<font face="mangal" size="3">મુખ્ય દિશાનિર્દેશો (માસ્ટર ડાઈરેકશન) - તમારા ગ& - આરબીઆઈ - Reserve Bank of India
મુખ્ય દિશાનિર્દેશો (માસ્ટર ડાઈરેકશન) - તમારા ગ્રાહકને જાણો –(કેવાયસી) ડાઈરેકશન, 2016
આરબીઆઇ/ડીબીઆર/2015-2016/18 ફેબ્રુઆરી 25, 2016 મુખ્ય દિશાનિર્દેશો (માસ્ટર ડાઈરેકશન) - તમારા ગ્રાહકને જાણો –(કેવાયસી) ડાઈરેકશન, 2016 પ્રિવેન્શન ઓફ મની-લોન્ડરિંગ એક્ટ, 2002 અને પ્રિવેન્શન ઓફ મની-લોન્ડરિંગ (રેકોર્ડ જાળવણી) નિયમો, 2005 ની જોગવાઈઓના સંદર્ભમાં, નિયંત્રિત કંપનીઓ{regulated entities} (આરઈ(RE)) એ એક ખાતાં આધારિત સંબંધ સ્થાપિત કરવા અથવા અન્યથા, અને તેમના વ્યવહારોનું નિરીક્ષણ કરવા વ્યવહાર કરતી વખતે ચોક્કસ ગ્રાહક ઓળખ કાર્યવાહીને અનુસરવી આવશ્યક છે. 1RE એ મની લોન્ડરીંગ એક્ટ, 2002 અને પ્રિવેન્શન ઓફ મની-લોન્ડરિંગ (રેકોર્ડ જાળવણી) નિયમો, 2005, જેમાં સમયાંતરે સુધારો થયો છે, તથા આવા સુધારા(ઓ) ના અનુસરણ માટે જારી કરવામાં આવેલી ઓપરેશનલ સૂચનાઓ સહિત સમયાંતરે સુધારા થયેલ પ્રિવેન્શન ઓફ મની-લોન્ડરિંગ (રેકોર્ડ જાળવણી) નિયમો, 2005 ની જોગવાઈઓ અમલમાં મૂકવા પગલાં લેવા જોઈએ. સુધારેલી માસ્ટર સૂચનાઓ, 1 જૂન 2017 અને ત્યાર પછીના ગેઝેટ નોટિફિકેશન જીએસઆર 538 (ઇ) દ્વારા પીએમએલ નિયમોમાં કરવામાં આવેલા ફેરફારો અનુસાર છે અને તે જસ્ટીસ કે.એસ.પુટસ્સ્વામી (નિવૃત્ત) અને એએનઆર. વિ. યુનિયન ઓફ ઇન્ડિયા, ડબ્લ્યુપી. (સિવિલ) 494/2012 વગેરે (આધાર કેસો) ના કેસમાં માનનીય સર્વોચ્ચ અદાલતના અંતિમ ચુકાદાને આધીન છે. 2. તદનુસાર, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 અને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ (એએસીએસ), 1949ની કલમ 35A સાથે એ જ એક્ટની કલમ 56 સાથે પ્રિવેન્શન ઓફ મની-લોન્ડરિંગ (રેકોર્ડ જાળવણી) નિયમો, 2005 ના નિયમ 9 (14) સાથે વાંચતા, તેના દ્વારા પ્રદત્ત સત્તાઓનો ઉપયોગ કરીને ભારતીય રિઝર્વ બૅન્ક સંતુષ્ટ છે કે આમ કરવું એ જાહેર હિતમાં આવશ્યક અને અનુકૂળ છે, આથી તે હવે પછી નિર્દિષ્ટ કરેલા દિશા નિર્દેશો જારી કરે છે. (ડી. દિપ્તીવિલાસા) |