RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78501543

માસ્ટર પરિપત્ર - દીનદયાલ અંત્યોદય યોજના - નેશનલ અર્બન લાઇવલીહૂડ મિશન (DAY-NULM)

આરબીઆઇ/2017-18/5
FIDD.GSSD.CO.BC ના.03/09.16.03/2017-18

1 જુલાઇ, 2017

ચેરમેન / મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ
તમામ અનુસૂચિત કોમર્શિયલ બેંકો

સાહેબ / મેડમ,

માસ્ટર પરિપત્ર - દીનદયાલ અંત્યોદય યોજના - નેશનલ અર્બન લાઇવલીહૂડ મિશન (DAY-NULM)

ભારતીય રિઝર્વ બેંકે ભારત સરકારના નેશનલ અર્બન લાઇવલીહૂડ મિશન (DAY-NULM) ના અમલીકરણ અંગે બેન્કોને સમયાંતરે સૂચનાઓ આપી છે. હાઉસિંગ અને શહેરી ગરીબી નિવારણ મંત્રાલય (UPA Division), ભારત સરકારે સ્વ રોજગાર કાર્યક્રમ (SEP) ની કાર્યવાહી માર્ગદર્શિકાઓ DAY-NULM હેઠળ સુધારી છે. હાઉસિંગ અને શહેરી ગરીબી નિવારણ મંત્રાલય દ્વારા કરાયેલ સુધારાઓને સમાવિષ્ટ કરીને સુધારેલો માસ્ટર પરિપત્ર જારી કરવામાં આવી રહ્યો છે અને તેને આરબીઆઈની વેબસાઇટ www.rbi.org.in પર મૂકવામાં આવેલ છે.

આપનો વિશ્વાસુ,

(અજય કુમાર મિશ્ર)
ચીફ જનરલ મેનેજર

સંલગ્ન: માસ્ટર પરિપત્ર


માસ્ટર પરિપત્ર: દીનદયાલ અંત્યોદય યોજના- નેશનલ અર્બન લાઇવલીહૂડ મિશન (DAY-NULM)

પૃષ્ઠભૂમિ

હાલના સ્વર્ણ જયંતી શહેરીરોજગાર યોજના (SJSRY) નું પુનર્ગઠન કરીને હાઉસિંગ અને શહેરી ગરીબી નિવારણ મંત્રાલય (MoUHUPA), ભારત સરકારે સને 2013 માં નેશનલ અર્બન લાઇવલીહૂડ મિશન (NULM) ને લોન્ચ કર્યું છે. તમામ જીલ્લા મથક (વસ્તીને ધ્યાનમાં લીધા વગર) અને 1 લાખથી વધુ વસ્તીવાળા તમામ શહેરોમાં તારીખ સપ્ટેમ્બર 24, 2013 થી NULM અમલીકરણ હેઠળ છે

NULM ના સ્વરોજગાર કાર્યક્રમ (SEP) શહેરી ગરીબોના વ્યક્તિગત અને ગ્રુપ એન્ટરપ્રાઈઝીસ અને સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ (એસએચજી) ની સ્થાપનાને ટેકો આપવા માટેની લોન્સ પર વ્યાજ સબસિડીની જોગવાઈ દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. SJSRY હેઠળ યુ.એસ.ઇ.પી. (અર્બન સેલ્ફ એમ્પ્લોયમેન્ટ પ્રોગ્રામ) અને યુ.ડબ્લ્યુ.એસ.પી (અર્બન વુમન સેલ્ફ-હેલ્પ પ્રોગ્રામ) માટે મૂડી સહાયકી (capital subsidy) ની પૂર્વ જોગવાઇ ને વ્યક્તિગત ઉદ્યોગો (SEP-I), ગ્રુપ એન્ટરપ્રાઈઝ (SEP-G) અને સેલ્ફ હેલ્પ જૂથો (એસઈપી-એસએચજી) માટે લોન માટે ની વ્યાજ સબસિડી દ્વારા બદલવામાં આવેલ છે. ગૃહ મંત્રાલય અને શહેરી ગરીબી નિવારણ (UPA Division), ભારત સરકારે ફેબ્રુઆરી 19, 2016 ના રોજ તેમના ઓફિસ મેમોરેન્ડમ નં. કે -14011/2/2012-યુપીએ / એફટીએસ-5196 મુજબ ગરીબો માટે શહેરી વિસ્તારોમાં રોજગારીની તકોમાં સુધારો કરવાના દૃષ્ટિકોણ થી નેશનલ અર્બન લાઇવલીહૂડ મિશનનાં વિસ્તારમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.વધારેલા વિસ્તાર સાથેનાં મિશનનું નામ બદલીને "દીનદયાલ અંત્યોદય યોજના- રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન (DAY- NULM)" કરેલ છે.

DAY- NULM ના સેલ્ફ એમ્પ્લોયમેન્ટ પ્રોગ્રામ (SEP), ઘટક ની કામગીરીની માર્ગદર્શિકા નીચે મુજબ છે:

1. પરિચય:

1.1 સેલ્ફ એમ્પ્લોયમેન્ટ પ્રોગ્રામ (SEP), શેરી વિક્રેતાઓ / હૉકર સહિતની વ્યક્તિઓ / જૂથોનાં શહેરી ગરીબોને તેમની કુશળતા, તાલીમ, અભિરુચિ અને સ્થાનિક પરિસ્થિતિઓ માટે યોગ્ય એવા લાભદાયી સ્વ-રોજગાર સાહસો / માઇક્રો-સાહસો સ્થાપવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે. આ કાર્યક્રમ શહેરી ગરીબોના સ્વ-સહાય જૂથો (એસએચજી) ને પણ બેંક પાસેથી સરળ ક્રેડિટ મેળવવા અને એસએચજી લોન્સ પર વ્યાજ સબસીડીનો લાભ લેવા મદદ કરે છે

સેલ્ફ એમ્પ્લોયમેન્ટ પ્રોગ્રામ (SEP), તેમની આજીવિકા માટે માઇક્રો એન્ટરપ્રાઈઝીસમાં સંકળાયેલા ઉપરોક્ત લાભાર્થીઓને ટેકનોલોજી, માર્કેટિંગ અને અન્ય સહાયક સેવાઓ મળે તે પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે અને સાહસિકોની કાર્યકારી જરૂરિયાત માટે ક્રેડિટ કાર્ડ્સ ફાળવવાની સુવિધા પણ આપશે

1.2 અન્ડરએમ્પલોઈડ અને બેરોજગાર શહેરી ગરીબોને, જેની નોંધપાત્ર સ્થાનિક માંગ છે એવા ઉત્પાદન, સેવા અને નાના વેપાર સંબંધિત નાના સાહસોને સ્થાપિત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. ખાસ કરીને સ્થાનિક કુશળતા અને સ્થાનિક હસ્તકલાને પ્રોત્સાહિત કરવા જોઈએ. દરેક અર્બન લોકલ બોડી (ULB)એ ઉપલબ્ધ કુશળતા, ઉત્પાદનોની વેચાણક્ષમતા, ખર્ચ, આર્થિક વ્યાવસાયીકરણ વગેરે ધ્યાનમાં લઈને આવી પ્રવૃત્તિઓ / પ્રોજેક્ટ્સનો સંક્ષેપ(compendium) રચવો જોઈએ.

1.3 સેલ્ફ એમ્પ્લોયમેન્ટ પ્રોગ્રામ (SEP) હેઠળ મહિલા લાભાર્થીઓની ટકાવારી 30 ટકા કરતાં ઓછી હોવી જોઇએ નહીં: એસસી અને એસટી (SC, STs) ને, ઓછામાં ઓછો ગરીબોની શહેર / નગરની વસ્તીમાં તેમની સંખ્યાના પ્રમાણના પ્રમાણમાં ફાયદો થવો જોઇએ. આ પ્રોગ્રામ હેઠળ વિકલાંગો માટે 3 ટકા અનામતની ખાસ જોગવાઈ કરવી જોઈએ. લઘુમતીઓના કલ્યાણ માટેનાં વડા પ્રધાનના 15-પોઇન્ટ પ્રોગ્રામને ધ્યાનમાં રાખીને, આ ઘટક અંતર્ગત ભૌતિક અને નાણાકીય લક્ષ્યાંકોના ઓછામાં ઓછા 15 ટકા લઘુમતી સમુદાયો માટે રાખવામાં આવશે.

૨. પ્રાયોજક એપ્લિકેશન્સ માટે લાભાર્થી અને કાર્યવાહીની પસંદગી.

અર્બન લોકલ બોડી (ULB) ના વ્યાવસાયયિકો અને કોમ્યુનિટી આયોજકો (COS) શહેરી ગરીબોમાંથી સંભવિત લાભાર્થીઓને નક્કી કરશે. DAY- NULM ના ઘટક સોસીઅલ મોબિલાઇઝેશન અને ઇન્સ્ટિટ્યૂશનલ ડેવલપમેન્ટ (SM અને ID) ના ભાગરૂપે રચાયેલા કોમ્યુનીટી સ્ટ્રક્ચર્સ, જેવા કે સેલ્ફ હેલ્પ જૂથો (એસએચજી) અને એરિયા લેવલ ફેડરેશન્સ (ALF), એસઈપી થી યુ.એલ.બી. હેઠળ નાણાકીય સહાય માટેના હેતુ માટે સંભવિત વ્યક્તિગત અને જૂથના ઉદ્યોગસાહસિકોને પણ રજૂ કરી શકે છે. સીધી સહાય માટે લાભાર્થીઓ યુ.એલ.બી. અથવા તેના પ્રતિનિધિઓનો સંપર્ક કરી શકે છે. બેંકો પણ સંભવિત લાભાર્થીઓને તેમની રીતે ઓળખી અને આવા કેસો સીધા યુ.એલ.બી. આગળ મોકલી શકે છે. આઉટપુટ વધારવા માટે બેંકો તેમની યાદીમાં સમાવિષ્ટ(empanneled) બિઝનેસ કોરસપોન્ડન્ટ (BC) અને બિઝનેસ ફેસિલીટેટર (BF) નો પણ ઉપયોગ કરી શકે છે. આ સંદર્ભમાં, બેંકોની નીતિ અનુસાર ડ્યુ ડીલીજન્સ (due diligence) હાથ ધરવામાં આવશે.

2.1 વ્યક્તિગત અને ગ્રુપ એન્ટરપ્રાઇઝ લોન્સ માટેની અરજી શહેરી સ્થાનિક સંસ્થા (ULB) કે જે વ્યક્તિગત અને જૂથ સંગઠન માટે સ્પોન્સરિંગ એજન્સી હશે, દ્વારા પ્રાયોજિત કરવામાં આવશે,

2.2 શહેરી સ્થાનિક સંસ્થા (ULB) એ સંભવિત લાભાર્થીઓમાં માસ મીડિયા ઝુંબેશ, માહિતી શિક્ષણ અને સંચાર (આઈઈસી) પ્રવૃત્તિઓ, સ્થાનિક અખબારોમાં જાહેરાતો, સિટી લાઇવલીહૂડ કેન્દ્રો (CLC) વગેરે દ્વારા SEP વિશે જાગૃતિ લાવવાની રહેશે. યુ.એલ.બી, રિસોર્સ ઓર્ગેનાઇઝેશન્સ અને તેના ક્ષેત્રના કર્મચારીઓની સક્રિય સંડોવણી દ્વારા આ ઘટક સંબંધિત માહિતીનો પ્રસાર કરી શકે છે.

2.3 એક સાહસ (એન્ટરપ્રાઇઝ) સ્થાપવા માટે નાણાંકીય સહાય મેળવવા ઇચ્છતા લાભાર્થીઓ સંબંધિત ULB અધિકારીઓને મૂળ વિગતો જેવી કે નામ, ઉંમર, સંપર્કની વિગતો, સરનામું, આધાર વિગતો (જો કોઈ હોય તો), આવશ્યક લોનની રકમ, બેંક ખાતા નંબર (જો ઉપલબ્ધ હોય તો), એન્ટરપ્રાઇઝ / પ્રવૃત્તિ સાથે સાદા કાગળ પર ઉદ્દેશ્યની અરજી (application of intent) સબમિટ કરી શકે છે. આવો ઉદ્દેશ્ય મેઇલ / પોસ્ટ દ્વારા યુ.એલ.બી. કચેરીને મોકલવામાં આવી શકે છે. ULB સમગ્ર વર્ષ દરમ્યાન આવા ઉદ્દેશો સ્વીકારશે.

2.4, સોશિયલ મોબિલાઇઝેશન અને ઇન્સ્ટિટ્યૂશનલ ડેવલપમેન્ટ(SM અને ID), DAY-NULM ઘટક જેમ કે સ્વ સહાય જૂથો (SHG)/ક્ષેત્ર સ્તરની ફેડરેશન (ALF) હેઠળ રચાયેલા સમુદાય રચનાઓ, એસઈપી હેઠળ યુ.એલ.બી. નાણાકીય સહાયના હેતુ માટે સંભવિત વ્યક્તિગત અને જૂથ સાહસિકોનો પણ સંદર્ભ લઈ શકે છે.

2.5 લાભાર્થી ઉદ્દેશ મોકલે/મળ્યા પછી સંબંધિત યુ.એલ.બી એક રજિસ્ટર/અથવા એમઆઈએસમાં, જો ઉપલબ્ધ હોય તો, વિગતો દાખલ કરશે અને તેથી તે લાભાર્થીઓની વેઈટીન્ગ યાદી બનાવશે. યુ.એલ.બી એ લાભાર્થીને એક અનન્ય (unique) રજિસ્ટ્રેશન નંબર સાથે રસીદ જારી કરશે જેનો ઉપયોગ એપ્લિકેશનની સ્થિતિને ટ્રેક કરવા માટે સંદર્ભ નંબર તરીકે થઈ શકે છે.

2.6 યુ.એલ.બી. લાભાર્થીઓને લોન એપ્લિકેશન ફોર્મ (LAF), પ્રવૃત્તિની વિગતો, ઓળખપત્ર, સરનામાનો પુરાવો, બેંક ખાતાની વિગતો વગેરે ભરવા સહિત જરૂરી દસ્તાવેજો પુરા કરવા માટે વેઈટીન્ગ યાદીનાં ક્રમમાં બોલાવશે. લાભાર્થીની ઓળખ ચકાસવા માટે તેના / તેણીના આધાર નંબરને પણ રેકોર્ડ પર લાવવામાં આવશે. જો લાભાર્થી પાસે આધાર કાર્ડ ના હોય તો તેના / તેણીના અન્ય કોઇ અનન્ય (unique) ઓળખ દસ્તાવેજ જેમ કે મતદાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે લેવામાં આવશે અને તે/તેણી તેમને શક્ય તેટલી જલદીથી આધાર કાર્ડ મેળવવા માટે મદદ કરશે. સ્ટેટ અર્બન લાઇવલીહૂડ મિશન (SULM) સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (એસએલબીસી) કન્વીનર બેંક સાથેના પરામર્શમાં લોન એપ્લિકેશન ફોર્મ (એલએએફ) યોગ્ય સ્વરૂપમાં તૈયાર કરી શકે છે. આ એલએએફનો ઉપયોગ રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશોમાં થઈ શકે છે. લોન એપ્લિકેશન ફોર્મ (એલએએફ)માં લાભાર્થીની આર્થિક સ્થિતિ અને તેના / તેણીના પરિવારની બાબતની મૂળભૂત માહિતી હશે. આ એવો ડેટા હશે કે જે પછીના તબક્કે તેના / તેણીના આર્થિક દરજ્જા પરના લાભોનું વિશ્લેષણ કરવા માટે વાપરી શકાય.

2.7 યુ.એલ.બી સ્તર પર રચાયેલ ટાસ્ક ફોર્સ અનુભવ, કુશળતા, પ્રવૃતિની કાર્યક્ષમતા (viability), પ્રવૃત્તિનો વિસ્તાર, અવકાશ વગેરે પર આધારિત અરજીઓની તપાસ કરશે. તે પછી ટાસ્ક ફોર્સ અરજીઓને શોર્ટલિસ્ટ કરશે અને એપ્લિકેશનને ભલામણ કરવા અથવા નકારી કાઢતાં પહેલાં અરજદારોના ઇન્ટરવ્યૂ માટે કૉલ કરશે અથવા જો જરૂરી હોય તો અરજદાર પાસેથી વધારાની માહિતી મંગાવશે.

2.8 મુખ્ય વહીવટી અધિકારી (CEO)/યુએલબીના મ્યુનિસિપલ કમિશનર, ટાસ્ક ફોર્સ રચવા માટે જવાબદાર રહેશે અને તે ટાસ્ક ફોર્સના ચેરમેન બનશે.યુ.એલ.બી.ના કદ/વસ્તી પર આધાર રાખીને યુ.એલ.બી સ્તર પર 1 થી વધુ ટાસ્ક ફોર્સ હોઈ શકે છે.

2.9 ટાસ્ક ફોર્સની સૂચક રચના નીચે મુજબ છે :

ક્રમાંક યુ.એલ.બી. સ્તર પર ટાસ્ક ફોર્સ રોલ
મુખ્ય વહીવટી અધિકારી (CEO) યુ.એલ.બી. / યુ.એલ.બીના મ્યુનિસિપલ કમિશનર / અથવા સીઈઓ યુએલબી દ્વારા અધિકૃત કોઈ પ્રતિનિધિ ચેરમેન
લીડ ડિસ્ટ્રીક્ટ મેનેજર (LDM) સભ્ય
સિટી પ્રોજેક્ટ ઑફિસર (CPO), યુ.એલ.બી. / અથવા યુ.એલ.બી. સભ્ય ના કોઈ અધિકૃત પ્રતિનિધિ સભ્ય કન્વીનર
ડિસ્ટ્રીક્ટ ઇન્ડસ્ટ્રીઝ સેન્ટર (DIC) નાં પ્રતિનિધિ સભ્ય
બૅન્ક ના સિનિયર બ્રાન્ચ મેનેજર્સ (વધુમાંવધુ -૨) સભ્ય
ક્ષેત્ર સ્તર ના ફેડરેશન / સિટી લેવલ ફેડરેશનના (2) પ્રતિનિધિઓ સભ્ય

2.10 પછીથી ટાસ્ક ફોર્સ જો યોગ્ય હશે તો અરજીઓની ભલામણ કરશે, જો અયોગ્ય હશે તો નકારશે અથવા કેઇસ ટુ કેઇસ આધારે લાભાર્થીને ફરી ચકાસણી માટે વધુ જરૂરી માહિતી સુપરત કરવા માટે કહેશે.

2.11 ટાસ્ક ફોર્સ દ્વારા ભલામણ થયેલ કેસ વધુ પ્રક્રિયા માટે સંબંધિત બેન્કોને યુ.એલ.બી. દ્વારા આગળ મોકલવામાં આવશે. ટાસ્ક ફોર્સ દ્વારા ભલામણ કરાયેલા આવા કિસ્સાઓ માટે બેન્કો દ્વારા 15 દિવસની સમયમર્યાદાની અંદર પ્રક્રિયા કરવાની હોય છે. કારણ કે આ કેસો પહેલેથી જ ટાસ્ક ફોર્સ દ્વારા ભલામણ કરવામાં આવેલ છે, આવા કેસો માત્ર અપવાદરૂપ સંજોગોમાં જ બેન્કો દ્વારા નકારવામાં આવશે.

2.12 પ્રાપ્ત અરજીઓની સ્થિતિ પર બેંકો યુ.એલ.બીને સામયિક અહેવાલ મોકલશે. એમઆઇએસ ઉપયોગમાં લેવાતી હોય તેવા કિસ્સામાં, બેન્કોને મેન્યુઅલ રીપોર્ટ ઉપરાંત ઓનલાઇન એપ્લિકેશનની સ્થિતિને અપડેટ કરવાની મંજૂરી આપી શકાય છે.

2.13 વડા પ્રધાન મુદ્રા યોજના (PMMY) ની માર્ગદર્શિકા મુજબ યુ.એલ.બી.દ્વારા અગાઉથી સ્પોન્સર કર્યા વગર આ પ્રકારની કોઈપણ યોજના બેન્કો શહેરી ગરીબ લાભાર્થીઓની લોન અરજીઓ, સંબંધિત દસ્તાવેજોના આધારે સીધી સ્વીકારી શકે છે.DAY-NULM હેઠળ વ્યાજ સહાયકી (subsidy) માટે તેમની પાત્રતાની પુષ્ટિ કરવા માટે બેંકો તેમને મંજુર કરેલી લોન અરજીઓની વિગતો યુ.એલ.બી.ને મોકલી શકે છે. અરજીઓ તપાસવા માટે રચાયેલ ટાસ્ક ફોર્સ દ્વારા, જો અન્યથા માપદંડને પૂર્ણ કરતા હોય તો આવી અરજીઓ ઝડપથી ક્લીયર થવી જોઈએ. તેમની લાયકાતની પુષ્ટિ પર ULBs દ્વારા પ્રાયોજિત લાભાર્થીઓ માટે વ્યાજ સહાયકીના દાવાની પેટર્ન પર યુ.એલ.બી.પાસે બેઝિક સબસીડીનો દાવો કરી શકાય છે. આ સબસિડી સીધી જ DAY-NULM નાં લાભાર્થીઓના લોન એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે.

આ પ્રક્રિયા પણ સીધા લાભ ટ્રાન્સફર (Direct Benefit Transfer) સુસંગત હશે.

3. શૈક્ષણિક લાયકાત અને તાલીમની આવશ્યકતા:

આ ઘટક અંતર્ગત સંભવિત લાભાર્થીઓ માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત જરૂરી નથી. જો કે જ્યાં માઇક્રો-એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ માટે નક્કી કરવામાં આવેલી પ્રવૃતિઓ માટે કેટલીક વિશેષ કુશળતા જરૂરી છે ત્યાં નાણાકીય સપોર્ટ આપતા પહેલાં લાભાર્થીઓને યોગ્ય તાલીમ આપવી જોઇએ.

3.1 કુશળતા તાલીમ અને પ્લેસમેન્ટ દ્વારા રોજગાર (EST & P) :

સંભવિત લાભાર્થીએ સૂચિત માઇક્રો-એન્ટરપ્રાઈઝ ચલાવવા માટે આવશ્યક કૌશલ્યો હસ્તગત કર્યા પછી જ નાણાકીય સહાય આપવી જોઈએ. જો લાભાર્થી પહેલેથી જ કોઈ જાણીતી સંસ્થા, રજિસ્ટર્ડ એનજીઓ / વોલન્ટરી ઓર્ગેનાઇઝેશન માંથી તાલીમ લઈ લે અથવા કોઈ પણ સરકારી યોજના હેઠળ તાલીમ અપાયેલ હોય તો આવી તાલીમ લેવી જરૂરી નથી હોતી, શરત એ કે જરૂરી પ્રમાણપત્ર રજુ થાય. જો લાભાર્થીએ કુટુંબના વ્યવસાયમાંથી આવશ્યક કુશળતા મેળવી હોય તો આવા કિસ્સાઓ માં નાણાકીય સહાય અપાય તે પહેલાં યુ.એલ.બી દ્વારા પ્રમાણિત થવું જોઈએ.

3.2 ઉદ્યોગસાહસિક વિકાસ કાર્યક્રમ (EDP) :

લાભાર્થીઓની કૌશલ્ય તાલીમ ઉપરાંત, યુ.એલ.બી વ્યક્તિગત અને જૂથ સાહસિકો માટે 3-7 દિવસ માટે સાહસિકતા વિકાસ કાર્યક્રમ યોજવા માટેની પણ વ્યવસ્થા કરશે. ઇ.ડી.પી. એ એન્ટરપ્રાઇઝ, બેઝિક એકાઉન્ટિંગ, ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ, માર્કેટીંગ, પાછળ અને આગળનું જોડાણ (backward and forward linkage), કાનૂની કાર્યવાહી, ખર્ચ અને મહેસૂલ વગેરે જેવી એન્ટરપ્રિન્યરશિપ ડેવલપમેન્ટની મૂળભૂત બાબતોનો સમાવેશ કરવો જોઈએ. ઉપરના વિષયો ઉપરાંત મોડ્યુલમાં ગ્રૂપ સાહસો(એન્ટરપ્રાઈઝીઝ), માટે ગ્રુપ ડાયનેમિક કાર્ય ફાળવણી, નફાની વહેંચણી પદ્ધતિ વગેરેનો પણ સમાવેશ થવો જોઈએ.

3.3 સ્ટેટ મિશન મેનેજમેન્ટ યુનિટ (SMMU) દ્વારા સમર્થિત સ્ટેટ અર્બન લાઇવલીહૂડ મિશન (SULM) દ્વારા પ્રશિક્ષિત સંસ્થા / એજન્સી અથવા કન્સલ્ટિંગ ફર્મની સહાયતા સાથે ઇ.ડી.પી. મોડ્યુલ વિકસિત થાય અને અંતિમ સ્વરૂપ અપાય અને તે જ યુ.એલ.બી. દ્વારા તાલીમ કાર્યક્રમ ચલાવવા માટે ઉપયોગમાં લઇ શકાશે. આ EDP તાલીમ ગ્રામીણ સ્વ રોજગાર તાલીમ સંસ્થાઓ (RSETI), ઉદ્યોગસાહસિક વિકાસ / તાલીમ, મેનેજમેન્ટ / શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગસાહસિક વિકાસ /તાલીમ વગેરેમાં સંકળાયેલા પ્રખ્યાત એનજીઓ જેવી તાલીમ સંસ્થાઓ દ્વારા ગોઠવી શકાય છે.

3.4 વ્યક્તિગત અને જૂથના ઉદ્યોગસાહસિકો માટે અનુવર્તી ઔદ્યોગિક સહાય:

વ્યક્તિગત અને જૂથના લાભાર્થીઓને ધિરાણ કર્યા પછી, યુ.એલ.બી આવશ્યકતા મુજબ ફોલો-અપ એન્ટરપ્રિન્યરશિપ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ (EDP) નું સંચાલન કરવાની વ્યવસ્થા પણ કરશે. લોન આપવામાં આવેલ દરેક લાભાર્થીને માટે આવા કાર્યક્રમ છ મહિનામાં એક વખત રખાય એ ઇચ્છનીય છે. ફોલો-અપ ઇ.ડી.પી. દરમ્યાન, લાભાર્થીઓ દ્વારા અનુભવાતી સમસ્યાઓ અને મુદ્દાઓ પર પણ ચર્ચા થવી જોઇએ અને તેના ઉકેલો આપવા જોઈએ.

4. નાણાકીય સહાયની પદ્ધતિ:

શહેરી ગરીબોને વ્યક્તિગત અને જૂથ સાહસો સ્થાપવામાં પ્રાપ્ય નાણાકીય સહાય બેંક લોન પર વ્યાજ સબસીડીના સ્વરૂપમાં હશે. 7% ઉપરના વ્યાજની, વ્યાજ સબસિડી વ્યક્તિગત અથવા જૂથ સાહસોની સ્થાપના માટે બેંક લોન પર મળશે. વાર્ષિક 7% અને બેંક દ્વારા ચાર્જ થયેલા વ્યાજ દર વચ્ચે નો તફાવત બેંકોને DAY-NULM હેઠળ આપવામાં આવશે. લોનની સમયસર ચુકવણીના કિસ્સામાં જ વ્યાજ સબસીડી આપવામાં આવશે. આ સંદર્ભમાં બેન્કો તરફથી યોગ્ય સર્ટિફિકેટ મેળવવામાં આવશે. જે લોન ની સમયસર ચુકવણી કરે છે તે તમામ મહિલા સ્વયં સહાયક જૂથો (ડબ્લ્યુ.એસ.એચ.જી) માટે વધારાની 3 ટકા વ્યાજની સવલત (subvention) પૂરી પાડવામાં આવશે. વ્યાજ સબસિડી, લોનની સમયસર ચુકવણી (લોન ચુકવણી શેડ્યૂલ મુજબ) અને યુ.એલ.બી. દ્વારા બેંકો પાસેથી મેળવેલ યોગ્ય સર્ટિફિકેટ ને આધારે હશે. વધારાના 3% વ્યાજની સબવેન્શનની રકમ પાત્ર (elligible) ડબ્લ્યુ.એસ.એચ.જી ને જમા આપવામાં આવશે. બેંકોએ પાત્ર ડબ્લ્યુએચએસજીના ખાતાઓમાં 3% વ્યાજ સહાયની રકમ જમા આપવી જોઈએ અને પછીથી વળતર લેવું.

5. બેંકોને વ્યાજ સબસીડી માટેની કાર્યવાહી:

5.1 કોર બૅન્કિંગ સોલ્યુશન (સીબીએસ) પ્લેટફોર્મ પર હોય તેવી તમામ સેડ્યુલ્ડ કોમર્શિયલ બેંકો (SCBs) આ યોજના હેઠળ વ્યાજ સહાય મેળવવા માટે પાત્ર રહેશે.

5.2 લાભાર્થીઓને લોનની વહેંચણી પછી, તે બેંકની સંબંધિત શાખા વ્યાજ સબસિડીની રકમની વિગતો સાથે વહેંચવામાં આવેલ લોનના કેસોની વિગતો યુ.એલ.બીને મોકલશે.

કાર્યવાહી – I

5.3 યુ.એલ.બી. દ્વારા ત્રિમાસિક ધોરણે બેંકો દ્વારા કરવામાં આવેલા દાવાની પતાવટ કરવામાં આવશે. જો કે, દાવાઓની રજૂઆત માસિક હોવી જોઈએ. યુ.એલ.બી તે ડેટાને તેમને ત્યાં તપાસશે અને બેંકોને વ્યાજ સબસિડીની રકમ(વાર્ષિક 7% અને વ્યાજનાં પ્રવર્તમાન વ્યાજ વચ્ચે નો તફાવત) રિલીઝ કરશે.

5.4 આ ઘટક હેઠળની લોન માટે વ્યાજ સબસિડીના દાવા માટે નક્કી કરેલ ફોર્મેટ (Annex-I) સંલગ્ન કરેલ છે.

5.5 આ દાવાઓ એક ક્વાર્ટર થી વધુ સમય માટે બાકી ન હોવા જોઈએ. જો બેન્કોના દાવાની 6 મહિના નાં સમયગાળા માટે પતાવટ નાં થઇ હોય તો, જો યુએલબી દ્વારા દાવાઓની મંજૂરી હોય તો એસએલબીસીને પસંદ કરેલ શહેરોમાં અસ્થાયી રૂપે યોજનાને રોકવા માટે સત્તા આપવામા આવેલ છે. આવી ઘટનાઓમાં દાવાઓની પતાવટ લીડ ડિસ્ટ્રીક્ટ બેંકને આપવી જોઇએ.

કાર્યવાહી - II

5.6 દાવાઓની પતાવટ

વ્યાજ સબસિડી રિલીઝ કરવા માટે નોડલ એજન્સી:

સંબંધિત સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટિ (એસએલબીસી) ના કન્વીનર સાથે પરામર્ષ કરીને, દરેક રાજ્ય સાથે નોડલ બેંક તરીકે જાહેર ક્ષેત્રની બેંક સંકળાયેલી હોય છે. તમામ બેંકો તેમની શાખાઓ પાસેથી વ્યાજ સબસિડી સંબંધિત ડેટા એકત્રિત કરશે અને નોડલ બેન્કના પોર્ટલ પર અપલોડ કરશે. ચકાસણી પછી, નોડલ બેંક, વ્યાજ સબસિડીને બેંકની શાખાઓમાં ટ્રાન્સફર કરશે. રાજ્ય / કેન્દ્ર કેટલાક ભંડોળ અગાઉથી નોડલ બેંક માં જમા કરાવશે, જે DAY-NULM ની માર્ગદર્શિકા મુજબ બેંકની શાખાઓમાં ભંડોળ મુક્ત કરશે. નોડલ બેંક નિયમિતપણે SULM માટે ભરપાઈ કરેલ રકમનો હિસાબ રજુ કરશે.આ પ્રક્રિયાને તમામ ત્રણ પ્રકારની લોન્સ એટલે કે એસઈપી (I), એસઈપી (G) અને એસએચજી-બેન્ક લિન્કેજમાં અનુસરવામાં આવશે.

6. વ્યક્તિગત એન્ટરપ્રાઈઝીસ (SEP- I) - લોન અને સબસીડી

શહેરી ગરીબ વ્યક્તિગત લાભાર્થી સ્વ-રોજગાર માટે વ્યક્તિગત માઇક્રો એન્ટરપ્રાઇઝ સ્થાપવા ઇચ્છુક, કોઈ પણ બેંકમાંથી આ ઘટક હેઠળ સબસીડી લોનનો લાભ મેળવી શકે છે. વ્યક્તિગત માઇક્રો-એન્ટરપ્રાઇઝ લોન માટેનાં ધોરણો / સ્પષ્ટીકરણો નીચે પ્રમાણે છે:

6.1 ઉંમર:

લોન માટે અરજી કરતી વખતે સંભવિત લાભાર્થીએ 18 વર્ષની ઉંમર પૂરી કરેલ હોવી જોઈએ.

6.2 પ્રોજેક્ટ કોસ્ટ (PC):

વ્યક્તિગત માઇક્રો એન્ટરપ્રાઇઝ માટે મહત્તમ એકમ દીઠ પ્રોજેક્ટ કિંમત 2,00,000 (બે લાખ) છે.

6.3 બેન્ક લોન પર કોલેટરલ ગેરંટી:

કોઈ કોલેટરલ આવશ્યક નથી. 6 મે 2010 નાં આરબીઆઈના પરિપત્ર RPCD.SME & NFS.BC.No.79/06.02.31/2009-10 મુજબ, MSE સેક્ટરમાં 10 લાખ સુધીની લોનના કિસ્સામાં બેન્કો માટે કોલેટરલ સિક્યોરિટી ન સ્વીકારવી એ ફરજિયાત છે. તેથી, લોનોનું ધિરાણ કરવા માટે માત્ર ઉભી કરેલ અસ્ક્યામતો બેન્કોને હાયપોથીકેટ / પ્લેજ કરવામાં આવશે. બેંકો સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેન્ક (SIDBI) દ્વારા માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઈઝીસ (CGTMSE) માટે ક્રેડીટ ગેરન્ટી ફંડ અથવા ગેરંટી કવર માટે પ્રવૃત્તિની પાત્રતા મુજબ એસઈપી લોન માટે ગેરેન્ટી કવર લેવાના હેતુસર કોઈ અન્ય યોગ્ય ગેરંટી ફંડ ટ્રસ્ટનો સંપર્ક કરી શકે છે.

6.4 ચુકવણી:

બેંકોના ધોરણો મુજબ ચુકવણી શેડ્યૂલ 6 થી 18 મહિનાના પ્રારંભિક મોરેટોરિયમ પછી 5 થી 7 વર્ષની વચ્ચે હશે.

6.5 માર્જિન મની:

50,000 સુધીની લોન માટે કોઈ માર્જિન નહી અને તેથી વધુની રકમ માટે માટે 5% માર્જિન મની તરીકે લેવા ઇચ્છનીય છે અને તે કોઈ પણ કિસ્સામાં પ્રોજેક્ટના ખર્ચના 10% કરતા વધારે ન હોવું જોઈએ.

6.6 લોન સુવિધાના પ્રકાર:

બેંકો કેશ ક્રેડિટ દ્વારા મુદતી લોન અને વર્કિંગ કેપિટલ લોન્સ ના રૂપમા મૂડીખર્ચ માટે વ્યકિતઓને નાણાં પૂરાં પાડી શકે છે. બેંકો વ્યક્તિગત લોનધારકની જરૂરિયાત પર આધાર રાખીને, મૂડી ખર્ચ અને કાર્યકારી મૂડીના ઘટકો ધરાવતી સંમિશ્ર લોન્સ (composite loans) પણ આપી શકે છે.

7. ગ્રુપ એન્ટરપ્રાઈઝીસ (SEP-G) - લોન અને સબસિડી

DAY-NULM હેઠળ સ્વ-સહાય જૂથ (એસએચજી) અથવા એસએચજીના સભ્યો થી બનેલા અથવા સ્વ-રોજગાર માટે શહેરી ગરીબોનો સમૂહ કોઈ પણ બેંકમાંથી આ ઘટક હેઠળ સબસિડાઇઝ્ડ લોનનો લાભ મેળવી શકે છે. ગ્રૂપ આધારિત માઇક્રો એન્ટરપ્રાઇઝ લોન માટેનાં ધોરણો / સ્પષ્ટીકરણો નીચે પ્રમાણે છે:

7.1 પાત્રતાના માપદંડ:

જૂથ સાહસોમાં ઓછામાં ઓછા 5 સભ્યો હોવા જોઈએ, જેમાં શહેરી ગરીબ પરિવારોના ઓછામાં ઓછા 70% સભ્યો હોય. એક જ પરિવારના એકથી વધુ વ્યક્તિને એ જ જૂથમાં સામેલ ન કરવા જોઈએ.

7.2 ઉંમર:

ગ્રુપ એન્ટરપ્રાઇઝના તમામ સભ્યોની બેંક લોન માટે અરજી કરતી વખતે 18 વર્ષની ઉંમર હોવી જોઈએ.

7.3 પ્રોજેક્ટ કોસ્ટ (PC):

એન્ટરપ્રાઇઝ માટે ગ્રુપ ફાઇનાન્સ ની મહત્તમ એકમ પ્રોજેક્ટ કિંમત 10,00,000 ( દસ લાખ) છે.

7.4 લોનનો પ્રકાર:

લોન લેનાર યુનિટ તરીકે કાર્ય કરનાર ગ્રુપ ને સિંગલ લોન તરીકે અથવા જૂથના દરેક સભ્યને બે લાખ સુધી વ્યક્તિગત લોન અપાવી શકાય છે અને જૂથમાં મ્યુચ્યુઅલ ટ્રસ્ટ અને કોલેટરલ અવેજી (substitute) પર આધારિત 10 લાખની એકંદર મર્યાદા છે.."બજેટ (2014-15), 13 નવેમ્બર, 2014 ના 'ભૂમિ હીન કિસાન' ના સંયુક્ત ખેડૂતોના જૂથોના ધિરાણ ની જાહેરાતના પર આરબીઆઈના પરિપત્રમાં રજૂ કરાયેલા સિદ્ધાંતો" અને અનુવર્તી સુધારાઓને જૂથમાં લોનના કિસ્સામાં અનુસરવું જોઇએ.

7.5 લોન સુવિધાનો પ્રકાર:

જૂથો માટે બેન્કો કેશ ક્રેડિટ સુવિધા દ્વારા, મુદતી લોન અને કાર્યકારી મૂડીના રૂપમાં મૂડીખર્ચ માટેના નાણાંકીય ધિરાણ કરી શકે છે.બેંકો જૂથ જરૂરિયાતને આધારે મૂડી ખર્ચ અને કાર્યકારી મૂડી માટે સંયુક્ત લોન્સનું વિતરણ કરી શકે છે.

7.6 લોન અને માર્જિન મની:

પ્રોજેક્ટ ખર્ચ બાદ લાભાર્થી યોગદાન (માર્જીન મની), ને બેંક દ્વારા ગ્રુપ એન્ટરપ્રાઈઝમાં લોનની રકમ તરીકે ઉપલબ્ધ કરાશે. 50,000 સુધીની લોન માટે કોઈ માર્જિન મની લેવા જોઈએ નહીં. અને તેથી વધારે લોન માટે 5% માર્જિન મની તરીકે લેવું ઇચ્છનીય છે અને તે કોઈ પણ કેઈસમાં પ્રોજેકટ કોસ્ટના 10% કરતા વધારે ન હોવો જોઈએ.

7.7 બેંક લોન પર કોલેટરલ ગેરંટી:

કોઈ કોલેટરલ આવશ્યક નથી. લોન લેવા માટે માત્ર ઉભી કરેલ અસ્ક્યામતો બેન્કોને હાયપોથીકેટ / પ્લેજ કરવામાં આવશે. પેરા-6.3 માં જણાવ્યા મુજબ બેંકો માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઈઝીસ માટે ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટ (CGTMSE) અથવા કોઈપણ અન્ય યોગ્ય ગેરંટી ફંડ પાસે જઈ શકે છે.

7.8 ચુકવણી:

બેંકોના ધોરણો અનુસાર 6 થી 18 મહિનાના પ્રારંભિક મોરેટોરિયમ પછી ચુકવણી શેડ્યૂલ 5 થી 7 વર્ષની વચ્ચે હશે.

8. SHG- બેંક જોડાણ - સામાન્ય માર્ગદર્શિકા

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ની મોનેટરી પોલિસીમાં અને સમયાંતરે યુનિયન બજેટની જાહેરાતમાં બેંકો સાથે એસએચજીને જોડવા પર ભાર મૂકાયો છે અને આ બાબતમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા વિવિધ દિશાનિર્દેશો બેન્કોને આપવામાં આવ્યા છે.એસએચજીના જોડાણ કાર્યક્રમને વધારવા અને તેને ટકાઉ બનાવવા, બેન્કોને નીતિ અને અમલીકરણ સ્તરે તેમના મુખ્ય ધિરાણની કામગીરીના ભાગરૂપે એસએચજીને ધિરાણ કરવાનું ધ્યાનમાં લેવા અંગે સલાહ આપવામાં આવી છે.

8.1 જુલાઈ 01, 2016 ના રોજ એસએચજી-બેન્ક લિન્કેજ પ્રોગ્રામ પર આરબીઆઇના માસ્ટર પરિપત્ર, FIDD.FID.BC.No.06/12.01.033/2016-17 dated July 01, 2016 માં એસ એચ જી (રજિસ્ટર્ડ કે રજિસ્ટર થયેલ નથી) કે જેઓ પ્રારંભિક બિંદુ તરીકે તેમના સભ્યો વચ્ચે બચતની આદતને પ્રોત્સાહન આપવા માટે રોકાયેલા છે, તેમના બચત ખાતા ખોલવા પર સૂચનાઓ આપવામાં અવી છે. ત્યારબાદ, એસએચજીને બેન્કો દ્વારા પૂરતી આકારણી અથવા ગ્રેડિંગ પછી બચત લિંક્ડ લોન્સ (1: 1 થી 1: 4 ના બચત અને લોનના પ્રમાણમાં બદલાતી) મંજૂર કરવામાં આવી શકે છે. જો કે, પરિપક્વ એસએચજી (SHG) ને, બેંકની મુનસફી મુજબ બચતની ચાર ગણી મર્યાદાની લોન આપવામાં આવી શકે છે. બેંકોને એ પણ સૂચના આપવામાં આવી છે કે, SHGs માટેના એડવાન્સિસને, જે હેતુ માટે એસએચજી મેમ્બર્સ ને લોન આપવામાં આવી છે તે ગણતરીમાં લીધા સિવાય, નબળા વર્ગોને તેમના ધિરાણના ભાગરૂપે સમાવેશ કરવો જોઇએ.

8.2 DAY-NULM ના ઘટક સોસીયલ મોબિલાઇઝેશન એન્ડ ઇન્સ્ટિટ્યુશન ડેવલપમેન્ટ (SM & ID.) હેઠળ ULB એસએચજી માટે બેંક ખાતું ખોલવા અને રિવોલ્વિંગ ફંડ (આરએફ) ની સુવિધા પૂરી પાડવા માટે જરૂરી પાયાનું કાર્ય કરશે. યુ.એલ.બી આ હેતુ માટે રિસોર્સ ઓર્ગેનાઇઝેશન (આર.ઓ.) ને જોડી શકે છે અથવા તેના સ્ટાફ દ્વારા એસએચજીને સીધી સુવિધા આપી શકે છે. (એસએચજી, આર.ઓ. અને રિવોલ્વિંગ ફંડના કન્સેપ્ટ અને રચનાને DAY-NULM ના ઘટક સોશિયલ મોબિલાઇઝેશન એન્ડ ઇન્સ્ટિટ્યૂશનલ ડેવલપમેન્ટ (SM & ID) ઘટકમાં દર્શાવવામાં આવી છે).

8.3 બેંકો યુ.એલ.બી.ને વ્યાજ સબસિડી રકમની ગણતરી વિગતો સાથે વિતરિત લોનના કેસોની વિગતો મોકલશે.યુ.એલ.બી તેમના ડેટાને તપાસશે અને પેરા 5 માં જણાવ્યા મુજબની સમાન પ્રક્રિયાને પગલે બેન્કોને ત્રિમાસિક ધોરણે વ્યાજ સબસિડીની રકમની રિલિઝ કરશે. વધારાના વ્યાજ સબવેન્સન દાવા કરવા માટે નક્કી કરેલ ફોર્મેટ (એનેક્સ -II) માં સંલગ્ન છે.

8.4 તેના ક્ષેત્ર કર્મચારીઓ અથવા રિસોર્સ ઓર્ગેનાઇઝેશન (આરઓ) થકી યુ.એલ.બી.માટે બેંકો પાસેથી ક્રેડિટ મેળવવા માટે લાયક એસએચએસ માટેની લોન અરજીઓ ભરવાનું સરળ બનશે. યુ.એલ.બી., SHG ની લોન (અરજી સંબંધિત દસ્તાવેજો સાથે) સંબંધિત બૅન્કોને ફોરવર્ડ કરવા માટે જવાબદાર રહેશે. યુ.એલ.બી. બેંકોને મોકલેલી એસએચજી લોનની અરજીઓનાં ક્ષેત્રવાર, બેંક-મુજબના, આરઓ / સ્ટાફ મુજબના ડેટાને જાળવી રાખશે અને તે જ માસિક ધોરણે SULM ને મોકલવામાં આવશે.

8.5 DAY-NULM હેઠળ અસરકારક એસએચજી-બેંક જોડાણને સુનિશ્ચિત કરવા માટે,SULM બેંકોની નિયમિત ધોરણે પ્રગતિની દેખરેખ અને સમીક્ષા કરશે અને રાજ્યમાં એસએચજીને લોન્સ પર વ્યાજ સબસીડી / સબવેંશન માટે એસએલબીસી સાથે સંકલન કરશેકરશે અને શહેરી ગરીબોના નાણાકીય સમાવેશ માટે બેંક અને શાખા સ્ટાફનાં સેન્સીટાઈઝેસન માટે સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટિ (એસએલબીસી) અને લીડ બેન્કોની સક્રિય સંડોવણીની ખાતરી કરવામાં આવશે.

8.6 એ ધ્યાન રાખવામાં આવે કે જેમને વ્યાજની સહાયતા(સબવેંશન) મળે છે તે એસએચજીના ઓળખ, પસંદગી, રચના અને દેખરેખ, તે માટેની જવાબદારી રાજ્ય/યુ.એલ.બી.ની છે અને વ્યાજની સહાયતા (સબવેનશન) મેળવતી એસએચજીની ખોટી ઓળખ માટે બેંકોની કોઈ જવાબદારી નહીં રહે..

8.7 લોન સુવિધાનો પ્રકાર:

એસએચજીઓ તેમની જરૂરિયાતને આધારે, ક્યાં તો ટર્મ લોન અથવા કેશ ક્રેડિટ લિમિટ(CCL) અથવા બંને લોન મેળવી શકે છે. જરૂર લાગે તો, અગાઉની લોન બાકી હોવા છતાં પણ વધારાની લોન મંજૂર કરી શકાય છે.

8.8 પ્રોમ્પ્ટ ચુકવણી માટેની RBI માર્ગદર્શિકા નીચે પ્રમાણે છે:

એ. એસએચજીને કેશ ક્રેડિટની મર્યાદા માટે:

i. બાકી બેલેન્સ, મંજૂર કરેલ મર્યાદા/ ડ્રોઇંગ પાવર કરતાં વધારે સતત 30 દિવસથી વધુ સમય સુધી રહી શકશે નહીં.

ii. એકાઉન્ટમાં નિયમિત ક્રેડિટ અને ડેબિટ હોવી જોઇએ. કોઈ પણ સંજોગોમાં મહિના દરમિયાન ઓછામાં ઓછી એક ગ્રાહક પ્રેરિત ક્રેડિટ હશે.

iii. એક મહિના દરમિયાન કસ્ટમર દ્વારા પ્રેરિત ક્રેડિટ્સ મહિના દરમિયાન ઉધારાયેલ વ્યાજને આવરી લેવા માટે પૂરતી રહેશે.

બી. એસએચજી માટે મુદતી લોન માટે:

એક મુદત લોન ખાતું જ્યાં તમામ વ્યાજની ચુકવણી અને/ અથવા મુદ્દલના હપતાની નિયત તારીખના 30 દિવસની અંદર લોન ના સમગ્ર ગાળા દરમ્યાન ચૂકવણી કરવામાં આવી છે તેને એક પ્રોમ્પ્ટ ચુકવણી ધરાવતા એકાઉન્ટ તરીકે ગણવામાં આવશે. પ્રોમ્પ્ટ ચુકવણી માર્ગદર્શિકા ભવિષ્યમાં આરબીઆઈની આ વિષય પર ની માર્ગદર્શિકાને અનુસરશે.

9. SEP-1, SEP-G અને SEP-SHG માટે પ્રગતિ અહેવાલ

9.1 યુ.એલ.બી, સંબંધિત બેન્કો સાથે માન્ય કર્યા પછી ટાસ્ક ફોર્સ દ્વારા ભલામણ કરેલ અરજીઓની તેની મંજૂરી, વિતરણ અને અસ્વીકારની સ્થિતિની વિગતો સાથે (કારણો સાથે) ડેટા શીટ તૈયાર કરશે.SULM ને આ ડેટા શીટ માસિક ધોરણે મોકલવામાં આવશે.

9.2 સંબંધિત ULBs પાસેથી મેળવેલા તમામ અહેવાલોનું SULM સંકલન કરશે અને માસિક ધોરણે MoHUPA ને જણાવશે.

9.3 SULM એ ખાતરી કરવી જ જોઇએ કે એસ.એલ.પી. હેઠળની પ્રગતિની સમીક્ષા દરેક એસએલબીસી અને જિલ્લા કન્સલ્ટિટેટિવ ​​કમિટી (ડીસીસી) બેઠકોમાં કરવામાં આવે. એસએલપી દ્વારા અસરકારક સંકલન અને અમલીકરણ માટે એસએલ.બી.સી.ની કન્વીનર બેંક સાથે અન્ય કોઈપણ મહત્વપૂર્ણ મુદ્દા હાથ ધરવામાં આવે છે.

10. એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ માટે ક્રેડિટ કાર્ડ

10.1 DAY-NULM હેઠળ સાહસો સ્થાપવા માટે વ્યક્તિગત ઉદ્યમીઓને સહાયિત લોન દ્વવારા અપાતી નાણાંકીય સહાય શહેરી ગરીબોને આજીવિકા સવલતની સુવિધા આપવા માટે પ્રારંભિક પ્રોત્સાહન તરીકે જોવામાં આવશે. જો કે, વ્યક્તિગત સાહસિકોને એન્ટરપ્રાઇઝને આર્થિક રીતે ટકાવી રાખવા કાર્યકારી મૂડીના સંદર્ભમાં નાણાકીય સહાયની જરૂર પડે છે. તેમાં માલ, કાચી સામગ્રી અને અન્ય પરચૂરણ ખર્ચ વગેરેના ખર્ચની ભરપાઈ માટે તાત્કાલિક અને ટૂંકા ગાળાની રોકડ જરૂરિયાતનો સમાવેશ થઈ શકે છે. ઉદ્યોગસાહસિક પ્રવૃત્તિઓમાંથી ઉદભવતા ખર્ચને પહોંચી વળવા માટે માઇક્રો-ઉદ્યોગ સાહસિક પાસે નિયમિત નિયત માસિક રોકડ પ્રવાહ / આવક નથી હોતો. આવી નાણાકીય જરૂરિયાત માટે નાણાકીય સંસ્થા સાથે સંપર્ક કરવા માટે પ્રક્રિયાગત દસ્તાવેજીકરણની જરૂર પડે છે અને તેમાં ખુબ સમય જાય છે. કાર્યકારી મૂડીના ધિરાણ માટેની આવી જરૂરિયાત સામાન્ય રીતે ધિરાણ ના અનૌપચારિક સ્રોતમાંથી મેળવવામાં આવે છે (moneylender સહિત) કે જે સામાન્ય રીતે વ્યાજના ઊંચા દરે ઉપલબ્ધ હોય છે.

10.2 માઇક્રો-સાહસિકોને સપોર્ટ આપવા તેમની કાર્યકારી મૂડી અને ભૌતિક ધિરાણ જરૂરિયાતોને પહોંચી વળવા માટે DAY-NULM બેંકો મારફતે ક્રેડિટ કાર્ડ્સ અથવા મુદ્રા કાર્ડ સુવિધા પહોચાડશે.

10.3 SULM સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (એસએલબીસી) સાથેના પરામર્શમાં વ્યક્તિગત સાહસિકોને ક્રેડિટ કાર્ડ (અથવા) મુદ્રા કાર્ડ જારી કરવા માટેના નિયમો, મર્યાદાઓ અને વિશિષ્ટતાઓને આખરી રૂપ આપશે. જનરલ ક્રેડિટ કાર્ડ યોજના(જીસીસી), જે તમામ અનુસૂચિત કોમર્શિયલ બેંકો અથવા શહેરી વિસ્તારોમાં બેંકોના એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ માટેના ક્રેડિટ કાર્ડના અન્ય પ્રકારો દ્વારા લાગુ કરવામાં આવી રહી છે, તે માટે SULM અને SLBC દ્વારા તપાસ કરી શકાય છે. સુધારેલી જીસીસી સ્કીમ અંગે 02 ડિસેમ્બર, 2013 ના રોજ, RBI દ્વારા પરિપત્ર RPCD.MSME અને NFS.BC.No.61/06.02.31/2013-14 જારી કરવામાં આવેલ છે જે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની વેબ સાઈટ www.rbi.org.in પર ઉપલબ્ધ છે.

10.4 યુ.એલ.બી સંભવિત લાભાર્થીઓને નક્કી કરશે અને ક્રેડિટ કાર્ડ્સને ફાળવવા માટે બેંકો સાથેનાં જોડાણોને સરળ બનાવશે. શરૂઆતમાં SEP હેઠળની નાણાકીય સહાયતા ધરાવતા તમામ લાભાર્થીઓને આવરી લેવા માટે ક્રેડિટ કાર્ડને અમલમાં લાવવા માટે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. વધુમાં, અન્ય લાભાર્થીઓ કે જે પોતાના ધંધા ચલાવી રહ્યા છે પરંતુ SEP હેઠળ સહાય મેળવેલ નથી જો તેઓ ક્રેડિટ કાર્ડ્સના ફાળવણીના ધોરણોને સંતોષતા હોય તો તેમને પણ આવરી લેવામાં આવી શકે છે.

10.5 આ માટેનાં લક્ષ્યો યુ.એલ.બી સ્તર પર નક્કી થઈ શકે છે અને આ ઘટક હેઠળની પ્રગતિ SULM સ્તર પર એકત્રિત કરવામાં આવે છે અને સમયાંતરે MoHUPAને પહોચાડે છે.

11. ટેકનોલોજી, માર્કેટિંગ અને અન્ય સપોર્ટ

11.1 માઇક્રો ઉદ્યોગસાહસિકોને તેમના વ્યવસાયોને વિકસાવવા અને ટકાવી રાખવા માટે સહાયની જરૂર પડે છે. સ્થાપના, ટેકનોલોજી, માર્કેટિંગ અને અન્ય સેવાઓ માટે સહાય ની જરૂર હોઈ શકે છે. ખૂબ નાના ઉદ્યોગો ચલાવનારા માઇક્રો ઉદ્યોગસાહસિકો ને બજારની જરૂરિયાતની વધુ સારી સમજ મેળવવાની, તેમના દ્વારા ઉત્પાદિત ઉત્પાદનોની માંગ, ભાવ, ક્યાં વેચવા, વગેરેની માહિતીની જરૂર પડી શકે છે. માઇક્રો એન્ટરપ્રાઈઝીસના વિકાસ માટે પ્રોત્સાહક વાતાવરણ પૂરું પાડવા માટે આ ઘટક હેઠળ સહાયક સેવાઓને ધ્યાન માં લેવામાં આવે છે.

11.2 DAY-NULM હેઠળ સ્થપાયેલ સિટી લાઈવલીહૂડ કેન્દ્રો (CLC) લાંબાગાળાની સ્થિરતા માટે માઇક્રો એન્ટરપ્રાઈઝીસને સ્થાપના (લાઇસન્સ, પ્રમાણપત્રો રજીસ્ટ્રેશન, કાનૂની સેવાઓ વગેરે), ઉત્પાદન, પ્રાપ્તિ, ટેકનોલોજી, પ્રોસેસિંગ, માર્કેટિંગ, વેચાણ, પેકેજિંગ, એકાઉન્ટિંગ વગેરે જેવી સેવાઓ આપશે. બજારની માંગ અને માઇક્રો એન્ટરપ્રાઇઝના ઉત્પાદનો અને સેવાઓ માટેની બજારની વ્યૂહરચના પર શક્યતા/મૂલ્યાંકનના અભ્યાસમાં પણ સીએલસી સપોર્ટ આપશે.

11.3 તમામ એસઈપી વ્યક્તિગત અને જૂથોના સાહસો સીએલસી માંથી સીએલસીના ધોરણો અનુસાર સેવાઓ મેળવી શકે છે.યુ.એલ.બીના ટેકાથી સીએલસી સંભવિત લાભાર્થીઓના લાભ માટે માઇક્રો-એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ માટે સેવાઓ અને લાભો ઓફર કરે એવી વિવિધ સરકારી યોજનાઓ સાથે જોડાણ પણ કરી શકે છે

11.4 સીએલસી માટે ઉપરોક્ત સેવાઓ પૂરી પાડવાના હેતુ માટે વધારાના ભંડોળ/ વ્યવસાયિક સહાય માટે SULM વ્યવસ્થા કરી શકે છે.

12. DAY- NULM ના એસઈપી માટેની ફંડિંગ પેટર્ન

12.1 DAY-NULM નાં સામાન્ય ધોરણો મુજબ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે આ ઘટક અંતર્ગત ભંડોળ વહેંચવામાં આવશે.

12.2 રાજ્યોને સોંપાયેલા લક્ષ્યોના આધારે મંત્રાલય વાર્ષિક ધોરણે રાજ્યોને ભંડોળ ફાળવશે. રાજ્યો સંબંધિત એસએલબીસી અને યુએલબી સાથેના પરામર્શમાં લક્ષ્યો નક્કી કરશે અને અનુરૂપ ફંડોને યુ.એલ.બી.ને ફાળવવામાં આવશે જેથી વ્યાજ સબવેનશનના કારણે બેન્કોને નાણાકીય વર્ષ દરમિયાન સંપૂર્ણ વળતર ભરપાઈ કરવામાં આવે અને રાજ્યો પાસે વ્યાજ સહાય ની કોઈ રકમ મુદતવીતી કે બાકી ના રહે.

13. મોનિટરિંગ અને મૂલ્યાંકન

13.1 રાજ્ય સ્તર પર સિટી મિશન મેનેજમેન્ટ યુનિટ (CMMU) અને યુ.એલ.બી સ્તર પર સ્ટેટ મિશન મેનેજમેન્ટ યુનિટ (SMMU), આ ઘટક હેઠળ ની પ્રવૃત્તિઓ/ લક્ષ્યોની પ્રગતિ પર બારીકાઇ થી નજર રાખશે, અહેવાલ આપશે અને મૂલ્યાંકન કરશે. એસયુએલએમ અને યુએલબી/ એક્ઝિક્યુટીંગ એજન્સીઓ, મિશન ડિરેક્ટોરેટ દ્વારા નક્કી કરેલા ફોર્મેટમાં માસિક ક્વાર્ટરના અંત સુધી ક્યુંમ્યુલેટીવ સિદ્ધિ અને અમલીકરણના મુખ્ય મુદ્દાઓ દર્શાવીને સમય સમય પર નિયમિત રીતે પ્રગતિની જાણ કરશે.

13.2 વધુમાં, લક્ષ્યો અને સિદ્ધિઓનાં ટ્રેકિંગ માટે DAY-NULM હેઠળ એક વ્યાપક અને મજબૂત IT- સક્ષમ DAY-NULM એમઆઇએસ ની સ્થાપના કરવામાં આવશે. રાજ્યો અને યુ.એલ.બી.એ તેમના પ્રગતિ અહેવાલો ઓનલાઇન રજૂ કરવા પડશે અને નીચેના સ્તર પરની પ્રગતિનું નિરીક્ષણ કરવા માટે પણ આ સાધનનો ઉપયોગ કરી શકે છે. માહિતીની સક્રિય જાહેરાત અને DAY-NULM અંતર્ગત પારદર્શિતાને સુનિશ્ચિત કરવામાં, SEP હેઠળના મુખ્ય પ્રગતિ અહેવાલો જાહેર ક્ષેત્રમા પણ સમયસર ઉપલબ્ધ કરાશે.

13.3 તમામ એસ.ઇ.પી.લાભાર્થીઓને થતા લાભની અસરનું મૂલ્યાંકન કરવા માટે અને તેમના દ્વારા અનુભવાઈ રહેલ કોઈ પણ સમસ્યાનું નિરીક્ષણ કરવા માટે તેમની સમયાંતરે મુલાકાત લેવી જોઈએ. કમ્યુનિટી આયોજકોએ (COs) તેમના અધિકારક્ષેત્રમાં તમામ લાભાર્થીઓને ત્રણ મહિનામાં ઓછામાં ઓછા એક વખત મળવું જોઇએ. પ્રોજેક્ટ અધિકારી/સીએમએમયુ સ્તર પર તકનિકી નિષ્ણાતોએ ત્રણ મહિનામાં ઓછામાં ઓછા 50% લાભાર્થીઓ ને મળવું જોઇએ. ક્ષેત્ર મુલાકાત દરમિયાન થયેલ અવલોકનો રેકોર્ડ કરવામાં આવવા જોઈએ અને એમઆઇએસ પર પણ અપલોડ કરવા જોઈએ.

13.4 ઉપર જણાવેલ ક્ષેત્ર મુલાકાત દરમિયાન લાભાર્થીઓના આર્થિક દરજ્જા અંગેના ડેટા એકત્રિત થવા જોઈએ અને લાભાર્થીઓની આર્થિક પરિસ્થિતિઓ પરના લાભની અસર જાણવા લોન એપ્લિકેશન ફોર્મમાં આપવામાં આવેલા આ પ્રકાર ના ડેટા સાથે સરખાવવામાં આવશે.

13.5 લાભાર્થીઓના આર્થિક દરજ્જા પર SEP હેઠળના લાભની અસરનું મૂલ્યાંકન કરવા યોગ્ય અંતરાલ પર ઇમ્પેક્ટ વિશ્લેષણ અભ્યાસો પણ હાથ ધરવામાં આવે છે.

13.6 DAY- NULM હેઠળ લક્ષ્ય સામે સિદ્ધિ ની પ્રગતિ પર દેખરેખ રાખવા માટે, પ્રગતિ અંગેના નવીનતમ અહેવાલોને સંલગ્ન પ્રોફોર્મામાં (annex III અને IV) મુજબ નિયામક, યુપીએ અને dupa-mhupa@nic.in ને અને ઇમેઇલ પર આરબીઆઇને, મોડામાં મોડા સંબંધિત ત્રિમાસ પછીનાં આગામી મહિનાના અંત સુધીમાં સુપરત કરવાની બેંકોને સલાહ આપવામાં આવી છે.

13.7 NULM હેઠળની લોન્સ માટે અનન્ય કોડ:

આ લોનને નોન-ફાર્મ સેક્ટર હેઠળ વર્ગીકૃત કરવા અને તેમના ડેટાબેઝમાં NULM હેઠળ મંજૂર કરાયેલી લોન માટે વિશિષ્ટ સબ-કોડનો ઉપયોગ કરવા કરવાની બેંકોને સલાહ આપવામાં આવે છે વધુમાં, SEP-I, SEP-G, SHG અને WSHGs માટે અલગ પેટા-પેટા કોડ્સ (sub-sub-codes) પણ અપાઈ શકે છે. એન.એલ.એલ.એમ.ની લોન્સની વિશિષ્ટ ઓળખને સક્ષમ કરવા ખાસ કરીને એસએચજી અને ડબલ્યુએચએચજી સાથે સંકળાયેલા NULM હેઠળની લોનોનું વર્ગીકરણ કરતી વખતે યોગ્ય કાળજી લેવામાં આવવી જોઈએ, કારણ કે ડબ્લ્યુએસએચજી વધારાના 3 ટકા વ્યાજ સહાયક (subvention) માટે પાત્ર છે.

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?