<font face="mangal" size="3">એસએચજી-બેંક જોડાણ કાર્યક્રમ પર માસ્ટર પરિપત - આરબીઆઈ - Reserve Bank of India
એસએચજી-બેંક જોડાણ કાર્યક્રમ પર માસ્ટર પરિપત્ર
આરબીઆઇ/2017-18/11 03 જુલાઈ, 2017 ચેરમેન / મેનેજિંગ ડિરેક્ટર / ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર મેડમ / માનનીય સાહેબ એસએચજી-બેંક જોડાણ કાર્યક્રમ પર માસ્ટર પરિપત્ર ભારતીય રિઝર્વ બેંકે સમયાંતરે, એસએચજી-બેન્ક જોડાણ કાર્યક્રમ પર બેન્કોને સંખ્યાબંધ માર્ગદર્શિકાઓ / સૂચનો આપ્યા છે.આ વિષય પરની સૂચનાઓ એક જ જગ્યાએ બેંકોને મળે તેમ કરવા માટે પ્રવર્તમાન દિશાનિર્દેશો / સૂચનોને સમાવિષ્ટ કરેલા માસ્ટર પરિપત્રને અદ્યતન કરીને સંલગ્ન કરવામાં આવેલ છે. પરિશિષ્ટ માં દર્શાવેલ છે તે મુજબ આ માસ્ટર સર્ક્યુલર માં રિઝર્વ બેન્ક દ્વારા જારી થયેલ 30 જૂન, 2017 સુધીના પરિપત્રોને એકત્રિત કરેલ છે. આપની વિશ્વાસુ (ઉમા શંકર) સલગ્ન : ઉપર પ્રમાણે એસએચજી-બેંક જોડાણ કાર્યક્રમ પર માસ્ટર પરિપત્ર 1. દેશમાં ઔપચારિક ધિરાણ વ્યવસ્થાના વિશાળ વિસ્તરણ છતાં ગ્રામીણ ગરીબોનું શાહુકારો પરનું અવલંબન કોઈક રીતે ઘણા વિસ્તારોમાં હજી પણ ચાલુ છે, ખાસ કરીને અણધારી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે. આ પ્રકારની પરાધીનતા સીમાંત ખેડૂતો, ભૂમિહીન મજૂરો, નાનાં વેપારીઓ અને સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો અને આદિ જાતિઓના ગ્રામ્ય કસબીઓ કે જેમની બેન્કોમાની બચત મર્યાદિત અથવા ખૂબ નાની છે, તેમના કિસ્સામાં સ્પષ્ટ જણાઈ આવે તેવી હતી. વિવિધ કારણોસર, વસ્તીના આ વિભાગોને જે ધિરાણ કરવામાં આવ્યું છે તે ઇચ્છિત હદ સુધી સંસ્થાગત કરવામાં આવ્યું નથી. બિન-સરકારી સંગઠનો (એનજીઓ) દ્વારા પ્રમોટ કરવામાં આવેલા અનૌપચારિક જૂથો પર NABARD, APRACA અને ILO દ્વારા હાથ ધરાયેલા અભ્યાસો માંથી બહાર આવ્યું છે કે પારસ્પરિક લાભ માટે ઔપચારિક બેંકિંગ માળખું અને ગ્રામીણ ગરીબોને એકસાથે લાવવાની ક્ષમતા સેલ્ફ-હેલ્પ બચત અને ક્રેડિટ જૂથો ધરાવે છે અને તેમનું કાર્ય પ્રોત્સાહક રહ્યું છે. 2. તદનુસાર, બિન-સરકારી સંગઠનો, બૅન્કો અને અન્ય એજન્સીઓ દ્વારા શરુ થયેલ અને તેમના પુનર્ધિરાણ દ્વારા જેમને ટેકો કરવામાં આવ્યો છે તેવા સ્વ-સહાય જૂથોને (એસએચજી) આવરી લેવા નાબાર્ડએ એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. જોડાણ પ્રોજેક્ટની અસરનું મૂલ્યાંકન કરવા કેટલાક રાજ્યોમાં નાબાર્ડ દ્વારા હાથ ધરાયેલા ઝડપી અભ્યાસો દ્વારા, એસએચજી સભ્યોના આવક સ્તરમાં ધીમે ધીમે થયેલ વધારા ઉપરાંત એસએચજીના લોન વોલ્યુમમાં વધારો, બિન-આવક પેદા પ્રવૃત્તિઓથી ઉત્પાદન પ્રવૃત્તિઓમાં સભ્યોની લોનિંગ પેટર્નમાં ચોક્કસ શિફ્ટ, લગભગ 100 ટકા વસૂલાતની કામગીરી, બેંકો અને લોનધારકો બંનેનાં વ્યવહાર ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો વગેરે જેવા પ્રોત્સાહક અને હકારાત્મક લક્ષણો બહાર આવ્યા છે. લિન્કેજ પ્રોજેક્ટમાં જોવા મળતું અન્ય નોંધપાત્ર લક્ષણ એ હતું કે બેંકો સાથે સંકળાયેલા જૂથોમાંથી આશરે 85 ટકા જૂથો ની રચના સંપૂર્ણપણે સ્ત્રીઓ દ્વારા કરવામાં આવેલ હતી 3. એસએચજી અને એનજીઓની કામગીરીનો અભ્યાસ કરવાના હેતુથી તેમની પ્રવૃત્તિઓના વિસ્તરણ માટે અને ગ્રામીણ ક્ષેત્રોમાં તેમની ભૂમિકાને વધુ મજબૂત બનાવવા માટે આરબીઆઇએ નવેમ્બર 1994 માં નાબાર્ડના તત્કાલીન મેનેજીંગ ડીરેક્ટર શ્રી એસ કે કાલીની અધ્યક્ષતા હેઠળ ખ્યાતનામ એનજીઓ કાર્યકર્તાઓ, શિક્ષણશાસ્ત્રીઓ, સલાહકારો અને બૅન્કર્સનો સમાવેશ કરીને વર્કીંગ ગ્રુપનું નિર્માણ કર્યું હતું. આ વર્કીંગ ગ્રુપનો દ્રષ્ટિકોણ એવો હતો કે બૅન્કો સાથે એસએચજીને જોડવું એ ખર્ચ અસરકારક, પારદર્શક અને ઔપચારિક બૅન્કિંગ સિસ્ટમથી દૂર ગ્રામીણ ગરીબોને માટે ક્રેડિટની સુલભતા વધારવા માટે એક સ્થિતિસ્થાપક અભિગમ છે અને તે બેંકો દ્વારા સામનો થઇ રહેલ ગ્રામીણ વિસ્તારોમાં લોનની વસૂલાત અને ટૂંકા સમયાંતરે નાના ધિરાણ લેનારાઓ સાથેનાં વ્યવહારમાં થતા ઊંચા ટ્રાન્ઝેક્શન ખર્ચ જેવી બેવડી સમસ્યાઓ માટે નો ખૂબ જરૂરી એવો ઉકેલ પ્રદાન કરે છે. તેથી આ જૂથ ને એવું લાગ્યું કે પૉલિસીનો ભાર એસએચજીની રચનાને પ્રોત્સાહન આપવા અને તેમને બેંકો સાથે જોડવા ઉપર હોવો જોઈએ અને આ સંદર્ભમાં, બેન્કો મુખ્ય ભૂમિકા ભજવી શકે છે.વર્કીંગ ગ્રૂપે એ પણ ભલામણ કરી હતી કે બેન્કોએ એક ધંધાકીય તક તરીકે જોડાણ કાર્યક્રમનો ઉપયોગ કરવો જોઈએ અને તેઓ અન્ય બાબતોની સાથે સાથે સંભવિત સ્થાનિક જરૂરિયાતો, ઉપલબ્ધ પ્રતિભા / કુશળતા વગેરે બાબતો ધ્યાનમાં લઈને વિસ્તાર અને ગ્રુપ સ્પેસીફીક લોન પેકેજો ડિઝાઇન કરી શકે છે 4. સમય-સમય પર ભારતીય રિઝર્વ બેન્કના મોનેટરી પોલિસી સ્ટેટમેન્ટમાં અને કેન્દ્રીય અંદાજપત્રની જાહેરાતમાં બેંકો સાથેનાં એસએચજીના જોડાણ પર ભાર મૂકવામાં આવ્યો છે અને આ સંદર્ભે બેન્કોને વિવિધ માર્ગદર્શિકાઓ જારી કરવામાં આવી છે. એસએચજીના જોડાણ કાર્યક્રમને માપસર કરવા અને તેને ટકાઉ બનાવવા બેન્કોને એવી સલાહ આપવામાં આવી હતી કે તેઓ નીતિ અને અમલીકરણ બંને સ્તરે, તેમના મુખ્ય પ્રવાહની ક્રેડિટ કામગીરીના ભાગ રૂપે SHGs ને ધિરાણ કરી શકે છે. તેઓ તેમની કોર્પોરેટ વ્યૂહરચના/યોજના, તેમના અધિકારીઓ અને કર્મચારીઓના અભ્યાસક્રમમાં એસએચજી જોડાણનો સમાવેશ કરી શકે છે અને નિયમિત ધંધાકીય પ્રવૃત્તિ તરીકે તેનું અમલીકરણ અને સમયાંતરે તેની દેખરેખ અને સમીક્ષા કરી શકે છે. ૫. પ્રાયોરીટી સેકટર હેઠળ અલગ અંશ / વિભાગ : મુશ્કેલી વિના તેમના એસએચજી ધિરાણનો અહેવાલ આપવા બેંકોને સક્ષમ કરવા માટે તે નક્કી કરવામાં આવ્યું હતું કે બેન્કોએ એસએચજીના સભ્યોને ધિરાણ કરવા માટે સંબંધિત વર્ગો હેઠળ તેમના એસએચજીને કરેલ ધિરાણની જાણ કરવી જોઇએ, જેમ કે 'એસએચજી માટે એડવાન્સિસ', ભલે ગમે તે હેતુ માટે તેના એસએચજીના સભ્યો ને લોન આપેલ હોય. બેંકો દ્વારા એસએચજીને કરેલ ધિરાણનો તેમના નબળા વર્ગોમાં થયેલ ધિરાણના ભાગ રૂપે સમાવેશ થવો જોઈએ. 6. બચત ખાતા ખોલવા: નોંધાયેલ અથવા નોંધણી વગરના એસએચજી, કે જે તેમના સભ્યોની બચતની ટેવોને પ્રોત્સાહન આપવા માં પ્રતિબધ્ધ છે તે બેંકો માં બચત ખાતા ખોલવા માટે લાયક હશે .બચત ખાતા ખોલતા પહેલાં આ એસએચએજીએ બેન્કો તરફથી અગાઉ ક્રેડિટ સવલતોનો લાભ લેવાની જરૂર નથી. એસએચજીના બચત ખાતા ખોલાવતી વખતે એસએચજીના તમામ સભ્યોની KYC ની ચકાસણીની આવશ્યકતા રહેશે નહીં કારણ કે તમામ પદાધિકારીઓનાં કેવાયસી ચકાસણી પૂરતી ગણાશે. SHG નું ધિરાણ લિંક કરવાના સમયે સભ્યો અથવા પદાધિકારીઓનાં કોઈ અલગ કેવાયસી ચકાસણી જરૂરી રહેશે નહીં. 7. આયોજન પ્રક્રિયાના એક ભાગ બનવા માટે SHG ધિરાણ: શાખા ધિરાણ પ્લાન, બ્લોક ક્રેડિટ પ્લાન, જિલ્લા ક્રેડિટ પ્લાન અને દરેક બેંકનાં રાજ્ય ક્રેડિટ પ્લાન યોજનામાં SHG ને બેંકના ધિરાણનો સમાવેશ કરવો જોઇએ. જોકે જ્યારે એસએચજી બૅન્ક જોડાણ કાર્યક્રમ હેઠળ કોઈ લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવી રહ્યો નથી, ત્યારે આ યોજનાઓની તૈયારીમાં ક્ષેત્રને અગ્રતા આપવી જોઈએ. તેને બૅન્કની કોર્પોરેટ ધિરાણ યોજનાનો એક અભિન્ન ભાગ પણ બનાવવો જોઈએ. 8. માર્જિન અને સિક્યોરીટી (તારણ) નાં ધોરણો: નાબાર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલ ઓપરેશનલ માર્ગદર્શિકા મુજબ એસએચજીને બૅન્કો દ્વારા બચત સાથે જોડાયેલી લોન મંજૂર કરી શકાય છે (1: 1 થી 1: 4 ના બચત/ લોનના પ્રમાણમાં બદલી શકાતું). જો કે, બેંકની મુનસફી મુજબ એક પરિપક્વ એસએચજી (SHG) ને બચતની ચાર ગણી મર્યાદા થી વધારે લોન આપી શકાય છે 9. દસ્તાવેજીકરણ: એસએચજી માટે ક્રેડિટનો પ્રવાહ વધારવા માટે ન્યૂનતમ કાર્યવાહી અને દસ્તાવેજોની જરૂરિયાતવાળી એક સરળ સિસ્ટમ હોવી એ એક પૂર્વશરત છે. બેંકોએ તમામ ઓપરેશનલ અવરોધોને દૂર કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ તથા શાખા મેનેજરોને ધિરાણ ઝડપથી મંજૂર કરવા પર્યાપ્ત સત્તાઓની સોંપણી કરી અને ચૂકવણી કરવાની વ્યવસ્થા કરવી જોઈએ. લોન એપ્લિકેશન ફોર્મ્સ, પ્રક્રિયાઓ અને દસ્તાવેજો સરળ થવા જોઈએ જે ત્વરિત અને તકલીફ વગર ધિરાણ કરવામાં મદદ કરશે. 10. એસએચજી માં ડિફોલ્ટર્સની હાજરી: જો એસએચજી એ ડિફોલ્ટ ન કરેલ હોય તો સામાન્ય રીતે ધિરાણ કરતી બેંકને કેટલાંક એસએચજીના સભ્યો અને / અથવા તેમના પરિવારના સભ્યો દ્વારા થયેલ ડિફોલ્ટ એસ.એચ.જી. ધિરાણના માર્ગમાં સ્વતઃ આવવો જોઈએ નહીં. જો કે બેંકમાં ડિફોલ્ટ કરનાર સભ્યને ધિરાણ કરવા માટે એસ.એચ.જી. દ્વારા બેંક લોનનો ઉપયોગ ન થવો જોઈએ. 11. ક્ષમતા નિર્માણ અને તાલીમ: એસએચજીના જોડાણ પ્રોજેક્ટ નાં આંતરિકકરણ કરવા અને ક્ષેત્ર સ્તરના કાર્યકરો માટે વિશિષ્ટ ટૂંકા ગાળાનાં કાર્યક્રમો ગોઠવવા બેંકો યોગ્ય પગલાંની શરૂઆત કરી શકે છે. વધુમાં, તેમના મધ્યમ સ્તરના નિયંત્રણ અધિકારીઓ તેમજ વરિષ્ઠ અધિકારીઓ માટે યોગ્ય જાગરૂકતા / સેન્સીટાઈઝેશન કાર્યક્રમો હાથ ધરવામાં આવી શકે છે 12. એસએચજી ધિરાણની દેખરેખ અને સમીક્ષા એસએચજીની સંભવિતતાને ધ્યાનમાં રાખીને બેંકો વિવિધ સ્તરે નિયમિત રીતે પ્રગતિની દેખરેખ રાખે છે. બિનસંગઠિત ક્ષેત્ર માં ક્રેડિટ ફ્લો માટે ચાલુ એસએચજી બૅન્ક જોડાણ પ્રોગ્રામને પ્રોત્સાહન આપવા માટે બેન્કોને જાન્યુઆરી 2004 માં સૂચિત કરવામાં આવી હતી કે એસએલબીસી અને ડીસીસી બેઠકોમાં ચર્ચાની કાર્યસૂચિ (agenda) પર એસએચજી બૅન્ક જોડાણ પ્રોગ્રામનું મોનીટરીંગ એક નિયમિત મુદ્દો બનવો જોઈએ. તેની ઉચ્ચ કોર્પોરેટ સ્તરે ત્રિમાસિક ધોરણે સમીક્ષા થવી જોઈએ. વધુમાં, નિયમિત અંતરાલે બેંકો દ્વારા આ પ્રોગ્રામની પ્રગતિ ની સમીક્ષા થવી જોઈએ. 21 મે 2015 ના પરિપત્ર FIDD.FID.BC.No.56/12.01.033/2014-15 મુજબ દર વર્ષે, અર્ધ-વાર્ષિક ધોરણે, જે તે અર્ધ-વર્ષના 30 દિવસની અંદર મળી જાય એ રીતે 30 મી સપ્ટેમ્બર અને 31 મી માર્ચના રોજ એક પ્રગતિ અહેવાલ, નાબાર્ડ (માઇક્રો ક્રેડિટ ઇનોવેશન ડિપાર્ટમેન્ટ), મુંબઈને મોકલવો જોઈએ. 13. એસએચજી જોડાણને પ્રોત્સાહન: કાર્યવાહી સાદી અને સરળ બનાવીને સેલ્ફ હેલ્પ ગ્રૂપ (એસએચજી) નાં ધિરાણમાં અને તેમની સાથે જોડાણો સ્થાપિત કરવા બેંકોએ તેમની શાખાઓમાં પૂરતા પ્રોત્સાહનો આપવા જોઇએ. એસએચજીના કામકાજના જૂથની ગતિશીલતા પર નિયમન કે ઔપચારિક બંધારણો લાદવા કે તે માટે આગ્રહ કરવો જોઈએ નહી. એસએચજીના ધિરાણ માટેનો અભિગમ સંપૂર્ણપણે તકલીફ મુક્ત હોવો જોઈએ અને તેનો સમાવેશ વપરાશ ખર્ચમાં પણ થઈ શકે છે. 14. વ્યાજ દરો: બેન્કો વિવેકબુદ્ધિ પ્રમાણે સેલ્ફ હેલ્પ ગ્રુપ / મેમ્બર લાભાર્થીને આપેલ લોન પર લાગુ વ્યાજદર નક્કી કરી શકશે. 15. સેવા / પ્રક્રિયા ખર્ચ: ₹.25,000 સુધી ની પ્રાયોરીટી સેક્ટર લોન પર, લોન સંબંધિત અને એડ હૉક સર્વિસ ચાર્જિસ / નિરીક્ષણ ખર્ચ પેટે કોઈ પણ ખર્ચ વસૂલ કરવો જોઈએ નહી. એસએચજી / જે.એલ.જી.ને મળવા પાત્ર પ્રાયોરીટી સેક્ટર લોનના કિસ્સામાં આ મર્યાદા સભ્ય દીઠ લાગુ પડશે અને નહી કે આખા જૂથને.. 16. SHG નો કુલ નાણાકીય સમાવેશ અને ક્રેડિટ આવશ્યકતા: માનનીય નાણાં પ્રધાન દ્વારા વર્ષ 2008-09 માટેના કેન્દ્રિય અંદાજપત્રની જાહેરાતનાં પેરા નં. 93 મુજબ બેન્કોને SHG સભ્યો ની સમગ્ર ક્રેડિટ જરૂરિયાતો પૂરી કરવા સલાહ આપવામાં આવી છે જેમાં તેમને નીચે મુજબ જણાવવામાં આવ્યું હતું: "કુલ નાણાકીય સમાવેશ વિભાવનાને સ્વીકારવા બેંકોને પ્રોત્સાહન આપવામાં આવશે. કેટલાક જાહેર ક્ષેત્રની બેન્કો કે જે એસએચજી સભ્યોની સમગ્ર ક્રેડિટ જરૂરિયાતો એટલે કે, (એ) આવક ઉભી કરતી પ્રવૃત્તિઓ, (બી) સામાજિક જરૂરિયાતો જેવી કે આવાસ, શિક્ષણ, લગ્ન, વગેરે. (સી) ઋણ સ્વૅપિંગની જરૂરિયાતો પૂરી કરે છે,તેમના દ્વારા સ્થાપિત ઉદાહરણને અનુસરવા સરકાર તમામ અનુસૂચિત કોમર્શિયલ બેંકોને વિનંતી કરશે ". માસ્ટર પરિપત્રમાં એકત્રિત થયેલા પરિપત્રોની સૂચિ
|