્રતિનિધિઓને ડિસ્ટ્રિક્ટ લેવલ રિવ્યૂ કમિટી (ડીએલઆરસી), રાજ્ય સ્તરની સમીક્ષા બેઠક (એસએલઆરએમ) અને સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (એસએલબીસી) ની સભાઓમાં હાજર રહેવા માટે આમંત્રિત કરી શકે છે. 3.6 બેંકો દ્વારા (i) મુખ્ય કચેરીના સ્પેશિયલ સેલના ઇન-ચાર્જ- અધિકારી અને (ii) નક્કી કરેલા જિલ્લાઓમાં લઘુમતી સમુદાયોની સમસ્યાઓ પર સંપૂર્ણપણે ધ્યાન આપવા લીડ બેંકો દ્વારા નિયુક્ત થયેલ અધિકારીના નામો, હોદ્દો અને કાર્યાલયના સરનામાં લઘુમતીઓ માટેના રાષ્ટ્રીય કમિશનને નીચેના સરનામે મોકલાવા જોઈએ અને સમયાંતરે અપડેટ કરવામાં આવવા જોઈએ: સેક્રેટરી સંબંધિત સંચારની એક નકલ નાણાકીય સમાવેશ અને વિકાસ વિભાગ(F.I.D.D.), રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ ઓફિસ, મુંબઈ ને પણ મોકલવી જોઈએ. 3.7 લઘુમતી સમુદાયોના કેન્દ્રીકરણ વાળા નક્કી કરેલા જિલ્લાઓની લીડ બેંક્સ, જાગરૂકતા, ઉભી કરવી, લાભાર્થીઓની ઓળખ, કાર્યક્ષમ પ્રોજેક્ટ્સની તૈયારી, ઇનપુટ / માર્કેટિંગ, વસુલાત જેવા પાછળના અને આગળના જોડાણોની જોગવાઈ જેવા એક્સ્ટેંશન કાર્યમાં રાજ્યના લઘુમતી કમિશન / ફાઇનાન્સ કોર્પોરેશનને સામેલ કરી શકે છે. 3.8 નક્કી કરેલા જિલ્લાઓમાં લીડ બેંકો સ્વયં સહાયતા જૂથો (એસએચજી) દ્વારા ગરીબો સુધી પહોંચવામાં નાબાર્ડ / એનજીઓ / સ્વૈચ્છિક સંસ્થાઓના ડીડીએમ સાથે સહયોગ કરી શકે છે. લઘુમતી કેન્દ્રિત જિલ્લાઓની લીડ બેંકોએ લઘુતમ સમુદાયોને, ખાસ કરીને ગરીબ અને નિરક્ષર હોય તેવા, ઉત્પાદક પ્રવૃત્તિઓ કરવા માટે બેંક ક્રેડિટ મળી રહે છે તે સુનિશ્ચિત કરવા માટે તેમની પાસેથી અપેક્ષિત એવી, સક્રિય ભૂમિકા ભજવવાની રહેશે. 4. ડીઆરઆઇ સ્કીમ હેઠળ એડવાન્સિસ (ધિરાણો) બેંકો ડીઆરઆઇ સ્કીમ હેઠળની લોન, રાજ્ય લઘુમતી નાણા/વિકાસ નિગમના રસ્તે, આ યોજના હેઠળ સૂચિત લાયકાતનાં માપદંડો અને અન્ય નિયમો અને શરતોને આધીન નિગમોનાં લાભાર્થીઓને મળતા, એસસી/એસટી ડેવલપમેન્ટ કોર્પોરેશનો દ્વારા કરાયેલા લોન્સને લાગુ પડતા સમાન નિયમો અને શરતો પર પ્રદાન કરી શકે છે. લોન કાર્યક્રમો લોન અરજીઓની સમયસર મંજૂરી અને વિતરણ માટે બેંકો રજિસ્ટરની યોગ્ય જાળવણીને સુનિશ્ચિત કરે. 5. મોનીટરીંગ (દેખરેખ) 5.1 ચોક્કસ લઘુમતી સમુદાયોને ધિરાણ પૂરું પાડવા બેંકોની કામગીરી પર નજર રાખવા માટે, લઘુમતી સમુદાયોના સભ્યોને આપવામાં આવેલી ક્રેડિટ સહાય પરની માહિતી અંગેની માહિતી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને, નાણા મંત્રાલય, ભારત સરકારને અને લઘુમતી બાબતોનાં મંત્રાલયને દર વર્ષે અર્ધવાર્ષિક ધોરણે માર્ચ અને સપ્ટેમ્બરના છેલ્લા કાર્યકાળના દિવસે, જે હોય તે, પહોંચાડવામાં આવશે. અનુસૂચિ II માં આપવામાં આવેલ પત્રક દરેક અર્ધ વર્ષ પૂરું થયાના એક મહિનાની અંદર આર.બી.આઇ માં પહોંચી જવું જોઈએ. 5.2 નક્કી કરેલ લઘુમતી કેન્દ્રિત જીલ્લાઓમાં જિલ્લા કન્સલ્ટેટિવ કમિટીની કન્વીનર બેન્કોએ નિયત ફોર્મેટ (અનુસૂચિ III) માં બેંકો દ્વારા તેમની મુખ્ય જવાબદારી હેઠળ નાં જિલ્લામાં નિયુક્ત લઘુમતી સમુદાયો ને કરેલ પ્રાધાન્યતા ક્ષેત્રના એડવાન્સિસ પરના સંકલિત કરાયેલ ડેટાને સંબંધિત ક્વાર્ટર પૂરું થયાના એક મહિનાની અંદર આરબીઆઈની સંબંધિત પ્રાદેશિક કચેરીઓ ને મોકલવા જોઈએ. 5.3 લઘુમતી સમુદાયોને ધિરાણના પ્રવાહના સંદર્ભમાં કરવામાં આવેલી પ્રગતિની સમીક્ષા જિલ્લા કન્સલ્ટેટિવ કમિટીઓ (ડીસીસી) અને સ્ટેટ લેવલ બેન્કર્સ સમિતિઓ (એસએલબીસી) ની સભાઓમાં નિયમિત રીતે થવી જોઈએ. 5.4 નક્કી કરેલ લઘુમતી કેન્દ્રિત જિલ્લાઓમાં લીડ બેંકોએ એજન્ડા નોંધોની સંબંધિત તારીજ (extracts) અને ડીસીસી તથા સંબંધિત એસએલબીસીની સભાઓની કાર્યસૂચી ત્રિમાસિક ધોરણે નાણા મંત્રાલય અને લઘુમતી બાબતોના મંત્રાલયને તેમના ઉપયોગ માટે મોકલવી જોઈએ. 6. તાલીમ 6.1 બેંકોના કર્મચારીઓ અને અધિકારીઓ પાસે લઘુમતીઓના કલ્યાણ માટેના વિવિધ કાર્યક્રમોની યોગ્ય પરિપ્રેક્ષ્ય અને કદર હોય તેની ખાતરી કરવા માટે અધિકારીઓ અને અન્ય સ્ટાફને જરૂરી ઓરિએન્ટેશન પ્રદાન કરી શકાય છે.આ હેતુ માટે, બેન્કોમાં તમામ સંબંધિત તાલીમ કાર્યક્રમો જેવા કે યોગ્ય અભ્યાસક્રમો, ગ્રામીણ ધિરાણ પરના કાર્યક્રમો, અગ્રતા ક્ષેત્રોના ધિરાણ, ગરીબી નિવારક કાર્યક્રમો વગેરે જેવા યોગ્ય લેક્ચર સત્રોનો સમાવેશ થવો જોઈએ. 6.2 નક્કી કરેલ જિલ્લાઓમાં લીડ બેંકો ધિરાણ યોજનાઓ હેઠળ લઘુમતી સમુદાયોને સહાય કરવા વિવિધ નક્કી કરેલ જિલ્લાઓમાં યોગ્ય તાલીમ દ્વારા પોસ્ટ કરેલ સ્ટાફને સેન્સીટાઈઝ અને પ્રેરિત કરી શકે છે. 6.3 લીડ બેંકો, બેંક અધિકારીઓ માટે નાબાર્ડના ડીડીએમની સહાયથી માટે માઇક્રો ક્રેડિટ / એસએચજી ને ધિરાણ માટે સેન્સીટાઈઝેસન વર્કશોપ ગોઠવી શકે છે. 6.4 નક્કી કરેલ જિલ્લાઓમાં કાર્યરત લીડ બેંકોએ એન્ટ્રપ્રિન્યર ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સનું આયોજન કરવું જોઈએ જેથી આ વિસ્તારોમાં લઘુમતી સમુદાયોના સભ્યો બેંકો દ્વારા નાણાં પૂરાં પાડવામાં આવતા વિવિધ કાર્યક્રમોના ફાયદા મેળવવા માટે સક્ષમ બને. જીલ્લાઓમાં મોટાભાગના લોકો દ્વારા હાથ ધરવામાં આવેલા મોટા વ્યવસાય અને પ્રવૃત્તિનાં પ્રકાર પર આધાર રાખીને, રાજ્ય સરકારો, ઉદ્યોગ વિભાગ, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સિડબી, રાજ્ય ટેકનિકલ કન્સલ્ટન્સી સંસ્થા, ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગ કમિશન અને અન્ય સ્વૈચ્છિક સંગઠનો સાથે સહકારમાં યોગ્ય કાર્યક્રમો ગોઠવવામાં આવે જે આવા તાલીમ અને અભિગમ આપવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. પ્રવર્તમાન શરતો, જરૂરિયાતો અને પ્રવર્તમાન કુશળતા તેમજ જિલ્લાના લોકોની અભિરુચિને ધ્યાનમાં રાખીને પ્રોગ્રામનો સમયગાળો, અભ્યાસક્રમ સામગ્રી, ફેકલ્ટીની પસંદગી વગેરે નક્કી કરવા માટે દરેક લીડ બેન્કે નિર્ણય લેવો જોઈએ. 7. પ્રચાર 7.1 જ્યાં લઘુમતી સમુદાયોની મોટી સાંદ્રતા અને ખાસ કરીને અનુસૂચિ-1 માં સૂચિબદ્ધ જિલ્લાઓમાં લઘુમતી સમુદાયોની સાંદ્રતા હોય ત્યાં સરકારની વિવિધ ગરીબી વિરોધી યોજનાઓ વિશે સારી પ્રસિદ્ધિ થવી જોઈએ. 7.2 નક્કી કરેલ જિલ્લાઓમાં લીડ બેંકો (i) પ્રિન્ટ મિડિયા એટલે કે સ્થાનિક ભાષાઓમાં પત્રિકાઓનું વિતરણ, અખબારોમાં જાહેરાતો/લેખો વગેરે. (ii) ટીવી ચેનલો - ડીડી/સ્થાનિક ચેનલો, (iii) આ સમુદાયો દ્વારા ધાર્મિક/ઉત્સવના પ્રસંગોએ યોજાયેલ મેળા/મેળામાં સ્ટોલોની ભાગીદારી/ઉભા કરવા, જેવા યોગ્ય પગલાં દ્વારા બેંકોમાંથી ઉપલબ્ધ ક્રેડિટ સવલતો અંગે લઘુમતી સમુદાયોમાં જાગૃતિ પેદા કરી શકે છે 8. રાષ્ટ્રીય લઘુમતીઓ વિકાસ અને નાણાં નિગમ (એનએમડીએફસી) 8.1 સપ્ટેમ્બર 1994 માં લઘુમતીઓના પછાત વર્ગની આર્થિક અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય લઘુમતીઓ વિકાસ અને નાણાં નિગમ (એનએમડીએફસી) ની સ્થાપના કરવામાં આવી હતી. એનએમડીએફસી સર્વોચ્ચ સંસ્થા તરીકે કામ કરે છે અને તેના ભંડોળને સંબંધિત રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોના રાજ્ય લઘુમતી ફાઇનાન્સ કોર્પોરેશન દ્વારા લાભાર્થીઓને વહેંચે છે. 8.2 અન્ય બાબતોની સાથે સાથે એનએમડીએફસી માર્જિન મની સ્કીમનું સંચાલન કરે છે. આ યોજના અંતર્ગત પ્રોજેક્ટનાં ખર્ચનાં 60 ટકા જેટલું બૅન્ક ધિરાણ રહેશે. પ્રોજેક્ટ ખર્ચની બાકીની રકમ એનએમડીએફસી, રાજ્યની વહેંચણી એજન્સી અને લાભાર્થી વચ્ચે અનુક્રમે 25%, 10% અને 5% ના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. બેંકો એનએમડીએફસી દ્વારા વિકસિત માર્જિન મની યોજનાનો અમલ કરી શકે છે. બેન્ક ફાઇનાન્સનાં વિતરણ કરતી વખતે, બેન્કો અગ્રતા ક્ષેત્રના એડવાન્સિસ અંગે આરબીઆઈ દ્વારા સમય-સમય પર આપવામાં આવેલી માર્ગદર્શિકા / સૂચનાઓ ધ્યાનમાં લેશે. તે સુનિશ્ચિત થવું જોઈએ કે લોનની રકમમાંથી સર્જીત અસ્ક્યામતો બેન્કોને ગીરો / હસ્તાન્તરિત છે. જ્યાં બેન્કો દ્વારા વસુલી કરવામાં આવી છે, ત્યાં જો બૅન્કની બાકી લેણાંની સામે આ રકમનો વિનિયોગ થાય તો તે યોગ્ય ગણાશે. 9. લઘુમતીઓના કલ્યાણ માટે વડા પ્રધાનનો 15 પોઇન્ટ પ્રોગ્રામ ભારત સરકારે "લઘુમતિના કલ્યાણ માટેના વડાપ્રધાનના નવા 15-પોઇન્ટ પ્રોગ્રામ" માં સુધારો કર્યો છે. પ્રોગ્રામનો એક મહત્વનો ઉદ્દેશ એ છે કે પ્રાથમિકતા ક્ષેત્રના ધિરાણના યોગ્ય ટકાવારીને લઘુમતી સમુદાયો માટે લક્ષ્ય બનાવાય અને વિવિધ સરકારી સ્પોન્સર્ડ યોજનાઓના લાભો અંડર પ્રીવીલેજ સુધી પહોંચે, જેમાં લઘુમતી સમુદાયોના વંચિત વિભાગોનો સમાવેશ થાય. નવા પ્રોગ્રામ રાજ્ય સરકારો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સંબંધિત કેન્દ્રીય મંત્રાલયો / વિભાગો દ્વારા અમલમાં મુકવામાં આવે છે અને લઘુમતી સાંદ્રતા વાળા જિલ્લાઓમાં વિકાસ પ્રોજેકટના ચોક્કસ પ્રમાણના સ્થાનની કલ્પના કરે છે. તદનુસાર, તમામ અનુસુચિત કોમર્શિયલ બેંકોએ ખાતરી કરવી જરૂરી છે કે અગ્રતા ક્ષેત્રના ધિરાણ માટેના લક્ષ્યાંક અને નબળા વર્ગો માટેના 10 ટકા ના ઉપ-લક્ષ્યમાં, લઘુમતી સમુદાયોને પણ ક્રેડિટનો ન્યાયપૂર્ણ ભાગ મળે તેની ખાતરી કરવા માટે પૂરતી સંભાળ લેવામાં આવે. જીલ્લા ધિરાણ યોજના તૈયાર કરતી વખતે લીડ બેંકોને આ જરૂરિયાતને ધ્યાનમાં રાખવાની સલાહ આપવામાં આવી છે. અનુસૂચિ IV લઘુમતી સમુદાયો માટે ક્રેડિટ ફ્લો માસ્ટર પરિપત્રમાં એકત્રિત થયેલા પરિપત્રોની સૂચિ
|