<font face="mangal" size="3px">કરન્સી ચેસ્ટ માટેના ન્યૂનતમ ધોરણો</font> - આરબીઆઈ - Reserve Bank of India
કરન્સી ચેસ્ટ માટેના ન્યૂનતમ ધોરણો
આરબીઆઈ/2018-19/166 08 એપ્રિલ 2019 ચેરમેન / મેનેજીંગ ડાયરેક્ટર / મહોદયા / મહોદય, કરન્સી ચેસ્ટ માટેના ન્યૂનતમ ધોરણો 04 ઓકટોબર 2016 ના નાણાકીય નિતી નિવેદનના ફકરા 15માં જણાવ્યા અનુસાર, બેન્કે કરન્સી હેરફેર પર એક સમિતિની (કમિટી ઓન કરન્સી મૂવમેન્ટ) [ચેરમેન: શ્રી ડી. કે. મોહંતી, એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર] રચના કરેલી હતી. અન્ય બાબતો સાથે, સમિતિએ ભલામણ કરી હતી કે ભારતીય રિઝર્વ બેન્કે બેન્કોને આધુનિક સવલતો અને ઓછામાં ઓછા રૂપિયા 10 બિલીયનની ચેસ્ટ બેલેન્સ લીમીટ (સીબીએલ) સાથેની મોટી કરન્સી ચેસ્ટો ખોલવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ. તદ અનુસાર, નવી કરન્સી ચેસ્ટની સ્થાપના માટે નીચેના લઘુત્તમ ધોરણો રાખવાનું નક્કી કરવામાં આવેલ છે: (1) ઓછામાં ઓછા 1500 સ્ક્વેર ફીટના સ્ટ્રોંગ રૂમ / વૉલ્ટનો વિસ્તાર. પર્વતીય / અગમ્ય સ્થાનો (કેન્દ્રીય / રાજ્ય સરકાર / કોઈપણ યોગ્ય સત્તાવાળા દ્વારા વ્યાખ્યાયિત) માટે, ઓછામાં ઓછા 600 ચો.ફૂટના સ્ટ્રોંગ રૂમ / વૉલ્ટનો વિસ્તાર (2) દરરોજ 6,60,000 બૅન્કનોટની પ્રક્રિયા કરવાની ક્ષમતા. પર્વતીય / અગમ્ય સ્થળોએ સ્થિત કરન્સી ચેસ્ટો માટે, દરરોજ 2,10,000 બૅન્કનોટની પ્રક્રિયા કરવાની ક્ષમતા. (3) ઓટોમેશન અપનાવવાની જવાબપાત્રતા અને આઇટી સોલ્યુશન્સ અમલમાં મૂકવા માટેની અનુકૂલનક્ષમતા (4) રૂપિયા 10 બિલિયનના સીબીએલ, જમીની વાસ્તવિકતાઓ અને વાજબી નિયંત્રણોને આધિન તથા રિઝર્વ બેન્કની વિવેકશક્તિ પર આધારિત. (5) તારીખ 14 નવેમ્બર 2008 ના પરિપત્ર ડીસીએમ (સીસી) નંબર જી-18/03.39.01/2008-09 દ્વારા જારી બાંધકામ વગેરે સંબંધિત અન્ય પ્રવર્તમાન ટેકનીકલ સ્પેસીફીકેશનનું પાલન 2. કરન્સી ચેસ્ટ સ્થાપવા ઇચ્છતી બેંકો એ સુનિશ્ચિત કરશે કે ઉપર વર્ણવેલ ન્યૂનતમ ધોરણોનું પાલન કરવામાં આવે. 3. કરન્સી ચેસ્ટ ખોલવા સંબંધિત અન્ય તમામ સૂચનાઓ યથાવત રહેશે. આપનો વિશ્વાસુ, (સંજય કુમાર) |