<font face="mangal" size="3">નેશનલ અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, બહરાઈચ-દ - આરબીઆઈ - Reserve Bank of India
નેશનલ અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, બહરાઈચ-દંડ લગાવવામાં આવ્યો
તારીખ: 18 સપ્ટેમ્બર 2018 નેશનલ અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ, બહરાઈચ-દંડ લગાવવામાં આવ્યો ભારતીય રિઝર્વ બેંકે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (એ એ સી એસ) ની, કલમ 46 (4) સાથે વંચાણમાં લેતાં, કલમ 47 A (1) (c) ની જોગવાઈઓ અંતર્ગત તેને મળેલી સત્તા નો ઉપયોગ કરી નેશનલ અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડ,બહરાઈચ પર ઉક્ત એક્ટની કલમ 27માં નિર્દિષ્ટ રીટર્નસ સતત પ્રસ્તુત નહી કરવા બદલ ₹ 2,00,000 (રૂપિયા બે લાખ) નો નાણાંકીય દંડ લગાવેલ છે. ભારતીય રિઝર્વ બેંકે ઉક્ત બેન્કને કારણદર્શી નોટીસ આપેલી હતી, જેના જવાબમાં બેંકે તેનો પ્રત્યુત્તર પ્રસ્તુત કર્યો ન હતો. કેસ ના તથ્યો પર વિચારણા કરી, ભારતીય રિઝર્વ બેંક એવા તારણ પર આવી કે ઉપરોક્ત ઉલ્લંઘન પ્રમાણભૂત હતું અને દંડ લગાવવો જરૂરી હતો. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2018-2019/646 |