મિલ્લાથ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, દાવનગિરી, કર્ણાટક-દંડ લગાવવામાં આવ્યો
તારીખ: 03 ઓકટોબર 2018 મિલ્લાથ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, દાવનગિરી, કર્ણાટક-દંડ લગાવવામાં આવ્યો ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની, કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, કલમ 47 A ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી મિલ્લાથ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, દાવનગિરી પર બેન્કના ડાયરેકટરો અને તેમના સંબંધીઓને લોન/ધિરાણ મંજૂર કરીને, દસ્તાવેજો વિના વાહન લોનો/ સ્ટાફ લોનો આપીને અને પ્રતિમાસ એકંદર રૂપિયા 10 લાખથી વધુ મૂલ્યના રોકડ વ્યવહારોનું ભારત સરકાર, ફાઈનાન્સીયલ ઈન્ટેલીજન્સ યુનિટ, નવી દિલ્હીને રીપોર્ટીંગ નહી કરીને આરબીઆઈની માર્ગદર્શિકાઓ/ નિર્દેશોનું ઉલ્લંઘન કરવા બદલ ₹ 15.00 લાખ (રૂપિયા પંદર લાખ) નો નાણાંકીય દંડ લગાવેલ છે. ભારતીય રિઝર્વ બેંકે ઉક્ત બેન્કને કારણદર્શી નોટીસ આપેલી હતી, જેના જવાબમાં બેંકે વ્યક્તિગત રજુઆતની માંગણી કરી હતી. કેસ ના તથ્યો અને બેંકની આ બાબત અંગેની રજૂઆત પર વિચારણા કરી, ભારતીય રિઝર્વ બેંક એવા તારણ પર આવી કે ઉપરોક્ત ઉલ્લંઘનો પ્રમાણભૂત હતા અને નાણાકીય દંડ લગાવવો જરૂરી હતો. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2018-2019/765 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: