RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78508616

માસ્ટર સર્ક્યુલર - લીડ બેન્ક સ્કીમ

આરબીઆઇ/2017-2018/8
FIDD.CO.LBS.BC.No.1/02.01.001/2017-18

જુલાઈ 3, 2017

ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર / ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર
એસએલબીસી કન્વીનર બેંકો / લીડ બેંકો

સાહેબ શ્રી / મેડમ

માસ્ટર સર્ક્યુલર - લીડ બેન્ક સ્કીમ

ભારતીય રિઝર્વ બેંકે સમયાંતરે લીડ બેન્ક સ્કીમ પર માર્ગદર્શિકાઓ આપી છે. પરિશિષ્ટ માં સૂચિબદ્ધ કર્યા મુજબ આ માસ્ટર પરિપત્ર લીડ બેન્ક સ્કીમ પર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા 30 જૂન, 2017 સુધીમાં જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાઓ એકત્રિત કરે છે.

2. આ માસ્ટર પરિપત્ર આરબીઆઈની વેબસાઇટ /en/web/rbi પર મૂકવામાં આવ્યો છે

તમારો વિશ્વાસુ,

(અજય કુમાર મિશ્ર)
ચીફ જનરલ મેનેજર

સંલગ્ન: ઉપર પ્રમાણે


રચના

1. પરિચય
૨. લીડ બેન્ક સ્કીમ હેઠળ ફોરમો
2.1 બ્લોક લેવલ બેન્કર્સ કમિટિ
2.2 જિલ્લા સલાહકાર સમિતિ (ડીસીસી)
2.2.1 ડીસીસીનું બંધારણ
2.2.2 ડીસીસી બેઠકોનું સંચાલન
2.2.3 ડીસીસી બેઠકો માટે એજન્ડા
2.2.4 એલડીએમની ભૂમિકા
2.2.5 ત્રિમાસિક જાહેર સભા અને ફરિયાદ નિવારણ
2.2.6 જીલ્લા સ્તરની સમીક્ષા સમિતિ (ડીએલઆરસી) સભાઓ
2.2.7 ડીસીસી / ડીએલઆરસી બેઠકો - મીટિંગ્સનું વાર્ષિક કૅલેન્ડર
2.3 સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટિ (એસએલબીસી)
2.3.1 એસએલબીસીનું બંધારણ
2.3.2 એસએલબીસી બેઠકોનું સંચાલન
2.3.3 એસએલબીસી બેઠકો માટેની કાર્યસૂચિ (agenda)
2.3.4 બૅન્કિંગ પ્રવેશ
2.3.5 એસએલબીસી - મીટિંગ્સનું વાર્ષિક કૅલેન્ડર
2.3.6 એસએલબીસી વેબસાઈટ - માહિતી / ડેટાનું ધોરણ સ્થાપન
2.3.7 રાજય સરકાર સાથે સંપર્ક
2.3.8 ક્ષમતા નિર્માણ / તાલીમ / સંવેદનશીલતા(sensitization) કાર્યક્રમો
3 લીડ બેન્ક યોજનાનું અમલીકરણ
3.1 ધિરાણ યોજનાઓની તૈયારી
3.2 ક્ષમતા જોડાણ ધિરાણ પ્લાન્સ (પીએલપી)
3.3 ધિરાણ યોજનાઓની કામગીરીનું નિરીક્ષણ - એમઆઈએસ
4 લીડ બેન્ક જવાબદારી સોંપણી
5 બેંકો વગરના ગામોમાં બૅન્કિંગ સેવાઓની જોગવાઈ માટે નો રોડ મેપ
5.1 5000 થી વધુ વસ્તી ધરાવતા ગામો જે અનુસૂચિત કોમર્શિયલ બેંકની બેંક શાખા વગરનાં હોય , ત્યાં ઈંટ અને દીવાલો વાળી શાખાઓ ખોલવા માટેનો રોડ મેપ
5.2 શાખા અધિકૃતતાની નીતિમાં સુધારેલ માર્ગદર્શિકા સાથે 5000 થી વધુ વસ્તી ધરાવતા બેંક વગરના ગામો માટે રોડ મેપ ગોઠવવો
6 ધિરાણ થાપણ રેશિયો (C D Ratio)
6.1 ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં બેંકોનો સીડી રેશિયો
6.2 સીડી રેશિયો પર નિષ્ણાત સમૂહની ભલામણોનું અમલીકરણ
7 ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર
8 સેવા વિસ્તાર અભિગમ (Service Area Approach)
8.1 “નો ડ્યુ પ્રમાણપત્ર” સાથે વિતરણ
9 ૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બમણી કરવી
10 લીડ બેન્ક સ્કીમ માટે સંબંધિત પરિપત્રો નાં સંદર્ભ

પરિચય

(I) લીડ બેન્ક યોજના (એલબીએસ) ની ઉત્પત્તિને સામાજિક હેતુઓના અમલીકરણ માટે સંગઠનાત્મક માળખા પર અધ્યાપક ડી. આર. ગાડગિલ (ગાડગિલ સ્ટડી ગ્રૂપ) ની આગેવાની હેઠળ રચાયેલ અભ્યાસ ગ્રૂપ સાથે જોડી શકાય છે, જેણે ઓક્ટોબર 1969 માં તેનો રિપોર્ટ રજૂ કર્યો હતો. અભ્યાસ ગ્રૂપે એ હકીકત તરફ ધ્યાન દોર્યું હતું કે વ્યાપારી બેન્કો ગ્રામ્ય વિસ્તારોમાં પર્યાપ્ત હાજરી ધરાવતી નથી અને તેમનામાં જરૂરી ગ્રામીણ અભિગમ નો અભાવ પણ છે. તેથી ગ્રામીણ વિસ્તારોમાં પર્યાપ્ત બેન્કિંગ અને ધિરાણનાં માળખાના વિકાસ માટે યોજનાઓ અને કાર્યક્રમો વિકસાવવા અભ્યાસ ગ્રુપે એક 'વિસ્તાર અભિગમ' અપનાવવાની ભલામણ કરી.

(Ii) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા નિયુક્ત શ્રી એફ. કે. એફ. નરીમાન (નરીમન સમિતિ) ની અધ્યક્ષતા હેઠળ જાહેર ક્ષેત્રની બેન્કોના શાખા વિસ્તરણ કાર્યક્રમ પર બેન્કર્સની એક સમિતિએ તેના અહેવાલમાં વિસ્તાર અભિગમ (નવેમ્બર 1969) ના વિચારને સમર્થન આપ્યું. જાહેર ક્ષેત્રની બેંકોને તેમની સામાજીક જવાબદારીઓ પૂરી કરે તે માટે દરેક બેંકે ચોક્કસ જિલ્લાઓમાં ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જ્યાં તે 'લીડ બેન્ક' તરીકે કાર્ય કરે તે માટે તે ભલામણ કરે છે,

(Iii) ઉપરોક્ત ભલામણો અનુસાર, લીડ બેન્ક સ્કીમ ડિસેમ્બર 1969 માં રિઝર્વ બેન્ક દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ યોજનાનો હેતુ પ્રાધાન્યતા ક્ષેત્ર માટે બેંક નાણાના પ્રવાહને વધારવાના ઉદ્દેશને હાંસલ કરવા અને અન્ય ક્ષેત્રો અને ગ્રામીણ ક્ષેત્રના વિકાસમાં બેન્કોની ભૂમિકાને પ્રોત્સાહન આપવા માટે વિવિધ ફોરમો દ્વારા બેન્કો અને અન્ય વિકાસલક્ષી એજન્સીઓની પ્રવૃત્તિઓનું સંકલન કરવાનો છે. જિલ્લામાં પ્રવૃતિઓનું સંકલન કરવા માટે કોઈ ચોક્કસ બેંકને જીલ્લાની લીડ બેન્કની જવાબદારી સોંપવામાં આવે છે. ધિરાણ કરતી સંસ્થાઓ અને સરકારના પ્રયત્નોનાં સંકલન માટે નેતૃત્વની ભૂમિકા લીડ બૅંક સંભાળે એવી અપેક્ષા છે.

(Iv) નાણાકીય ક્ષેત્રે થયેલા કેટલાક ફેરફારોને ધ્યાનમાં રાખીને છેલ્લે વર્ષ 2009 માં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી ગવર્નર શ્રીમતી ઉષા થોરાટની આગેવાની હેઠળ હાઈ લેવલ સમિતિ દ્વારા લીડ બેન્ક યોજનાની સમીક્ષા કરવામાં આવી હતી.

V) ઉચ્ચસ્તરીય સમિતિએ રાજ્ય સરકારો, બેન્કો, વિકાસ સંસ્થાઓ, શિક્ષણશાસ્ત્રીઓ, એનજીઓ, એમ.એફ.આઈ. વગેરે જેવા વિવિધ હિસ્સેદારો સાથે વ્યાપક ચર્ચાઓ યોજી હતી અને નોંધ્યું હતું કે ખાસ કરીને ગ્રામ્ય / અર્ધ શહેરી વિસ્તારોમાં શાખાનાં વિસ્તરણ, ડિપોઝિટ એકત્રિકરણ અને અગ્રતા ક્ષેત્રોનાં ધિરાણમાં તેના મૂળ ઉદ્દેશ્યો હાંસલ કરવા માટે આ યોજના ઉપયોગી છે. આ યોજનાને ચાલુ રાખવાની જરૂર છે એ માટે જબરદસ્ત સર્વસંમતિ હતી. સમિતિની ભલામણોના આધારે એસએલબીસી કન્વીનર બેન્કો અને લીડ બેન્કોને અમલીકરણ માટે માર્ગદર્શિકા આપવામાં આવી હતી.

Vi) ખાનગી ક્ષેત્રની બેન્કો માટે વધુ મહત્ત્વની ભૂમિકા ધ્યાનમાં લઈને લીડ બેન્ક સ્કીમના અમલીકરણમાં ખાનગી ક્ષેત્રની બેન્કો વધુ નજીકથી સંકળાયેલી રહે તેની ખાતરી કરવા માટે અગ્રણી બેન્કોને સલાહ આપવામાં આવી હતી. ખાનગી ક્ષેત્રની બેન્કોએ ઇન્ફોર્મેશન ટેકનોલોજી પર ભાર મુકીને વ્યૂહાત્મક આયોજનમાં તેમની કુશળતા લાવીને પોતાની જાતને વધુ સક્રિયપણે સામેલ કરવી જોઈએ. પોતાનાં જિલ્લા ધિરાણ યોજનાની તૈયારીમાં તેમજ તેના અમલીકરણમાં પણ તેઓએ સામેલ થવું જોઈએ.

૨. લીડ બેન્ક સ્કીમ હેઠળ ફોરમો

2.1 બ્લોક લેવલ બેન્કર્સ કમિટિ (બીએલબીસી)

બ્લોક સ્તર પર ક્રેડિટ સંસ્થાઓ અને ક્ષેત્રીય સ્તરની વિકાસ એજન્સીઓ વચ્ચે સંકલન કરવા માટે બીએલબીસી એક ફોરમ છે. આ ફોરમ બ્લોક ક્રેડિટ પ્લાનનું અમલીકરણ અને સમીક્ષા કરે છે તથા બેંકોના ધિરાણ પ્રોગ્રામના અમલીકરણમાં ઉદભવતી સમસ્યાઓનું નિરાકરણ પણ કરે છે. જીલ્લાના લીડ જીલ્લા મેનેજર બ્લોક લેવલ બેન્કર્સ કમિટિ નાં ચેરમેન છે. બ્લોકમાં કાર્યરત તમામ બૅન્કો સહિત જિલ્લા કેન્દ્રીય સહકારી બેન્કો, આરઆરબી, બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર, બ્લોકમાં તકનીકી અધિકારીઓ જેવા કે કૃષિ, ઉદ્યોગો અને સહકારી મંડળીઓ માટે એક્સ્ટેંશન અધિકારીઓ, આ સમિતિના સભ્યો છે. બીએલબીસી બેઠકો ત્રિમાસિક અંતરાલો પર રાખવામાં આવે છે. આરબીઆઇના લીડ જિલ્લા અધિકારી (LDO) અને નાબાર્ડના જીલ્લા વિકાસ વ્યવસ્થાપક (DDM) પસંદગીની BLBCs ની બેઠકોમાં ભાગ લે છે. પંચાયત સમિતિના પ્રતિનિધિઓને પણ ધિરાણના આયોજનની કવાયતમાં ગ્રામ્ય વિકાસ અંગેના તેમના જ્ઞાન અને અનુભવને શેર કરવા અર્ધવાર્ષિક અંતરાલે સભામાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવે છે

2.2 જિલ્લા સલાહકાર સમિતિ (DCC)

2.2.1 ડીસીસીનું બંધારણ

લીડ બેન્ક સ્કીમ હેઠળ વિવિધ વિકાસલક્ષી પ્રવૃત્તિઓના અમલીકરણમાં સંકલનની સુવિધા માટે બેન્કર્સ તેમજ સરકારી એજન્સીઓ / વિભાગો માટે જીલ્લા કક્ષાના સામાન્ય મંચ (forum) તરીકે સિત્તેરના પ્રારંભિક દાયકામાં ડીસીસીની રચના કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર ડીસીસી બેઠકોના ચેરમેન છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, નાબાર્ડ, જીલ્લાની તમામ કોમર્શિયલ બેંકો, જિલ્લા સેન્ટ્રલ કોઓપરેટિવ બેન્કો (DCCB), આરઆરબી, વિવિધ રાજ્ય સરકારના વિભાગો અને સંલગ્ન એજન્સીઓ સહિત સહકારી બેન્કો ડીસીસીના સભ્યો છે.લીડ ડિસ્ટ્રિક્ટ ઑફિસર (LDO), રિઝર્વ બૅન્કને ડીસીસીના સભ્ય તરીકે રજૂ કરે છે. લીડ ડિસ્ટ્રીક્ટ મેનેજર ડીસીસી બેઠકોનું આયોજન કરે છે. જ્યાં MSME નાં સમુહો સ્થિત છે ત્યાં MSME સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા એક આમંત્રિત તરીકે જિલ્લાનાં માઇક્રો સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (MSME-DI) ના ડિરેક્ટર હોય છે.

2.2.2 ડીસીસી બેઠકોનું સંચાલન

I. લીડ બેંકોએ ત્રિમાસિક અંતરાલો પર ડીસીસીની બેઠક બોલાવવી જોઈએ.

II. ડીસીસી કક્ષાએ ચોક્કસ મુદ્દાઓ પર સઘન કામ કરવા અને તેની વિચારણા કરવા માટે ડીસીસીને રિપોર્ટ્સ સુપરત કરવા માટે ઠીક જણાય તેટલી ઉપ-સમિતિઓ બનાવી શકાય છે.

Iii. ડીસીસીએ એસએલબીસીને વિવિધ મુદ્દાઓ, જેની વિશાળ પ્લેટફોર્મ પર ચર્ચા કરવાની જરૂર છે તેની પર પૂરતો પ્રતિભાવ આપવો જોઈએ જેથી રાજ્ય સ્તરે તેમની ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે.

2.2.3 ડીસીસી બેઠકો માટે એજન્ડા

જ્યારે લીડ બેન્કો પાસેથી સંબંધિત જિલ્લાઓ માટે ખાસ સમસ્યાઓ પ્રત્યે ધ્યાન આપવાની અપેક્ષા છે ત્યારે તમામ જિલ્લાઓમાં સામાન્ય એવા કેટલાક મહત્વના ક્ષેત્રો છે કે જે અંગે અગ્રણી બેન્કોએ ફોરમોમાં સતત ચર્ચા કરવી જોઈએ તે નીચે પ્રમાણે છે:

I. નાણાકીય સમાવેશ યોજના (FIP) હેઠળ પ્રગતિની સમીક્ષા.

II. આઇટી સક્ષમ નાણાકીય સમાવેશને અવરોધતા અને સક્રિય કરવાના ચોક્કસ મુદ્દાઓ.

Iii. વ્યાપક વિકાસ માટે બેન્કિંગ વિકાસ માટે 'સમર્થકો' ને મદદ રૂપ થવા અને ‘અવરોધકોને’ દુર કરવા / ઘટાડવાના મુદ્દાઓ

Iv. બેન્કો અને રાજ્ય સરકારો દ્વારા 'ક્રેડિટ પ્લસ' પ્રવૃત્તિઓ પૂરી પાડવા માટેની પહેલનું નિરિક્ષણ, કારોબારોનું સંચાલન કરવા માટે કુશળતા અને ક્ષમતા નિર્માણ આપવા માટે નાણાકીય સાક્ષરતા કેન્દ્રો (FLC) અને RSETI પ્રકારની તાલીમ સંસ્થાઓની સ્થાપના.

v. નાણાકીય સમાવેશને હાંસલ કરવા માટે નાણાંકીય સાક્ષરતાના પ્રયત્નોમાં વધારો.

vi. જિલ્લા ક્રેડિટ યોજના (ડીસીપી) હેઠળ બેન્કોની કામગીરીની સમીક્ષા

vii. અગ્રતા ક્ષેત્ર અને સમાજના નબળા વર્ગો ને ધિરાણનો પ્રવાહ

viii. 2022 સુધીમાં ખેડૂતોની આવકને બમણી કરવી

ix. સરકાર પ્રાયોજિત યોજનાઓ હેઠળ સહાય

x. શૈક્ષણિક લોનની ગ્રાન્ટ

xi. SHG હેઠળની પ્રગતિ - બેંક જોડાણ

xii. એસએમઈ ધિરાણ અને અંતરાયો, જો કોઈ હોય તો

xiii. બેંકો દ્વારા સમયસર ડેટા સબમિશન

xiv. રાહત પગલાંની સમીક્ષા (કુદરતી આપત્તિના કિસ્સામાં લાગુ પડતી હોય ત્યાં)

ઉપરોક્ત સૂચિ દૃષ્ટાંતરૂપ છે અને સંપૂર્ણ નથી. અગ્રણી બેન્કો અન્ય જરૂરી કોઈપણ એજન્ડા આઇટમ સામેલ કરી શકે છે

2.2.4 એલડીએમની ભૂમિકા

લીડ બેન્ક સ્કીમના સફળ અમલ માટેનો કેન્દ્રીય મુદ્દો હોવાથી એલડીએમની કચેરીને યોગ્ય માળખાકીય સપોર્ટ સાથે પૂરતા પ્રમાણમાં મજબૂત બનાવવી જોઈએ કારણ કે લીડ બેન્ક યોજનાની અસરકારકતા પ્રાદેશિક / ક્ષેત્રીય કાર્યાલયની સહાયક ભૂમિકા સાથે જિલ્લા કલેક્ટરો અને લીડ ડિસ્ટ્રીક્ટ મૅનેજર્સ (એલડીએમ) ની ગતિશીલતા પર આધાર રાખે છે. એલડીએમ તરીકે યોગ્ય સ્તર અને વલણના અધિકારીઓને પોસ્ટ કરવા જોઈએ. બાકી રહેલ મુદ્દાઓના ઉકેલ માટે ડીસીસી / ડીએલઆરસી અને ડીડીએમ / એલડીઓ / સરકારી અધિકારીઓની સામયિક બેઠકોનું આયોજન કરવું વગેરે માટેની એલ.ડી.એમ.ની સામાન્ય ભૂમિકા ઉપરાંત એલડીએમ માટેના નવા કાર્યોમાં નીચેનાનો સમાવેશ થાય છે:

I. જીલ્લા ધિરાણ યોજનાનું અમલીકરણ

II. બેંકો દ્વારા નાણાકીય સાક્ષરતા કેન્દ્રો (એફએલસી), આરએસઇટીઆઈની સ્થાપના સાથે સહયોગ

Iii. એફએલસી અને બેન્કોની ગ્રામ્ય શાખાઓ દ્વારા નાણાકીય સાક્ષરતા શિબિરનું આયોજન કરવા સાથે સહયોગ.

Iv. એનજીઓ / પંચાયતી રાજ સંસ્થાઓ (પી.આર.આઈ.) દ્વારા ભાગીદારી માં બેંકો અને સરકારી અધિકારીઓ માટે માટે વાર્ષિક સંવેદનશીલતા (sensitization) વર્કશોપ આયોજન કરવા.

V. ત્રિમાસિક ધોરણે જાગૃતિ અને પ્રતિસાદ જાહેર સભાઓ, ફરિયાદ નિવારણ વગેરે માટેની વ્યવસ્થા કરવી.

2.2.5 ત્રિમાસિક જાહેર સભા અને ફરિયાદ નિવારણ

લીડ ડિસ્ટ્રીક્ટ મેનેજરે જિલ્લામાં રિઝર્વ બેન્કના એલડીઓ, આ વિસ્તારમાં હાજરી ધરાવતી બેંકો અને અન્ય હિસ્સેદારો સાથેના સંકલનમાં વિવિધ સ્થળોએ સામાન્ય વ્યક્તિને લગતી વિવિધ બેન્કિંગ નીતિઓ અને નિયમો અંગે જાગૃતિ લાવવા માટે ત્રિમાસિક જાહેર સભા બોલાવી જોઈએ અને લોકો તરફથી પ્રતિક્રિયા પ્રાપ્ત કરવી જોઈએ અને આવી બેઠકોમાં શક્ય હોય તેટલી ફરિયાદોનું નિવારણ પ્રદાન કરવું અથવા આના નિવારણ માટે યોગ્ય મશીનરી સુધી પહોંચવાની સુવિધા પૂરી પાડવી.

2.2.6 જીલ્લા સ્તરની સમીક્ષા સમિતિ (DLRC) સભાઓ

જિલ્લા કલેક્ટર નાં વડપણ હેઠળ ડીએલઆરસીની બેઠકોની સભાઓ થાય છે અને જિલ્લા સલાહકાર સમિતિ (ડીસીસી) ના સભ્યો તેમાં હાજરી આપે છે. ઉપરોક્ત ઉપરાંત, જાહેર પ્રતિનિધિઓ એટલે કે સ્થાનિક સાંસદો / ધારાસભ્યો / જિલ્લા પરિષદ ચીફ્સને પણ આ સભાઓમાં બોલાવવામાં આવે છે. લીડ બેન્કો દ્વારા ત્રિમાસિક ગાળામાં ઓછામાં ઓછી એક ડીએલઆરસીની મીટિંગ્સ બોલાવવી જોઈએ. DLRC બેઠકોમાં જિલ્લામાં વિવિધ કાર્યક્રમોના અમલીકરણની ગતિ અને ગુણવત્તા જાણવા લીડ બેન્ક સ્કીમ હેઠળ થતા પ્રોગ્રામ્સની સમીક્ષાની પ્રતિક્રિયા મેળવવામાં આવે છે. તેથી બિન-અધિકારીઓ સાથેનું જોડાણ ઉપયોગી ગણવામાં આવે છે. લીડ બૅન્કોએ DLRC બેઠકોમાં શક્ય તેટલા જાહેર પ્રતિનિધિઓ, એટલે કે સાંસદો / ધારાસભ્યો વગેરે ની હાજરીની ખાતરી કરવી જરૂરી છે. તેથી, લીડ બૅન્કોએ જાહેર જનતાના પ્રતિનિધિઓની સગવડ અનુસાર ડીએલઆરસીની મીટિંગ્સની તારીખ નક્કી કરવી જોઈએ. જિલ્લામાં બેંકો દ્વારા હાથ ધરાયેલા તમામ કાર્યો જેવા કે નવી શાખાઓ ખોલવી, કિસાન ક્રેડિટ કાર્ડ્સનું વિતરણ, એસએચજી ક્રેડિટ લિંક્સ કાર્યક્રમો વગેરેમાં તેમને આમંત્રણ આપવા અને તેમાં જોડવા, જાહેર પ્રતિનિધિઓના પ્રશ્નોના પ્રતિસાદને સૌથી વધુ અગ્રતા આપવાની અને તરત જ પ્રતિસાદ આપવાની જરૂર છે. ડીએલઆરસીના નિર્ણયોને અનુસરવા માટે ડીસીસી બેઠકોમાં ચર્ચા કરવી જરૂરી છે.

2.2.7 ડીસીસી / ડીએલઆરસી મીટિંગ્સ- મીટિંગ્સનું વાર્ષિક કૅલેન્ડર

I) જીલ્લા કક્ષાએ ડીસીસી અને ડીએલઆરસી, વિકાસની ગતિવિધિઓમાં અવરોધ ઊભી કરતી સમસ્યાઓની સમીક્ષા કરવા અને ઉકેલવા માટે કોમર્શિયલ બેન્કો, સરકારી એજન્સીઓ અને અન્ય વચ્ચે સૌથી ઉપયોગી સંયોજક ફોરમ તરીકે અનિવાર્ય છે. તેથી ઉપરોક્ત બેઠકોમાં બધા સભ્યો ભાગ લે અને ચર્ચા વિચારણા કરે તે જરૂરી છે. ડીસીસી / ડીએલઆરસી મીટિંગ્સની સમીક્ષા દરમ્યાન એવું જોવા મળ્યું હતું કે બેઠકોની તારીખની મોડી જાણ થાય / નાં થાય, અન્ય પ્રસંગો ની તારીખોને કારણે પ્રતિકુળતા, તારીખોની સમાનતા વગેરે આ બેઠકોમાં સભ્યોની હાજરીને અવરોધે છે અને આમ ઉપરોક્ત બેઠકો યોજવાનો મુખ્ય ઉદ્દેશ નકામો થઇ જાય છે.

Ii) લીડ બેન્કોને તમામ જિલ્લાઓ માટે ડીસીસીસી અને ડીએલઆરસીના વાર્ષિક શેડ્યૂલને બેઠક અધ્યક્ષ, આરબીઆઈના જીલ્લા અધિકારી અને DLRC ના કિસ્સામાં જાહેર પ્રતિનિધિ સાથે પરામર્શ કરીને કેલેન્ડર વર્ષના ધોરણે તૈયાર કરવા સલાહ આપવામાં આવે છે. આ વાર્ષિક કેલેન્ડર દરેક વર્ષની શરૂઆતમાં તૈયાર થવું જોઈએ અને તમામ સભ્યોને ડીસીસી અને ડીએલઆરસી બેઠકોમાં ભાગ લેવા ભાવી તારીખો બ્લોક કરવા માટે અગાઉથી જાણ કરવામાં આવવી જોઈએ અને બેઠકો કૅલેન્ડર પ્રમાણે યોજવી જોઇએ. કેલેન્ડર તૈયાર કરતી વખતે, તે જોવું જોઈએ કે ડીસીસી અને ડીએલઆરસીની બેઠકો એકસાથે નથી.

2.3 સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટિ (એસએલબીસી)

2.3.1 એસએલબીસીનું બંધારણ

I) સમાન ધોરણે રાજ્યોના વિકાસ માટે તમામ રાજ્યોમાં પર્યાપ્ત સંકલન યંત્રરચના (mechanism) ઉભી કરવા માટે એપ્રિલ, 1977 માં સર્વોચ્ચ આંતર-સંસ્થાકીય ફોરમ તરીકે સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટિ (SLBC) ની સ્થાપના કરવામાં આવી છે, એસએલબીસીની અધ્યક્ષતા કન્વીનર બેંકના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (સીએમડી)/કન્વીનર બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દ્વારા થાય છે. તેમાં કોમર્શિયલ બેન્કો, આરઆરબી, સ્ટેટ કોઓપરેટિવ બેંકો, આરબીઆઈ, નાબાર્ડ, નેશનલ કમિશન ફોર અનુસૂચિત જાતિ / જનજાતિ, નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ, ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગ કમિશન વગેરેના પ્રતિનિધિઓ સહીત સરકારી વિભાગોના મોવડીઓ વગેરે નો સમાવેશ થાય છે અને તેઓ નીતિના અમલીકરણ સ્તરે સંકલન સમસ્યાઓનો એકી સાથે બેસીને ઉકેલ લાવે છે. એસએલબીસી બેઠકોમાં અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાંથી વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ જેવા કે ઔદ્યોગિક સંસ્થાઓ, રિટેલ વેપારીઓ, નિકાસકારો અને ખેડૂતોનાં સંઘ જેવા ખાસ આમંત્રિતોને તેમની ચોક્કસ સમસ્યાઓ અંગે ચર્ચા કરવા, જો કોઈ હોય તો, આમંત્રિત કરાય છે. એસએલબીસી બેઠકો ત્રિમાસિક ધોરણે યોજાય છે. એસએલબીસી બેઠકો યોજવાની જવાબદારી રાજ્યના એસએલબીસી કન્વીનર બેંકની હશે.

Ii), રાજ્યના વિકાસમાં એસએલબીસી મુખ્યત્વે રાજ્ય સ્તરે બેન્કરની એક સમિતિ તરીકે મહત્વની ભૂમિકા ભજવે છે એ ધ્યાન માં લઈને સ્ટેટ લેવલ બેન્કર્સ સમિતિની આચારસંહિતા પરના દૃષ્ટાંતરૂપ માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.

2.3.2 એસએલબીસી બેઠકોનું સંચાલન

I) એસએલબીસી બેઠકોને ત્રિમાસિક અંતરાલ પર નિયમિતપણે યોજવી જરૂરી છે. કન્વીનર બેંકના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (સીએમડી)/ એક્ઝિક્યુટીવ ડિરેક્ટર ની અધ્યક્ષતામાં અને રાજ્યના વધારાના મુખ્ય સચિવ અથવા જે તે રાજ્યના વિકાસ કમિશનર ની ઉપાધ્યક્ષ્તામાં એસએલબીસી યોજાય છે. SLBC / UTLBC બેઠકોમાં રહેલ વધારે હાજરીનું સ્તર, ભારત સરકાર અને ભારતીય રિઝર્વ બેન્કની જાહેર નીતિના મુદ્દાઓ પર અર્થપૂર્ણ ચર્ચા સાથે અસરકારક અને ઇચ્છિત પરિણામની ખાતરી કરે છે.

Ii) SLBC બેઠકોમાં હાજર રહેવા માટે મુખ્ય મંત્રી / નાણાં પ્રધાન અને રાજ્ય / આરબીઆઈના વરિષ્ઠ અધિકારી (નાયબ ગવર્નર / એક્ઝિક્યુટિવ ડિરેક્ટરની રેન્ક) ને આમંત્રિત કરી શકાય છે. વધુમાં, રાજ્યના મુખ્ય પ્રધાનોને એક વર્ષમાં ઓછામાં ઓછી એક એસએલબીસી બેઠકમાં હાજરી આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

Iii) એસએલબીસીના મોટા સભ્યપદને ધ્યાનમાં લેતાં કૃષિ, માઇક્રો, નાના / મધ્યમ ઉદ્યોગો / સાહસો, હૅન્ડલૂમ ફાઇનાન્સ, નિકાસ પ્રમોશન અને નાણાકીય સમાવેશ વગેરે જેવા ચોક્કસ કાર્યો માટે એસએલબીસી માટે સ્ટિયરિંગ સબ કમિટી / સબ-સમિતિઓની રચના કરવા ઇચ્છનીય હશે.

પેટા સમિતિઓ વિશિષ્ટ પ્રશ્નોની ઊંડાણમાં તપાસ કરી શકે છે અને સંપૂર્ણ સમિતિ દ્વારા સ્વીકાર માટે ઉકેલો / ભલામણો ઘડી કાઢે છે. તે SLBC કરતાં વધુ વાર મળે એ અપેક્ષિત છે.

પેટા-સમિતિની રચના અને વિષયો, નાણાંકીય સમાવેશને સક્ષમ કરતા /રુકાવટ પેદા કરતા વિચારણા કરવા માટેનાં મુદ્દાઓ / વિશિષ્ટ મુદ્દાઓ, ચોક્કસ સમસ્યાઓ / સમસ્યાઓ પર આધાર રાખીને, રાજ્ય- રાજ્યમાં અલગ અલગ હોઈ શકે છે.

Iv) એસએલબીસી કન્વીનર બેંકને તેના કાર્યોને અસરકારક રીતે પૂર્ણ કરવા માટે સક્ષમ કરવા એસએલબીસીના સચિવાલય / કચેરીઓ ને પૂરતી મજબૂત બનાવવી જોઇએ.

V) વ્યાપક પ્લેટફોર્મ પર ચર્ચા કરવાની જરૂર હોય એવા મુદ્દાઓ પર નીચલા સ્તરે વિવિધ ફોરમો એસ.એલ.બી.સી.ને જરૂરી પ્રતિક્રિયા આપી શકે છે.

Vi) કૃષિ અને એમએસએમઇ સેક્ટરમાં ટકાઉ વિકાસ ઉપર અસર કરે એવા સંશોધન અને અભ્યાસોમાં અનેક સંસ્થાઓ અને શિક્ષણશાસ્ત્રીઓ સંકળાયેલા છે. છે. લીડ બેન્ક સ્કીમના હેતુઓને આગળ ધપાવવા માટે નવા વિચારો લાવવા માટે આવી સંશોધન સંસ્થાઓ અને શિક્ષણશાસ્ત્રીઓ સાથે સંકળાયેલા હોય એ ઉપયોગી થશે. એસએલબીસી આવા શિક્ષણશાસ્ત્રીઓ અને સંશોધકોને ઓળખીને તેમને ચર્ચા માટે, મૂલ્ય ઉમેરવા માટે અને તેમને રાજ્ય માટે યોગ્ય અભ્યાસ સાથે સાંકળવા હાજરી આપવા, બંને માટે ખાસ આમંત્રિતો તરીકે એસ.એલ.બી.સી. બેઠકોમાં આમંત્રિત કરે છે. કવચિત બેઠકોમાં ચર્ચા કરવા માટેની કાર્યસૂચિ વસ્તુઓ / મુદ્દાઓ પર આધાર રાખીને અન્ય 'ખાસ આમંત્રિતોને' એસએલબીસી બેઠકોમાં હાજરી આપવા માટે આમંત્રિત કરી શકાય છે..

Vii) આવનારા વર્ષોમાં ઓછી આવક ધરાવતાં નિવાસીઓને ધિરાણ અને તેના ચેનલિંગ કરવામાં થતી એનજીઓની પ્રવૃત્તિઓમાં વધારો થવાની ધારણા છે.

કેટલાક કોર્પોરેટ હાઉસ ટકાઉ વિકાસ માટે કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટીની કામગીરીમાં પણ સામેલ છે. એનજીઓ / કોર્પોરેટ્સ જરૂરી 'ધિરાણ વત્તા' (credit plus) સેવાઓ પૂરી પાડે છે તેની ખાતરી કરવા માટે આ વિસ્તારમાં કાર્યરત એનજીઓ / કોર્પોરેટ હાઉસ સાથે બેન્કનાં જોડાણ વ્યાપક વિકાસ માટે બૅન્ક ધિરાણ વધારવાની મદદ કરી શકે છે. એસએલબીસી બેઠકોમાં મોડલ તરીકે ઉપયોગ કરી શકાય એવી સફળ કથાઓ પ્રસ્તુત કરી શકાય છે.

2.3.3 એસએલબીસી બેઠકો માટેની કાર્યસૂચિ

જ્યારે બધી એસએલબીસી રાજ્યોમાં ખાસ સંબંધિત સમસ્યાઓનો ઉકેલ લાવે એવી ધારણા છે ત્યારે, એસએલબીસી ફોરમોમાં જેની સતત ચર્ચા કરવી જોઈએ એવા કેટલાક મહત્વના ક્ષેત્રો કે જે તમામ રાજ્યોમાં સામાન્ય છે, તે નીચે મુજબ છે.

I. નાણાકીય સંકલન યોજના (એફઆઇપી) હેઠળ પ્રગતિની સમીક્ષા.

II. આઇટી સક્ષમ નાણાકીય સમાવેશને અવરોધતા અને સક્રિય કરતા ચોક્કસ મુદ્દાઓ.

Iii. બેન્કિંગ વિકાસ માટે 'સક્ષમ કરનાર' મુદ્દાઓને સુવિધા આપવા અને અવરોધકોને ઘટાડવા / ઘટાડવાના મુદ્દા .

Iv. બેંકો અને રાજ્ય સરકારો દ્વારા 'ક્રેડિટ પ્લસ' પ્રવૃત્તિઓ પૂરી પાડવા માટેના કારોબારોનું સંચાલન કરવા માટે કુશળતા અને ક્ષમતા નિર્માણ પુરા પાડવા માટે નાણાકીય સાક્ષરતા કેન્દ્રો (FLC) અને RSETI જેવા પ્રકારની તાલીમ સંસ્થાઓની સ્થાપના

V. નાણાકીય સમાવેશને હાંસલ કરવા માટે નાણાંકીય સાક્ષરતાના પ્રયત્નોમાં વધારો.

v. રાજ્યની વાર્ષિક ધિરાણ યોજના (ACP) હેઠળ બેન્કોની કામગીરીની સમીક્ષા

vii. અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં ધિરાણનાં વિસ્તારણમાં પ્રાદેશિક અસંતુલન

viii રાજ્યનો ક્રેડિટ -ડિપોઝિટ રેશિયો

ix. અગ્રતા ક્ષેત્ર અને સમાજના નબળા વર્ગોને ધિરાણનો પ્રવાહ

x 2022 સુધીમાં ખેડૂતોની આવકને બમણી કરવી

xi સરકાર પ્રાયોજિત યોજનાઓ હેઠળ સહાય

xii શૈક્ષણિક લોનની ગ્રાન્ટ

xiii SHG-બેંક જોડાણ હેઠળ પ્રગતિ

xiv. MSME ક્ષેત્ર દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓ

xv. જમીનરેકોર્ડ અને રિકવરી મિકેનિઝમ સુધારવા માટે લેવામાં આવેલા પગલાં

xvi બેંકો દ્વારા સમયસર ડેટા સબમિશન

xvii રાહતના પગલાંની સમીક્ષા (કુદરતી આપત્તિના કિસ્સામાં લાગુ હોય ત્યાં), અને

xviii ડીસીસી / ડીએલઆરસી બેઠકોમાં વણઉકેલાયેલ મુદ્દાઓ

ઉપરોક્ત સૂચિ દૃષ્ટાંતરૂપ છે, અને પૂર્ણ નથી. SLBC કન્વીનર બૅન્કો આવશ્યક અને જરૂરી હોય એવી અન્ય કોઈપણ એજન્ડા આઇટમ સામેલ કરી શકે છે.

2.3.4 બૅન્કિંગ પેનિટ્રેશન

I) વર્ષોથી, લીડ બેન્ક સ્કીમનું ધ્યાન સંકલિત વૃદ્ધિ અને નાણાકીય સમાવેશમાં ખસેડાયું છે. ઇન્ફર્મેશન ટેકનોલોજી (આઈટી) અને મધ્યસ્થીઓનો ઉપયોગ પોસાય એવા ભાવે બેકીંગ સેવાઓના આઉટરીચ, સ્કેલ અને ઊંડાઈમાં વધારો કરવા બૅન્કોને સક્ષમ બનાવેલ છે.

Ii) એસએલબીસી કન્વીનર બેન્કો/લીડ બેન્કોને ગ્રામીણ વિસ્તારોમાં બેન્કિંગ સેવાઓના પ્રવેશના માધ્યમથી 100% નાણાકીય સમાવેશ પ્રાપ્ત કરવાની જરૂરિયાત પર ધ્યાન આપવા માટે સલાહ આપવામાં આવે છે. આવી બેન્કિંગ સેવાઓ ઈંટ અને દીવાલો વાળી શાખા દ્વારા આપવી એ જરૂરી નથી પરંતુ આઈસીટી આધારિત મોડલ્સના વિવિધ સ્વરૂપો, BC સહિત, દ્વારા પૂરી પાડવામાં આવે છે. જો કે, આઇસીટી કનેક્ટિવિટી એ કોમર્શિયલ બેન્કો / આરઆરબી માટે નાણાકીય સમાવેશ નહીં કરવા માટેનું બહાનું નહીં હોવું જોઈએ.

Iii) એસએલબીસી કન્વીનર બેંકોએ જ્યાં ઔપચારિક બૅન્કિંગ સિસ્ટમ દ્વારા પ્રવેશની જરૂર છે તે તમામ કેન્દ્રો પર બેન્કિંગ વિસ્તરણની ખાતરી કરવા માટે માર્ગ / ડિજિટલ કનેક્ટિવિટી, અનુકૂળ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ, અવિરત વીજ પુરવઠો અને પર્યાપ્ત સુરક્ષા વગેરે જેવા અવરોધક મુદ્દાઓ માટે રાજ્ય સરકાર સાથે ચર્ચા કરવી જોઈએ. જો કે, આ અવરોધકોએ નાણાકીય સમાવેશની પહેલના સ્કેલિંગ અપ ને રોકવું ન જોઈએ.

2.3.5 એસએલબીસી - મીટિંગ્સનું વાર્ષિક કૅલેન્ડર

I) એસએલબીસીની ગ્રાહક બેન્કોને, એસએલબીસી / યુટીએલબીસી બેઠકોની અસરકારકતા અને સુવ્યવસ્થિતતા સુધારવા માટે સભાઓની શરૂઆત માટે, વર્ષના પ્રારંભમાંજ વાર્ષિક કૅલેન્ડર પ્રોગ્રામ (કૅલેન્ડર વર્ષ ધોરણે) તૈયાર કરવાની સલાહ આપવામાં આવી છે. કાર્યક્રમનું કૅલેન્ડર એસએલબીસીને રજૂ કરવાના ડેટા માટે અને એસએલબીસી કન્વીનર દ્વારા સ્વીકાર માટેની કટ ઓફ તારીખો સ્પષ્ટપણે બતાવતું હોવું જોઈએ. કેન્દ્રીય સરકાર, રાજ્ય સરકારો, બેન્કો અને આરબીઆઇ વગેરે જેવી વિવિધ એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓની ભાવિ તારીખો બ્લોક કરવા માટેની અગાઉથી સૂચના તરીકે આ વાર્ષિક કેલેન્ડરને તમામ સંબંધિતોમા પરિચાલિત કરવું જોઈએ. કોઈ પણ સંજોગોમાં એસએલબીસી / યુટીએલબીસી બેઠકો કેલેન્ડર મુજબ યોજાવી જોઈએ. ડિફોલ્ટિંગ બેન્કોના ડેટાની રાહ જોયા વિના એજન્ડા અગાઉથી વહેંચવામાં આવવો જોઈએ. જોકે, ડિફોલ્ટિંગ બેન્કો સાથે આ બાબત SLBC મીટિંગમાં લેવામાં આવવી જોઈએ. તદ ઉપરાન્ત, એસએલબીસીની કન્વીનર બેંકે આ અંગે આરબીઆઈની પ્રાદેશિક કચેરીને સૂચિત કરવા સહીત, ડિફોલ્ટિંગ બેન્કોની કન્ટ્રોલિંગ ઓફિસમાં પત્ર લખવો જોઈએ. જોકે, સમયસર ડેટા સબમિશન માટે બેન્કો સાથે એસએલબીસી કન્વીનર બેંક ફોલો-અપ ચાલુ રાખશે. વધુમાં, કેટલાક અત્યંત દુર્લભ પ્રસંગે જો મુખ્ય પ્રધાન, નાણા પ્રધાન અથવા અન્ય ખૂબ જ વરિષ્ઠ અધિકારીઓ એસએલબીસીમાં હાજરી ન આપી શકે તો, જો તેમના દ્વારા જો જરૂરી હોય, તો ખાસ એસએલબીસી બેઠક યોજી શકાય છે. કાર્યક્રમોના કૅલેન્ડરની તૈયારી માટે નીચેની વ્યાપક માર્ગદર્શિકાનો ઉપયોગ થવો જોઈએ:

પ્રવૃત્તિ સુધી પૂર્ણ થવી જોઈએ (તારીખ)
એસએલબીસી / યુટીએલબીસી બેઠકોની કેલેન્ડરની તૈયારી અને નીચે દર્શાવેલ તારીખક્રમ મુજબ ડેટા અને સભાઓની તારીખો રજૂ કરવા માટેની કટ-ઓફ ની તારીખો અંગેની તમામ સંબંધિત બાબતોની જાણ કરવી. દર વર્ષે 15 મી જાન્યુઆરી
બેઠકની ચોક્કસ તારીખ અને બેન્કો દ્વારા એસએલબીસી ને માહિતીની રજૂઆત અંગેનું સ્મૃતિપત્ર ક્વાર્ટરના અંત પહેલા 15 દિવસ
એસએલબીસી કન્વીનર બેંક દ્વારા માહિતી / ડેટા મેળવવા માટેની ડેડ લાઇન ક્વાર્ટરના અંત પછી 15 દિવસ
એજન્ડા કમ બેકગ્રાઉન્ડ પેપર્સનું વિતરણ ક્વાર્ટરના અંત પછી 20 દિવસ
મીટિંગ હોલ્ડિંગ ક્વાર્ટરના અંતથી 45 દિવસની અંદર
બેઠકની કાર્યસુચી તમામ હિસ્સેદારોને ફોરવર્ડ કરવાનું બેઠક થવાના 10 દિવસની અંદર
મીટિંગમાંથી ઉદ્દભવેલા એક્શન પોઇન્ટનું ફોલો અપ મિનિટ્સ ફોરવર્ડ કરવાના 30 દિવસની અંદર પૂર્ણ થવું જોઈએ (આગામી મીટિંગમાં સમીક્ષા માટે)

Ii) બધા જ હિસ્સેદારોને બેઠકોની પુરતી નોટીસ મળે અને એજન્ડા કાગળોનું સમયસર સંકલન અને રવાનગી સુનિશ્ચિત કરવી એ સભાઓનું કેલેન્ડર વર્ષના પ્રારંભમાં તૈયાર કરવાનો ઉદ્દેશ છે. સહભાગી બૅંકો અને સરકારી વિભાગો દ્વારા એસએલબીસી કન્વીનરને ડેટા સુપરત કરવા માટે એકદમ સ્પષ્ટ માર્ગદર્શિકા પણ તે સુનિશ્ચિત કરે છે. એસએલબીસીના કન્વીનારોનો એસએલબીસી બેઠકોમાં હાજરી આપતા અન્ય વિવિધ વરિષ્ઠ અધિકારીઓની તારીખો લેવા માટે જે કિંમતી સમય સામાન્ય રીતે ખર્ચવામાં આવે છે, તે બચાવશે તેવી અપેક્ષા છે.

Iii) એસએલબીસી કન્વીનર બેંકોએ વાર્ષિક કૅલેન્ડર્સનું પાલન કરીને થતા લાભની પ્રશંસા કરવાની જરૂર છે. તેથી એસએલબીસી કન્વીનર બેન્કોને વર્ષના પ્રારંભમાં વાર્ષિક કેલેન્ડરનો વ્યાપક પ્રચાર કરવા અને તમામ બેઠકો માટે સભામાં હાજરી આપવા માટે અપેક્ષિત વરિષ્ઠ કર્મચારીઓની તેમની કચેરીઓ દ્વારા તારીખો બ્લોક કરવાનું સુનિશ્ચિત કરવા સલાહ આપવામાં આવી છે. જો કોઈ કિસ્સામાં, જો કોઈ કારણોસર તારીખો બ્લોક કર્યા હોવા છતાં કોઈ વરિષ્ઠ અધિકારી બેઠકમાં હાજર રહેવા માટે સક્ષમ ન હોય, તો કૅલેન્ડરનાં આયોજન મુજબ સભાનું આયોજન થવું જોઈએ. વધુ મહત્વનુ એ છે કે મીટિંગ્સમાં સમીક્ષા કરવા માટેનો ડેટા, કૅલેન્ડરમાં સેટ થયેલ મુદત મુજબ પ્રાપ્ત થવો જોઈએ અને ડેટાને સમયસર સબમિટ ન કરે તેમને ડેટા મોકલવામાં વિલંબના કારણો સમજાવવા માટે પૂછવું જોઈએ, જે મિનિટમાં રેકોર્ડ થઇ શકે છે. કોઈ પણ સંજોગોમાં કાર્યસૂચિની તૈયારીમાં કેલેન્ડરમાં દર્શાવેલ તારીખ કરતા વધુ વિલંબ ન થવો જોઈએ.

2.3.6 એસએલબીસી વેબસાઈટ - માહિતી / ડેટાનું સ્ટાન્ડર્ડાઈજેસન

એસએલબીસી કન્વીનર બેંકોએ એસએલબીસી વેબસાઇટ મેઈનટેઈન કરવાની જરૂર છે જેથી એલબીએસ અને સરકારી પ્રાયોજિત યોજનાઓ અંગેની તમામ સૂચનાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હોય અને સામાન્ય વ્યક્તિને બેઠકોનાં આયોજન અથવા રાજયવાઈઝ માહિતી/બેંકવાઈઝ કામગીરીને લગતી માહિતી જોઇતી હોય તે સુલભ હોય. એસએલબીસી વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અને ડેટાને પ્રમાણિત કરવા માટે, માહિતી અને માહિતીની સૂચક સૂચિ એનેક્સ II માં આપવામાં આવેલ છે. ઓછામાં ઓછા ત્રિમાસિક ધોરણે એસએલબીસીએ તેમની બેંકની એસએલબીસીની વેબસાઈટ્સ પર નિર્ધારિત લઘુતમ માહિતી મૂકવાની વ્યવસ્થા કરવી જોઈએ. બેંકો નોંધ લે કે સૂચિ માત્ર સૂચક (indicative) સૂચિ છે અને રાજય સંબંધિત કોઈપણ વધારાની માહિતીને મૂકવા માટે એસએલબીસી સ્વતંત્ર છે.

2.3.7 રાજય સરકાર સાથે સંપર્ક

એસ.એલ.બી.સી. કન્વીનર બેંકો રાજ્યની તમામ બૅન્કોની પ્રવૃત્તિઓનું સંકલન કરવા રાજ્ય સરકારના અધિકારીઓ સાથે ધિરાણ કામગીરીની સમસ્યાઓ, બૅન્કિંગ વિકાસ માટે જરૂરી સહાય આપવી અને નાણાકીય સમાવેશનો હેતુ હાંસલ કરવા અંગેની ચર્ચા કરે અપેક્ષિત છે.

2.3.8 ક્ષમતા નિર્માણ / તાલીમ / સંવેદનશીલતા (sensitization) કાર્યક્રમો

I) બેંકો સામાન્ય રીતે તેમજ ખાસ કરીને બેન્કોની લીડ બેન્ક સ્કીમની ભૂમિકા પર જિલ્લા કલેક્ટરો અને જિલ્લા પરિષદના સીઇઓને સંવેદનશીલ કરવાની જરૂર છે. પ્રત્યેક રાજ્યમાં, જો શક્ય હોય તો એપ્રિલ / મેમાં એસએલબીસી કન્વીનર બેન્ક દ્વારા સંપૂર્ણ દિવસ (full day) સંવેદનશીલતા વર્કશોપ બોલાવી શકાય છે. આવી સંવેદનશીલતા આવા અધિકારીઓની અજમાયશી (probationary) તાલીમનો એક ભાગ બનવો જોઈએ. વધુમાં, તેઓ જિલ્લામાં પોસ્ટ કરવામાં આવે કે તરત જ એસએલબીસી લીડ બેન્ક સ્કીમની સંવેદનશીલતા અને સમજ માટે જીલ્લા કલેકટરો ની એસએલબીસી કન્વીનરની ઓફિસમાં એક્સપોઝર મુલાકાતની વ્યવસ્થા કરી શકે છે.

Ii) લીડ બેન્ક સ્કીમના અમલીકરણ સાથે સંકળાયેલી બેન્કો અને સરકારી એજન્સીઓના કાર્યકારી સ્તરના સ્ટાફે તાજેતરની વિકાસ અને ઉભરતી તકોથી વાકેફ રહેવાની જરૂર છે. સ્ટાફ સંવેદનશીલતા / તાલીમ / પરિસંવાદો વગેરે સમય સમય પર સતત ચાલુ રાખવાની જરૂર છે.

3. લીડ બેન્ક સ્કીમનું અમલીકરણ

3.1 ક્રેડિટ યોજનાઓની તૈયારી

લીડ બેંક સ્કીમના અમલીકરણમાં આયોજન એ મહત્વની ભૂમિકા ભજવે છે અને વિકાસ માટે પ્રવર્તમાન સંભવિતતાને મેપ કરવા માટે બોટમ-અપ અભિગમ અપનાવવામાં આવે છે.એલબીએસ હેઠળ વિવિધ ક્ષેત્રો માટે અંદાજીત બ્લોક-વાઈઝ, પ્રવૃત્તિ વાઈઝ ક્ષમતા નક્કી કરીને આયોજન કરી શકાય છે.

3.2 સંભવિત લિંક્ડ ક્રેડિટ પ્લાન્સ (PLP)

I) સંભવિત લિંક્ડ ક્રેડિટ પ્લાન્સ (પીએલપી) બેંકના ધિરાણ દ્વારા વિકાસ માટેની હાલની સંભવિત ક્ષમતાના મૅ પિંગના મૂળ ઉદ્દેશ સાથે વિકેન્દ્રીકૃત ધિરાણ આયોજન તરફનું એક પગલું છે. પીએલપી (PLP) લાંબા ગાળાના ભૌતિક potential ઈન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ, માર્કેટીંગ સવલતો, સરકાર વગેરેની નીતિઓ / કાર્યક્રમોની ઉપલબ્ધતા ધ્યાનમાં લે છે.

Ii) દર વર્ષે એલ.ડી.એમ. દ્વારા જુન માસ દરમિયાન પૂર્વ-પીએલપીની બેઠક બોલાવવામાં આવે છે, જેમા બેન્કો, સરકારી એજન્સીઓ વગેરે તેમના સંભવિત (ક્ષેત્ર/પ્રવૃત્તિ પ્રમાણે) મહત્વાકાંક્ષા અને નાણાકીય બાબતો અંગેના વિચારો અને ચિંતાઓને પ્રતિબિંબિત કરે છે અને છેલ્લા એક વર્ષમાં જીલ્લામાં થયેલ સામાજિક-આર્થિક વિકાસ અને પીએલપીમાં સમાવેશ કરવા માટે પ્રાથમિકતાઓ અંગે ચર્ચા થાય છે. નાબાર્ડના ડીડીએમ આગામી વર્ષ માટે પીએલપી તૈયાર કરવા માટેની માહિતીની મુખ્ય જરૂરિયાતોની આ બેઠકમાં રજૂઆત કરશે. રાજ્ય સરકારોને પીએલપીના અંદાજોમાં પરિબળ બનાવવા માટે આગામી વર્ષ માટે પીએલપીની તૈયારી દર વર્ષે ઑગસ્ટ સુધી પૂર્ણ કરવાની છે.

Iii) જિલ્લા ક્રેડિટ યોજના તૈયાર કરવાની પ્રક્રિયા નીચે મુજબ છે:

એ. વ્યાપારી બેન્કો અને આરઆરબી અને ડીસીસીબી / એલડીબીની મુખ્ય કચેરીઓની નિયંત્રણ કચેરીઓ તેમના સંબંધિત શાખા મેનેજરો દ્વારા શાખા ક્રેડિટ યોજનાઓ (બીસીપી) તૈયાર કરવા માટે તેમની તમામ શાખાઓમાં સ્વીકૃત બ્લોક-મુજબની / પ્રવૃત્તિ મુજબ સંભવિત પ્રસાર કરશે. બૅન્કોએ ખાતરી કરવી જોઈએ કે તમામ શાખાઓ દ્વારા શાખા / બ્લોક યોજનાઓની તૈયારી સમયસર પૂર્ણ કરવામાં આવે , જેથી ક્રેડિટ પ્લાન્સ સમયસર કાર્યરત થઈ શકે.

બી. દરેક બ્લોક માટે ખાસ બ્લોક લેવલ બેન્કર્સ કમિટિ (બીએલબીસી) ની બેઠક બોલાવવામાં આવશે જેમાં બૅન્ક ક્રેડિટ પ્લાન્સની ચર્ચા અને બ્લોક ક્રેડિટ પ્લાન રચવા માટે એકત્રીકરણ કરવામાં આવશે. ડીડીએમ અને એલડીએમ, બ્લોક ક્રેડિટ પ્લાન સરકારી પ્રાયોજિત કાર્યક્રમોના સંદર્ભમાં કાર્યક્ષમતા મુજબ ઓળખાયેલી સંભવિતતાઓ સાથે સુસંગત છે તે અંગેની યોજનાના અંતિમ રૂપમાં BLBC ને માર્ગદર્શન આપશે.

સી., જીલ્લા ક્રેડિટ પ્લાનનું નિર્માણ કરવા જીલ્લાની તમામ બ્લોક ક્રેડિટ યોજનાઓ એલડીએમ દ્વારા એકત્રિત કરવામાં આવશે. આ યોજના જિલ્લામાં કાર્યરત તમામ નાણાકીય સંસ્થાઓ દ્વારા જમાવટની એકત્રિત કરેલી ડિજિટલ ક્રેડિટ જરૂરિયાતનું વિશ્લેષણાત્મક મૂલ્યાંકન સૂચવે છે અને નવા નાણાંકીય વર્ષ માટે તમામ નાણાકીય સંસ્થાઓ દ્વારા ક્રેડિટ તરીકે નિયુક્ત કરવામાં આવતી કુલ રકમ સૂચવે છે. બેન્કોની ઝોનલ / નિયંત્રણ કચેરીઓ એ વર્ષ માટે તેમની કારોબારી યોજનાઓને આખરી રૂપ આપતી વખતે, ડીસીપીમાં આપેલ ખાતરીઓ ધ્યાનમાં લેવી જોઈએ, જે કામગીરી બજેટને અંતિમ સ્વરૂપ આપવા પહેલાં સમયસર તૈયાર હોવી જોઈએ.

ડી. ડીસીસી પહેલાં ડિસ્ટ્રિક્ટ ક્રેડિટ પ્લાન લીડ ડિસ્ટ્રીક્ટ મેનેજર દ્વારા અંતિમ સ્વીકૃતિ / મંજૂરી માટે મૂકવામાં આવશે. તમામ જીલ્લા ક્રેડિટ યોજનાઓને આખરે એસએલબીસી કન્વીનર બૅન્ક દ્વારા તૈયાર કરવા માટે રાજ્ય સ્તરના ક્રેડિટ પ્લાનમાં એકત્રિત કરવામાં આવશે અને દર વર્ષે 1 લી એપ્રિલથી શરૂ કરવામાં આવશે.

3.3 ધિરાણ યોજનાઓની કામગીરીનું નિરીક્ષણ

લીડ બેંક સ્કીમ હેઠળ બનાવાયેલ વિવિધ ફોરમોમાં નીચે દર્શાવેલ ધિરાણ યોજનાઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવે છે:

બ્લોક લેવલ બ્લોક લેવલ બેન્કર્સ કમિટિ (બીએલબીસી)
જીલ્લા કક્ષાએ જીલ્લા કન્સલ્ટિટેટિવ ​​કમિટી (ડીસીસી) અને જીલ્લા સ્તરની સમીક્ષા સમિતિ (ડીએલઆરસી)
સ્ટેટ લેવલ સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટિ (એસએલબીસી)

આરબીઆઈ દ્વારા એલબીએસની દેખરેખ - મોનીટરીંગ ઇન્ફોર્મેશન સિસ્ટમ (એમઆઇએસ)

I) વાર્ષિક ક્રેડિટ પ્લાન (એસીપી) પરનો ડેટા, રાજ્યમાં ધિરાણના પ્રવાહની સમીક્ષા કરવા માટેનું મહત્વનું ઘટક છે.પ્રાધાન્યતા ક્ષેત્રનાં ધિરાણ પર સુધારેલા રિપોર્ટિંગ દિશાનિર્દેશો સાથે એસીએચ ફોર્મેટનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે. તદનુસાર, એ.પી.પી. પ્રાધાન્યતા ક્ષેત્રનાં વર્ગો પર વિચારણા કરવા તૈયાર છે, જેમાં કૃષિ, માઇક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઈઝીસ, એક્સપોર્ટ ક્રેડિટ, એજ્યુકેશન, હાઉસિંગ, સોશ્યલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિન્યુએબલ એનર્જી તથા અન્યનો સમાવેશ થાય છે. વધુમાં, કૃષિને પુન: નિર્ધારિત કરવામાં આવી છે અને તેમાં (i) ફાર્મ ક્રેડિટ, (ii) કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને (iii) આનુષંગિક પ્રવૃત્તિઓ. માઇક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઈઝીસમાં મેન્યુફેકચરિંગ અને સર્વિસ સેક્ટર (i) માઇક્રો એન્ટરપ્રાઈઝીસ, (ii) સ્મોલ એન્ટરપ્રાઈઝીસ અને (iii) મિડિયમ એન્ટરપ્રાઈઝીસ, ખાદી અને ગ્રામ્ય ઇન્ડસ્ટ્રીઝ સેકટર (કેવીઆઈ) અને એમએસએમઇ માટે અન્ય ફાઇનાન્સનો સમાવેશ થાય છે. આમ, અત્યારે, એસીપી લક્ષ્ય માટે રિપોર્ટિંગ સ્ટેટમેન્ટ એલબીએસ-એમઆઇએસ-આઈ (એનેક્સ III), વિતરણ માટેના પત્રકો અને બાકી(outstanding)એલબીએસ-એમઆઈએસ-II (ઍંનેક્સ-4) અને એસીપીનાં લક્ષ્ય સામે એસીપી ની સિદ્ધિ , એલબીએસ-એમઆઇએસ- III (Annex V). લીડ બેન્કો / એસએલબીસી કન્વીનર બેન્કોને સલાહ આપવામાં આવી છે કે, નિયત ફોર્મેટ મુજબ એલબીએસ –એમઆઇએસ-I અને III ના બેંક ગ્રૂપ મુજબના પત્રકો તૈયાર કરવા અને તમામ ડીસીસી અને એસએલબીસી બેઠકોમાં અર્થપૂર્ણ સમીક્ષા માટે આ પત્રકો પણ મૂકાવવા.

Ii) અનુસૂચિત કોમર્શિયલ બેન્કોના સમગ્ર ભારતના ડેટા અને માહિતીની અર્થપૂર્ણ સમીક્ષા / વિશ્લેષણ સાથે સુસંગતતા અને અખંડિતતા જાળવવા માટે, એસીપી ડેટાને અનુસૂચિત કોમર્શિયલ બેંકો અને અન્ય સહકારી બેન્કો અને ડીસીસીબી વગેરે જેવી જુદી જુદી રીતે જૂથમાં કરવાની જરૂર છે. (ડીસીસી / એસએલબીસી બેઠકોમાં પ્રસ્તુત કરતી વખતે અને અમારી પ્રાદેશિક કચેરીઓ માટે સબમિટ કરતી વખતે) અનુસૂચિત કોમર્શિયલ બેન્કોના ડેટાને જાહેર ક્ષેત્રની બેંકો, ખાનગી ક્ષેત્રની બેંકો અને પ્રાદેશિક ગ્રામ્ય બૅન્કોમાં જૂથ મુજબની સ્થિતિ જાણવા માટે જૂથબદ્ધ કરવાની જરૂર છે.

4. લીડ બેન્ક જવાબદારીની સોંપણી

I) લીડ બેન્ક સ્કીમ 1969 થી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત થાય છે. આ હેતુ માટે ઘડવામાં આવેલ વિસ્તૃત પ્રક્રિયાને પગલે દરેક જિલ્લામાં નિયુક્ત બેંકોની લીડ બેંકની જવાબદારી ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા સોંપવામાં આવે છે. 30 મી જૂન, 2017 ના રોજ દેશનાં 706 જિલ્લાઓમાં 25 જાહેર ક્ષેત્રની બેન્કો અને એક ખાનગી ક્ષેત્રની બેંકને લીડ બેન્કની જવાબદારી સોંપવામાં આવી છે.

Ii) રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ (યુટી) સ્તરે એક સર્વોચ્ચ સ્તરના મંચ તરીકે સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટિ (એસએલબીસી) / કેન્દ્રશાસિત પ્રદેશ સ્તરની બેન્કર્સ સમિતિ (યુટીએલબીસી) રાજય / કેન્દ્રશાસિત પ્રદેશમાં નાણાકીય સંસ્થાઓ અને સરકારી વિભાગોની પ્રવૃત્તિઓનું સંકલન કરે છે. લીડ બેન્ક સ્કીમ હેઠળ આ હેતુ માટે બેન્કોને એસએલબીસીની કન્વીનરશિપ સોંપવામાં આવી છે. 30 જૂન, 2017 સુધીમાં, 29 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશોના એસએલબીસી / યુટીએલબીસી કન્વીનરશીપ 15 જાહેર ક્ષેત્રની બેન્કો અને એક ખાનગી ક્ષેત્રની બેંકને સોંપવામાં આવી છે. રાજ્ય મુજબની એસએલબીસી કન્વીનર બેંકો અને જિલ્લાવાર લીડ બેંક્સની સૂચિ પરિશિષ્ટ- I માં આપવામાં આવેલ છે.

Iii) લીડ બેન્ક સ્કીમ (એલબીએસ) ને મેટ્રોપોલિટન વિસ્તારોમાં જીલ્લાઓ સુધી લંબાવવામાં આવી છે, આથી લીડ બેન્ક સ્કીમની નીચે સમગ્ર દેશને લાવવામાં આવેલ છે.

5. બિનબેંક ગામોમાં બેંકિંગ આઉટલેટ્સ ખોલવા માટેના રોડમેપ

I) દેશના તમામ બીનબેંક ગામોમાં ઘર આંગણે બેન્કિંગ સેવા સુવિધા પૂરી પાડવા માટે પગલા લેવા તબક્કાવાર અભિગમ અપનાવવામાં આવ્યો છે.નવેમ્બર 2009માં, તબક્કા -1 હેઠળ, 2000 થી વધુ વસ્તી ધરાવતા ગામોમાં બેંકિંગ સેવાઓ પૂરી પાડવા માટે રોડમેપ તૈયાર કરવા માટેની માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી. માર્ચ 2012 સુધીમાં તબક્કા-1 ની સફળ સમાપ્તિ પછી, જૂન 2012 માં 2,000 કરતાં ઓછી વસ્તી ધરાવતા બિન બેંક ગામોમાં બેંકિંગ સેવાઓ પૂરી પાડવાનો એક રોડમેપ શરૂ કરવામાં આવ્યો હતો. તદનુસાર, એસએલબીસી કન્વીનર બેન્કો અને લીડ બેન્કોને 14 ઓગસ્ટ, 2015 સુધીમાં 2000 થી ઓછી વસ્તી ધરાવતા બિન બેંક ગામોમાં (ફેઝ II) બેંકિંગ સેવાઓ પૂરી પાડવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી હતી.

5.1 અનુસૂચિત કોમર્શિયલ બેંકની બેંક શાખા ન ધરાવતા 5000 થી વધુ વસ્તીવાળા ગામોમાં ઈંટ અને મોર્ટાર (રેતી ચૂનાના બાંધકામ વાળી) શાખાઓ ખોલવા માટેનો રોડમેપ

નાણાકીય સમાવેશમાં ઈંટ અને મોર્ટાર શાખાઓ એક અભિન્ન ઘટક છે તેથી વ્યાપારી બેંકની બેંક શાખા વગર 5000 થી વધુ વસતી ધરાવતા ગામો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું સુનિશ્ચિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. આ બૅન્કોને ગુણવત્તાયુક્ત નાણાકીય સેવાઓ અને બીસી આઉટલેટને સમયસર સમર્થન પૂરું પાડવા, કે જે બીસી દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓને ટકાવી અને મજબૂત બનાવવામાં મદદ કરશે અને બીસી ઓપરેશન્સની દેખરેખની ખાતરી પણ કરશે એ માટે હતો. તદનુસાર, એસએલબીસી કન્વીનર બેંકોને તેમના રાજ્યમાં 5000 થી વધુ વસ્તી ધરાવતા અને એક પણ શેડ્યૂલ કોમર્સિયલ બેંકની બેંક શાખા વિનાનાં ગામોને ઓળખવા અને ત્યાં શાખાઓ ખોલવા માટે શેડ્યૂલ કોમર્શિયલ બેંકો (રિજયોનલ ગ્રામ્ય બૅન્ક સહિત) વચ્ચે આ ગામો ફાળવવાની સલાહ આપવામાં આવી હતી.

5.2 શાખા અધિકૃતતા નીતિ પર સુધારેલ માર્ગદર્શિકા સાથે 5000 થી વધુ વસ્તી ધરાવતા બિનબેંક ગામો માટે રોડ મેપને ગોઠવવો.

'બ્રાન્ચ ઓથોરાઈઝેશન પોલિસી રેશનલાઇઝેશન-સુધારેલી માર્ગદર્શિકાઓ' પર ડીબીઆર દ્વારા તારીખ 18 મે, 2017 ના રોજ જારી કરાયેલ પરિપત્ર. DBR.No. BAPD. BC. 69/22.01.001/ 2016-17, 'બેન્કિંગ આઉટલેટ્સ'માં અંતિમ માર્ગદર્શિકા છે કે જે નાણાકીય સમાવેશને સરળ બનાવવાના હેતુથી તેમજ ડિલિવરી ચેનલની પસંદગી પર બેંકોને રાહત આપવા માટે પણ રજૂ કરવામાં આવેલ છે. આ સંજોગોમાં, એસએલબીસી કન્વીનર બેંકોને શાખા અધિકૃતતાની નીતિના સુયોજનને સુધારેલા માર્ગદર્શિકાના સંદર્ભમાં, 5000 થી વધુ વસ્તી ધરાવતા ગામોમાં બિન બેંક્ ગ્રામીણ કેન્દ્રો (URC) ની સમીક્ષા કરવા અને ઓળખવા માટે સલાહ આપવામાં આવે છે અને તેઓ ખાતરી કરે કે આવા 5000 થી ઉપર વસ્તી સાથે બિન-બેન્ક ગ્રામ્ય કેન્દ્રો, જો કોઈ હોય તો, સીબીએસ સક્ષમ બૅન્કિંગ આઉટલેટ ખોલીને તરત જ બેંક્ ધરાવતા કરવામાં આવે. 5000 થી વધુ વસ્તી ધરાવતા ગામોમાં તમામ બિન બેંક ગ્રામીણ કેન્દ્રોમાં, બેંક શરુ કરી છે એ જણાવતું કન્ફર્મેશન 31 ડિસેમ્બર, 2017 સુધીમાં નાણાકીય સંકલન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ (FIDD), રિઝર્વ બેન્ક ની પ્રાદેશિક કચેરીને રજૂ કરાશે.

6. ક્રેડિટ ડિપોઝિટ રેશિયો

6.1 ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં બેંકોનો સીડી રેશિયો

બેંકોને તેમની તમામ ગ્રામીણ અને અર્ધ-શહેરી શાખાઓના સંદર્ભમાં 60 ટકા ક્રેડિટ ડિપોઝિટ રેશિયોને, સમગ્ર ભારતના આધારે, અલગથી પ્રાપ્ત કરવા સલાહ આપવામાં આવી છે. જો કે એ જરૂરી નથી કે આ રેશિયો શાખાવાર, જિલ્લાવાર અથવા પ્રદેશ મુજબ અલગથી પ્રાપ્ત થવો જોઈએ, તેમ છતાં, બેંકોએ તેની ખાતરી કરવી જોઈએ કે વિવિધ રાજ્યો / ક્ષેત્રો વચ્ચેના ગુણોત્તરમાં વ્યાપક અસમાનતા ટાળવામાં આવે જેથી પ્રાદેશિક અસંતુલન ઓછું થાય. જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અછત, જુદા જુદા પ્રદેશોની ધિરાણ પચાવવાની ક્ષમતા, વગેરે જેવા કેટલાક વિવિધ પરિબળો ને લીધે જિલ્લાઓમાં ક્રેડિટ વિતરણ ખૂબ જ ઓછું છે. આ બેન્કો આવા વિસ્તારોમાં તેમની બેંક શાખાઓની કામગીરીની સમીક્ષા કરે અને ક્રેડિટ ફ્લો વધારવા માટે જરૂરી પગલાઓ લે. લીડ બેંકો જિલ્લામાં અન્ય નાણાકીય સંસ્થાઓ સાથે અને ડીસીસી ફોરમમાં તેના તમામ પાસાઓમાં રહેલ સમસ્યાની ચર્ચા કરી શકે છે.

6.2 સીડી ગુણોત્તર પર નિષ્ણાત જૂથની ભલામણોનું અમલીકરણ

I) રાજ્યો / ક્ષેત્રોમાં નીચા ક્રેડિટ ડિપોઝિટ (સીડી) રેશિયોની સમસ્યાના પ્રકૃતિ અને તીવ્રતામાં જવા માટે અને સમસ્યા દૂર કરવા માટેનાં પગલાં સૂચવવા ભારત સરકાર દ્વારા એક નિષ્ણાત જૂથનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એક્સપર્ટ ગ્રૂપે નીચા સીડી રેશિયોની સમસ્યાઓ અને કારણોની તપાસ કરી. ભલામણો અનુસાર, નીચેના પરિમાણોના આધારે બેન્કોના સીડી રેશિયોનું વિવિધ સ્તરે નિરીક્ષણ થવું જોઇએ

સંસ્થા / સ્તર સૂચક
મુખ્ય કચેરીમાં વ્યક્તિગત બેંકો Cu + RIDF
રાજ્ય સ્તર (એસએલબીસી) Cu + RIDF
જિલ્લા સ્તર Cs

જ્યાં:
Cu = ઉપયોગની જગ્યા મુજબ ક્રેડિટ
Cs. = મંજૂરીના સ્થળ મુજબ ક્રેડિટ
આરઆઇડીએફ (RIDF) = આરઆઇડીએફ હેઠળ રાજ્યોને પૂરા પાડવામાં આવેલ કુલ સંસાધન સહાય
વધુમાં, બેન્કોને સલાહ આપવામાં આવે છે કે:

• 40 થી ઓછા સીડી રેશિયો ધરાવતાં જીલ્લાઓમાં, સીડી રેશિયોનું નિરીક્ષણ કરવા માટે ડીસીસીની વિશેષ સબ-સમિતિઓ (એસએસસી) ની સ્થાપના કરી શકાય છે.

• 40 થી 60 વચ્ચેના સીડી રેશિયો ધરાવતા જિલ્લાઓનું, ડીસીસી દ્વારા હાલની વ્યવસ્થા હેઠળ નિરીક્ષણ કરવામાં આવશે અને

• 20 થી ઓછા સીડી રેશિયો ધરાવતા જીલ્લાઓની વિશિષ્ટ આધાર પર સારવાર કરવાની જરૂર છે.

Ii) 40 થી ઓછા સીડી રેશિયો ધરાવતા જીલ્લાઓમાં, સીડી રેશિયો પર નજર રાખવા માટે અને સીડી રેશિયો વધારવા માટે મોનીટરેબલ એક્શન પ્લાન (એમએપી) બનાવવા માટે ડીસીસીની વિશેષ સબ-સમિતિ (એસએસસી) સ્થાપવી જોઇએ. લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરને એસએસસીના કન્વીનર તરીકે નિયુક્ત કરવામાં આવે છે, જેમાં આ વિસ્તારમાં કાર્યરત બેન્કોના જિલ્લા સંકલનકારો ઉપરાંત, આરબીઆઇના એલડીઓ, નાબાર્ડના ડીડીએમ, જીલ્લા આયોજન અધિકારી અથવા જિલ્લા વહીવટીતંત્ર વતી નિર્ણયો લેવા કલેકટરના પ્રતિનિધિનો સમાવેશ થાય છે.

ખાસ પેટા-સમિતિના કાર્યો નીચે મુજબ છે:

• સ્પેશિયલ સબ-કમિટી (એસએસસી) સેલ્ફ સેટ ગ્રેજ્યુએટેડ ધોરણે તેમના જીલ્લાઓમાં સીડી રેશિયોમાં સુધારો કરવા માટે મોનિટરિબલ એક્શન પ્લાન (એમએપી) ડ્રો-અપ કરશે.

• આ હેતુ માટે તેના બંધારણ પછી એસએસસી તુરંત જ વિશેષ બેઠક બોલાવશે અને વિવિધ ગ્રાઉન્ડ લેવલના પરિમાણોના આધારે તેના પોતાને માટે વર્તમાન વર્ષ માટે સીડી રેશિયો વધારવા માટે લક્ષ્યાંક બનાવશે. એ જ બેઠકમાં, તે વાર્ષિક ઇન્ક્રીમેન્ટમાં 60 કરતાં વધુનાં સીડીઆર માટે ચોક્કસ સમયની ફ્રેમ પણ સેટ કરશે.

• આ પ્રક્રિયા પૂર્ણ થવાથી, સ્વયં એસએસસી દ્વારા નક્કી કરાયેલા લક્ષ્ય અને સમયમર્યાદા મંજૂરી માટે ડીસીસી સમક્ષ મૂકવામાં આવશે.

• અમલીકરણ માટેની યોજનાઓ લો અને બે મહિનામાં એકવાર તેમની ઉપર એકાગ્રતાથી દેખરેખ રાખો.

• ત્રિમાસિક ધોરણે, ડીસીસીને અને તેમના દ્વારા એસએલબીસીના કન્વીનરને થયેલ પ્રગતિ જણાવો.

• મોનિટરેબલ એક્શન પ્લાન્સ (એમએપી) ના અમલીકરણની પ્રગતિ અંગે ડીસીસી પાસેથી મળેલી પ્રતિક્રિયાના આધારે, એકીકૃત રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને ચર્ચા / માહિતી માટે તમામ SLBC બેઠકો વખતે રજૂ કરવામાં આવશે.

Iii) 20 કરતાં ઓછો સીડી રેશિયો ધરાવતા જીલ્લાની બાબતે, (આ સામાન્ય રીતે ડુંગરાળ, રણના, દુર્ગમ વિસ્તારોમાં અને / અથવા પ્રાથમિક ક્ષેત્ર પર જ આધારિત હોય છે અને / અથવા કાયદો અને કથળેલા વ્યવસ્થાતંત્ર દ્વારા વર્ણિત થયેલ છે), આવા વિસ્તારોમાં જ્યાં સુધી બેન્કિંગ સિસ્ટમ અને રાજ્ય સરકાર ખાસ કરીને અર્થપૂર્ણ રીતે એક સાથે ન આવે ત્યાં સુધી પરંપરાગત પદ્ધતિઓ કામ કરતી નથી.

Iv) જ્યારે આ જિલ્લાઓમાં સી.ડી. રેશિયો વધારવા માટેના અમલ માટેનું માળખું સી.ડી. ગુણોત્તર 40 થી નીચે (એટલે ​​કે એસ.એસ.સી. વગેરેની સ્થાપના) ધરાવતા જિલ્લાઓના કિસ્સામાં છે એ જ રહેશે, ફોકસનું કેન્દ્ર અને પ્રયત્નોનું સ્તર ખૂબ ઊંચી કક્ષાના હોવા જોઈએ.

આ માટે,

• પ્રથમ તો આવા તમામ જિલ્લાઓને ખાસ કેટેગરીમાં મૂકવામાં આવવા જોઈએ.

• ત્યારબાદ, તેમના સીડી રેશિયોમાં વધારો કરવાની જવાબદારી બેન્કો અને રાજ્ય સરકારો દ્વારા લેવાવી જોઈએ અને જીલ્લા વહીવટી તંત્ર અને બેન્કોએ જીલ્લાઓને સંયુક્ત રીતે "દત્તક લેવા" જોઈએ.

• ક્રેડિટ વહેંચણી માટે બેન્કો જવાબદાર હશે, અને રાજ્ય સરકારે નક્કી કરી શકાય તેવા ગ્રામ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રચના માટે તેની જવાબદારી અંગે અગાઉથી પ્રતિબદ્ધતા આપવી પડશે જેમાં બેન્કોએ ધિરાણ અને તેમની બાકી રકમની વસૂલાત માટે સક્ષમ પર્યાવરણ બનાવવું જોઈએ. ઉપર દર્શાવ્યા પ્રમાણે સહયોગી માળખાને જોતાં જૂથનો એ અભિપ્રાય હતો કે સીડી રેશિયોમાં અર્થપૂર્ણ વધારો શક્ય છે.

• વિશેષ કેટેગરી જીલ્લાઓની પ્રગતિનું જિલ્લા સ્તરે નિરીક્ષણ કરવામાં આવશે અને સંબંધિત બેન્કોની કોર્પોરેટ ઑફિસને જાણ કરશે.

• આવી બેંકોના સીએમડી, ખાસ કરીને આવા જિલ્લાઓમાં સીડી રેશિયો પર વિશેષ ધ્યાન આપશે.

7. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT)

જાન્યુઆરી 2013 થી પસંદગીના જિલ્લાઓમાં ભારત સરકાર દ્વારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) શરૂ કરવામાં આવી હતી. ડીબીટી લાગુ કરવા માટે એસએલબીસી કન્વીનર બેન્કોને સત્તાવાળાઓ સાથે સંકલન કરવાની સલાહ આપવામાં આવી હતી. ફાઈનાન્સિયલ ઇન્ક્લુઝન / ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) અમલીકરણના ભાગરૂપે SLBC બેઠકોમાં ચર્ચા માટે નિયમિત કાર્યસૂચિ વસ્તુ (agenda item) તરીકે ડીબીટીના રોલ-આઉટની સ્થિતિનો સમાવેશ કરવા બેંકોને સલાહ આપવામાં આવી હતી. ડીબીટીના અમલીકરણની (પૂર્વ શરત તરીકે), દરેક પાત્ર વ્યક્તિ પાસે એક બેંક એકાઉન્ટ હોવું જોઈએ. વધુમાં, આઇસીટી આધારિત BC મોડેલ મારફતે ઘર આંગણે જ વિતરણ કરવા માટે, સમગ્ર દેશમાં તમામ ગામડાઓમાં ઈંટ અને મોર્ટાર શાખાઓ અથવા શાખા વિનાના બેન્ક આઉટલેટ્સની જરૂર છે. તેથી, બેન્કોને નીચે મુજબ સલાહ આપવામાં આવી છે:

• તમામ ડીબીટી જીલ્લાઓમાં ખાતા ખોલવાં અને આધાર નંબરને પૂર્ણ કરવા માટે પગલાં લો.

• લાભાર્થીઓના બેંક ખાતાઓમાં આધાર નંબરનાં સીડિંગમાં પ્રગતિની નજીકથી દેખરેખ રાખો.

• સીડીંગની વિનંતીના લાભાર્થીને સ્વીકૃતિ (acknowledgement) આપવા માટે અને આધાર નંબરની સીડીંગની પુષ્ટિ (confirmation) મોકલવા માટે એક સિસ્ટમ શરુ કરો.

• જિલ્લા સ્તરે રાજ્ય સરકારના વિભાગો સાથે ડીબીટી અમલીકરણ સમન્વય કમિટી સ્થાપો અને બેંક ખાતાઓમાં આધાર નંબરના સીડીંગની સમીક્ષા કરો.

• ખાતરી કરો કે બેંક દ્વારા મુકવામાં આવેલ બિઝનેસ કોરસ્પોન્ડન્ટ (BC) સાથે સંકળાયેલા જિલ્લા અને ગામડાવાર નામો અને અન્ય વિગતો તથા અન્ય વ્યવસ્થાની વિગતો એસએલબીસીની વેબસાઇટ પર પ્રદર્શિત થાય છે.

• દરેક બેંકમાં ફરિયાદ નિવારણ તંત્રની સ્થાપના કરો, 'બેન્ક ખાતાઓમાં આધાર નંબરના સીડિંગ' સાથે સંકળાયેલી ફરિયાદોનો ઉકેલ લાવવા દરેક જીલ્લામાં ફરિયાદ નિવારણ અધિકારીને નોમિનેટ કરો.

8. સેવા વિસ્તાર અભિગમ (SAA)

I) પ્રાદેશિક ગ્રામીણ બેંકો સહિત તમામ અનુસૂચિત કોમર્શિયલ બેંકોને ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારોના આયોજન અને સુવ્યવસ્થિત વિકાસ માટે એપ્રિલ 1989 માં રજૂ કરાયેલ સેવા ક્ષેત્ર અભિગમ (એસએએ) લાગુ પડે છે. SAA હેઠળ, ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારની દરેક બેંક શાખાને 15 થી 25 ગામોના વિસ્તારની સેવા આપવા માટે નિયુક્ત કરવામાં આવી હતી અને શાખા તેનાં સેવા વિસ્તારની બેંક ક્રેડિટની જરૂરિયાતોને પૂરી કરવા માટે જવાબદાર હતી. SAA નો પ્રાથમિક ઉદ્દેશ્ય ઉત્પાદક ધિરાણ વધારવા અને બેંકના ધિરાણ, ઉત્પાદન, ઉત્પાદકતા અને આવકના સ્તરોમાં વધારા વચ્ચે અસરકારક જોડાણને બનાવવાનો હતો.એસએએ યોજનાની સમય-સમય પર સમીક્ષા કરવામાં આવી હતી અને તેને વધુ અસરકારક બનાવવા માટે યોજનામાં યોગ્ય ફેરફારો કરવામાં આવ્યા હતા.

Ii) ડિસેમ્બર, 2004 માં સર્વિસ એરીયા એપ્રોચ સ્કીમની સમીક્ષા કરવામાં આવી હતી અને એસએએની હકારાત્મક જોગવાઈઓ, ક્રેડિટ સ્કીમની ધિરાણની યોજના અને તેની દેખરેખને જાળવી રાખીને સ્કીમની પ્રતિબંધિક જોગવાઈઓ પડતી મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તદનુસાર, SAA હેઠળ બેંકોની ગ્રામીણ અને અર્ધ-શહેરી શાખાઓ વચ્ચેના ગામોની ફાળવણી સરકારી પ્રાયોજિત યોજનાઓ સિવાયના ધિરાણ માટે લાગુ પડતી નથી. આમ, જ્યારે વ્યાપારી બેન્કો અને આરઆરબી કોઈપણ ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારમાં ધિરાણ કરવા સ્વતંત્ર હોય છે, ત્યારે ધિરાણ લેનારાઓ પાસે તેમની શાખની જરૂરિયાતો માટે કોઈ પણ શાખા પાસે જવાની પસંદગી હોય છે.

8.1 “નો “ ડ્યુ પ્રમાણપત્ર જતું કરવું

ખાસ કરીને ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારોમાં બધા ધિરાણ લેનારાઓ માટે હાડમારી મુક્ત ક્રેડિટ નિશ્ચિત કરવા માટે અને તકનિકી વિકાસ અને બેંકો પાસે ઉપલબ્ધ વિવિધ રીતોને ધ્યાનમાં રાખીને બહુવિધ (multiple) ધિરાણ ટાળવા માટે બેન્કોને ગ્રામ્ય અને અર્ધ શહેરી વિસ્તારોમાં વ્યક્તિગત ધિરાણ લેનારાઓ (એસએચજી અને જેએલજી સહિત) પાસેથી ‘ નો ડ્યુ પ્રમાણપત્ર ’ લેવાની પ્રથા ને જતી કરવાની સલાહ આપવામાં આવી છે.(સરકારી પ્રાયોજીત યોજનાઓ હેઠળના લોનનો સમાવેશ કરતી તમામ પ્રકારની લોન સહિત, જેમાં સામેલ રકમ જ્યાં સુધી સરકાર દ્વારા પ્રાયોજિત યોજના પોતે “નો ડ્યુ પ્રમાણપત્ર” મેળવવાની જોગવાઈ કરે).વધુમાં, તે સ્પષ્ટતા કરવામાં આવે છે કે બેંકો દ્વારા ધિરાણ માટે નો ડ્યુ પ્રમાણપત્ર જતું કરવાની નીતિ શહેરી વિસ્તારોમાં પણ લાગુ પડે છે જેમાં મેટ્રોપોલિટન શહેરો પણ સામેલ છે.

Ii) બેંકોને ‘નો ડ્યુ પ્રમાણપત્ર' સિવાયના ક્રેડિટ મૂલ્યાંકન કવાયતના ભાગ રૂપે “ due diligence “ નાં વૈકલ્પિક માળખાનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે, જે બીજાઓ સાથે, નીચેનામાંથી એક અથવા વધુની બનેલી છે:

* ક્રેડિટ માહિતી કંપનીઓ દ્વારા ક્રેડિટ ઇતિહાસ તપાસ

• લેનારા પાસેથી સ્વયં-ઘોષણા અથવા એફિડેવિટ

• CERSAI નોંધણી

• પીયર મોનિટરિંગ

• ધીરનારાઓ વચ્ચે માહિતી વહેંચણી

• માહિતી શોધ (ઓટો ડેડલાઇન સાથે અન્ય ધીરનારને લખવું)

Iii) આરબીઆઈ દ્વારા આપવામાં આવેલા વર્તમાન સૂચનોની દ્રષ્ટિએ તમામ ક્રેડિટ ઇન્ફર્મેશન કંપનીઓ (સીઆઈસી) માટે માહિતી / ડેટા સુપરત કરવાની બેન્કોને સલાહ પણ આપવામાં આવે છે.

9. 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવી

I) ભારત સરકારે વર્ષ 2016-17 નાં કેન્દ્રીય અંદાજપત્રમાં 2022 સુધીમાં ખેડૂતોની આવકને બમણી કરવાના તેના નિર્ણયની જાહેરાત કરી હતી. આ ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે જેમાં બ્લુ પ્રિન્ટની તૈયારી માટે આંતર-મંત્રી સમિતિની રચનાનો સમાવેશ થાય છે. આ કાર્યસૂચિને સરકાર દ્વારા અનેક ફોરમમાં પુનરુચ્ચારવામાં આવે છે અને તેણે ગ્રામીણ અને કૃષિ વિકાસના દ્રષ્ટિકોણથી પ્રાથમિકતા મેળવી છે.

Ii) આ ધ્યેય હાંસલ કરવા માટેની વ્યૂહરચના, બીજી બાબતોની સાથે સાથે.

• "ડ્રોપ દીઠ, વધુ પાક" ના ઉદ્દેશ્યથી મોટા બજેટ સાથે સિંચાઈ પર ફોકસ કરો.

• દરેક ખેતરના જમીન સ્વાસ્થ્ય પર આધારિત ગુણવત્તાવાળા બીજ અને પોષક તત્ત્વોની જોગવાઈ

• પોસ્ટ-લણણી પાકના નુકસાનને અટકાવવા વેરહાઉસિંગ અને કોલ્ડચેઇન્સમાં રોકાણો

• ફૂડ પ્રોસેસિંગ દ્વારા વેલ્યૂ એડીશનને પ્રોત્સાહન

• રાષ્ટ્રીય ફાર્મ માર્કેટનું નિર્માણ, વિકૃતિઓ દૂર કરીને અને 585 સ્ટેશનોમાં ઇ-પ્લેટફોર્મ જેવી માળખાકીય સુવિધાઓ વિકસાવવી

• જોખમ ઘટાડવા માટે ઓછા ભાવે પાક વીમા યોજનાને મજબૂત બનાવવી

• મરઘા, મધમાખી-પાલન અને મત્સ્યોદ્યોગ જેવી આનુષાંગિક પ્રવૃત્તિઓનો પ્રમોશન.

Iii. એ કહેવાની જરૂર નથી કે આવકના પેદા કરવામાં ઝડપી વધારો એ નોંધપાત્ર પ્રમાણમાં કૃષિમાં મૂડી નિર્માણ પર આધારિત છે. આ માટે, બેન્કોએ પાકની લોન માટે તેમના દસ્તાવેજોની ફરી ચકાસણી કરવી જોઈએ, જ્યાં જરૂરી હોય ત્યાં તેમને સરળ બનાવવા અને ચોક્કસ સમય મર્યાદાની અંદર લોનની ઝડપી મંજૂરી અને વિતરણની ખાતરી કરવી.

Iv. લીડ બેન્ક સ્કીમ, કે જે નાણાકીય ક્ષેત્રે આંતર-વિભાગીય / સરકારી સંકલનની ખાતરી કરે છે, તેને 2022 સુધીમાં ખેડૂતની આવકને બમણી કરવાના ઉદ્દેશને લઈને લીવરેજ કરી લેવી જોઈએ. લીડ બેન્કોને તે મુજબ નીચેની બાબતોની ખાતરી કરવા સલાહ આપવામાં આવી છે:

એ. સંભવિત લિંક્ડ પ્લાન્સ (પીએલપી) અને વાર્ષિક ક્રેડિટ પ્લાન્સની તૈયારીમાં નાબાર્ડ સાથે મળીને કાર્યરત થવું.

બી. એસએલબીસી, ડીસીસી, ડીએલઆરસી અને બીએલબીસી જેવા વિવિધ ફોરમમાં લીડ બેન્ક સ્કીમ હેઠળના નિયમિત એજન્ડા તરીકે '2022 સુધીમાં ખેડૂતની આવકનું ડબલિંગ' સામેલ કરો.

સી. પ્રગતિની દેખરેખ અને સમીક્ષા કરવાના હેતુસર, લીડ બેંકો નાબાર્ડ દ્વારા પ્રદાન કરવામાં આવેલ બેન્ચમાર્કનો ઉપયોગ કરી શકે છે..

ડી. તમારા બેંકની કૃષિ / કૃષિ આનુષંગિક ધિરાણ યોજના ને પેરા 9 (ii) માં આપવામાં આવેલી એકંદર વ્યૂહરચના સાથે રેખીક્રુત (map) કરો.

10. References of circulars relevant to Lead Bank Scheme :

ક્રમાંક વિભાગ સંદર્ભ ક્રમાંક વિષય
1 એફએસડી એફઆઈડીડી નં .એફ.એફ.ડી.બીસી .8 / 05.10.001 / 2017-18 જુલાઇ 3, 2017 માસ્ટર દિશાનિર્દેશો - કુદરતી આપત્તિથી અસરગ્રસ્ત વિસ્તારોમાં બેન્કો દ્વારા રાહતનાં પગલાં માટેની માર્ગદર્શિકા
2 MSME FIDD.MSME અને NFS. જુલાઈ 21, 2016 ના રોજ 3 / 06.02.31 / 2016-17 માસ્ટર ડિરેક્શન - માઇક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈઝીસ (એમએસએમઇ) ક્ષેત્રને ધિરાણ
3 જુલાઇ 3, 2017 ના 3 GSSD FIDD.GSSD.BC.No.05 / 09.10.01 / 2017-18 માસ્ટર પરિપત્ર - લઘુમતી સમુદાયોને ક્રેડિટ સુવિધા
4 જુલાઇ 3, 2017 ના GSSD FIDD.CO.GSSD.BC.No.06 / 09.09.01 / 2017-18 માસ્ટર પરિપત્ર - અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટીએસ)ને ક્રેડિટ સુવિધા
5 જીએસએસડી એફઆઇડીડી.જીએસએસડી.કો.બીસી નં .03 / 09.16.03 / 2017-18 જુલાઇ 3, 2017 માસ્ટર પરિપત્ર - દીનદયાલ અંત્યોદય યોજના- નેશનલ અર્બન લાઇવલીહૂડ મિશન (DAY-NULM)
6 જીએસએસડી એફઆઈડીડી.જીએસએસડી.કો.બીસી ના .04 / 09.01.01 / 2017-18 જુલાઇ 3, 2017 માસ્ટર સર્ક્યુલર - દીનદયાલ અંત્યોદય યોજના- રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM)
7. 14 ફેબ્રુઆરી, 2016 ના રોજ 7 એફએલસી એફઆઇડીડી.એફએલસી.બીસી નં .18 / 1201.018 / 2015-16 નાણાકીય સાક્ષરતા કેન્દ્રો (એફએલસી) - સુધારેલી માર્ગદર્શિકા
8 ઓગસ્ટ, 2016 ના રોજ 8 એફએલસી એફઆઇડીડી.એફએલસી.બીસી ના .12 / 1201.018 / 2016-17 નાણાકીય સાક્ષરતા કેન્દ્રો- સુધારેલા રિપોર્ટિંગ ફોર્મેટ
9 FLC FIDD.FLC.BC.No.22 / 12.01.018 / 2016-17 તારીખ 02 માર્ચ, 2017, એફએલસી દ્વારા નાણાકીય સાક્ષરતા (નાણાકીય સાક્ષરતા કેન્દ્રો) અને ગ્રામીણ શાખાઓ - નીતિની સમીક્ષા

પરિશિષ્ટ

પરિપત્રો યાદી

ક્રમાંક પરિપત્ર ક્રમાંક તારીખ વિષય
1 FIDD.CO.LBS.BC.No.31 / 02.01.001 / 2016-17 , 08.06.2017 બ્રાન્ચ અધિકૃતતા નીતિ પર સુધારેલી માર્ગદર્શિકા સાથે 5000 થી વધુ વસ્તી ધરાવતા બિનબંધિત ગામો માટે માર્ગ નકશાને ગોઠવવા પર પરિપત્ર.
2 FIDD.CO.LBS.BC.No.16 / 02.01.001 / 2016-17 29.09.2016 2022 સુધીમાં ખેડૂતોની આવકનું ડબલીંગ
3 FIDD.CO.LBS.No. 5673 / 02.01.001 / 2015-16 20.05.2016 લીડ બેન્ક સ્કીમ- મોનીટરીંગ ઇન્ફોર્મેશન સિસ્ટમ (એમઆઇએસ) ની મજબુતતા
4 એફઆઈડીડી.કો.એલ.બી.બી.બી.બી.ન. 17 / 02.01.001 / 2015-16-14.01.2016 ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) યોજના - બેન્ક એકાઉન્ટ્સમાં આધારની સીડીંગ - સ્પષ્ટતા
5 એફઆઈડીડી.કો.એલ.બી.બી.બી.બી.ન. 82 / 02.01.001 / 2016-16 31.12.2015 અનુસૂચિત કોમર્શિયલ બેંકની બેંક શાખા વગર 5000 થી વધુ વસ્તી ધરાવતા ગામોમાં ઈંટ અને મોર્ટાર શાખાઓ ખોલવા માટેના રોડ મેપ
6 RPCD CO.LBS પૂર્વે નંબર 93 / 022.01.001/2013-14 -14.03.2014 વાર્ષિક ક્રેડિટ યોજના - નાબાર્ડ દ્વારા તૈયાર કરવામાં આવતા સંભવિત લિંક્ડ પ્લાન (પીએલપી)
7 RPCD.CO.LBS.BC.No. 11 / 02.01.001 / 2013-14 09.07.2013 ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) યોજના - અમલીકરણ - માર્ગદર્શિકા
8 RPCD.CO.LBS.BC.No. 12 / 02.01.001 / 2012-13 11.05.2013 લીડ બેન્ક સ્કીમ - મેટ્રો જિલ્લાઓમાં લીડ બેન્કની જવાબદારીની સોંપણી
9 RPCD.CO.LBS.BC.No. 75 / 02.01.001 / 2012-13 10.05.2013 ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) યોજના - અમલીકરણ
10 RPCD.CO.LBS.BC.No. 68 / 02.01.001 / 2012-13 19.03.2013 લીડ બેન્ક સ્કીમ - મોનિટરિંગ ઇન્ફર્મેશન સિસ્ટમને સઘન બનાવવી
11 RPCD.CO.LBS.BC.No.86 / 02.01.001 / 2011-12 19.06.2012 - 2000 થી નીચે વસ્તી ધરાવતા ગામોમાં બેન્કિંગ સેવાની જોગવાઈ- માર્ગરેખા
12 RPCD.CO.LBS.B.C.No. 68 / 02.01.001 / 2011-12 29.03.2012- એસએલબીસી વેબસાઈટ - માહિતી / ડેટાના ધોરણ સ્થાપન
13 RPCD.CO.LBS.B.C.No. 67 / 02.01.001 / 2011-2012- 20.03.2012 લીડ બેન્ક સ્કીમ - જીલ્લા કન્સલ્ટિટેટિવ ​​કમિટી (ડીસીસી) - એમએસએમઇ-ડીના ડાયરેક્ટરનો સમાવેશ
14 RPCD.CO.LBS.BC. નં. 60 / 02.08.001 / 2011-12 17.02.2012 લીડ બેન્ક સ્કીમ - જિલ્લા સ્તરની સમીક્ષા સમિતિ (ડીએલઆરસી) માં એમપી / ધારાસભ્ય / ઝેડ-પી ચીફ્સ જેવા જાહેર પ્રતિનિધિઓની ભાગીદારી
15 RPCD.CO.LBS.BC.No.74 / 022.19.010/2010-11-30.05.2011 ઇલેક્ટ્રોનિક બેનિફિટ ટ્રાન્સફર (ઇ.બી.ટી.) યોજના હેઠળ ગામોની ફાળવણી અને 2000 થી વધુ વસ્તી ધરાવતા ગામોમાં બેંકિંગ સેવાઓ પૂરી પાડવા માટે યોજનાનો માર્ગ, નાણાકીય સમાવેશ યોજના (એફઆઇપી)
16 RPCD.CO.LBS.BC.No.44 / 022.19.10/2010-11-29.12.2010 લીડ બેન્ક સ્કીમ- સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટિ (એસએલબીસી) / કેન્દ્રશાસિત પ્રદેશ સ્તરની બેન્કર્સની સમિતિ (યુટીએલબીસી) ની બેઠક
17 RPCD.CO.LBS.HLC.BC. નં. 21 / 02.19.10 / 2010-11-16.09.2010 લીડ બેન્ક સ્કીમની સમીક્ષા કરવા માટે ઉચ્ચસ્તરીય સમિતિ- 2000 ની વસ્તી ધરાવતા દરેક ગામડાઓમાં બેંકિંગ સેવાઓ પૂરી પાડવી
18 RPCD.CO.LBS.BC.No. 15/02.19.10/2010-11-26.07.2010 લીડ બેન્ક સ્કીમ - એસએલવીબીસી સભાઓની પુન: રચના
19 RPCD.CO.LBS.BC.57 / 02.19.10 / 2009-2010-02.03.2010 લીડ બેન્ક સ્કીમની સમીક્ષા કરવા હાઇ લેવલ કમિટીનો અહેવાલ - ભલામણોનું અમલીકરણ - લીડ બેંકો અને એસસીબી
20 RPCD.CO.LBS.BC.57 / 02.19.10 / 2009-2010 26.02.2010 લીડ બેન્ક સ્કીમની સમીક્ષા કરવા માટે હાઇ લેવલ કમિટીનો અહેવાલ - ભલામણોનું અમલીકરણ - એસએલબીસી કન્વીનર બેંકો
21 RPCD.CO.LBS.HLC.BC. નંબર 43 / 02.19.10 / 2009-10-27.11.2009 માર્ચ 2011 સુધી 2000 ની વસ્તી ધરાવતા દરેક ગામડાઓમાં એલબીએસ-બેન્કિંગ સેવાઓ પૂરી પાડવા માટે હાઈ લેવલ કમિટિ
22 RPCD.LBS.CO.BC.No.111 / 02.13.03 / 2008-2009 નિકાસ પ્રમોશન માટે એસએલબીસીની પેટા-સમિતિ 02.06.2009
23 RPCD.LBS.CO.BC.No.79 / 02.01.01 / 2008-2009 30.12.2008 એસએલબીસી સભામાં MSME ક્ષેત્રને લગતા મુદ્દાઓનો સમાવેશ
24 RPCD.LBS.CO.BC.No.33 / 022.18.02/2006-07-15.11.2006 લીડ બેન્ક સ્કીમ - સંબંધિત રાજ્યના એસએલબીસીના કાયમી સભ્ય તરીકે નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડનો સમાવેશ
25 RPCD.LBS.BC.No.20 / 022.01.01/2006-07 30.08.2006 'નો ફ્રીલ્સ' એકાઉન્ટ્સ અને જીસીસીના મુદ્દા સાથે બેન્કિંગ સેવાઓના વિસ્તરણ દ્વારા નાણાકીય સમાવેશ.
26 RPCD.CO.LBS.BC.No.52 / 022.02.001/2005-06 -06.12.2005 કૃષિ ક્લિનિક્સ અને કૃષિ વ્યવસાય કેન્દ્રો યોજના હેઠળના પ્રોજેક્ટ્સનું ફાઇનાન્સિંગ- બેઠકોમાં સમીક્ષા
27 RPCD.No.LBS.BC.50 / 022.01.01/2005-06 06.12.2005 લીડ બેન્ક સ્કીમ હેઠળ વિવિધ ફોરાની ભાગીદારી
28 RPCD.CO.LBS.BC.No.47 / 022.01.001/2005-06 09.11.2005 ક્રેડિટ ડિપોઝિટ રેશિયો - સીડી રેશિયો પર નિષ્ણાત જૂથની ભલામણોનું અમલીકરણ
29 RPCD.CO.LBS.BC.No.11 / 022.01.001/2005-06-06.07.2005 ડીએલઆરસી મીટિંગ્સમાં સાંસદ / જાહેર પ્રતિનિધિઓની ભાગીદારી - સ્વ સહાય જૂથો (એસએચજી (SHG)) ક્રેડિટ લિન્કેજ પ્રોગ્રામ
30 RPCD.CO.LBS.BC.No.93 / 022.01.001/2004-05-11.04.2005 ગ્રામ્ય ધિરાણ - નાબાર્ડ દ્વારા તૈયાર કરવામાં આવતી સંભવિત લિંક્ડ પ્લાન્સ (પીએલપી) પર આધારીત ACP
31 RPCD.CO.LBS.BC.No.76/02.01.001/2004-05 28.01.2005 લીડ બેન્ક સ્કીમ હેઠળ વિવિધ ફોર હેઠળ ખાનગી ક્ષેત્રની બેંકોની ભાગીદારી
32 RPCD. CO.LBS પૂર્વે નં. 62 / 022.01.001/2004-05 08.12.2004 ગ્રામીણ ધિરાણ - સેવા વિસ્તાર અભિગમ - સમીક્ષા - SAA માં રિલેક્સેશન
33 RPCD.CO.LBS.BC.No.5/02.01.001/2004-05-16.07.2004 લીડ બેન્ક સ્કીમ - જીલ્લા સ્તરની સમીક્ષા સમિતિ (ડીએલઆરસી) મીટિંગ્સમાં સંસદ સભ્યો અને સાર્વજનિક પ્રતિનિધિઓની ભાગીદારી
34 RPCD. CO.LBS પૂર્વે No.56 / 022.01.001/2003-04 20.12.2003 આર્થિક વૃદ્ધિને ઉત્તેજન આપવા માટેનો ક્રેડિટ ફ્લો
35 RPCD CO.LBS પૂર્વે નં. 14 / 022.01.001/2003-04 29.07.2003 -ડીએલઆરસીની મીટિંગ્સનો સમાવેશ કરવો - લીડ બેંકો દ્વારા અહેવાલોને વહેંચી આપવો
36 RPCD. CO.LBS પૂર્વે નં. 9 9 /02.01.001/2002-03 06.01.2003 લીડ બેન્ક સ્કીમ - જીલ્લા સ્તરની સમીક્ષા સમિતિ (ડીએલઆરસી) મીટિંગ્સમાં સંસદના સભ્યો અને સાર્વજનિક પ્રતિનિધિઓની ભાગીદારી
37 RPCD CO.LBS પૂર્વે નં .106 / 022.01.001/2001-02 14.06.2002 લીડ બેન્ક સ્કીમ – જીલ્લા સ્તરની સમીક્ષા સમિતિ (ડીએલઆરસી) માં સંસદના સભ્યો અને જાહેર પ્રતિનિધિઓની ભાગીદારી
38 RPCD. CO.LBS પૂર્વે નં .8 /02.01.001/2000-01 09.05.2001 લીડ બેન્ક સ્કીમ- જીલ્લા સ્તરની સમીક્ષા સમિતિ (ડીએલઆરસી) ની બેઠકોમાં સંસદ સભ્યો અને સાર્વજનિક પ્રતિનિધિઓની ભાગીદારી
39 RPCD CO.LBS પૂર્વે નં. 81 /02.01.001/2000-01 27.04.2001 લીડ બેન્ક સ્કીમ - ત્રિમાસિક ધોરણે જીલ્લા સ્તરની સમીક્ષા સમિતિ (ડીએલઆરસી) ની સભાઓનો સમાવેશ - મોનીટરીંગ
40 RPCD.LBS.BC.32 / 02.01.01 / 2000-01 03.11.2000 લીડ બેન્ક સ્કીમ - જીલ્લા સ્તરની સમીક્ષા સમિતિની બેઠક
41 RPCD.No.LBS.BC.86 / 02.01.01 / 1996-97 16.12.1996 રાજ્ય કક્ષાના બેન્કર સમિતિઓ (એસએલબીસી) માં અનુસૂચિત જાતિ / જનજાતિ માટેની રાષ્ટ્રીય કમિશનનો સમાવેશ
42 RPCD.No.LBS.BC.13 / 02.01.01 / 1996-97 19.07.1996 એસએલબીસી / ડીસીસીમાં ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગ આયોગ / બોર્ડના પ્રતિનિધિઓનો સમાવેશ
43 RPCD.No.LBS.BC.118 / 02.01.01 / 94-95 ફેબ્રુઆરી 18, 1995 18.02.1995 ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં બેંકોનો ક્રેડિટ ડિપોઝિટ ગુણોત્તર
44 RPCD.No.LBS.BC.112/એલબીસી.34 / 88-89 28.04.1989 સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી - મીટિંગ્સ
45 RPCD.No.LBS.BC.12 / 65 / 88-89 11.08.1988 સેવા વિસ્તાર અભિગમ - બ્લોક લેવલ બેન્કર્સની સમિતિઓનું બંધારણ
46 RPCD.No.LBS.BC.100 / 55-87 / 88 22.04.1988 લીડ બેન્ક સ્કીમ - જીલ્લા ક્રેડિટ પ્લાન - વાર્ષિક કાર્ય યોજના
47 RPCD.No.LBS.BC.87 / 65-87 / 88 14.03.1988 ગ્રામ્ય ધિરાણ - બેન્ક શાખાઓની સેવા ક્ષેત્ર
48 RPCD.No.LBS.BC.69 / એલબીએસ.34-87 / 88 14.12.1987 સ્ટેટ લેવલ બેન્કર્સ સમિતિઓ (એસએલબીસી) દ્વારા વાર્ષિક કાર્ય યોજનાઓની સમીક્ષા
49 RPCD.No.LBS.524 / 55-86 / 87 28.04.1987 લીડ બેન્ક સ્કીમ - જીલ્લા ક્રેડિટ યોજનાઓ / વાર્ષિક ઍક્શન પ્લાન્સની તૈયારી
50 RPCD.No.LBS.430 / 55 / 86-87 03.03.1987 લીડ બેન્ક સ્કીમ - જીલ્લા ક્રેડિટ પ્લાન્સ - ચોથા રાઉન્ડ માટેની માર્ગદર્શિકા
51 RPCD.No.LBC.363 / 1-84 02.11.1984 બેન્કની શાખાઓના પ્રદર્શન બજેટ સાથે વાર્ષિક એક્શન પ્લાન્સ (AAP) નું સંકલન
52 RPCD.No.LBC.162 / 1-84 06.09.1984 બેન્કની શાખાઓના પ્રદર્શન બજેટ સાથે વાર્ષિક એક્શન પ્લાન્સ (AAP) નું સંકલન
53 RPCD.No.LBC.135 / 55-84 30.08.1984 લીડ બેન્ક સ્કીમ - 1985 માટે વાર્ષિક કાર્ય યોજના - નિર્માણ માટે માર્ગદર્શિકા
54 RPCD.No.LBC.96 / 1-84 18.01.1984 લીડ બેન્ક સ્કીમ - લીડ બેન્ક અધિકારીની નિમણૂક - જિલ્લા કો-ઓર્ડિનેટર
55 RPCD.No.LBC.739 / 1-83 04.08.1983 લીડ બેન્ક યોજનાના કાર્યની સમીક્ષા કરવા કાર્યકારી જૂથની ભલામણો
56 RPCD.No.3096 / સી .1517-82 / 83 13.04.1983 રાજ્ય સ્તરની બેન્કર્સની સમિતિઓનું સંયોજક
57 ડીબી.ઓ.ડી.ડો. બી.પી.બી.બી.બી. 74 / સી / 462 (ઇએચ) -80 18.06.1980 ગ્રામ્ય અને અર્ધ-શહેરી વિસ્તારોમાં બેંકોનો ક્રેડિટ ડિપોઝિટ ગુણોત્તર
58 ડીબીઓડી.નો.ટી.પી.પી. 20 / સી .1517-77 02.02.1977 સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટિ
59 ડીબીઓડી.નં. બીડી.2955 / સી .168-70 11.08.1970 લીડ બેન્ક યોજના
60 ડીબીઓડી.નં. બીડી 4327 / સી.168-169 23.12.1969 શાખા વિસ્તરણ યોજના- લીડ બેન્ક સ્કીમ હેઠળ જિલ્લાઓની ફાળવણી

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?