<font face="mangal" size="3px">માસ્ટર પરિપત્ર – નકલી નોટ પકડવી તેમજ તેને જપ્ - આરબીઆઈ - Reserve Bank of India
માસ્ટર પરિપત્ર – નકલી નોટ પકડવી તેમજ તેને જપ્ત કરવી
આરબીઆઇ/૨૦૧૭-૧૮/૨૬ ૨૦ જુલાઇ ૨૦૧૭ ચેરમેન/મેનેજિંગ ડીરેક્ટર/મુખ્ય વ્યવસ્થાક મહોદય / મહોદયા માસ્ટર પરિપત્ર – નકલી નોટ પકડવી તેમજ તેને જપ્ત કરવી કૃપા કરીને નકલી નોટ પકડવા તેમજ તેને જપ્ત કરવાનાં સંદર્ભમાં તા.૨૦ જુલાઇ ૨૦૧૬સુધી એકત્રીત કરેલી સૂચના ને સમાવતો અમારો ૨૦ જુલાઇ ૨૦૧૬ નો માસ્ટર પરિપત્ર ડી.સી.એમ. (એફએનવીડી) જી-૬/૧૬.૦૧.૦૫/૨૦૧૬-૧૭ જુઓ. આ માસ્ટર પરિપત્ર માં અત્યાર સુધી મોકલવામાં આવેલ તમામ સૂચનોનો સમાવેશ કરી સુધારા કરાયેલ છે તેમજ તેને બેંકની મુખ્ય વેબસાઈટ www.rbi.org.in પર મૂકવામાં આવેલ છે. આ માસ્ટર પરિપત્રમાં ઉપરોક્ત વિષય ઉપર સમય સમયે આરબીઆઇ દ્વારા મોકલાયેલા પરિપત્રો નો સંગ્રહ છે, જે આ પરિપત્રની તારીખે પણ કાર્યરત છે. તમારો વિશ્વાસુ, (પી.વિજયકુમાર) બિડાણ : મુખ્ય પરિપત્ર ભારતીય રિઝર્વ બેંક નકલી નોટોની ઓળખ અને જપ્તી પેરા ૧ – નકલી નોટોને જપ્ત કરવાનો અધિકાર નકલી નોટ નીચે જણાવેલાઓ જપ્ત કરી શકે- (૧) બધીજ બેંકો (૨) બધીજ ટ્રેઝરી અને સબ–ટ્રેઝરી (૩) ભારતીય રિઝર્વ બેંકની બધીજ ઇસ્યુ ઓફિસો. કાઉન્ટર કે બેક ઓફિસ થી આવેલી નોટો/કરન્સી ચેસ્ટ થી આવેલ જથાબંધ નોટોને તેની અધિકૃતતા માટે મશીનથી ચકાસવી. કાઉન્ટર કે બેક ઓફિસ થી મળેલ નોટો/કરન્સી ચેસ્ટ થી આવેલી નોટો માં જો નકલી નોટ હોય તો તેની ક્રેડીટ, ગ્રાહકનાં ખાતામાં આપવી નહીં. કોઈપણ સંજોગોમાં નકલી નોટ, નોટ જમા કરાવનારને પરત કરવી નહીં (તેમજ) બેંક શાખા/ટ્રેઝરી એ તેનો નાશ કરવો નહીં. જો મળી આવેલ નકલી નોટ ને બેંક જપ્ત કરવામાં નિષ્ફળ જાય તો તેમાં નકલી નોટ ચલણમાં ફેરવવામાં બેંકનો પણ ઇરાદો અને સહયોગ છે તેમ માનીને બેંક ને પેનલ્ટી કરાશે. નકલીનોટ નાં રૂપમાં જે નોટ નિશ્વિત થાય તેની ઉપર જોડાણ–૧ માં જણાવ્યા મુજબ “COUNTERFEIT NOTE” નો સ્ટેમ્પ લગાવી જપ્ત કરવી. આવી દરેક નોટ જપ્ત કરીને એક અલગ રજિસ્ટરમાં તેનું પ્રમાણીકરણ કરી નોંધણી કરવી. પેરા ૪ – નોટ જમા કરાવનારને રસીદ આપવી જ્યારે બેંક શાખા/બેક ઓફિસ અને કરન્સી ચેસ્ટ કે ટ્રેઝરીના કાઉન્ટર ઉપર જમા કરાવેલલ નોટ નકલી હોય ત્યારે ઉપરોક્ત પેરા–૨ પ્રમાણે, નોટ મલ્યાની રસીદ આપવી. જોડાણ–૨ પ્રમાણે નિશ્વિત ફોર્મેટમાં જમાકર્તા ને ઉપરોક્ત રસીદ ચાલી રહેલ સિરીયલ નંબરમાં, ખચાનચી અને જમાકર્તા દ્વારા પ્રમાણિત થવી જોઈએ.આ આશયની સૂચના જનતાની જાણકારી હેતુ ધ્યાન આકર્ષિત થાય તેવી જગ્યાએ ઓફિસ/શાખામાં રાખવી જોઈએ. જ્યાં નોટ જમાકર્તા કાઉન્ટર સાઇન કરવાની ઈચ્છા ન ધરાવતા હોય, ત્યાં પણ રસીદ(તો) આપવી. પેરા-૫ નકલી નોટો ની શોધ – પોલીસ અને અન્ય સંસ્થાઓને અહેવાલ. પોલીસ ને નકલી નોટ મલ્યાનાં બનવાની જાણ કરતી વખતે નીચે પ્રમાણે કાર્યવાહી કરવી. એક સમયે ચાર નકલી નોટ મળે ત્યાં સુધી, નિર્ધારિત ફોર્મેટમાં (જોડાણ-૩) પ્રમાણે એકત્રીત અહેવાલ મહિનાના અંતમાં તૈયાર કરી, નકલી નોટ સાથે નોડલ ઓફિસરે પોલીસ સત્તાવાળાઓને મોકલવો. એક સમયે પાંચ અથવા વધારે નોટ પકડાય તેવા કિસ્સામાં, નોડલ ઓફિસરે પોલીસ સત્તાવાળાને અથવા નોડલ પોલીસ સ્ટેશનમાં મહિનાના અંતે તે નકલી નોટો, નિર્ધારિત ફોર્મેટમાં જોડાણ-૪ પ્રમાણે એફઆઈઆર દાખલ કરી તપાસ માટે મોકલવી. માસિક એકત્રીત અહેવાલની કોપી/એફઆઈઆર બેંકની મુખ્ય ઓફિસ ઉપર બનાવવામાં આવેલ “વિજીલન્સ સેલ” ને મોકલવી.સંબંધિત પોલીસ સત્તાવાળાઓ પાસેથી તેમને મોકલેલ નોટો નો માસિક એકત્રીત અહેવાલ તથા એફઆઈઆર દ્વારા પ્રાપ્ત નકલી નોટ મળ્યાની પહોંચ મેળવી લેવી. જો નકલી નોટ પોલીસને ઈન્સ્યોર્ડ પોસ્ટથી મોકલી હોય તો તે મળ્યાની પહોંચ અચૂક મેળવી તેની નોંધ રાખવી. પોલીસ પાસેથી (નકલી નોટ) મળ્યાની બાબતમાં યોગ્ય ફોલોઅપ જરૂરી છે. જો પોલીસની અનિચ્છાને કારણે કાર્યાલયો/બેંક શાખાઓને, માસિક એકત્રીત નિવેદન/એફઆઈઆર ફાઇલ કરવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે તો તેના નિરાકરણ માટે નકલીનોટોની તપાસ કરનાર પોલીસનાં (નિર્ધારિત) નોડલ ઓફિસર ની સલાહ લેવી. નોડલ પોલીસ સ્ટેશન ની માહિતી ભારતીય રિઝર્વ બેંકની સંબંધિત ઓફિસમાંથી મેળવવી નકલી નોટોનાં પરિભ્રમણને પ્રોત્સાહન આપનાર લોકોની ઓળખને સરળ બનાવવા માટે, બેંકો ને સલાહ આપવામાં આવે છે કે બૅન્કિંગ હોલ/ વિસ્તાર અને કાઉન્ટર્સને સીસીટીવી ના નિરીક્ષણમાં આવરી લેવા અને રેકોર્ડીંગ જાળવવું. બેંકોએ શોધ/તપાસના દાખલા/વલણો પર દેખરેખ રાખવી જોઇએ અને શંકાસ્પદ વલણો/દાખલાઓ તાત્કાલિક આરબીઆઇ/પોલિસ અધિકારીઓનાં ધ્યાનમાં લાવવા જોઈએ. નકલી નોટોની ઓળખ અને પોલીસ/ આરબીઆઇ વિ.ને તે સંદર્ભ પ્રગતિની માહિતી તથા તેને સંબધિત સમસ્યાઓની ચર્ચા વિવિધ રાજય સરકારની મિટીંગ–જેવી કે સ્ટેટ લેવલ બેંકર્સ સમિતિ (એસએલબીસી), કરન્સી મેનેજમેંટ (એસસીસીએમ), સ્ટેટ લેવલ સિક્યોરિટી કમિટી (એસએલ એસસી) વિગેરેમાં નિયમીત રીતે કરવી જોઇએ. બેંક શાખાઓ અને ટ્રેઝરીમાં જપ્ત થયેલ નકલીનોટ ની માહિતી, નીચે આપેલ પેરા–૧0 પ્રમાણે, ભારતીય રિઝર્વ બેંકને મોકલવામાં આવતા માસિક રિટર્ન માં સામેલ કરવી (જોઈએ). ઇન્ડિયન પીનલ કોડ પ્રમાણે “કાઉન્ટર ફીટીંગ” ની વ્યાખ્યામાં પરદેશી સરકારી સંસ્થાઓ દ્વારા જારી કરવામાં આવતી નોટોનો (પણ) સમાવેશ થાય છે. પોલીસ અને ગર્વમેંટ સત્તાવાળાઓ પાસેથી મળેલ શંકાસ્પદ વિદેશી ચલણની નોટનાં અભિપ્રાય માટે, તેમને સલાહ આપવી જોઈએ કે તેઓ અગાઉથી સલાહ લઈ સીબીઆઈની ઇન્ટરપોલ વીંગ, નવી દિલ્હીને કેસ ફોરવર્ડ કરે. ભારત સરકાર ગેરકાયદેસર પ્રવૃતિઓ (નિવારણ) અધિનિયમ (યુએપીએ), ૧૯૬૭ અંતર્ગત ઉચ્ચ ગુણવત્તાવાળી કાઉન્ટરફીટ નોટ માટે ભારતીય ચલણી નોટ અપરાધ નિયમ, ૨૦૧૩ બનાવ્યો છે. એકટની ત્રીજી સૂચિ (શિડયુલ), ઉચ્ચ ગુણવત્તાની નકલી ભારતીય ચલણી નોટને વ્યાખ્યાઈત કરે છે. ઉચ્ચ ગુણવત્તાની નકલી નોટોનું ઉત્પાદન, દાણચોરી અથવા તેનાં પરિભ્રમણ ની પ્રવૃતિને યુએપીએ, ૧૯૬૭ હેઠળ આવરી લેવામાં (આવ્યું) છે. પેરા – ૬ કાઉન્ટર ઉપરથી આપતા પહેલા, એટીએમ મશીનમાં ભરતા પહેલાં અને રિઝર્વ બેંક ઓફિસોને મોકલતાં પહેલાં બેંક નોટની ચકાસણી. બેંકો એ તેમના કેશ મેનેજમેંટની પુન: ગોઠવણી એવી રીતે કરવી કે જેથી રૂ ૧૦૦ અને ઉપરનાં મુલ્યની કેશ રિસીપ્ટ મશીન દ્વારા ચકાસણી અને ખાત્રી કર્યા સિવાય ફરી પરિભ્રમણમાં મુકી શકાય નહી. આ સુચના દૈનિક રોકડ રસીદના જથ્થાને ધ્યાનમાં લીધા વગર બધીજ શાખાઓ માટે લાગુ પડશે. આની અવગણનાને રિઝર્વ બેંકદ્વારા જારી કરાયેલ નિદેર્શ ક્રમાંક ન.૩૧૫૮/૦૯.૩૯.૦૦(પોલીસ)/૨૦૦૯-૧૦ ના નવે.૧૯,૨૦૦૯ નો ભંગ માનવામાં આવશે. એટીએમ દ્વારા નકલી નોટોની રજુઆત અંગેની ફરિયાદોને ઉકેલ માટે, અને નકલી નોટોનાં પરિભ્રમણને અંકુશમાં રાખવા માટે, નોટોને એટીએમ મશીનમાં લોડ કરતાં પહેલા પર્યાપ્ત સલામતીના ઉપાયો/નિયંત્રણો રાખવા અતિઆવશ્યક છે. એટીએમ મશીન દ્વારા નકલી નોટોનાં વિતરણને, સંબંધિત બેંક દ્વારા નકલી નોટ ફેલાવવાનો પ્રયાસ માનવામાં આવશે. કરન્સી ચેસ્ટ રેમીટન્સમાંથી નકલી નોટ મળવાને, સંબંધિત કરન્સી ચેસ્ટ દ્વારા નકલી નોટના પરિભ્રમણ માટે નો પ્રયાસ મનાશે જેના પરિણામ સ્વરૂપ પોલીસ સત્તા વાળાઓ દ્વારા વિશેષ તપાસ અને કરન્સી ચેસ્ટ ની કાર્યવાહી સ્થગિત કરવા જેવા બીજા પગલા લેવાય. નીચે જણાવેલ પરિસ્થિતીઓમાં નકલી નોટોની નોશનલ (કાલ્પનિક) કિંમત સુધી નુકશાનીની વસુલાત ઉપરાંત ૧૦૦% મુલ્યની પેનલ્ટી લગાવાશે. (ક) જ્યારે નકલી નોટ બેંકના સોઇલ નોટ રેમીટંસમાંથી મળી આવે. (ખ) જ્યારે નકલી નોટો કરન્સી ચેસ્ટનાં બેલેંસમાંથી આરબીઆઇનાં ઇન્સ્પેક્ષન/ઓડીટ દરમિયાન મળી આવે ૨૦ જુન ૨૦૧૨ ના પરિપત્ર સં. ડીપીએસએસ.સીઓ.પીડી૨૨૯૮/૦૨.૧૦.૦૦૨/૨૦૧૧-૧૨ મુજબ વ્હાઇટ લેબલ એટીએમ માં લોડ થયેલ રોકડ ની ગુણવત્તા અને સત્યતાની જવાબદારી પ્રાયોજક બેંક ની રહેશે. પેરા–૭ નોડલ બેંક અધિકારી ની નિમણુક દરેક બેંકે, નોડલ બેંક અધિકારીની જિલ્લાવાર નિમણુક કરવી જોઈએ અને તેની માહિતી ભારતીય રિઝર્વ બેંક નાં ક્ષેત્રિય કાર્યાલય ને તથા પોલીસ સત્તાવાળાને કરવી. પેરા-૫ માં દર્શાવેલ નકલી નોટ શોધી કાઢવાના કેસો નોડલ બેંક અધિકારી દ્વારા જ આવવા જોઈએ. નકલી નોટ શોધ અંગેની તમામ પ્રવૃત્તિઓ માટે નોડલ ઓફિસર એક સંપર્ક અધિકારી તરીકે કામ કરશે. પેરા–૮ બેંક ની મુખ્ય કચેરી માં નકલી નોટ સતર્કતા કક્ષ ની સ્થાપના. પ્રત્યેક બેંક નીચેની બાબતો હાથ ધરવા માટે તેની મુખ્ય કચેરી ઉપર નકલી નોટ સતર્કતા કક્ષ ની સ્થાપના કરે. ૧) બેંક ની શાખાઓમાં રિઝર્વ બેંક દ્વારા જારી કરાયેલ સૂચનોનું પ્રસાર. આ સૂચનો નાં અમલ માટે ધ્યાન રાખવું. નકલી નોટ ની શોધ પરના ડેટાનું સંકલન અને તેને રિઝર્વ બેંક, એફઆઈયૂ –આઈએનડી અને નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો ને સૂચના પ્રમાણે મોકલવા. નકલી નોટો નાં કેસ માટે પોલીસ સત્તાવાળા સાથે નિયુક્ત નોડલ ઓફિસર સાથે ફોલો-અપ. ૨) આ રીતે મળેલ માહિતી ને બેંક ના કેન્દ્રીય સતર્કતા અધિકારી સાથે પહોંચાડવી અને કાઉન્ટર ઉપર સ્વીકારાયેલ/ઇસ્યુ થયેલ, નકલી નોટ સંબંધિત કેસ નો રિપોર્ટ આપવો. ૩) એવી કરન્સી ચેસ્ટ જ્યાં, નોટ ની ઓછી માત્રા/ખામી યુક્ત/નકલી નોટ મળી આવી હોય, ત્યાં નિયમિત આકસ્મિક તપાસ કરવી. ૪) તમામ કરન્સી ચેસ્ટ/બેક ઓફિસ માં યોગ્ય ક્ષમતા વાળા નોટ સોર્ટિંગ મશીન નુ સંચાલન કરવું તેમજ નકલી નોટો ની શોધ પર બારીક ધ્યાન રાખવું અને યોગ્ય રીતે તેનો રેકોર્ડ રાખવો. ખાત્રી કરવી કે માત્ર યોગ્ય રીતે શોર્ટ કરેલી અને મશીન દ્વારા ચકસાયેલ બેંક નોટો જ એટીએમ/કાઉન્ટર પર થી અપાય છે અને તે માટે જરૂરી આશ્ચર્યજનક તપાસ, બંને, નોટ પ્રોસેસીંગ તેમજ નોટ ની મુસાફરી દરમિયાન લેવાઈ છે. નકલી નોટ સતર્કતા સેલ થી એ અપેક્ષા રાખવામાં આવે છે કે ઉપરોક્ત પાસાઓને ધ્યાનમાં રાખી ત્રિમાસિક ધોરણે મુખ્યમહાપ્રબંધક, કરન્સી મેનેજમેંટ વિભાગ, ભારતીય રિઝર્વ બેંક, કેન્દ્રીય કાર્યાલય, અમર બિલ્ડીંગ, ૪થે માળ, સર પી.એમ. રોડ, ફોર્ટ, મુંબઈ-૪૦૦ ૦૦૧ ને સ્ટેટસ રિપોર્ટ ઈ મેલ કરે અને જે ક્ષેત્રમાં આ એફએનવી સેલ કાર્યરત છે, તે રિઝર્વ બેંક નાં ઇસ્યુ ડિપાર્ટમેંટ ને ત્રિમાસિક ધોરણે, ત્રિમાસિક પૂરા થયાના પંદર દિવસમાં રિપોર્ટ મોકલે. રિપોર્ટ માત્ર ઈ-મેલ થી જ મોકલવાનો છે. હાર્ડ કોપી મોકલવાની જરૂર નથી. નકલી નોટ સતર્કતા કક્ષના સરનામા અપડેટ કરવા માટેના ઉદ્દેશથી બેંક દર વર્ષે નિર્ધારિત ફોર્મેટમાં (જોડાણ-૫), ઈ-મેલ દ્વારા સરનામા વિગેરે વિગતો આરબીઆઈ ને, દર વર્ષે ૧લી જુલાઇ એ મોકલે. હાર્ડ કોપી મોકલવાની જરૂર નથી. પેરા-૯ અલ્ટ્રા વાયોલેટ લેમ્પ તથા અન્ય મૂળભુત સુવિધાઓની વ્યવસ્થા નકલી નોટો ની ઓળખ સરળ બનાવવા માટે બધી બેંક શાખાઓ/નિર્દિષ્ટ બેક ઓફિસો, અલ્ટ્રા વાયોલેટ લેમ્પ/નોટ શોર્ટિંગ મશીન/ચકાસણી મશીન વિ. થી સુસજ્જ હોવી જોઈએ. તેમ જ બધી જ કરન્સી ચેસ્ટમાં ચકાસણી, પ્રોસેસીંગ અને શોર્ટિંગ મશીન તેમની મહત્તમ ક્ષમતાએ કાર્યરત રહેવા જોઈએ. આ મશીનો ભારતીય રિઝર્વ બેંક દ્વારા મે ૨૦૧૦ મા આપેલ માર્ગદર્શિતા મુજબ “નોટ પ્રમાણીકરણ અને ફિટનેસ શોર્ટિંગ માપદંડ” ને અનુરૂપ હોવા જોઈએ. બેંક, શોર્ટિંગ મશીન દ્વારા પ્રોસેસ થયેલ નોટોની તેમજ ઓળખાઈ ગયેલ નકલી નોટોની, દૈનિક માહિતીનો રેકોર્ડ રાખશે. બેંકો જનતાના ઉપયોગના ઉદ્દેશથી કાઉન્ટર ઉપર ઓછામાં ઓછુ એક મશીન (જેમાં બંને તરફ સંખ્યા દર્શાવાની સુવિધા હોય) રાખવાનો વિચાર કરે. પેરા-૧૦ આરબીઆઈ ને આંકડાકીય માહિતી બધી બેંક શાખાઓ મારફત બેંક ની બધી શાખાઓ મારફત મળેલ નકલી નોટની માહિતી, નિર્ધારિત ફોર્મેટમાં, માસિક ધોરણે મોકલવી આવશ્યક છે. મહિના દરમિયાન બેંકની શાખાઓમાં નકલી નોટોની વિગત દર્શાવતા એક નિવેદન (જોડાણ-૬) સંકલિત કરીને રિઝર્વ બેંકની ઇસ્યુ ઓફિસને પછીના મહિનાની સાત તારીખ સુધીમાં મળી જાય તેમ મોકલવું. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટ, ૨૦૦૫ ના નિયમ ૩ મુજબ, બેંકોના મુખ્ય અધિકારીએ, એવા રોકડ વ્યવહાર કે જેમાં નકલી નોટોનો ઉપયોગ અસલી નોટ તરીકે કર્યો હોય તેવી સૂચનાનો રિપોર્ટ સાત કામકાજના દિવસમાં એફઆઈનેટ પોર્ટલ પર સૂચના અપલોડ કરીને નિર્દેશક, FIU-IND, ફાઈનાંશીયલ ઈંટેલીઝ્ન્સ યુનિટ-ઈન્ડીયા, ૬ઠે માળ, હોટલ સમ્રાટ, ચાણક્યપુરી, નવી દિલ્લી – ૧૧૦૦૨૧ ને રિપોર્ટ મોકલવો. તેવી જ રીતે એફઆઈસીએન ની ઓળખના આંકડા નેશનલ ક્રાઇમ રેકોર્ડ, ક્રાઇમ બ્યુરોની વેબ સાઇટ ના વેબ આધારિત સૉફ્ટવેર પર અપલોડ કરવામાં આવે છે. મહિના દરમિયાન જો કોઈ નકલી નોટ મળી ન હોય તો “નીલ” રિપોર્ટ મોકલવામાં આવે. પેરા-૧૧ પોલીસ સત્તાવાળાઓ પાસેથી મળેલ નકલી નોટોનું સંરક્ષણ પોલીસ સત્તાવાળા/ન્યાયાલય થી મળેલ બધી જ નકલી નોટ કાળજીપૂર્વક બેંક ની સલામત કસ્ટડીમાં સંરક્ષિત થઈ શકે છે અને સંબંધિત શાખ દ્વારા તેનો રેકોર્ડ રાખવામાં આવે. બેંક નો નકલી નોટ વિજીલન્સ સેલ આવી નોટોનો, શાખા મુજબ એકત્રીકરણનો રેકોર્ડ જાળવશે. બેંક શાખાઓ ઉપરની નકલી નોટોનું અર્ધ-વાર્ષિક ધોરણે (૩૧મી માર્ચ અને ૩૦મી સપ્ટેમ્બરે) સંબંધિત અધિકારી દ્વારા ચકાસણી થવી જોઈએ. તે નોટો ને પોલીસ સત્તાવાળાઓ પાસેથી મળેલ રસીદની તારીખથી ત્રણ વર્ષની મુદત સુધી જાળવવી જોઈએ. ત્યારબાદ તેને સંપૂર્ણ વિગતો સાથે સંબંધિત રિઝર્વ બેન્કના ઇસ્યુ વિભાગમાં મોકલે. જે નકલી નોટ મુકદ્દમા નો વિષય છે, તેને ન્યાયાલયના નિષ્કર્ષ પછી ત્રણ વર્ષ સુધી જે તે શાખાએ સાચવવી પેરા-૧૨ નકલી નોટ ની શોધ – સ્ટાફ પ્રશિક્ષણ બેંક તથા ટ્રેઝરી/સબ-ટ્રેઝરી માં રોકડનો વ્યવહાર કરનાર સ્ટાફ, બેંક નોટની સુરક્ષા વિશેષતાથી પૂર્ણ રીતે પરિચિત હોય તે સુનિશ્ચિત કરવું ખૂબ જ જરૂરી છે. નકલીનોટની ઓળખ સંબંધમાં બેંક શાખાના કર્મચારીઓને શિક્ષિત કરવાના ઉદેશથી જોડાણ૭માં બતાવાયેલ બેંકનોટની વિશેષતા તથા ડીઝાઇન બધી બેંકો/ટ્રેઝરી ને મુખ્ય જગ્યાઓ ઉપર પ્રદર્શિત કરવા સૂચનાઓ સાથે મોકલવામાં આવી છે. જાહેરમાં સામાન્ય માણસની જાણકારી હેતુ (૨૦૦૫-૦૬) બેંકનોટની સિરીઝ નાં પોસ્ટર બેંક શાખાઓને પ્રદર્શિત કરવા હેતુ આપેલા છે. નવી ડિઝાઇનની રૂ. ૫૦૦ અને રૂ.૨૦૦૦ ની બેંકનોટની સુરક્ષા સુવિધાઓની વિગતો લીંક ઉપર ઉપલબ્ધ છે. https://www.paisaboltahai.rbi.org.in/ અન્ય બેંક નોટની વિગતો પણ તે લીંક પર ‘તમારી બેંકનોટ જાણો’ હેઠળ ઉપલબ્ધ છે. નિયંત્રણ કચેરીઓ/તાલીમ કેન્દ્રોએ સ્ટાફના સભ્યો માટે બેંકનોટની સલામતી લાક્ષણિક્તાઓ ઉપર તાલીમ કાર્યક્રમોનું આયોજન/સંચાલન કરવું જોઈએ. બેંકોએ નિશ્ચિત કરવું જોઈએ કે બેંકમાં રોકડને સંભાળનાર દરેક સ્ટાફ સાચી ભારતીય નોટની વિશેષતાઓથી પરિચિત છે. રિઝર્વ બેંક પણ ફેકલ્ટી સપોર્ટ અને તાલીમ સામગ્રી પૂરી પાડશે. |