<font face="mangal" size="3">માસ્ટર પરિપત્ર - અનુસૂચિત જાતિ (SCs) અને અનુસૂચિત  - આરબીઆઈ - Reserve Bank of India
માસ્ટર પરિપત્ર - અનુસૂચિત જાતિ (SCs) અને અનુસૂચિત જનજાતિ (STs) માટે ઋણ સુવિધાઓ
આરબીઆઇ/2017-18/7 જુલાઈ 01, 2017 ચેરમેન / મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ સાહેબશ્રી માસ્ટર પરિપત્ર - અનુસૂચિત જાતિ (SCs) અને અનુસૂચિત જનજાતિ (STs) માટે ઋણ સુવિધાઓ કૃપા કરીને અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) ને ઋણ સુવિધાઓ આપવા ની માર્ગદર્શિકા / સૂચનો / દિશાઓ સામાવિષ્ટ કરીને તે અંગે જારી કરેલ જુલાઈ 01, 2016 નો માસ્ટર પરિપત્ર સં. FIDD.CO.GSSD.BC.03/09.09.001/2016-17 નો સંદર્ભ જુઓ. જૂન 30, 2017 સુધી આપવામાં આવેલી સૂચનાઓનો સમાવેશ કરીને માસ્ટર પરિપત્રને યોગ્ય રીતે અદ્યતન (update) કરવામાં આવેલ છે અને તેને વેબસાઇટ /en/web/rbi પર પણ મૂકવામાં આવેલ છે. માસ્ટર પરિપત્રની એક નકલ સામેલ કરેલ છે. આપનો વિશ્વાસુ, (અજય કુમાર મિશ્ર) સંલગ્ન: ઉપર પ્રમાણે માસ્ટર પરિપત્ર - અનુસૂચિત જાતિ (SCs) અને અનુસૂચિત જનજાતિ (STs) માટે ઋણ સુવિધાઓ બેંકોએ તેમના અનુસૂચિત જાતિ (SCs) અને અનુસૂચિત જનજાતિ (STs) માટેના ધિરાણ વધારવા માટે નીચેના પગલાં લેવા જોઈએ: 1. આયોજન પ્રક્રિયા 1.1 આ સંદર્ભે.લીડ બેન્ક યોજના હેઠળ રચાયેલ જીલ્લા કક્ષાની સલાહકાર સમિતિઓ, બેન્કો અને વિકાસ એજન્સીઓ વચ્ચે સંકલનની મુખ્ય પદ્ધતિ તરીકે ચાલુ રહેવી જોઈએ. 1.2 લીડ બેન્કો દ્વારા ઘડવામાં આવેલ જિલ્લા ધિરાણ યોજનાઓ, રોજગાર અને વિકાસ યોજનાઓ સાથે ધિરાણનું સ્પષ્ટપણે જોડાણ દર્શાવતી હોવી જોઈએ 1.3 બેંકોએ જિલ્લા ઉધોગ કેન્દ્રો (DIC), કે જે સ્વ-રોજગારને પ્રોત્સાહન આપવા માટે જુદા જુદા જીલ્લાઓમાં સ્થાપવામાં આવેલા છે, તેમની સાથે નજીકના સંપર્ક સ્થાપિત કરવા પડશે. 1.4 બ્લોક સ્તરે આયોજન પ્રક્રિયામાં અનુસૂચિત જાતિ (SCs) અને અનુસૂચિત જનજાતિ (STs) ને ચોક્કસ ભાર અપાવો જોઈએ. તદનુસાર, આ પ્રકારની સ્કીમોમાં તેમની સહભાગિતા અને સ્વરોજગારી માટે તેમના માટેના ધિરાણના મોટા હિસ્સાની ખાતરી કરવા અનુસૂચિત જાતિ (SCs) અને અનુસૂચિત જનજાતિ (STs) ને અનુકૂળ હોય એવી ધિરાણની યોજના હોવી જોઈએ અને આ સમુદાયોના સભ્યો માટે ખાસ યોગ્ય બેન્કેબલ યોજનાઓ બનાવવી જોઈએ. બેન્કો માટે એ જરૂરી છે કે તેઓ આ સમુદાયોની લોનની દરખાસ્તો અત્યંત સહાનુભૂતિ અને સમજણ સાથે ધ્યાનમાં લે. 1.5 લોન સમયસર મંજૂર થાય,તે પર્યાપ્ત અને ઉત્પાદન લક્ષી છે અને તેઓ પોતાની સ્વ-તરલતા જળવાઈ રહે તેટલી વધારાની આવક પેદા કરે, તે જોવા માટે બેંકોએ તેમના ધિરાણની કાર્યવાહી અને નીતિઓ ની સમયાંતરે સમીક્ષા કરવી જોઈએ. 1.6 સઘન ધિરાણ માટે ગામોને દત્તક લેતી વખતે આ સમુદાયોની નોંધપાત્ર બસ્તી ધરાવતા ગામો ખાસ પસંદ કરવામાં આવે; સંબંધિત સમુદાયો (બસ્તીઓ) અપનાવવાના વિકલ્પ તરીકે જે ગામોમાં આ સમુદાયોની સાંદ્રતા હોય તેને પણ ધ્યાનમાં લઇ શકાય. 2. બેંકોની ભૂમિકા 2.1 ગરીબ ધિરાણ લેનારાઓને ફોર્મ ભરવા અને અન્ય ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે બૅન્કના કર્મચારીઓ મદદ કરી શકે જેથી તેઓ અરજીઓની પ્રાપ્તિની તારીખથી નિર્ધારિત સમયગાળામાં ધિરાણ સુવિધા મેળવી શકે. 2.2 એસસી / એસટી ધિરાણ લેનારાઓને ક્રેડિટ સવલતોનો લાભ લેવા પ્રોત્સાહન આપવા માટે બેન્કો દ્વારા ઘડવામાં આવતી વિવિધ યોજનાઓ વિશે તેમનામાં વધુ જાગૃતિ લાવવાની રહેશે.મોટાભાગના ધિરાણ લેવા પાત્ર વ્યક્તિઓ નિરક્ષર હોઈ, બ્રોશર, અન્ય સાહિત્ય વગેરે દ્વારા પ્રસિદ્ધિ મર્યાદિત ઉપયોગિતાની હશે. બેન્કોના ફિલ્ડ સ્ટાફ માટે વધુ ઇચ્છનીય પદ્ધતિ એ હશે કે તેઓ આવા ધિરાણ લેનારાઓ નો સંપર્ક કરીને તેમને યોજનાઓના મુખ્ય લક્ષણો તથા તેમાંથી થનારા લાભો વિશે સમજાવે. સંપૂર્ણપણે એસ.સી. / એસ.ટી.ના લાભાર્થીઓ ની ધિરાણ જરૂરિયાતોને સમજવા અને ક્રેડિટ પ્લાનમાં તેનો સમાવેશ કરવા માટે વધુ વખત સભાઓનું આયોજન કરવા માટે બેંકોએ તેમની શાખાઓને સૂચિત કરવું જોઈએ. 2.3 આરબીઆઈ / નાબાર્ડ દ્વારા જારી કરેલ પરિપત્રોનાં અનુપાલન માટે કર્મચારીઓમાં પરિચાલિત કરવા જોઈએ. 2.4 સરકાર દ્વારા પ્રાયોજિત ગરીબી નિવારણની યોજનાઓ / સ્વ રોજગારી કાર્યક્રમો હેઠળ એસસી / એસટીનાં લોનધારકો પાસેથી આવેલ લોન અરજીઓ પર વિચાર કરતી વખતે બેન્કોએ થાપણ માટે નો આગ્રહ ન રાખવો જોઈએ. લોનના ભાગને ચૂકવતી વખતે બેંકની બાકી ચુકવણી પૂરી ન થાય ત્યાં સુધી સબસિડી રોકાઈ ના રહે તેની ખાતરી કરવી જોઈએ. સબસિડીની અપફ્રન્ટ ચુકવણી ના કરવી તે અંડર-ફાઇનાન્સિંગ તુલ્ય છે અને મિલકતોના સર્જન / આવક ને ઉભી થતી રોકે છે. 2.5 રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ નાણા અને વિકાસ નિગમ અને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ નાણાં અને વિકાસ નિગમ અનુક્રમે આદિવાસી બાબતોના મંત્રાલય અને સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ સ્થાપવામાં આવ્યા છે.સંસ્થાઓને ઇચ્છિત ઉદ્દેશો હાંસલ કરવા માટે સક્ષમ બનાવવા માટે તમામ જરૂરી સંસ્થાકીય સહાય કરી શકે તે માટે બેંકોએ તેમની શાખાઓ / નિયંત્રણ કચેરીઓને સૂચિત કરવું જોઈએ. 2.6 આ સંગઠનોના લાભાર્થીઓ અર્થાત, કારીગરો, ગ્રામ્ય અને કુટિર ઉદ્યોગો ને/અથવા સંગઠનોના ના ખાસ હેતુ માટે એસસી / એસટીના રાજ્ય પ્રાયોજિત સંસ્થાઓને મંજૂર કરાયેલ એડવાન્સિસ, પ્રાયોરિટી સેક્ટર એડવાન્સિસ તરીકે ગણવા જોઈએ શરત એ કે સંબંધિત એડવાન્સિસ આ સંસ્થાઓના લાભાર્થીઓ માટે સામગ્રીની ખરીદ અને/અથવા લાભાર્થીઓના ઉત્પાદનના માર્કેટિંગ અને / અથવા વેચાણના પુરવઠાના ચોક્કસ હેતુ માટે હોય. 2.7 એસસી / એસટીના સંદર્ભમાં લોન અરજી રદ થવાનું કાર્ય સંબંધિત શાખા સ્તરને બદલે આગળના ઉચ્ચ સ્તર પર થવું જોઈએ અને અસ્વીકારના કારણો સ્પષ્ટપણે દર્શાવ્યા હોવા જોઈએ. 3. એસસી / એસટી વિકાસ નિગમોની ભૂમિકા ભારત સરકારે તમામ રાજ્ય સરકારોને સલાહ આપી છે કે અનુસૂચિત જાતિ / જનજાતિ વિકાસ નિગમ, બેંક ફાઈનાન્સ માટે બેન્કેબલ યોજનાઓ / દરખાસ્તો પર વિચાર કરી શકે છે. કોલેટરલ સિક્યોરિટી અને / અથવા ધિરાણ માટેની તૃતીય પક્ષ ગેરંટી બાબતે, બેંકોને આપવામાં આવેલી પ્રાયોરીટી સેક્ટર ધિરાણ અંગેની માર્ગદર્શિકા લાગુ પડશે. 4. કેન્દ્રિય રીતે પ્રાયોજિત મુખ્ય યોજનાઓ હેઠળ એસસી / એસટી લાભાર્થીઓ માટે અનામત. કેન્દ્રિય રીતે પ્રાયોજિત કેટલીક મુખ્ય યોજનાઓ છે જેની હેઠળ બેંકો દ્વારા ધિરાણ આપવામાં આવે છે અને સરકારી એજન્સીઓ દ્વારા સબસિડી મેળવવામાં આવે છે. આ યોજનાઓ હેઠળનાં ધિરાણ પ્રવાહ ઉપર આરબીઆઈ દ્વારા દેખરેખ રાખવામાં આવે છે. આમાંની દરેક (યોજના) હેઠળ એસસી / એસટી સમુદાયો સભ્યો માટે નોંધપાત્ર અનામત / છૂટછાટ છે. (i) દીનદયાલ અંત્યોદય યોજના - રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકાઓ મિશન: ગ્રામીણ વિકાસ મંત્રાલય, ભારત સરકારે એપ્રિલ 1, 2013 થી અમલમાં આવે એ રીતે, ભૂતપૂર્વ સ્વર્ણજયંતી ગ્રામ સ્વરોજગાર યોજનાનું પુનર્ગઠન કરીને દીનદયાલ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) શરૂ કરેલ છે. આ સંવેદનશીલ વિભાગોના લાભાર્થીઓમાંથી 50% એસસી/એસટી હોય એ રીતે પૂરતા કવરેજની DAY-NRLM ખાતરી કરશે. 1 જુલાઇ 2017 ના માસ્ટર સર્ક્યુલર નં. FIDD.GSSD.CO.BC.No.04/09.01.01/2017-18માં DAY-NRLM યોજના અંગેની વિગતો ઉપલબ્ધ છે. (ii) દીનદયાલ અંત્યોદય યોજના - નેશનલ અર્બન લાઇવલીહૂડ મિશન: 24 મી સપ્ટેમ્બર, 2013 થી અમલમાં આવેલ સ્વર્ણ જયંતી શહેરી રોજગાર યોજના (SJSRY) ની પુનઃરચના દ્વારા હાઉસિંગ અને શહેરી ગરીબી નિવારણ મંત્રાલય (MoHUPA), ભારત સરકારે, દીનદયાલ અંત્યોદય યોજના - નેશનલ અર્બન લાઇવલીહૂડ મિશન (DY- NULM) શરૂ કરી છે. DAY-NULM હેઠળ એસસી / એસટી એડવાન્સિસ ને સ્થાનિક વસ્તીમાં તેમની સંખ્યાની મર્યાદા સુધી આપી શકાય. DAY-NULM ની યોજના અંગેની વિગતો ૧ જુલાઇ 2017 ના માસ્ટર સર્ક્યુલર FIDD.GSSD.CO.BC.No.03/09.16.03/2017-18 માં ઉપલબ્ધ છે. (iii) ડીફરન્સીયલ વ્યાજ દર યોજના (DRI SCHEME). ડીઆરઆઈ સ્કીમ હેઠળ, બેંકો ઉત્પાદક અને લાભદાયી પ્રવૃત્તિઓ માટે સમાજના નબળા વર્ગો ને વાર્ષિક 4 ટકા વ્યાજના રાહત દરે ₹15,000/- સુધી નાણાં પૂરા પાડે છે. એસસી / એસટીના લોકો પણ પર્યાપ્ત લાભ મેળવે તે સુનિશ્ચિત કરવા માટે બેંકોને એવી સલાહ આપવામાં આવી છે કે ડીઆરઆઈ યોજના હેઠળ, કુલ ડીઆરઆઈ એડવાન્સિસના 2/5 (40 ટકા) કરતાં ઓછું ના હોય તે રીતે એસસી / એસટી (STs) / અનુસૂચિત જનજાતિના આવા ધિરાણ પાત્ર લોન લેનારાઓની લોન મંજુર કરવી. વધુમાં, ડીઆરઆઈ હેઠળના પાત્રતા માપદંડ માં જમીનનાં હિસ્સામાં સિંચાઇની જમીન એક એકર કરતાં વધુ ન હોવી જોઈએ અને બીન સિંચાઈ જમીન 2.5 એકર થી વધવી નાં જોઈએ તે માપદંડ એસસી / એસટી પર લાગુ પડતો નથી. સ્કીમનાં આવક માપદંડ સંતોષતા એસસી / એસટી ના સભ્યો આ યોજના હેઠળ ઉપલબ્ધ ₹15,000/- ની વ્યક્તિગત લોન ઉપરાંત પ્રત્યેક લાભાર્થી દીઠ ₹20,000/- સુધીની હાઉસિંગ લોન પણ મેળવી શકે છે. 5. દેખરેખ અને સમીક્ષા 5.1 એસસી / એસટી લાભાર્થીઓને મળતા ક્રેડિટ પ્રવાહ પર દેખરેખ રાખવા માટે બેન્કોની મુખ્ય કચેરીમાં એક વિશેષ સેલ ઉભો કરવો જોઈએ. આરબીઆઈની માર્ગરેખાઓના અમલીકરણ ની ખાતરી કરવા ઉપરાંત, શાખાઓ પાસેથી સંબંધિત માહિતી મેળવીને તેના સંગ્રહ, તેના એકત્રીકરણ અને રિઝર્વ બેન્ક તથા સરકારને આવશ્યક પત્રકો રજૂ કરવા માટે પણ આ સેલ જવાબદાર રહેશે. 5.2 .કન્વીનર બેંકે (SLBC) બેઠકોમાં હાજરી આપવા માટે નેશનલ કમિશન ફોર એસસી / એસટી નાં પ્રતિનિધિને ને આમંત્રણ આપવું જોઈએ. આ ઉપરાંત, એસએલબીસી બેઠકોમાં હાજરી આપવા માટે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ નાણા અને વિકાસ નિગમ (NSFDC) અને રાજ્ય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ નાણા અને વિકાસ નિગમ (SCDC) ના પ્રતિનિધિઓને પણ આમંત્રિત કરવા. 5.3 બેન્કોની મુખ્ય કચેરી દ્વારા રિટર્ન અને શાખાઓમાંથી મળેલી અન્ય માહિતીના આધારે એસસી / એસટી ને આપેલ ધિરાણની સામયિક સમીક્ષા થવી જોઈએ. 5.4 આ સમુદાયોને સીધી અથવા રાજ્ય સ્તરની અનુસૂચિત જાતિ / અનુસૂચિત જનજાતિ નિગમ દ્વારા વિવિધ હેતુઓ માટે કરેલ ધિરાણમાં થયેલ પ્રગતિ ની ત્રિમાસિક ધોરણે સમીક્ષા થવી જોઈએ. એ સિવાય આ ઉપરાંત મુખ્ય કચેરી/નિયંત્રણ કચેરીઓનાં વરિષ્ઠ અધિકારીઓની ફિલ્ડ મુલાકાત નાં આધારે એસસી / એસટી ના લોનધારકોને ધિરાણનો પ્રવાહ વધારવા માટે લેવામાં આવેલા પગલાંની સમીક્ષા થવી જોઈએ. જો વાર્ષિક ધોરણે એસસી / એસટી માટે ધિરાણ પ્રવાહમાં કોઈ મોટો ગાળો અથવા તફાવત જણાય તો મે 14, 2015 ના પરિપત્ર DBR No.BC.93/29.67.001/2014-15 અનુસાર "નાણાકીય સમાવેશ" ના વિષય વસ્તુ હેઠળ બેન્કના બોર્ડને જાણ કરવી જોઈએ. 6. રિપોર્ટિંગ અંગે ની અવશ્યાક્તાઓ 07 જુલાઈ, 2016 ના માસ્ટર ડિરેક્શન FIDD.CO.Plan.1/04.09.01/2016-17, પ્રાયોરીટી ક્ષેત્ર ધિરાણ હેઠળ, માસ્ટર દિશાનિર્દેશમાં જણાવ્યા પ્રમાણે (ડિસેમ્બર 22, 2016 સુધી અદ્યતન કરેલ) અનુસૂચિત જાતિ અને એસ.ટી.ને ધિરાણ અંગેના ડેટા ની માહિતી આપવી જોઈએ. બેંકોને સૂચિત કરવામાં આવે છે કે તે સમયસર રજૂ કરે. અનુસૂચિત જાતિ / અનુસૂચિત જનજાતિ માટેના ક્રેડિટ સુવિધા
|