<font face="mangal" size="3">નગર સહકારી બેંક લી., ઇટાવા (ઉત્તર પ્રદેશ) ઉપર લાĐ - આરબીઆઈ - Reserve Bank of India
નગર સહકારી બેંક લી., ઇટાવા (ઉત્તર પ્રદેશ) ઉપર લાદવામાં આવેલ દંડ
તારીખ : માર્ચ 07, 2019 નગર સહકારી બેંક લી., ઇટાવા (ઉત્તર પ્રદેશ) ઉપર લાદવામાં આવેલ દંડ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(c) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, ઇન્ટર બેંક ગ્રોસ એક્ષ્પોઝર અને કાઉન્ટર પાર્ટી લીમીટ માટેના પ્રુડેન્શિયલ નોર્મ્સ અંગે આપેલી સૂચનાઓ /માર્ગદર્શિકા ના ઉલ્લંઘન બદલ નગર સહકારી બેંક લી., ઇટાવા (ઉત્તર પ્રદેશ) ઉપર ₹ 1.00 લાખ (અંકે રૂપિયા એક લાખ પુરા) નો નાણાકીય દંડ લાદવામાં આવેલ છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંક ને કારણ દર્શક નોટીસ આપવામાં આવેલ છે, તેના અનુસંધાન માં બેંકે લેખિત જવાબ મોકલેલ છે.આ કેસ ની હકીકતો અને બેંકે આ બાબત માં આપેલ જવાબ ઉપર વિચાર કરીને ભારતીય રિઝર્વ બેંકે કાઢેલા નિષ્કર્ષ મુજબ આ ઉલ્લંઘનો પ્રમાણભૂત થયેલ છે અને તે બદલ દંડ લાદવામાં આવેલ છે. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2018-2019/2124 |