<font face="mangal" size="3px">સુવર્ણ મુદ્રીકરણ યોજના અંતર્ગત જમા કરવાના ક - આરબીઆઈ - Reserve Bank of India
સુવર્ણ મુદ્રીકરણ યોજના અંતર્ગત જમા કરવાના કાચા સોનાની લઘુત્તમ માત્રા 30 ગ્રામ રહેશે
03 નવેમ્બેર 2015 સુવર્ણ મુદ્રીકરણ યોજના અંતર્ગત જમા કરવાના ભારતીય રિઝર્વ બેંકે ભારતીય રિઝર્વ બેંક (સુવર્ણ મુદ્રીકરણ યોજના), નિર્દેશ, 2015 ના અંતર્ગત સુવર્ણ મુદ્રીકરણ યોજના હેઠળ જમા કરવાના સુવર્ણની લઘુત્તમ માત્રામાં સંશોધન કરેલ છે. આ સંશોધનની જોગવાઈ અનુસાર, કોઈ એક સમયે જમા કરવાના કાચા સોનાની (બાર, સિક્કા, ઝવેરાત જેમાં રત્ન અને અન્ય ધાતુનો સમાવેશ થતો નથી) માત્રા લઘુત્તમ 30 ગ્રામની રહેશે. એમ રજૂઆત કરવામાં આવી કે શુદ્ધતાનું સ્તર અલગ-અલગ હોઈ શકવાના કારણે ઘરેણાં અને અન્ય કાચા સુવર્ણની વસ્તુઓના રૂપમાં 995 શુદ્ધતાના 30 ગ્રામની બરાબરનું કાચા સુવર્ણની માત્રા પ્રત્યાશિત રૂપથી નિર્ધારિત કરવી જનસામાન્ય માટે સંભવ નહીં બને. આથી રિઝર્વ બેંકે 22 ઓક્ટોબર 2015ના રોજ જારી કરેલ સુવર્ણ મુદ્રીકરણ યોજના, 2015 સંબંધિત તેના માસ્ટર નિર્દેશની કલમ 2.1.2 (i) માં સંશોધન કરેલ છે. સુવર્ણ મુદ્રીકરણ યોજના, 2015 સંબંધી ભારતીય રિઝર્વ બેંકનો સંપૂર્ણ માસ્ટર નિર્દેશ, તેની સુધારેલી આવૃત્તિ સાથે, ભારતીય રિઝર્વ બેંકની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે. આ નિર્દેશ 05 નવેમ્બર 2015થી અમલી બનશે. અલ્પના કિલ્લાવાલા પ્રેસ પ્રકાશન : 2015-2016/1071 |