મથુરા જિલ્લા સહકારી બેંક લિમિટેડ, મથુરા, ઉત્તરપ્રદેશ-દંડ લગાવવામાં આવ્યો
તારીખ: 10 ઓકટોબર 2018 મથુરા જિલ્લા સહકારી બેંક લિમિટેડ, મથુરા, ઉત્તરપ્રદેશ-દંડ લગાવવામાં આવ્યો ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની, કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, કલમ 47 A (1) (c) ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી મથુરા જિલ્લા સહકારી બેંક લિમિટેડ, મથુરા, ઉત્તરપ્રદેશ પર ઉક્ત કાયદાની કલમ 19 હેઠળ અન્ય કો-ઓપરેટીવ સોસાયટીઓમાં શેર ધારણ કરવા પરના નિયંત્રણ અંગેની આરબીઆઈની સૂચનાઓ / માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન કરવા બદલ ₹ 50,000 (રૂપિયા પચાસ હજાર) નો નાણાંકીય દંડ લગાવેલ છે. ભારતીય રિઝર્વ બેંકે ઉક્ત બેન્કને કારણદર્શી નોટીસ આપેલી હતી, જેના જવાબમાં બેંકે લેખિત પ્રત્યુત્તર રજૂ કર્યો હતો. કેસ ના તથ્યો પર વિચારણા કરી, ભારતીય રિઝર્વ બેંક એવા તારણ પર આવી કે ઉપરોક્ત ઉલ્લંઘનો પ્રમાણભૂત હતા અને દંડ લગાવવો જરૂરી હતો. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2018-2019/846 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: