RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78510663

માસ્ટર ડિરેક્શન - રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (કુદરતી આપત્તિઓ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં બેન્કો દ્વારા રાહતનાં પગલાં) દિશાનિર્દેશો 2017

આરબીઆઈ/એફઆઈડીડી/2017-2018/55
માસ્ટર ડિરેક્શન FIDD.CO.FSD.BC.No..8/05.10.001/2017-18

03 જુલાઈ, 2017

ચેરમેન / મેનેજિંગ ડિરેક્ટર / ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર
બધી અનુસૂચિત કોમર્શિયલ બેંકો
(નાની ફાઇનાન્સ બેંકો સહિત અને ક્ષેત્રીય ગ્રામીણ બેંકો સિવાય)

મેડમ / સર,

માસ્ટર ડિરેક્શન - રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (કુદરતી આપત્તિઓ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં બેન્કો દ્વારા રાહતનાં પગલાં) દિશાનિર્દેશો 2017

તારીખ 1 જુલાઈ, 2016 ના રોજ કુદરતી આપત્તિથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત આપવાના પગલાંને લગતી બાબતો વિશે જારી કરેલ અમારા “માસ્ટર ડિરેક્શન FIDD.CO.FSD.BC.No..8/05.10.001/2017-18” અનુસાર બેન્કોને આપવામાં આવેલી માર્ગદર્શિકાઓ નો સંદર્ભ જુઓ.

આજ સુધી આ વિષય પર જારી કરવામાં આવેલી તમામ માર્ગદર્શિકાઓને આ માસ્ટર ડિરેક્શન એકીકૃત કરે છે. આ માસ્ટર ડિરેક્શનમાં સંકલિત કરાયેલ પરિપત્રોની સૂચિ પરિશિષ્ટમાં આપવામાં આવેલ છે.

કૃપા કરીને પ્રાપ્તિ સૂચના મોકલો.

તમારો વિશ્વાસુ,

(અજય કુમાર મિશ્ર)
મુખ્ય મહા પ્રબંધક


માસ્ટર ડિરેક્શન - રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (કુદરતી આપત્તિઓ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં બેન્કો દ્વારા રાહતનાં પગલાં) દિશાનિર્દેશો 2017

બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ ના સેક્શન 21 અને 35 એ હેઠળ આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને ભારતીય રિઝર્વ બેન્ક સંતુષ્ટ છે કે આમ કરવું તે જાહેર હિતમાં આવશ્યક અને અનુકૂળ છે, આથી, નિર્દેશનથી હવે પછી નિર્દિષ્ટ કરેલ સૂચનાઓ જારી કરે છે.

પ્રકરણ- I
પ્રાથમિક

1.1 ટૂંકૂ શીર્ષક અને પ્રારંભ

(એ) આ દિશા નિર્દેશો, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (કુદરતી આપત્તિઓ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં બેંકો દ્વારા રાહતનાં પગલાં) દિશાનિર્દેશો, 2017 તરીકે ઓળખાશે.

(બી) જે દિવસે તેઓ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ પર મૂકવામાં આવે તે દિવસથી આ દિશા નિર્દેશો અમલમાં આવશે.

1.2. અનુપ્રયોગ (Applicability)

આ દિશાનિર્દેશો ની જોગવાઈઓ ભારતીય રિઝર્વ બેંક દ્વારા ભારતમાં કાર્ય કરવા માટે લાઇસન્સ અપાયેલ દરેક અનુસૂચિત કોમર્શિયલ બેન્કો {નાની ફાઈનાન્સ બેંકો (SFBs) સહીત અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો (આરઆરબી) સિવાયની} ને લાગુ પડશે.

પ્રકરણ- II
પૃષ્ઠભૂમિ

2.1 કુદરતી આપત્તિની સામયિક પરંતુ વારંવાર બનતી ઘટનાઓ માનવ જીવનનો મોટો ભોગ લે છે અને દેશના એક અથવા બીજા ભાગમાં આર્થિક વ્યવસાયોને વિસ્તૃત નુકશાન કરે છે. કુદરતી આપત્તિઓ દ્વારા થતી પાયમાલી બધી એજન્સીઓ દ્વારા મોટા પાયે પુનર્વસવાટનાં પ્રયત્નો માંગી લે છે. કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સત્તાવાળાઓ કુદરતી આફતોથી પ્રભાવિત લોકો માટે આર્થિક પુનર્વસવાટના કાર્યક્રમો શરૂ કરે છે. નાની ફાઈનાન્સ બેંકો સહિત વ્યાપારી બેંકોને સોંપેલ વિકાસલક્ષી ભૂમિકા, કુદરતી આપત્તિની ઘટનાથી અસરગ્રસ્ત લોકોની આર્થિક પ્રવૃતિઓ પુનઃસ્થાપિત કરવામાં તેમના સક્રિય સમર્થનની ખાતરી આપે છે.

2.2 નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ માળખાના સંદર્ભમાં, અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત આપવા માટે બે નિર્ધારિત ફંડ છે, જેવા કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF). આ માળખુ હાલમાં 12 પ્રકારની કુદરતી આપત્તિઓને માન્ય રાખે છે, જેવી કે ચક્રવાત, દુષ્કાળ, ભૂકંપ, આગ, પૂર, સુનામી, કરા, ભૂસ્ખલન, હિમપ્રપાત, વાદળ વિસ્ફોટ, ઉપદ્રવ (મહામારી) અને કોલ્ડ વેવ/હીમ. આ 12 માંથી 4 આફત એટલે કે દુકાળ, તોફાન, ઉપદ્રવ (મહામારી)અને કોલ્ડ વેવ / હીમ માટે કૃષિ મંત્રાલય નોડલ બિંદુ છે અને બાકીના 8 માટે ગૃહ મંત્રાલય, જરૂરી વહીવટી વ્યવસ્થા કરવા માટે નોડલ મંત્રાલય છે. અન્ય બાબતોની સાથોસાથ, ઇનપુટ સબસીડી માટેની જોગવાઈ, નાના અને સીમાંત ખેડૂતો સહિતના ખેડૂતોને નાણાકીય સહાય સહિત અસરગ્રસ્ત લોકો માટે રાહત આપવા માટે સમય સમય પર સાર્વભૌમ (કેન્દ્ર / રાજ્ય સરકાર) દ્વારા અનેક પગલાં રાહત માટે હાથ ધરવામાં આવે છે

2.3 નાની નાણાકીય બેંકો (એસએફબી) સહિત અનુસુચિત વ્યાપારી બેંકોની ભૂમિકા ધિરાણ લેનારાઓની ઉભી થતી જરૂરિયાત મુજબ હાલની લોન્સનું પુનઃનિર્માણ અને નવીન લોન્સની મંજુરી દ્વારા રાહત કાર્ય પહોચાડવાનું છે. બૅન્કોને એકસરખા અને સંયુક્ત પગલાંને ઝડપી બનાવવા અને સક્રિય કરવા આ ચાર પાસાઓ જેવા કે ઇન્સ્ટિટ્યૂશનલ ફ્રેમવર્ક (પ્રકરણ III), હાલની લોન્સનું પુનર્ગઠન (પ્રકરણ IV), નવી લોનો (પ્રકરણ V) અને અન્ય સહાયક રાહતનાં પગલાં (પ્રકરણ VI) ને આવરી સૂચનાઓ જારી કરવામાં આવે છે

પ્રકરણ- III
સંસ્થાકીય માળખું

3.1 કુદરતી આપત્તિઓ સાથે નીપટવા માટે નીતિ / કાર્યપદ્ધતિઓની સ્થાપના

વિસ્તાર, ઘટના થવાનો સમય અને કુદરતી આપત્તિની તીવ્રતાની ધારણા કરી શકાતી નથી. તેથી, તે જરૂરી છે કે બેન્કો પાસે આવા સંજોગો માટે બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા યોગ્ય રીતે મંજુર થયેલ પગલાંનો નકશો (Blue print of actions) હોય જેથી જરૂરી રાહત અને સહાય તીવ્ર ઝડપે અને કોઈ પણ સમય ગુમાવ્યા વિના પૂરી પાડવામાં આવે. વધુમાં, તમામ વિભાગીય/ઝોનલ કચેરીઓ અને અનુસૂચિત કોમર્શિયલ/નાની ફાઈનાન્સ બેન્કોની શાખાઓ આ સ્થાયી સૂચનોથી પરિચિત હોવા જોઈએ. જિલ્લા/રાજ્ય સત્તાવાળાઓએ આવશ્યક ઘોષણા કર્યા પછી આ સ્થાયી સૂચનો તરત જ અમલમાં આવશે. તે જરૂરી છે કે આ સૂચનો રાજ્ય સરકારના અધિકારીઓ અને તમામ જિલ્લા કલેક્ટરો પાસે પણ ઉપલબ્ધ થવા જોઈએ જેથી અસરગ્રસ્ત વિસ્તારમાં સંબંધિત સત્તાવાળાઓ દ્વારા જે પગલાં લેવાવા જોઈએ તેનાથી બધા સંબંધિત વાકેફ હોય.

3.2 બેન્કોના ડિવિઝનલ / ઝોનલ મેનેજરને વિવેકાધીન સત્તા (discretionary powers)

ડિસ્ટ્રિક્ટ કન્સલ્ટિટેટીવ કમિટી/સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટિ દ્વારા નક્કી કરવામાં આવેલી કાર્યવાહીની રેખા અંગે તેમની સેન્ટ્રલ ઓફિસમાંથી નવેસરથી મંજૂરી મેળવવાની જરૂરિયાતને ટાળવા અનુસૂચિત કોમર્શિયલ/એસએફ બેન્કોના ડિવિઝનલ/ઝોનલ મેનેજર્સ ચોક્કસ વિવેકાધીન સત્તાઓ સાથે નિહિત હોવા જોઈએ. અન્ય બાબતો સાથે કેટલાક વિસ્તારો જ્યાં આવી વિવેકાધીન સત્તાઓ મહત્વપૂર્ણ છે તે, ફાઈનાન્સનાં સ્કેલની સ્વીકૃતિ, લોનની મુદત લંબાવવી, માર્જીન, સિક્યોરીટી, જ્યાં કુદરતી આફત ને લીધે ધિરાણ કરેલ અસ્ક્યામતનું નુકસાન થાય છે અથવા તે ગુમાવે છે અને આ પ્રકારની મિલકતોના નિર્માણ / સમારકામ માટેના નવા લોનને કારણે જૂની લોનમાંથી ઉદ્ભવતી લોન લેનારની કુલ જવાબદારીને ધ્યાનમાં રાખીને નવી લોનની મંજૂરી, વગેરે હોઈ શકે છે.

3.3 સ્ટેટ લેવલ બેન્કર્સની સમિતિ (SLBC) / જિલ્લા સલાહકાર સમિતિની બેઠક (DCC) ;

3.3.1 જો કુદરતી આફતની ઘટના રાજ્યના મોટા ભાગને આવરી લેતી હોય તો સ્ટેટ લેવલ બેન્કર્સની સમિતિની કન્વીનર બેંકે તરત જ બેઠક બોલાવી જોઈએ. આ સમિતિએ રાજ્ય સરકારના અધિકારીઓ સાથે મળીને રાહત કાર્યક્રમના અમલ માટે સંકલનિત કાર્યવાહી યોજના બનાવવી જોઈએ. જો આપત્તિએ રાજ્ય / થોડા જિલ્લાઓમાં માત્ર એક નાના ભાગ પર અસર કરી હોય તો અસરગ્રસ્ત જિલ્લા (જિલ્લાઓ) ની જિલ્લા કન્સલ્ટિટેટી કમિટીના કન્વીનરે તાત્કાલિક બેઠક બોલાવી જોઈએ જેથી યોગ્ય રાહત પગલાંની ઝડપી રચના અને અમલીકરણની ખાતરી કરવા ખાસ એસએલબીસી/ડીસીસી બેઠકમાં અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિનું મૂલ્યાંકન થઈ શકે.

3.3.2 સાપ્તાહિક / પાક્ષિક બેઠકો દ્વારા એસએલબીસી / ડીસીસી દ્વારા નક્કી કરે તે મુજબ ખાસ રચના કરેલ ટાસ્ક ફોર્સ / પેટા-સમિતિ મારફતે જે વિસ્તારોમાં આફત ગંભીર છે ત્યાં અમલમાં મુકાયેલા રાહત માપદંડોની સમીક્ષા કરવી જોઈએ

3.4 કુદરતી આફતની ઘોષણા

3.4.1 તે સ્વીકૃત છે કે કુદરતી આફતની જાહેરાત એ સાર્વભૌમ (કેન્દ્ર/રાજ્ય સરકાર) ના અધિકાર ક્ષેત્ર માં છે. રાજ્ય સરકારો પાસેથી મળેલી માહિતી જણાવે છે કે કુદરતી આફતની ઘોષણા અને, જાહેરાતો / પ્રમાણપત્રના મુદ્દા માટે કોઈ સમાન કાર્યવાહી કરવામાં આવતી નથી. આ જાહેરાતો / પ્રમાણપત્રોને વિવિધ રાજ્યોમાં વિવિધ નામો દ્વારા ઓળખવામાં આવે છે, જેમ કે, આનાવારી, પૈસાવારી, ગિરદાવારી વગેરે. તેમ છતાં, રાહત પગલાંને વિસ્તારવા માટે બેન્કો દ્વારા લોનનુ પુનર્ગઠન કરવા સહિત સામાન્ય થ્રેડ એ છે કે પાકનાં નુકશાન નો અંદાઝ 33% અથવા વધુ હોવો જોઈએ. આ નુકશાનનું મૂલ્યાંકન કરવા માટે, કેટલાક રાજ્યો પાકની ઉપજમાં થતા નુકશાનને નક્કી કરવા માટે પાક કાપણીના પ્રયોગોનું આયોજન કરે છે, જ્યારે અન્ય કેટલાક આંખનો અંદાજ / વિઝ્યુઅલ છાપ (impression) પર આધાર રાખે છે.

3.4.2 અતિશય પૂર, વગેરે જેવી ભારે પરિસ્થિતિઓના કિસ્સામાં જ્યારે તે મોટે ભાગે સ્પષ્ટ છે કે મોટાભાગના ઉભા પાકને નુકસાન થયું છે અને / અથવા જમીન અને અન્ય અસ્ક્યામતોને વ્યાપક નુકસાન થયું છે, ખાસ બોલાવેલ એસએલબીસી / ડીસીસી બેઠકોમાં આ બાબતે રાજ્ય સરકાર / જિલ્લા સત્તામંડળ દ્વારા ચર્ચા કરી શકાય છે જ્યાં સંબંધિત સરકારી કર્મચારી / જિલ્લા કલેક્ટર 'આનાવારી' (પાકના નુકશાનની ટકાવારી - ગમે તે નામ દ્વારા) નો અંદાજ ન કરવાના કારણો,પાક કાપવાના પ્રયોગો મારફતે સમજાવી શકે છે અને અસરગ્રસ્ત લોકો માટે રાહત આપવાનો નિર્ણય આંખના અંદાજ / વિઝ્યુઅલ છાપના આધારે લેવાની જરૂર છે.

3.4.3 જોકે, બન્ને કિસ્સાઓમાં, ડીસીસી / એસએલબીસીએ પાકની ખોટ 33% અથવા વધુ છે એ ઘોષણાઓ પર કામ કરતા પહેલાં પોતાની જાતને પૂરેપૂરી સંતોષવી પડે છે.

પ્રકરણ- IV
હાલની લોન્સનું પુનર્ગઠન

કુદરતી આપત્તિની ઘટનામાં, તેમની આર્થિક પ્રવૃત્તિઓમાં પડતા વિક્ષેપ અને આર્થિક અસ્કયામતોની ખોટને કારણે લોકોની ચુકવણી કરવાની ક્ષમતા ગંભીર અસર પામે છે. તેથી હાલની લોનનું પુનર્ગઠન કરીને લોન ચુકવણીમાં રાહત જરૂરી બનશે.

4.1. કૃષિ લોન્સ: ટૂંકા ગાળાનાં ઉત્પાદન ધિરાણ (પાક લોન્સ)

4.1.1 ટૂંકા ગાળાની તમામ લોન્સ પુનર્રચના માટે પાત્ર હોવી જોઈએ સિવાય કે તે કુદરતી આફતની ઘટના સમયે મુદતવીતી થયેલ હોય. કુદરતી આફતની ઘટનાના વર્ષમાં શોર્ટ-ટર્મ લોનની સાથે સાથે વ્યાજની મુખ્ય રકમ પણ ચુકવણી માટે મુદત લોનમાં રૂપાંતરિત થઈ શકે છે.

4.1.2 આફતની તીવ્રતા, આર્થિક અસ્કયામતોની ખોટ પર અસર અને તે કારણે થયેલ તકલીફને આધારે પુનઃરચિત લોનની પુન: ચુકવણીની મુદત અલગ અલગ હોઈ શકે છે.

જો નુકશાન 33% અને 50% વચ્ચે હોય તો મહત્તમ 2 વર્ષ સુધીના પુન: ચુકવણીનાં સમયગાળા (1 વર્ષનો મોકૂફીનો સમય સહિત) માટે મંજૂરી આપવી જોઈએ.

જો પાકનું નુકશાન 50% અથવા વધુ હોય તો, પુન: ચુકવણીનો સમયગાળો વધુમાં વધુ 5 વર્ષ સુધી વિસ્તૃત થઈ શકે છે (1 વર્ષનાં મોરેટોરિયમ સમયગાળા સહિત).

4.1.3 બધા રિસ્ટ્રક્ચર્ડ લોન ખાતામાં, ઓછામાં ઓછા એક વર્ષનો મોકૂફીનો સમય ગણવો જોઈએ. આવી રિસ્ટ્રક્ચર્ડ લોન માટે વધારાની કોલેટરલ સિક્યોરિટી માટે બેન્કોએ આગ્રહ ન કરવો જોઈએ.

4.2 કૃષિ લોન્સ: લાંબા ગાળાના (મૂડીરોકાણ) ધિરાણ

4.2.1 ધિરાણ લેનારની પુનઃ ચુકવણી ક્ષમતા અને કુદરતી આફતની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને હાલની મુદતની લોનનાં હપ્તાને પુનઃનિર્ધારિત કરવા જોઈએ

4.2.1.1 એવી કુદરતી આફતો જ્યાં તે વર્ષ માટે માત્ર પાક નુકસાન થાય છે અને ઉત્પાદક અસ્કયામતો ને નુકસાન યેલ નથી.

4.2.1.2 કુદરતી આફતો જ્યાં ઉત્પાદક અસ્કયામતોને અંશતઃ અથવા સંપૂર્ણ પણે નુકસાન થાય છે અને ધિરાણ લેનારાઓને નવી લોનની જરૂર છે.

4.2.1.3 ઉપરના કેટેગરી (4.2.1.1) હેઠળ કુદરતી આપત્તિ અંગે બેન્કો કુદરતી આફતના વર્ષ દરમિયાન હપ્તાઓની ચૂકવણી પુનઃ નિર્ધારિત કરી શકે છે અને એક વર્ષ સુધી લોનનો સમય લંબાવી શકે છે. અગાઉના વર્ષોમાં જો જાણીબૂજીને હપ્તામાં ડિફોલ્ટ કરવામાં આવેલ હશે તો તે પુનર્નિર્ધારણ માટે પાત્ર રહેશે નહીં. બેંકોએ દેવાદારો દ્વારા વ્યાજની કરાતી ચુકવણીને પણ મુલતવી રાખવી પડશે.

4.2.1.4 કેટેગરીના (4.2.1.2) સંબંધમાં એટલે કે જ્યાં ધિરાણ લેનારાઓની અસ્કયામતો ને અંશતઃ / સંપૂર્ણ નુકસાન થાય છે, લોન લેનારની સંપૂર્ણ પુનઃચુકવણી ક્ષમતાના આધારે લોન ની મુદત લંબાવવાની રીત દ્વારા લોનનું પુનઃ નિર્ધારણ ફરીથી સુનિશ્ચિત થઈ શકે છે.

સરકારી એજન્સીઓ પાસેથી મળેલી સબસિડી ઓછા, વીમા યોજનાઓ હેઠળ ઉપલબ્ધ વળતર, વગેરે બાદ કરીને તેમની કુલ જવાબદારી (જૂની મુદતની લોન, પુનર્ગઠન પાક લોન, જો કોઈ હોય તો) અને નવી પાક / મુદતની લોન આપવામાં આવે છે. પુનર્ગઠિત / નવી ટર્મ લોન માટે પુનઃચૂકવણીનો કુલ સમયગાળો કેસ-ટુ-કેસ આધારે અલગ પડશે, સામાન્ય રીતે તે 5 વર્ષની અવધિ કરતાં વધુ ન હોવો જોઈએ.

4.3 અન્ય લોન્સ

4.3.1 આપત્તિની તીવ્રતાને આધારે એસએલબીસી / ડીસીસી દ્વારા જેમ કે ગ્રામીણ કસબીઓ, વેપારીઓ, માઇક્રો / નાના ઔદ્યોગિક એકમોને લગતી પ્રવૃત્તિઓ અથવા અત્યંત પરિસ્થિતિઓમાં, મધ્યમ સાહસો માટે મંજૂર કરાયેલી લોન અને અન્ય તમામ લોન સામાન્ય પુનઃ નિર્ધારણ (એટલે ​​કે ઉપર દર્શાવેલ કૃષિ લોન ઉપરાંત) માટે ધ્યાનમાં લેવાની જરૂર છે. જો આવા નિર્ણય લેવામાં આવે તો, બધી લોનની વસૂલાત એક ચોક્કસ સમયગાળા સુધી મુલતવી રાખવામાં આવશે. બેન્કોએ આવા દરેક કેસમાં વ્યક્તિગત દેવાદારોની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવું પડશે અને તેના એકાઉન્ટની પ્રકૃતિ, ચુકવણી ક્ષમતા અને નવી લોન્સની જરૂરિયાત, યોગ્ય નિર્ણયોને આધારે વ્યક્તિગત બેન્કો દ્વારા લેવામાં આવશે

4.3.2 બેન્કોએ પુનર્વસવાટ માટે કોઈ પણ યુનિટને ધિરાણ આપતા પહેલા થતી પુનર્વસવાટ કાર્યક્રમ અમલમાં મૂક્યા પછી સાહસનાં ટકાઉપણા પર આધારિત પ્રાથમિક વિચારણા હોવી જોઈએ.

4.4 એસેટ ક્લાસિફિકેશન

રિસ્ટ્રક્ચર્ડ લોન્સની એસેટ ક્લાસિફિકેશનની સ્થિતિ નીચે પ્રમાણે હશે:

4.4.1 ટૂંકા ગાળા તેમજ લાંબા ગાળાના લોન્સના પુનઃસંગઠિત ભાગને વર્તમાન લેણાં તરીકે ગણવામાં આવે છે અને એનપીએ તરીકે વર્ગીકૃત કરવાની જરૂર નથી. આ મુદતની લોનનું એસેટ ક્લાસિફિકેશન ત્યારબાદ સુધારેલા નિયમો અને શરતો દ્વારા સંચાલિત થશે. તેમ છતાં સમયાંતરે ડીપાર્ટમેન્ટ ઓફ બેંકિંગ રેગ્યુલેશન1 દ્વારા નિર્ધારિત થયા મુજબ આવા રિસ્ટ્રક્ચર્ડ સ્ટાન્ડર્ડ એડવાન્સિસ માટે વધારે જોગવાઇ કરવી જરૂરી છે

4.4.2. બાકીની લેણા રકમ, કે જે પુનર્ગઠન ભાગનો એક હિસ્સો નથી તેનું એસેટ ક્લાસિફિકેશન તેની મંજૂરીના મૂળ નિયમો અને શરતો દ્વારા સંચાલિત થવાનું ચાલુ રાખશે. પરિણામે, ધિરાણ બેંક દ્વારા લોન લેનારની લેવડદેવડને પ્રમાણભૂત (standard), ઉપ-પ્રમાણભૂત (sub-standard), શંકાસ્પદ (doubtful) અને નુકશાન (loss) જેવા વિવિધ એસેટ ક્લાસિફિકેશન વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવશે

4.4.3. વધારાના નાણા, જો કોઈ હોય તો, "સ્ટાન્ડર્ડ એસેટ" તરીકે ગણવામાં આવશે અને તેનું ભાવિ એસેટ વર્ગીકરણ તેની મંજૂરીના નિયમો અને શરતો દ્વારા સંચાલિત થશે.

4.4.4. અસરગ્રસ્ત વ્યક્તિઓને રાહત આપવા માટે બૅન્કો સક્રિય છે તેની ખાતરી કરવાના હેતુથી ભારે આફતની ઘટનામાં જો કુદરતી આફતની તારીખથી માત્ર ત્રણ મહિનાની અંદર પુનર્ગઠન પૂર્ણ થાય તો કુદરતી આપત્તિની તારીખના આધારે પુનર્ગઠિત ખાતાને એસેટ ક્લાસિફિકેશનનો લાભ ઉપલબ્ધ રહેશે. ભયંકર આપત્તિ નાં કિસ્સામાં જો એસએલબીસી / ડીસીસી નો એ દૃષ્ટિકોણ હોય કે આ સમયગાળો બેન્કોને તમામ અસરગ્રસ્ત લોન્સ ફરીથી સુનિશ્ચિત કરવા માટે પુરતો નહીં રહે, તો તેઓએ તરત જ એક્સ્ટેંશન માંગવાનાં કારણોની વિગતો સહીત આરબીઆઇની સંબંધિત પ્રાદેશિક કચેરીનો સંપર્ક કરવો જોઈએ. દરેક કેસની ગુણવત્તા પર આવી અરજીઓની વિચારણા કરવામાં આવશે.

4.4.5 કુદરતી આપત્તિઓના પુનરાવર્તનના કારણે જે એકાઉન્ટ્સ બીજી અથવા વધુ વખત પુનર્ગઠન કરવામાં આવે છે તેને પુનર્ગઠન પર સમાન એસેટ ક્લાસિફિકેશન કેટેગરીમાં જાળવી રાખવા જોઈએ. તદનુસાર એક સ્ટાન્ડર્ડ પુનરગઠિત એસેટ માટે, કુદરતી આપત્તિના કારણે તે પછી પુનઃગઠનની જરૂરિયાત ઊભી થઈ તો તેને બીજા પુનઃગઠન તરીકે ગણવામાં આવશે નહીં, એટલે કે, સ્ટાન્ડર્ડ એસેટ વર્ગીકરણની જાળવણી કરવાની મંજૂરી આપવામાં આવશે. જો કે પુનઃરચનાના તમામ અન્ય ધોરણો લાગુ થશે.

4.5 વીમા નિષ્પન્ન (Proceeds) નો ઉપયોગ

4.5.1 જો લોન્સના પુનઃગઠન સંબંધિત ઉપરોક્ત પગલાં નો હેતુ ખેડૂતોને રાહત આપવાનો હોય તો આદર્શ રીતે વીમાની આવકમાંથી તેમના નુકસાનની ભરપાઇ કરવી જોઈએ. કૃષિ વિભાગ, કોઓપરેશન અને ખેડૂત કલ્યાણ દ્વારા જારી કરાયેલા આદેશોના સંદર્ભમાં, ખરિફ 2016 થી પ્રધાનમંત્રી ફસલ બિમાંયોજના (PMFBY) એ રાષ્ટ્રીય કૃષિ વીમા યોજના (NAIS) અને સુધારેલ રાષ્ટ્રીય કૃષિ વીમા યોજના (MNAIS)ની હાલની યોજનાઓનું સ્થાન લીધું છે. આ યોજના હેઠળ પાકનાં ચક્રના તમામ તબક્કા માટે ચોક્કસ ઘટકોમાં પાક બાદના જોખમો સહિત તમામ કૃષિ લોનનાં વીમા કવચ આપવામાં આવે છે. પાક વીમો, પ્રિમીયમ કપાત વગેરેના કવચની આકારણી કરવા ખેડૂતોની વિગતો, પાક વીમા માટે એકીકૃત પોર્ટલમાં બેંકો દ્વારા દાખલ કરવા જરૂરી છે જે www.agri-insurance.gov.in પર ઉપલબ્ધ છે

4.5.2 કુદરતી આપત્તિથી અસરગ્રસ્ત વિસ્તારોમાં લોન્સનું પુનર્ગઠન કરતી વખતે, બેન્કોએ વીમા કંપની પાસેથી મળતા વીમાની આવક, જો કોઈ હોય તો, ધ્યાનમાં લેવી જોઈએ. એવા કિસ્સામાં કે જ્યાં તેમણે લોન લેનારાને નવી લોન આપી છે, તેઓએ આ આવકને 'પુનર્ગઠન એકાઉન્ટ્સ' માં એડજસ્ટ કરવી જોઈએ. જો કે, બેન્કોએ સહાનુભૂતિ સાથે કામ કરવું જોઈએ અને પુન:ગઠનને ધ્યાનમાં લેવું જોઈએ અને એવા કિસ્સા કે જ્યાં દાવા પ્રાપ્ત કરવાની વાજબી નિશ્ચિતતા હોય ત્યાં વીમા દાવાની પ્રાપ્તિની રાહ જોયા વિના નવી લોન્સ આપવી..

પ્રકરણ - V
ફ્રેશ લોન આપવી

5.1 ફ્રેશ લોન્સની મંજુરી

5.1.1 એકવાર SLBC / DCC દ્વારા લોન પુનઃ નિર્ધારણ કરવાનો નિર્ણય લેવામાં આવે પછી વર્તમાન માર્ગદર્શિકા મુજબ પાક અને ખેતી વિસ્તાર માટેના નાણાના સ્કેલ પર આધારિત બેન્કો અસરગ્રસ્ત લોકો ને (ટૂંકા ગાળાની લોન્સનું રૂપાંતરણ થાય ત્યાં સુધી) ફ્રેશ પાક લોન આપશે2.

5.1.2 કૃષિ અને સહાયક પ્રવૃતિઓ (મરઘાં, મત્સ્યોદ્યોગ, પશુપાલન વગેરે) માં હાલની આર્થિક અસેટ્સની રિપેર અને / અથવા નવી સંપત્તિના સંપાદન જેવા વિવિધ હેતુઓ માટે લાંબા ગાળાની લોન્સ માટે પણ બેંક સહાય જરૂરી હોઇ શકે છે. તેવી જ રીતે કુદરતી આપત્તિથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ગ્રામીણ કસબીઓ, સ્વ રોજગારી, માઇક્રો અને નાના ઔદ્યોગિક એકમો વગેરેને તેમનાં રોજિંદા જીવન ટકાવી રાખવા માટે ફ્રેશ લોનની જરૂર પડી શકે છે. બેંકોએ જરૂરિયાતનું મૂલ્યાંકન કરવું જોઈએ અને અન્ય બાબતો સહિત તેમની જરૂરિયાત મુજબ અસરગ્રસ્ત દેવાદારોને ધિરાણ મંજૂર કરવા અને લોન મંજૂર કરવાની યોગ્ય પ્રક્રિયા ધ્યાનમાં લઈને લોનની માત્રા નક્કી કરવી જોઈએ.

5.1.3. બેંકો હાલના ધિરાણ લેનારાઓને 10,000/- સુધીની વપરાશ લોન પણ કોઈ કોલેટરલ વિના આપશે. જોકે, બેંકની મુનસફી મુજબ આ મર્યાદા 10,000/- થી વધારી શકાશે.

5.2 નિયમો અને શરતો

5.2.1 ગેરંટી, સુરક્ષા અને માર્જિન

5.2.1.1 વ્યક્તિગત બાંયધરીઓ ના હોય તો તે માટે ધિરાણ આપવાનો ઇનકાર ન કરવો જોઈએ. જ્યાં બૅન્કની હાલની સિક્યોરીટીમાં પૂરથી નુકસાન અથવા વિનાશના કારણે ઘટાડો થઈ રહ્યો છે, તો માત્ર તે કારણે, અતિરિક્ત સિક્યોરીટીની ગેરહાજરી ને લીધે સહાય નકારી શકાશે નહીં. જો લોનની રકમ કરતાં સિક્યોરીટી (હાલના અને નવી લોનથી પ્રાપ્ત થતી સંપત્તિ) ની કિંમત ઓછી હોય તો પણ નવી લોન આપવામાં આવશે. ફ્રેશ લોન્સ માટે, સહાનુભૂતિપૂર્વક વલણ લેવામાં આવશે.

5.2.1.2 જ્યાં પહેલાં પાકની લોન (જે મુદતની લોનમાં રૂપાંતરિત થઈ ગયેલ છે) વ્યક્તિગત સિક્યોરીટી / પાકનાં હાયપોથીકેસન સામે મંજૂર થઇ હતી અને જો લોન લેનાર રૂપાંતર કરેલ લોન માટે સિક્યોરીટી/ જમીનની ગીરો ઓફર કરી શકતા નથી તો તે / તેણીને માત્ર જમીન તરીકે સિક્યોરીટી આપવાની અસમર્થતાના આધારે રૂપાંતરણ સુવિધાને નકારી ન શકાય. જો લોન લેનારાએ જમીન પર ગીરો/ચાર્જ સામે પહેલેથી ટર્મ લોન લીધી હોય તો રૂપાંતરિત ટર્મ લોન માટે બીજા ચાર્જ સાથે બેન્કે સંતુષ્ટ થવું જોઈએ. રૂપાંતરણ સુવિધા પૂરી પાડવા માટે બેંકોએ તૃતીય પક્ષ ગેરંટી પર આગ્રહ રાખવો જોઈએ નહીં

5.2.1.3 જ્યાં જમીન સિક્યોરીટી તરીકે લેવામાં આવે છે, જો ખેડૂતોએ ધિરાણ માટે તેમના ટાઈટલ પુરાવા જેવા કે રજિસ્ટર્ડ શેર-ક્રોપર્સને આપવામાં આવેલ ટાઇટલ ડીડ અથવા રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ગુમાવી દીધા હોય તો મૂળ ટાઈટલ રેકોર્ડની ગેરહાજરીમાં, મહેસૂલ વિભાગના અધિકારીઓ દ્વારા જારી કરાયેલા પ્રમાણપત્ર સ્વીકારવામાં આવશે.

5.2.1.4 માર્જિનની જરૂરિયાતો માફ કરવામાં આવી શકે છે અથવા સંબંધિત રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા અનુદાન / સબસીડીને માર્જિન તરીકે ગણી શકાય છે.

5.3 વ્યાજ દર

રિઝર્વ બૅન્કના નિર્દેશો પ્રમાણે વ્યાજદર રહેશે. જો કે, બેન્કો તેમના મુનસફીના વિસ્તારો મુજબ સંકટથી અસરગ્રસ્ત લોકો માટે રાહતનો ઉપાય વિસ્તૃત કરવા અને દેવાદારોની મુશ્કેલીઓ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે તેવી અપેક્ષા છે.વર્તમાન લેણાંના સંદર્ભમાં ડિફોલ્ટ રૂપે, કોઈ દંડની રકમને ચાર્જ કરવામાં આવશે નહીં. બેંકોએ વ્યાજ ખર્ચનાં કમ્પાઉન્ડીંગને પણ યોગ્ય રીતે મુલતવી કરવો જોઈએ. બેંકોએ કોઈપણ દંડની વસૂલાત ન કરવી જોઈએ અને રૂપાંતરિત / પુન: નિયત લોનના સંદર્ભમાં પહેલેથી ચાર્જ કરવામાં આવેલ દંડ, જો કોઈ હોય તો, માફ કરવાનું વિચારી શકે છે. એસએલબીસી / ડીસીસી, કુદરતી આપત્તિની પ્રકૃતિ અને તીવ્રતાના આધારે વ્યાજ દર છૂટછાટ પર વિચારશે કે જે ધિરાણ લેનારાઓ સુધી વિસ્તારી શકાય જેથી બેન્કોમાં રાહત આપવાનાં અભિગમ માટે એકરૂપતા હોય.

પ્રકરણ - VI
અન્ય આનુષંગિક પગલાઓ

6.1 તમારા ગ્રાહકને જાણો (કેવાયસી) ધોરણો અંગેની છૂટ

તે સ્વીકૃત થવું જરૂરી છે કે મોટી આફતથી વિસ્થાપિત અથવા પ્રતિકૂળ અસર થાય છે તેવા મોટાભાગના લોકો પાસે તેમની સામાન્ય ઓળખ અને વ્યક્તિગત રેકોર્ડ્સની ઍક્સેસ ન પણ હોય.

આવા કિસ્સાઓમાં ફોટોગ્રાફ પર આધારિત અને બેન્ક અધિકારીની સામે રજૂ કરવામાં આવેલ સહી અથવા અંગૂઠાની છાપ લઈને એક નાનું એકાઉન્ટ ખોલવામાં આવશે. ઉપરોક્ત સૂચનાઓ એવા કિસ્સાઓમાં લાગુ થશે જ્યાં એકાઉન્ટમાં બેલેન્સ 50,000/- અથવા મંજૂર રાહતની રકમ (જો વધુ હોય તો) કરતા વધુ ન હોય અને એકાઉન્ટમાં વરસમાં કુલ ક્રેડિટ 1,00,000/- અથવા એક વર્ષમાં મંજૂર રાહત, (જો વધુ હોય તો) કરતાં વધી ન જાય.

6.2 બૅન્કિંગ સેવાને પ્રાપ્ત કરાવવી

6.2.1 આરબીઆઈની સંબંધિત પ્રાદેશિક કચેરીને સૂચિત કરીને બેન્કો અસ્થાયી જગ્યામાંથી તેની કુદરતી આફત અસરગ્રસ્ત શાખાઓનું સંચાલન કરી શકે છે. બેન્કો 30 દિવસ કરતા વધારે સમય કામચલાઉ જગ્યાને ચાલુ રાખવા માટે આરબીઆઈની સંબંધિત પ્રાદેશિક કચેરી પાસેથી ચોક્કસ મંજૂરી મેળવી શકે છે. આરબીઆઇને સૂચિત કરીને બેંકો અસરગ્રસ્ત વિસ્તારોમાં સેટેલાઇટ ઓફિસ, એક્સ્ટેંશન કાઉન્ટર્સ અથવા મોબાઈલ બેન્કિંગ સુવિધા વગેરે બેન્કિંગ સેવાઓની સ્થાપના કરી શકે છે.

6.2.2 અસરગ્રસ્ત લોકોની તાત્કાલિક રોકડ જરૂરિયાતોને પહોંચી વળવા માટે, એટીએમ પુનઃસ્થાપિત કરવા માટે ચોક્કસ મહત્વ આપવામાં આવશે અથવા અન્ય સુવિધાઓનો ઉપયોગ કરવા માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ પ્રદાન થઇ શકે છે.

6.2.3 અસરગ્રસ્ત લોકોની સ્થિતિને હળવી કરવા માટે બેન્કો તેમના નિર્ણય પર પ્રારંભ કરી શકે તેવા અન્ય ઉપાયો:

એટીએમ ફી માફ કરી શકાય છે, એટીએમની ઉપાડની મર્યાદા વધારી શકાય છે;

ક્રેડિટ કાર્ડ / અન્ય લોન હપતા ચુકવણીઓ વગેરે માટે મોડા ચુકવણી માટે દંડ, ઓવરડ્રાફટ ફી / ટાઈમ ડીપોઝીટ પર વહેલા ઉપાડ દંડ માફી, અને ક્રેડિટ કાર્ડ ધારકોને તેમના બાકી બેલેન્સને 1-2 વર્ષોમાં પરત ચૂકવવા માટે વિકલ્પ આપવાની ઑફર આપવી.

આ ઉપરાંત, અસરગ્રસ્ત લોકોની હાડમારીને ધ્યાનમાં રાખીને સામાન્ય વ્યાજ સિવાય ખેત લોનના ખાતામાં ઉધારાતા તમામ ચાર્જીસને માફ કરવામાં આવશે.

પ્રકરણ VII
હુલ્લડો અને અશાંતિ: માર્ગદર્શિકાઓની પ્રયોજ્યતા

હુલ્લડો અને અશાંતિ કિસ્સામાં માર્ગદર્શિકાની પ્રયોજ્યતા

7.1 જયારે આરબીઆઇ બેન્કોને તોફાન / ત્રાસ અસરગ્રસ્ત વ્યક્તિઓને પુનર્વસવાટ સહાય કરવા માટે સલાહ આપે છે, બેન્કો દ્વારા ઉપરોક્ત દિશાનિર્દેશો મોટે ભાગે તે હેતુ માટે અનુસરવામાં આવશે.તેમ છતાં, એ ખાતરી કરવી જોઈએ કે હુલ્લડો અને અશાંતિ દ્વારા અસરગ્રસ્ત હોવાના રાજય વહીવટીતંત્ર દ્વારા યોગ્ય રીતે ઓળખવામાં આવેલ માત્ર સાચી વ્યક્તિઓ ને માર્ગદર્શિકા મુજબ સહાય પૂરી પાડવામાં આવે છે.

7.2. રાજ્ય સરકાર તરફથી વિનંતી / માહિતી પ્રાપ્ત કર્યા બાદ રિઝર્વ બેન્ક દ્વારા બેંકોને સલાહ આપવી અને ત્યારબાદ બેન્કો દ્વારા તેમની શાખાઓ ને સૂચનાઓ આપવી એ મુદ્દો સામાન્ય રીતે તોફાનગ્રસ્ત લોકોની સહાયતા કરવામાં વિલંબમાં પરિણમે છે. અસરગ્રસ્ત વ્યક્તિઓને ઝડપી રાહત આપવા માટે,તે નક્કી કરવામાં આવ્યું છે કે હુલ્લડો અને અશાંતિ થાય ત્યારે જિલ્લા કલેકટર લીડ બેન્ક અધિકારીને જો જરૂરી હોય તો, ડીસીસીની બેઠક બોલાવવા માટે કહે અને હુલ્લડો અને અશાંતિ દ્વારા પ્રભાવિત વિસ્તારમાં મિલકત અને જીવનને થયેલા નુકસાનની માત્રા પર ડીસીસીને અહેવાલ સુપ્રત કરે. જો ડીસીસી સંતુષ્ટ થાય કે હુલ્લડો અને અશાંતિના કારણે જીવન અને સંપત્તિને વ્યાપક નુકસાન થયું છે, તો ઉપરોક્ત માર્ગદર્શિકા મુજબ અસરગ્રસ્ત લોકો ને રાહત પહોચાડી શકે છે. અમુક કિસ્સાઓમાં, જ્યાં કોઈ જિલ્લા કન્સલ્ટેટીવ કમિટીઓ નથી, જિલ્લા કલેકટર અસરગ્રસ્ત વ્યક્તિઓને રાહતનાં વિસ્તરણ કરવા માટે વિચારવા બેન્કરોની બેઠક બોલાવવા માટે રાજ્યના સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટિના કન્વીનરને વિનંતી કરી શકે છે. કલેકટર દ્વારા રજૂ કરાયેલા અહેવાલ અને ડીસીસી / એસએલબીસીના નિર્ણયને રેકોર્ડ કરી શકાય છે અને તેને મીટિંગની કાર્ય સૂચી નો એક ભાગ બનાવવો જોઈએ.મીટિંગની કાર્યવાહીની એક નકલ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સંબંધિત પ્રાદેશિક કચેરીને મોકલી શકાય છે.


પરિશિષ્ટ

માસ્ટર ડિરેક્શન - રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (નેચરલ કટોકટીઓ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં બેંકો દ્વારા રાહતનો ઉપાય) દિશાનિર્દેશો, 2017

માસ્ટર ડિરેક્શન માટે એકત્રિત પરિપત્રોની સૂચિ

ક્રમ નં. પરિપત્ર ક્રમાંક  તારીખ વિષય
1. RPCD.No.PS.BC.6 / PS.126-84-2.8.1984 - કુદરતી આપત્તિથી અસરગ્રસ્ત વિસ્તારોમાં બેન્કો દ્વારા રાહત પગલાં માટે સુધારેલી માર્ગદર્શિકા
2. RPCD.No.PLFS.BC.38 / PS.126-91 / 92-21.9.1991 - હુલ્લડો / કોમી અશાંતિ, વગેરેથી પ્રભાવિત વ્યક્તિઓને બૅંકોની સહાય વગેરે.
3. RPCD.No.PLFS.BC.59 / 05.04.02 / 92-93-6.1.1993 - કુદરતી આપત્તિથી અસરગ્રસ્ત વિસ્તારોમાં બેંકો દ્વારા રાહત માટેની માર્ગદર્શિકા- (વપરાશ લોન્સ)
4. RPCD.No.PLFS.BC.128 / 05.04.02 / 97-98-20.6.1998 - કુદરતી આફતોથી અસરગ્રસ્ત વ્યક્તિઓ માટે રાહત પગલાં - કૃષિ એડવાન્સિસ
5. RPCD.PLFS.BC.No.42 / 05.02.02 / 2005-06-1.10.2005 - બૅન્કિંગ પ્રણાલીમાંથી કૃષિ અને સંબંધિત પ્રવૃત્તિઓ માટેના ધીરાણ પ્રવાહ પર સલાહકાર સમિતિ
6. એફઆઇડીડી નંબર. એફ.એસ.ડી.બીસી.12 / 05.10.001 / 2015-16-21.8.2015 – કુદરતી આપત્તિઓ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં બેંકો દ્વારા રાહત માટેની માર્ગદર્શિકા
7. એફઆઈડીડી નો.એફ.એફ.ડી.બીસી.27/05.10.001/2015-16- 30.06.2016 - કુદરતી આપત્તિઓ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં બેંકો દ્વારા રાહતનાં પગલાં માટેની માર્ગદર્શિકા- વીમા પ્રોસેસની ઉપયોગિતા

1. ઇન્કમ રેકગ્નિશન, એસેટ ક્લાસિફિકેશન અને પ્રોવીઝનિંગ પર પ્રુડેન્શિયલ માર્ગદર્શિકાઓ પર ડીબીઆરના માસ્ટર ડિરેક્શન્સ

2. કિશન ક્રેડિટ કાર્ડ યોજના પરના માસ્ટર પરિપત્ર ઉપલબ્ધ છે @ www.rbi.org.in

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

શું આ પેજ ઉપયોગી હતું?