નેશનલ મર્કન્ત્તાઈલ કો-ઓપરેટીવ બેંક લી. લખનૌ (યુ. પી.) ઉપર લાદવામાં આવેલ દંડ
તારીખ : માર્ચ 13, 2019 નેશનલ મર્કન્ત્તાઈલ કો-ઓપરેટીવ બેંક લી. લખનૌ (યુ. પી.) ઉપર લાદવામાં આવેલ દંડ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (કો-ઓપરેટીવ સોસાયટીઝ ને લાગુ પડે છે તે મુજબ) ની કલમ 46 (4) સાથે વાંચન માં લેતાં કલમ 47A(1)(c) ની જોગવાઈ હેઠળ રિઝર્વ બેંક ને આપવામાં આવેલી સત્તા ના પાલન અંતર્ગત, ક્મ્પ્લાયન્સ મોકલવા સમ્બંધી આપેલી સૂચનાઓ /માર્ગદર્શિકા ના ઉલ્લંઘન બદલ નેશનલ મર્કન્ત્તાઈલ કો-ઓપરેટીવ બેંક લી. લખનૌ (ઉત્તર પ્રદેશ) ઉપર ₹ 50,000/- (અંકે રૂપિયા પચાસ હજાર પુરા) નો નાણાકીય દંડ લાદવામાં આવેલ છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંક ને કારણ દર્શક નોટીસ આપવામાં આવેલ છે, તેના અનુસંધાન માં બેંકે લેખિત જવાબ મોકલેલ છે.આ કેસ ની હકીકતો અને બેંકે આ બાબત માં આપેલ જવાબ અને વ્યક્તિગત સુનાવણી બાદ વિચાર કરીને ભારતીય રિઝર્વ બેંકે કાઢેલા નિષ્કર્ષ મુજબ આ ઉલ્લંઘનો પ્રમાણભૂત થયેલ છે અને તે બદલ દંડ લાદવામાં આવેલ છે. અનિરુદ્ધ ડી જાધવ પ્રેસ પ્રકાશન : 2018-2019/2173 |
પેજની છેલ્લી અપડેટની તારીખ: